source_url,target_url,text,summary https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%87%E0%AA%B2%E0%AB%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BF/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-apprised-of-the-mou-between-india-and-angola-for-promoting-bilateral-cooperation-in-the-field-of-electronics-and-it/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની બેઠકે ઇલેક્ટ્રોનિક્સ અને સૂચનાપ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટેના સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી. આ સમજૂતી કરારનો ઉદ્દેશ ઈ-ગવર્નન્સ, આઈટી પ્રશિક્ષણ માટે માનવ સંસાધન, સૂચના સુરક્ષા, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર નિર્વાણ, આઈટી એમ્બેડેડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી, ટેલીમેડીસીન વગેરે જેવા ક્ષેત્રોમાં નજીકના સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. પૂર્વભૂમિકા: ઇલેક્ટ્રોનિક્સ અનેસૂચનાપ્રૌદ્યોગિકી મંત્રાલય (એમઈઆઈટીવાય) માટે સહયોગના દ્વિપક્ષીય અને પ્રાદેશિક માળખા અંતર્ગત ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી)ના ઉભરતા અને પ્રાથમિક ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનું અનિવાર્ય બનાવવામાં આવ્યું હતું. એમઈઆઈટીવાય એ આઈસીટીના ક્ષેત્રમાં માહિતીના આદાન-પ્રદાન અને નજીકના સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશોના સાથી સંસ્થાનો/ સંસ્થાઓ સાથે સમજૂતી કરારો/સંધિઓ કરી છે. વિવિધ દેશો સાથે આ સહયોગને આગળ વધારવા માટે, ખાસ કરીને “ડિજિટલ ઇન્ડિયા”, “મેક ઇન ઇન્ડિયા” જેવી ભારત સરકારની વિવિધ નવી પહેલોને ધ્યાનમાં રાખીને હિતને લગતા ટેકનોલોજી ક્ષેત્રમાં વ્યવસાયની તકોને શોધવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. એમઈઆઈટીવાય એ ઈ-ગવર્નન્સ, આઈટી પ્રશિક્ષણ માટે માનવ સંસાધન, સૂચના સુરક્ષા, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર નિર્માણ, આઈટી સંલગ્ન સોફ્ટવેર ઉદ્યોગ, ટેલીમેડીસીન વગેરે જેવા આઈસીટી ક્ષેત્રોમાં કેન્દ્રીયકૃત સહયોગ માટે એક વ્યાપક સમજૂતી કરારોની વાટાઘાટો કરી હતી. વાટાઘાટો થયા બાદ સમજૂતી કરારના કાચા મુસદ્દાને આખરી રૂપ આપવામાં આવ્યું હતું અને ભારત સરકાર તરફથી વિદેશી બાબતોના આદરણીય રાજ્યમંત્રી શ્રી એમ. જે. અકબર તથા અંગોલા સરકારનાંદૂરસંચાર અને સૂચનાપ્રૌદ્યોગિકી મંત્રાલય તરફથી આંતરરાષ્ટ્રીય સહયોગ અને અંગોલન સમુદાય માટેના રાજ્યમંત્રી શ્રી ડોમિંગોજ કસ્ચોડોઓ વીયેરા લોપ્સ દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.",Cabinet apprised of the MoU between India and Angola for promoting bilateral cooperation in the field of Electronics and IT https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0-3/,https://www.pmindia.gov.in/en/news_updates/global-trade-show-the-flagship-event-in-the-run-up-to-vibrant-gujarat-summit-inaugurated-by-pm-in-gandhinagar/,"વાઇબ્રન્ટ ગુજરાત સમિતના નવમાં સંસ્કરણ ગાંધીનગરમાં મહાત્મા મંદિર એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટરમાં શરૂ થવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં રોકાણને વેગ આપવા માટે સમિટનાં ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. 18 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે પ્રધાનમંત્રીએ એક્ઝિબિશન સેન્ટરમાં ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વિવિધ પેવેલિયનની મુલાકાત લીધી હતી અને ઇસરો, ડીઆરડીઓ, ખાદી વગેરેનાં સ્ટોલમાં ખૂબ રસ દાખવ્યો હતો. જેમાં તેમનું મેક ઇન ઇન્ડિયા વિઝન પ્રસ્તુત થયુ હતુ. આ થીમ પેવેલિયનની ટેગલાઇન ઉચિત હતી – ‘ચરખાથી ચંદ્રાયાન સુધી’. તેમની સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતાં. 2,00,000 ચો.મી.માં ફેલાયેલા આ ટ્રેડ શોમાં 25 થી વધારે ઔદ્યોગિક અને વ્યાવસાયિક ક્ષેત્રોએ પોતાના વિચારો, ઉત્પાદનો અને ડિઝાઈનનું એક છત નીચે પ્રદર્શન કર્યું છે. સમિટની સાથે શ્રેણીબદ્ધ ઇવેન્ટ અને કાર્યક્રમોનું આયોજન થયું છે. આજનું મુખ્ય આકર્ષણ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019 છે, જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી મોદી આજે સાંજે કરશે. આ પ્રસંગે વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મેસ્કોટ પણ જાહેર કરશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019 ભારતની આ પ્રકારની સૌથી પહેલી ઇવેન્ટ છે અને શહેરનાં ઉદ્યોગસાહસિકોને તેમનાં ઉત્પાદનો દર્શાવવાની તક પૂરી પાડે છે. વાઇબ્રન્ટ ગુજરાતનાં ભાગરૂપે આયોજિત મુખ્ય કાર્યક્રમો ઉપરાંત સમિટના 9માં સંસ્કરણમાં વિવિધ પ્રકારની જાણકારી વહેંચવાનો ઉદ્દેશ ધરાવતા સંપૂર્ણપણે નવા ફોરમનો પ્રારંભ થશે અને સહભાગીઓ વચ્ચે નેટવર્કિંગનું સ્તર વધશે. પૃષ્ઠભૂમિ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત વર્ષ 2003માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી, જેઓ એ સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને તેમનો હેતુ ગુજરાતને ભારતમાં મનપસંદ રોકાણ સ્થળ બનાવવાનો હતો. આ સમિટ આંતરરાષ્ટ્રીય સામાજિક-આર્થિક વિકાસ, જાણકારીની વહેંચણી અને અસરકારક ભાગીદારી ઘડવાના એજન્ડા અંગે મનોમંથન કરવા માટે મંચ પૂરું પાડશે. આ બાબતો વાઇબ્રન્ટ ગુજરાત 2019ની મુખ્ય વિશેષતાઓમાં સામેલ છે – ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સ (",Global Trade Show – the flagship event in the run up to Vibrant Gujarat Summit inaugurated by PM in Gandhinagar https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE-9/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-inaugurate-the-delhi-end-tb-summit-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાજધાની નવી દિલ્હીમાં આવતીકાલે વિજ્ઞાન ભવનમાં ‘ધ દિલ્હી એન્ડ ટીબી’ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટનું સહ-આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ડબલ્યુએચઓ સાઉથ ઇસ્ટ એશિયા રિજનલ ઓફિસ (એસઇએઆરઓ) અને સ્ટોપ ટીપી પાર્ટનરશિપ દ્વારા કરાયું છે. પ્રધાનમંત્રી આ પ્રસંગે ટીબી(ટ્યુબરક્યુલોસિસ)મુક્ત ભારત અભિયાન શરૂ કરશે. ટીબીમુક્ત ભારત અભિયાન યુદ્ધનાં ધોરણે ટીબીને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજનાની પ્રવૃત્તિઓ હાથ ધરશે. ટીબી નાબૂદ કરવા રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજનાને આગામી ત્રણ વર્ષ માટે રૂ. 12,000 કરોડથી વધારેનાં નાણાકીય ભંડોળનું પીઠબળ પ્રાપ્ત છે, જેથી ટીબીનાં દરેક દર્દીને ગુણવત્તાયુક્ત નિદાન, સારવાર અને સહાય મળવાનું સુનિશ્ચિત થશે. નવી રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજના (એનએસપી)માં બહુપાંખીય અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમા ટીબીનાં દર્દીઓને ખાનગી સેવા પ્રદાતાઓ પાસેથી સારસંભાળ મળી રહે એ બાબત પર ભાર મૂકીને ટીબીનાં તમામ દર્દીઓની ઓળખ કરવાનો અને ઊંચું જોખમ ધરાવતી વસતિમાં ટીબીનાં નિદાન ન થવાની સમસ્યાને દૂર કરવાનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રી વર્ષ 2025 સુધીમાં, એસડીજી (ટકાઉ વિકાસ લક્ષ્યાંકો)નાં પાંચ વર્ષ અગાઉ ભારતને ટીબીમુક્ત કરવાનું સ્વપ્ન સેવે છે, જે માટે સંશોધિત રાષ્ટ્રીય ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામના પ્રયાસોને વેગ આપવામાં આવ્યો છે, જેમાં વર્ષ 1997ની શરૂઆતથી અત્યાર સુધી 2 કરોડથી વધારે દર્દીઓને સારવાર આપવામાં આવી છે.",PM to inaugurate The Delhi End TB Summit tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AB%E0%AA%98/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approvesa-cooperation-arrangement-between-india-and-afghanistan-for-cooperation-in-the-field-of-food-safety-and-related-areas/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્યાન્ન સુરક્ષા અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડ એફડબ્લ્યુ) તથા કૃષિ, સિંચાઈ અને પશુધન મંત્રાલય (મેઈલ), અફઘાનિસ્તાન વચ્ચે સહયોગ વ્યવસ્થા ઉપર હસ્તાક્ષર કરવાની મંજુરી આપી દીધી છે. સહયોગ માટેના ક્ષેત્રોમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. માહિતીના આદાન-પ્રદાન અને દુરસંચાર માટેના તંત્રની સ્થાપના પસંદ કરવામાં આવેલા હિતના મુદ્દાઓ ખાસ કરીને આયાત પ્રક્રિયા, ક્વોલીટી કંટ્રોલ ઓપેરેશન, સેમ્પલીંગ, ટેસ્ટીંગ, પેકેજીંગ અને લેબલિંગ ઉપર ટેકનીકલ આદાન-પ્રદાનને સુવિધા આપવી સંયુક્ત સેમીનાર, વર્કશોપ, મુલાકાતો, પ્રવચનો, તાલીમ કાર્યક્રમ વગેરેને સુવિધા આપવી અથવા તેમનું આયોજન કરવું. ભાગીદારોના તેમની જવાબદારીઓની અંદર રહીને તેમના હિત માટેના અન્ય ક્ષેત્રો જેમને તેઓ પરસ્પર નિર્ધારિત કરે. આ સહયોગાત્મક વ્યવસ્થા ખાદ્યાન્ન સુરક્ષા પ્રણાલીને સુધારવા માટે માહિતીના આદાન-પ્રદાન, તાલીમ અને ક્ષમતા નિર્માણ માટેના પગલાઓ તથા એકબીજા પાસેથી તેમની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓમાંથી શીખવાની વૃત્તિને કેળવવામાં મદદ કરશે.",Cabinet approves a Cooperation Arrangement between India and Afghanistan for cooperation in the field of food safety and related areas https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE%E0%AA%96%E0%AA%82-15/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-loss-of-lives-due-to-a-bus-accident-in-pauri-uttrakhand/,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટના હ્રદયદ્રાવક છે. આ દુ:ખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય. બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવશે: પીએમ મોદી“,"PM condoles loss of lives due to a bus accident in Pauri, Uttrakhand" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%97%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-continuation-and-restructuring-of-national-rural-drinking-water-programme/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ (એનઆરડીડબલ્યુપી)ને ચાલુ રાખવા અને પુનર્ગઠન માટે મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ કાર્યક્રમને પરિણામ આધારિત, સ્પર્ધાત્મક બનાવવાનો છે અને નિર્ભરતા (કાર્યક્ષમતા) વધારવા ધ્યાન કેન્દ્રિત કરી તેનાં પર વધારે સારી રીતે નજર રાખવાનો છે, જેથી ગ્રામીણ વસતિને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરી શકાય. વર્ષ 2017-18થી વર્ષ 2019-20નાં ચૌદમાં નાણાં પંચ (એફએફસી)એ કાર્યક્રમ માટે કુલ રૂ. 23,050 કરોડ મંજૂર કર્યા છે. કાર્યક્રમ સમગ્ર દેશની ગ્રામીણ વસતિને આવરી લેશે. પુનર્ગઠન આ કાર્યક્રમને અનુકૂળ, પરિણામલક્ષી, સ્પર્ધાત્મક બનાવશે તથા મંત્રાલયને પાઇપ દ્વારા અસ્ખલિત પાણી પુરવઠો વધારવાનાં લક્ષ્યાંક સુધી પહોંચવા સક્ષમ બનાવશે. આ નિર્ણયની વિગત નીચે મુજબ છેઃ રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ (એનઆરડીડબલ્યુપી) 14માં નાણાં પંચ ચક્ર માર્ચ, 2020 અનુસાર ચાલુ રહેશે. રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ (એનઆરડીડબલ્યુપી)નાં પુનર્ગઠન સાથે જાપાનીઝ એન્સેફેલિટિસ (જેઇ)/એક્યુટ એન્સેફેલિટિસ સીન્ડ્રોમ (એઇએસ) અસરગ્રસ્ત વિસ્તારો માટે 2 ટકા નાણાંની વ્યવસ્થા કરવામાં આવશે. એનઆરડીડબલ્યુપી હેઠળ એક નવો પેટા-કાર્યક્રમ રાષ્ટ્રીય જળ ગુણવત્તા પેટા-અભિયાન (એનડબલ્યુક્યુએસએમ) 28000 આર્સેનિક અને ફ્લોરાઇડ અસરગ્રસ્ત વિસ્તારો (ઓળખ થઈ ગઈ છે)માં પીવાનું સ્વચ્છ પાણી પ્રદાન કરવાની તાતી જરૂરિયાતને પૂર્ણ કરશે. આ પેટા-કાર્યક્રમ પેયજલ અને સાફસફાઈ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી, 2017માં શરૂ કરવામાં આવ્યો હતો. વિવિધ અંદાજો મુજબ, માર્ચ, 2021 સુધી ચાર વર્ષ માટે કેન્દ્ર સરકાર રૂ. 12,500 કરોડનો હિસ્સો આપશે. આ ભંડોળ એનઆરડીડબલ્યુપી હેઠળ ફાળવવામાં આવશે. સંમત યોજનાઓ માટે બીજા હપ્તાની રકમની અડધોઅડધ રકમને સમકક્ષ આગોતરૂ ધિરાણ રાજ્ય સરકારો કરશે, જેને પાછળથી કેન્દ્ર સરકારનાં ભંડોળમાંથી પરત કરવામાં આવશે. જો રાજ્ય(યો) નાણાકીય વર્ષમાં 30 નવેમ્બર સુધીમાં આ રકમનો દાવો નહીં કરે, તો આ ભંડોળ સામાન્ય ભંડોળનો ભાગ બનશે, જેને સારી કામગીરી કરતાં રાજ્યોને આપવામાં આવશે, જેમણે વહેલા તે પહેલાનાં ધોરણે ભારત સરકારનાં પર્યાપ્ત હિસ્સામાં આગોતરૂ ધિરાણ કર્યું છે. ફંડનાં બીજા હપ્તાનો અન્ય 50 ટકા હિસ્સો રાજ્યોને પૂર્ણ થનાર પાઇપ દ્વારા પાણી પુરવઠા યોજનાઓની કાર્યદક્ષતાને આધારે આપવામાં આવશે, જેનું મૂલ્યાંકન ત્રીજા પક્ષ દ્વારા થશે. મંત્રીમંડળે 2017-18થી 2019-20નાં એફએફસી ગાળા માટે આ કાર્યક્રમ પેટે રૂ. 23,050 કરોડ મંજૂર કર્યા છે. એનડબલ્યુક્યુએસએમનો ઉદ્દેશ માર્ચ, 2021 સુધીમાં સ્થાયી ધોરણે આર્સેનિક/ફ્લોરાઇડ અસરગ્રસ્ત તમામ ગ્રામીણ વિસ્તારોને પીવાનું સ્વચ્છ પાણી પ્રદાન કરવાનો છે. રાજ્યોને કાર્યક્રમ હેઠળ ઘટકોની સંખ્યા ઘટાડીને એનઆરડીડબલ્યુપી ભંડોળનો ઉપયોગ કરવામાં વધારે અનુકૂળતા આપવામાં આવી છે. પેયજલ અને સાફસફાઈ મંત્રાલયનાં ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (આઇએમઆઇએસ) મુજબ, ભારતમાં આશરે 77 ટકા ગ્રામીણ સમુદાયોએ સંપૂર્ણ કવર્ડ (એફસી) દરજ્જો હાંસલ કર્યો છે, (દરરોજ માથાદીઠ 40 લિટર) તથા 56 ટકા ગ્રામીણ વસતિને જાહેરમાં ઊભા કરવામાં આવેલા સ્ટેન્ડ મારફતે નળનાં પાણીની સુલભતા ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં 16.7 ટકા ઘરગથ્થું જોડાણ સામેલ છે. પૃષ્ઠભૂમિ: એનઆરડીડબલ્યુપીની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી, જેમાં મુખ્યત્વે ભાર પીવાને યોગ્ય, પર્યાપ્ત, અનુકૂળ, વાજબી અને સમાન ધોરણે પાણીની સ્થાયી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર મૂકવામાં આવ્યો હતો. એનઆરડીડબલ્યુપી કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ભંડોળની વહેંચણી સમાન પ્રમાણમાં એટલે કે 50:50નાં ધોરણે કરવામાં આવે છે. આ વર્ષો દરમિયાન એનઆરડીડબલ્યુપીનાં અમલીકરણ દરમિયાન હાંસલ થયેલી સફળતા અને અનુભવાયેલી ખામીઓમાંથી શીખવા મળ્યું છે, કે વર્તમાન માર્ગદર્શિકામાં ચોક્કસ સુધારાની જરૂર છે અને કાર્યક્રમને વધારે પરિણામલક્ષી અને સ્પર્ધાત્મક બનાવવા રાજ્યોને ફંડ આપવાની પ્રક્રિયા આવશ્યક છે. એનઆરડીડબલ્યુપીને વધારે પરિણામલક્ષી બનાવવા રાજ્યો વચ્ચે સ્પર્ધાને વધારે પ્રોત્સાહન આપવા અને સ્થાયીપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યો, વિવિધ સંબંધિત પક્ષો/ક્ષેત્રનાં નિષ્ણાતો/આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નીતિ આયોગ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી, કાર્યક્રમની માર્ગદર્શિકામાં કેટલાંક સુધારાવધારા રજૂ કરવામાં આવ્યાં છે. કાર્યક્રમ હેઠળ ઘટકોની સંખ્યા ઘટાડીને એનઆરડીડબલ્યુપી ફંડનાં ઉપયોગમાં રાજ્યોને વધારે અનુકૂળતા આપવામાં આવી છે. તેમાં પાઇપ દ્વારા પાણી પુરવઠાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, સેવા પ્રદાન કરવાનું સ્તર વધારવામાં આવ્યું છે, જળની નબળી ગુણવત્તા ધરાવતા વિસ્તારો (આર્સેનિક અને ફ્લોરાઇડ ધરાવતાં વિસ્તારોમાં જળની ગુણવત્તા નિયંત્રણમાં લેવા રાષ્ટ્રીય જળ ગુણવત્તા પેટા-અભિયાન, જેઇ/એઇએસ વિસ્તારો)ને આવરી લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે, ઓપન ડિફેકેશન ફ્રી (ઓએફડી) એટલે કે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર થયેલા ગામડાઓને આવરી લેવામાં આવ્યાં છે, એસએજીવાય જીપી, ગંગા જીપી, સંકલિત કાર્ય યોજના (આઇએપી) જિલ્લાઓ, પાઇપ દ્વારા પાણી પુરવઠા સાથે બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા પાણી પુરવઠાની મિલકતોનાં યોગ્ય ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે સંસ્થાની રચના કરવામાં આવી છે.",Cabinet approves continuation and Restructuring of National Rural Drinking Water Programme https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%8C%E0%AA%A3-%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-appointment-of-second-national-judicial-pay-commission-for-subordinate-judiciary-in-the-country/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દેશનાં ગૌણ ન્યાયતંત્ર માટે દ્વિતીય રાષ્ટ્રીય ન્યાયતંત્ર પગાર પંચ(એસએનજેપીસી)ની નિયક્તિને મંજૂરી આપી હતી. આ પંચના અધ્યક્ષ પદે શ્રી જસ્ટિસ (નિવૃત્ત) વેંકટરામા રેડ્ડી (ભારતની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ)ની વરણી કરવામાં આવી છે, જેમાં પંચના સદસ્ય તરીકે શ્રી. આર. બસંત (કેરળ હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ) રહેશે. આ પંચ 18 મહિનાના ગાળાની અંદર તેમની ભલામણો રાજ્ય સરકારોને સુપરત કરશે. પંચ દ્વારા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં ન્યાયતંત્રનાં અધિકારીઓની પરિસ્થિતિ અને વર્તમાન વેતન માળખાની સમીક્ષા કરાશે. આ પંચનો હેતુ દેશનાં ન્યાયતંત્રમાં રહેલા ગૌણ ન્યાયિક અધિકારીઓનાં વર્તમાન વેતન અને અન્ય માળખાનું સંચાલન કરી શકે તેવા સિદ્ધાંતો અને નિયમો ઘડવાનો રહેશે. આ ઉપરાંત પંચ હાલની કાર્ય પદ્ધતિ અને કાર્યનાં પ્રકાર, વાતાવરણની સમીક્ષા કરવા ઉપરાંત અધિકારીઓને પગાર ઉપરાંત મળતા લાભો અને ભથ્થાની પણ સમીક્ષા કરશે જેથી તેની પ્રક્રિયાને સરળ બનાવી શકાય. પંચ આ લક્ષ્યાંકને પૂરો કરવા માટે પોતાની આગવી પદ્ધતિ અપનાવશે અને જરૂરી પ્રક્રિયા હાથ ધરશે. આ પંચ સમગ્ર દેશમાં ન્યાયતંત્રના ન્યાયિક અધિકારીઓ માટે એક સમાન વેતન ધોરણ અને કામગીરીનો સમાન પ્રકાર રહે તેનું પણ ધ્યાન રાખશે. દેશના ન્યાયિક વહીવટીતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરવા અને ન્યાયતંત્રના કદને વાસ્તવિક સ્વરૂપ આપવા તથા અગાઉની ભલામણો બાદ પેદા થયેલી અસંગતતા દૂર કરવાના હેતુથી આ પંચની ભલામણો મદદરૂપ થશે.",Cabinet approves appointment of Second National Judicial Pay Commission for Subordinate Judiciary in the country https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-7-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C-%E0%AA%AD/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-hold-samvad-with-beneficiaries-of-pradhan-mantri-bhartiya-janaushadhi-pariyojna-and-affordable-cardiac-stents-and-knee-implants-on-june-7/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 જૂનના રોજ સવારે 09:30 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતીય જનઔષધિ પરિયોજના (પીએમબીજેપી) અને સસ્તા કાર્ડિયાક સ્ટેન્ટ તેમજ ઘુંટણ પ્રત્યારોપણના લાભાર્થિઓ સાથે વાર્તાલાપ કરશે. આ ‘સંવાદ’નો ઉદ્દેશ એ જાણવાનો છે કે આ પહેલો દરદીઓ અને ખાસ કરીને ગરીબ લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન લઇને આવી છે, તેમજ તેમની પહેલી પ્રતિક્રિયા શું છે. આ સંપૂર્ણ ‘સંવાદ’ નમો એપ, યુ ટ્યુબ, ફેસબુક જેવા વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ઉપલબ્ધ થશે.",PM to hold ‘Samvad’ with Beneficiaries of Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojna and affordable cardiac stents and knee implants on June 7 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-3/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-lauds-collective-commitment-to-strengthen-nari-shakti/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં નારી શક્તિને મજબૂત કરવા માટે 130 કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતાઓની પ્રશંસા કરી છે. મહિલા અને બાળ વિકાસના કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા ભારતમાં સ્ત્રી શિશુ મૃત્યુદરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે એવી કરવામાં આવેલી ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “આ એક મહાન સંકેત છે, જે આપણી નારી શક્તિને મજબૂત કરવા માટે 130 કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”",PM lauds collective commitment to strengthen Nari Shakti https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%87/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-statement-prior-to-his-departure-to-philippines/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ફિલિપાઇન્સનાં પ્રવાસ અગાઉ નિવેદનનો મૂળ પાઠ નીચે મુજબ છે. “હું મનિલાની ત્રણ દિવસની મુલાકાત લઇશ, જેની શરૂઆત 12 નવેમ્બરથી થશે. ફિલિપાઇન્સની આ મારી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે, જ્યાં હું આસિયાન-ઇન્ડિયા અને ઇસ્ટ એશિયા સમિટમાં સહભાગી પણ થઇશ. તેમાં મારી સહભાગીદારી ભારતની ખાસ કરીને આસિયાનનાં સભ્ય દેશો સાથે અને મારી સરકારની એક્ટ ઇસ્ટ નીતિનાં માળખા અંતર્ગત ઇન્ડો-પેસિફિક પ્રદેશ સાથેનાં સંબંધોને ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. આ સમિટ ઉપરાંત હું આસિયાનની 50મી વર્ષગાંઠની વિશિષ્ટ ઉજવણી, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઇપી) લીડર્સ મીટિંગ અને આસિયાન બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં પણ સહભાગી થઈશ. આસિયાન બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આસિયાનનાં સભ્ય દેશો સાથે આપણાં વેપારી સંબંધોને વધારવા આપણાં સાથસહકારનાં સંબંધોને પ્રોત્સાહન આપશે. આપણાં કુલ વેપારમાં આસિયાનનાં સભ્ય દેશોનો હિસ્સો 10.85 ટકા છે. ફિલિપાઇન્સની મારી પ્રથમ મુલાકાત દરમિયાન હું ફિલિપાઇન્સનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રોડ્રિગો ડ્યુટર્ટ સાથે દ્વિપક્ષીય બેઠક કરવા આતુર છું. હું આસિયાન અને ઇસ્ટ એશિયા સમિટનાં અન્ય મહાનુભાવો સાથે પણ ચર્ચા કરીશ. હું ફિલિપાઇનાન્સમાં ભારતીય સમુદાય સાથે જોડાણ કરવા પણ આતુર છું. મનિલામાં મારાં રોકાણ દરમિયાન હું આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઇઆરઆરઆઇ) અને મહાવીર ફિલિપાઇન્સ ફાઉન્ડેશન ઇન્ક. (એમપીએફઆઇ)ની મુલાકાત પણ લઇશ. આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઇઆરઆરઆઇ)એ વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ મારફતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચોખાનાં બીજ વિકસાવ્યાં છે અને વૈશ્વિક સમુદાયને ખાદ્ય અછતની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરી છે. મોટી સંખ્યામાં ભારતીય વિજ્ઞાનીઓ આઇઆરઆઇઆઇ સાથે કામ કરે છે અને આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસમાં યોગદાન આપે છે. મારાં મંત્રીમંડળે 12 જુલાઈ, 2017નાં રોજ વારાણસીમાં દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર સ્થાપિત કરવા આઇઆરઆરઆઇ માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ આઇઆરઆરઆઇનું ફિલિપાઇન્સમાં તેનાં હેડક્વાર્ટરની બહાર પ્રથમ સંશોધન કેન્દ્ર હશે. વારાણસી કેન્દ્ર ચોખાની ઉત્પાદકતાને વધારવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા, મૂલ્ય સંવર્ધન માટે, વિવિધતા લાવવા અને ખેડૂતોનું કૌશલ્ય વધારવામાં મદદ કરશે. મહાવીર ફિલિપાઇન્સ ફાઉન્ડેશન ઇન્ક. (એમપીએફઆઇ)ની મારી મુલાકાત જરૂરિયાત વિકલાંગો વચ્ચે ફ્રી પ્રોસ્થેસિસ “જયપુર ફૂટ”નું વિતરણ કરવાની તેની પ્રવૃત્તિમાં ભારતનો સાથસહકાર પ્રદર્શિત કરશે. વર્ષ 1989માં તેની સ્થાપના થયા પછી અત્યાર સુધી એમપીએફઆઇએ ફિલિપાઇન્સમાં 15,000 વિકલાંગ લોકોમાં જયપુર ફૂટ ફિટ કર્યા છે, જે તેમને નવું જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. ભારત સરકાર તેની ઉદાર માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથસહકાર આપવા ફાઉન્ડેશનને સારૂ એવું પ્રદાન કરે છે. મને ખાતરી છે કે મનિલાની મારી મુલાકાત ફિલિપાઇન્સ સાથે ભારતનાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે તથા આસિયાન સાથે આપણાં સંબંધોની રાજકીય-સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક આધારસ્તંભો વધારે મજબૂત બનશે.”",PM’s statement prior to his departure to Philippines https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%86/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-interacts-with-the-beneficiaries-of-ayushman-bharat-at-ranchi/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઝારખંડમાં રાંચીની મુલાકાત લીધી હતી. અહિં તેમણે આયુષ્માન ભારત યોજનાનાં પસંદ કરેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી રઘુવર દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આજે સવારે પ્રધાનમંત્રીએ ઝારખંડનાં હઝારીબાગની મુલાકાત લીધી હતી. અહિં તેમણે કહ્યું હતું કે, આ ઝારખંડની એ જ ભૂમિ છે, જ્યાં આયુષ્માન ભારત યોજના શરૂ થઈ હતી, જેનાથી ઝારખંડનાં હજારો લોકો સહિત ભારતનાં લાખો લોકોને લાભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર, 2018નાં રોજ રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન ભારતની શરૂઆત કરી હતી અને તેને “ગરીબોની સેવા કરવા માટેની પરિવર્તનકારી પહેલ” ગણાવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)નો ઉદ્દેશ હોસ્પિટલની મુશ્કેલ મુલાકાતોમાં ગરીબો અને વંચિત સમુદાયો પર નાણાકીય ભારણ ઘટાડવાનો છે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દર વર્ષે કુટુંબદીઠ રૂ. 5 લાખનો આરોગ્ય વીમો પ્રદાન કરવાનો છે, જેનો 50 કરોડો લોકોને લાભ મળશે. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. આ યોજનાનાં લાભાર્થીઓની સંખ્યા લગભગ યુરોપિયન યુનિયનની વસતિને સમકક્ષ કે અમેરિકા, કેનેડા અને મેક્સિકોની કુલ વસતિ જેટલી છે.",PM interacts with the beneficiaries of Ayushman Bharat at Ranchi https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82%E0%AA%97%E0%AA%BE%E0%AA%B2%E0%AB%81%E0%AA%B0%E0%AB%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-attends-dashamah-soundarya-lahari-parayanotsava-mahasamarpane-at-bengaluru/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બેંગાલુરુમાં દસમાં સૌન્દર્યલહરી પારાયણોત્સવ મહાસમર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. સૌન્દર્યલહરી આદિ શંકરાચાર્ય રચિત શ્લોકોનો સમૂહ છે. આ કાર્યક્રમમાં સૌન્દર્યલહરીનાં શ્લોકોનું સામૂહિક પારાયણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સામૂહિક મંત્રગાન દ્વારા ઊભા થયેલા દૈવી વાતાવરણથી તેઓ વિશેષ ઊર્જા અનુભવે છે. અહીં પ્રધાનમંત્રીએ થોડાં દિવસો અગાઉ કેદારનાથની મુલાકાતને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યએ તેમનાં જીવનનાં અતિ ટૂંકા સમયગાળામાં કેદારનાથ જેવા દૂરનાં અંતરિયાળ સ્થાને અને સમગ્ર ભારતમાં અન્ય સ્થળોએ કરેલી સાધના કે દૈવી કાર્યોથી તેઓ અતિ પ્રભાવિત થયા છે. એમણે કહ્યું હતું કે, આદિ શંકરે વેદ અને ઉપનિષદોનાં માધ્યમથી સમગ્ર ભારતમાં ધાર્મિક-આધ્યાત્મિક એકતા સ્થાપિત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિ શંકર રચિત સૌંદર્યલહરીને સામાન્ય માણસ પોતાની સાથે જોડી શકે છે. તેમણે કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યએ સમાજમાંથી અનિષ્ટ તત્ત્વોને દૂર કર્યા હતાં અને આ અનિષ્ટ તત્ત્વોને ભવિષ્યની પેઢીઓથી બચાવવાનું કામ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આદિ શંકરે વિવિધ વિચારસરણી અને વિચારોમાંથી શ્રેષ્ઠ પદ્ધતિઓને અપનાવી હતી. એમણે કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું આધ્યાત્મિક જ્ઞાન ભારતીય સંસ્કૃતિનાં વર્તમાન સ્વરૂપમાં હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાંથી સારાં વિચારો અપનાવે છે અને સતત વિકાસ સાધે છે. આ સંસ્કૃતિ જ નવા ભારતનો પાયો છે જે સબ કા સાથ, સબ કા વિકાસનાં મંત્રને અનુસરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો તમામ વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન ધરાવે છે. એમણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રકૃતિનાં શોષણને અટકાવવા પર હંમેશાથી ચિંતન થતું આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ એલઇડી બલ્બની કિંમત 350 રૂપિયાથી વધારે હતી, પણ અત્યારે ઉજાલા યોજના હેઠળ તેની કિંમત રૂ. 40થી રૂ. 45 છે. તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી 27 કરોડથી વધારે એલઇડી બલ્બનું વિતરણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, એલઇડી બલ્બનાં ઉપયોગને પરિણામે વીજળીનાં બિલમાં બચત કે ઘટાડો થયો છે. અહીં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉજ્જવલા યોજના મારફતે 3 કરોડથી વધારે એલપીજી કનેક્શનનું વિતરણ થયું છે. એમણે ઉમર્યું હતું કે, તેનાથી ગ્રામીણ મહિલાઓનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની સાથે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ મળી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે નિરક્ષરતા, અજ્ઞાનતા, કુપોષણ, કાળું નાણું અને ભ્રષ્ટાચાર જેવા અનિષ્ટ તત્ત્વોથી ભારતને મુક્ત કરવા માટેનાં પ્રયાસો યુદ્ધનાં ધોરણે હાથ ધરવાની જરૂર છે.",PM attends Dashamah Soundarya Lahari Parayanotsava Mahasamarpane at Bengaluru https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A1%E0%AB%89-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D-5/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-remembers-dr-rajendra-prasad-on-his-birth-anniversary/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “ડો. રાજેન્દ્ર પ્રસાદજીને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. એક સુપ્રસિદ્ધ નેતા, તેઓ હિંમત અને વિદ્વતાપૂર્ણ ઉત્સાહનું પ્રતિક હતા. તેઓ ભારતની સંસ્કૃતિમાં મજબૂત રીતે જોડાયેલા હતા અને તેઓ ભારતના વિકાસ માટે ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ ધરાવતા હતા.”",PM remembers Dr. Rajendra Prasad on his birth anniversary https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-15-%E0%AA%B8%E0%AA%AA%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-launch-swachhata-hi-seva-movement-on-september-15th-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરશે. પખવાડિયા સુધી ચાલનારા આ અભિયાનના શુભારંભ કાર્યક્રમનાં ભાગરૂપે પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશભરમાં 18 સ્થળેથી વિવિધ તબક્કાનાં લોકો સાથે વાત કરશે, જેમાં શાળાનાં બાળકો, સેનાનાં જવાનો, ધર્મગુરૂઓ, દૂધ અને કૃષિ સહકારી મંડળીઓનાં સભ્યો, મીડિયાનાં પ્રતિનિધિઓ, સ્થાનિક સરકારનાં પ્રતિનિધિઓ, રેલવેનાં કર્મચારીઓ, સ્વયંસહાય જૂથો અને સ્વચ્છાગ્રાહીઓ વગેરે સામેલ છે. સ્વચ્છતા હી સેવા અભિયાનનો ઉદ્દેશ સ્વચ્છતા માટે લોકોની ભાગીદારી ઊભી કરવાનો છે, જે બીજી ઓક્ટોબર, 2018નાં રોજ સ્વચ્છ ભારત અભિયાનની ચોથી વર્ષગાંઠની ઉજવણી સાથે યોજાશે. ચાલુ વર્ષે બીજી ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી શરૂ થશે, જેનાં પ્રતીકરૂપે આ અભિયાન ચાલશે. અગાઉ આ અભિયાનને “બાપુને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ” તરીકે ગણાવી પ્રધાનમંત્રી લોકોને વીડિયો સંદેશ આપ્યો હતો, જેમાં તેમણે લોકોને “આ અભિયાનમાં સામેલ થવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવાનાં પ્રયાસોને મજબૂત કરવા” લોકોને અનુરોધ કર્યો હતો.","PM to launch Swachhata Hi Seva movement on September 15th, 2018" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%BF-3/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-wishes-people-on-world-health-day/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સારું સ્વાસ્થ્ય એ માનવ વિકાસનો પાયો છે, આ વિશ્વ આરોગ્ય દિવસે, આપ સૌનું આરોગ્ય સારું રહે અને આપ સૌ નવી ઉંચાઈઓ સરકરતા રહો તેવી હું શુભેચ્છા પાઠવું છું. હું ડબ્લ્યુએચઓ અને અન્યો દ્વારા પસંદ કરાયેલ “સાર્વત્રિકઆરોગ્ય કવચ– દરેકમાટે, દરેકજગ્યાએ” વિષયવસ્તુનું સ્વાગત કરું છું. સૌના માટે સ્વાસ્થ્ય સુરક્ષાની શોધને કારણે જ અમનેઆયુષ્યમાન ભારત યોજનાબનાવવા માટેપ્રેરણા મળીહતી, જે દુનિયામાં આરોગ્ય સંભાળનો સૌથી મોટો કાર્યક્રમ છે.",PM wishes people on World Health Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-2019-20-%E0%AA%B8%E0%AB%81%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-extension-of-scheme-of-recapitalization-of-regional-rural-banks-upto-2019-20/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આગામી ત્રણ વર્ષ માટે એટલે કે વર્ષ 2019-2020 સુધી પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)નાં પુનઃમૂડીકરણની યોજનાને લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી આરઆરબીને કેપિટલ ટૂ રિસ્ક વેઇટેડ એસેટ્સ રેશિયો (સીઆરએઆર) લઘુતમ નિર્ધારિત 9 ટકા જાળવવા સક્ષમ બનાવશે. અસર: મૂડીનું મજબૂત માળખું અને સીઆરએઆરનું લઘુતમ આવશ્યક સ્તર આરઆરબીની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરશે, જે તેમને નાણાકીય સર્વસમાવેશકતામાં વિસ્તૃત ભૂમિકા ભજવવામાં અને ગ્રામીણ વિસ્તારોની ધિરાણ સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ બનાવશે. વિગત: દેશમાં 56 આરઆરબી કાર્યરત છે. 31 માર્ચ, 2017નાં રોજ (કામચલાઉ ધોરણે) આરઆરબી દ્વારા કુલ રૂ. 2,28,599 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું, જેમાં ધિરાણ નીચે મુજબ મુખ્ય કેટેગરીઓને ફાળવવામાં આવ્યું હતું : – વિગત ધિરાણની રકમ (કરોડમાં) કુલ ધિરાણની ટકાવારી પ્રાથમિક ક્ષેત્રે કુલ ધિરાણ(પીએસએલ) 2,05,122 89.73% કૃષિ (પીએસએલ હેઠળ) 1,54,322 67.51% નાનાં અને સીમાંત ખેડૂતો (કૃષિ હેઠળ) 1,02,791 44.97% (સ્રોત: નાબાર્ડ) નાણાકીય વર્ષ 2010-2011માં આરઆરબીની પુનઃમૂડીકરણની યોજના શરૂ થઈ હતી અને વર્ષ 2012-13 અને 2015-16માં તેને બે વખત લંબાવવામાં આવી હતી. છેલ્લે 31.03.2017નાં રોજ તેનુ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારનાં ભાગના રૂ. 1450 કરોડમાંથી કુલ રૂ. 1107.20 કરોડની રકમ 31 માર્ચ, 2017નાં રોજ આરઆરબીને આપવામાં આવી છે. બાકીની રૂ. 342.80 કરોડની રકમનો ઉપયોગ આરઆરબીને પુનઃમૂડીકરણ માટે સાથ-સહકાર આપવા માટે થશે, જેમનો સીઆરએઆર વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 દરમિયાન 9 ટકાથી ઓછો છે. આરઆરબીની ઓળખ માટે પુનઃમૂડીકરણની જરૂર છે અને પ્રદાન કરવામાં આવેલી રકમનો નિર્ણય નાબાર્ડ સાથે ચર્ચા કરીને લેવામાં આવશે. નાણાં મંત્રીએ નાણાકીય વર્ષ 2018-19 માટેનાં અંદાજપત્રીય ભાષણમાં નાણાકીય રીતે સદ્ધર આરઆરબીને ભારત સરકાર, રાજ્ય સરકાર અને પ્રાયોજિત બેંક સિવાય અન્ય સ્રોતોમાંથી મૂડીભંડોળ ઊભું કરવા સાથે આપેલી સંબંધિત મંજૂરી ઉપરાંતની સુવિધા છે. પૃષ્ઠભૂમિ: આરઆરબીની રચના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી, વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ અને અન્ય આનુષંગિક કામગીરીઓનાં વિકાસ માટે નાનાં અને સીમાંત ખેડૂતો, કૃષિ મજૂરો, કલાકારો અને નાનાં ઉદ્યોગસાહસિકોને ધિરાણ અને અન્ય સુવિધાઓ પ્રદાન કરવાનાં ઉદ્દેશ સાથે થઈ હતી. આરઆરબી ભારત સરકાર, સંબંધિત રાજ્ય સરકાર અને પ્રાયોજિત બેંકોની સંયુક્ત માલિકીની છે, જેમાં તેમનો ભાગ અનુક્રમે 50 ટકા, 15 ટકા અને 35 ટકા છે.",Cabinet approves extension of Scheme of Recapitalization of Regional Rural Banks upto 2019-20 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%88%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-extends-his-greetings-on-army-day/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૈન્ય દિવસ પર શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સૈન્ય દિવસ પર હું સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો અને તેમનાં પરિવારજનોને શુભેચ્છા પાઠવું છું. ભારતનાં દરેક નાગરિકો આપણી સેનામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને તેમને સેના પર ગર્વ છે. સૈનિકો આપણાં દેશનું રક્ષણ કરે છે તથા કુદરતી આપત્તિઓ અને અન્ય અકસ્માતો દરમિયાન માનવતાસભર પ્રયાસોમાં મોખરે પણ રહે છે. આપણું સૈન્ય હંમેશા દેશને સર્વોપરી ગણે છે. હું દેશની સેવા માટે પોતાનાં પ્રાણોનું બલિદાન કરનાર તમામ મહાન વિભૂતિઓને નમન કરૂ છું. ભારત આપણાં સાહસિક અને બહાદુર નાયકોને ક્યારેય ભૂલશે નહીં.”",PM extends his greetings on Army Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AF%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%86%E0%AA%87%E0%AA%8F%E0%AA%8F%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-interaction-with-young-ias-officers/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત સરકારમાં તાજેતરમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત થયેલા 170 યુવાન આઇએએસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને તેમનાં ફિલ્ડ પ્રશિક્ષણનાં અનુભવો વહેંચવા પ્રોત્સાહિત કર્યા હતાં. તેમણે જન ભાગીદારી, માહિતીનો પ્રવાહ, સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને પ્રશાસમાં લોકોનો વિશ્વાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગ્રામ સ્વરાજ અભિયાન અને આયુષ્માન ભારત જેવી કેટલીક સુશાસન સંબંધિત પહેલો પર પણ ચર્ચા થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ તથા કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.",PM’s interaction with young IAS officers https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B6%E0%AA%A8-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A3/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-raising-of-ebr-for-swachh-bharat-mission-gramin-sbmg-amounting-up-to-rs-15000-crore-during-the-financial-year-2018-19/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી ભારત સરકારની કેબિનેટે નીચેની બાબતો માટે મંજૂરી આપી છે : નાબાર્ડ મારફતે નાણાંકિય વર્ષ 2018-19 દરમિયાન સ્વચ્છ ભારત મિશન, (ગ્રામિણ) માટે વિશેષ અંદાજપત્રીય સ્રોતો (ઈબીઆર) મારફતે (ભારત સરકારની સંપૂર્ણ સર્વિસ ધરાવતા બોન્ડ) બહાર પાડવા. આંતરરાષ્ટ્રીય પેયજળ ગુણવત્તા કેન્દ્ર નામની સોસાયટીની કામગીરીનો વ્યાપ વિસ્તારવો તથા તેને વર્ષ 2018-19 દરમિયાન સ્વચ્છ ભારત મિશન, (ગ્રામિણ) માટે વિશેષ અંદાજપત્રીય ભંડોળ મેળવવાની પાત્રતા અને આ ભંડોળ રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ચૂકવણી કરી શકે તે માટેની પાત્રતા આપવી. આંતરરાષ્ટ્રીય પેયજળ ગુણવત્તા કેન્દ્રનું નામ બદલીને તેને રાષ્ટ્રીય પેયજળ સ્વચ્છતા અને ગુણવત્તા કેન્દ્ર (","Cabinet approves: Raising of EBR for Swachh Bharat Mission (Gramin) [SBM(G)] amounting up to Rs. 15,000 crore during the financial year 2018-19" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%89%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-lays-foundation-stone-of-vishva-umiyadham-complex/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદનાં જસપુરમાં વિશ્વ ઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ઉત્સાહી જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા સમાજમાં સંતો અને આર્ષ દ્રષ્ટાઓની ભૂમિકાને ક્યારેય ભૂલી ન શકાય. તેમણે ઉમેર્યું હતું કે, સંતો અને આર્ષ દ્રષ્ટાઓએ ખૂબ જ મુલ્યવાન બોધપાઠ આપ્યો છે, તેમણે સમાજને હંમેશા અનિષ્ટ અને દમન સામે લડવાની શક્તિ આપી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા સંતો અને આર્ષ દ્રષ્ટાઓએ આપણને ઇતિહાસમાંથી શ્રેષ્ઠ ગ્રહણ કરવાનું અને સાથે-સાથે ભવિષ્ય પર નજર રાખીને સમયની સાથે પરિવર્તન કરવાનું શીખવ્યું છે. પ્રધાનમંત્રીએ લોકોને લાભદાયક થનારી પહેલો વિશે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને નાના પાયે કશું કરવાનું મંજૂર નથી, કેન્દ્ર સરકાર હંમેશા મોટા પાયે, સમાજનાં તમામ વર્ગ માટે ફાયદાકારક કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સામુદાયિક સ્તરે યુવાનો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ભાર મૂકવો મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું હતું કે, માતા ઉમિયામાં વિશ્વાસ ધરાવતાં શ્રદ્ધાળુઓ ક્યારેય દિકરીઓને માતાની કુખમાં મારી નાંખવાનાં કૃત્યને સહકાર ન આપે. પ્રધાનમંત્રીએ લોકોને જાતિનો ભેદભાવ ન હોય એવા સમાજની રચના કરવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી.",PM lays foundation stone of Vishva Umiyadham Complex https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B9%E0%AA%BF%E0%AA%9C%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-umbrella-schemes-for-relief-and-rehabilitation-of-migrants-and-repatriates/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ""હિજરતીઓ અને સ્વદેશ પરત ફરેલા લોકોને રાહત આપવા અને તેમનાં પુનર્વસન""ની મૂળ યોજના હેઠળ હિજરતીઓ અને સ્વદેશ પરત ફરનાર લોકો માટે માર્ચ, 2020 સુધી ગૃહ મંત્રાલયની હાલની આઠ યોજનાઓને ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે. નાણાકીય અસરઃ આ ઉદ્દેશ માટે વર્ષ 2017-18થી વર્ષ 2019-2020નાં સમયગાળા માટે રૂ. 3183 કરોડનો ખર્ચ થશે. યોજનાનાં વર્ષ મુજબ તબક્કાવાર ખર્ચ આ રીતે થશે – 2017-18માં રૂ. 911 કરોડ, 2018-19માં રૂ. 1372 કરોડ અને 2019-2020માં રૂ. 900 કરોડ. ફાયદા: આ યોજનાઓ શરણાર્થીઓ, વિસ્થાપિત વ્યક્તિઓ, આતંકવાદ/સામુદાયિક/નક્સલવાદ કે માઓવાદી હિંસાથી પીડિત તથા સરહદ પારનાં ગોળીબાર અને ભારતીય વિસ્તારમાં ખાણ/આઇઇડી વિસ્ફોટોથી પીડિત નાગરિકો તથા વિવિધ દુર્ઘટનાઓનાં પીડિતો વગેરેને રાહત પ્રદાન કરશે અને તેમનાં પુનર્વસનમાં મદદ કરશે. વિગત: જે આઠ યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એ અત્યારે કાર્યરત છે અને દરેક યોજના અંતર્ગત લાભ માન્યતા પ્રાપ્ત માપદંડોને અનુરૂપ ઇચ્છિત લાભાર્થીઓને આપવામાં આવશે. આ યોજનાઓ નીચે મુજબ છેઃ પાકિસ્તાનનાં કબજામાં રહેલા કાશ્મીર (પીઓજેકે)માંથી વિસ્થાપિત થયેલાં અને જમ્મુ-કાશ્મીરમાં છામ્બમાં સ્થાયી થયેલા કુટુંબો માટે એક વખતના બંદોબસ્ત માટે કેન્દ્ર સરકારની મદદ. જમીન સરહદ સમજૂતી હેઠળ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિદેશી થાણાઓનાં હસ્તાંતરણ પછી બાંગ્લાદેશી વિદેશી થાણા અને કૂચ બિહાર જિલ્લાનાં વિદેશી થાણાની માળખાગત સુવિધામાં સુધારો કરવો અને તેનાં પુનર્વસન માટેનું વિશેષ પેકેજ. તામિલનાડુ અને ઓડિશામાં છાવણીઓમાં રહેતાં શ્રીલંકાનાં શરણાર્થીઓને રાહત મદદ. તિબેટિયન વસાહતોનાં વહીવટી અને સામાજિક કલ્યાણનાં ખર્ચાઓ માટે પાંચ વર્ષ સુધી કેન્દ્રીય તિબેટિયન રાહત સમિતિ (સીટીઆરસી)ને સહાયક અનુદાન. ત્રિપુરાની રાહત છાવણીઓમાં રહેતાં બ્રુ કુટુંબોની જાળવણી માટે ત્રિપુરા સરકારનું સહાયક અનુદાન. ત્રિપુરાથી મિઝોરમમાં બ્રુ/રીઆંગ કુટુંબોનું પુનર્વસન. વર્ષ 1984નાં શીખવિરોધી રમખાણોમાં માર્યા ગયેલા વ્યક્તિઓને દરેક વ્યક્તિદીઠ મદદ વધારીને રૂ. 5.00 લાખ. આતંકવાદી/સામુદાયિક/નક્સલવાદ કે માઓવાદથી અસરગ્રસ્ત હિંસા અને વિદેશી ગોળીબાર તથા ભારતીય વિસ્તારમાં માઇન/આઇઇડી વિસ્ફોટથી પીડિત નાગરિકો/કુટુંબોને સહાય કરવા માટે કેન્દ્ર સરકારની યોજના. પૃષ્ઠભૂમિ: હિજરત કરનારા અને સ્વદેશ પરત ફરનાર લોકોને સક્ષમ બનાવવા, જેમને એક યા બીજા કારણસર વિસ્થાપન કરવાની ફરજ પડી છે, તેમને ઉચિત આવક કરવા સક્ષમ બનાવવા અને મુખ્ય પ્રવાહની આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ કરવાની સુવિધા આપવા સરકારે વિવિધ સમયે 8 યોજનાઓ શરૂ કરી હતી. આ યોજનાઓ પાકિસ્તાનનાં કબજામાં રહેલાં જમ્મુ-કાશ્મીર અને છામ્બમાં વિસ્થાપિત પરિવારોનાં રાહત અને પુનર્વસન માટે મદદ પ્રદાન કરે છે; શ્રીલંકાનાં શરણાર્થીઓને રાહત સહાય, ત્રિપુરામાં રાહત છાવણીઓમાં રહેતાં બ્રુ કુટુંબોને રાહત સહાય; ત્રિપુરાથી મિઝોરમમાં બ્રુ/રીઆંગ પરિવારોનાં પુનર્વસન માટે સહાય; વર્ષ 1984માં થયેલા શીખવિરોધ રમખાણોનાં પીડિતોને રાહતની રકમમાં વધારો કરે છે, તેમજ આતંકવાદી/સામુદાયિક/નક્સલવાદ કે માઓવાદથી અસરગ્રસ્ત હિંસા અને વિદેશી ગોળીબાર તથા ભારતીય વિસ્તારમાં માઇન/આઇઇડી વિસ્ફોટથી પીડિત નાગરિકો/કુટુંબોને સહાય કરે છે તેમજ વિદેશમાંથી ભારત પર મોકલવામાં આવેલા કેદીઓનાં પુનર્વસન માટે સહાય કરે છે. ઉપરાંત કેન્દ્રીય તિબેટિયન રાહત સમિતિ (સીટીઆરસી)ને અનુદાન સહાય કરે છે. સરકાર બાંગ્લાદેશમાં અગાઉ ભારતીય વિદેશી થાણાંમાંથી પરત ફરેલા 911 લોકોનાં પુનઃવસન માટે કૂચ બિહાર જિલ્લામાં સ્થિત ભારતમાં અગાઉનાં 51 બાંગ્લાદેશી વિદેશી થાણામાં માળખાગત સુવિધા વિકસાવવા માટે પશ્ચિમ બંગાળની સરકારને પણ અનુદાન સહાય પ્રદાન કરે છે.",Cabinet approves Umbrella Schemes for Relief and Rehabilitation of Migrants and Repatriates https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%AD-2/,https://www.pmindia.gov.in/en/news_updates/15th-edition-of-pravasi-bharatiya-diwas-inaugurated-by-pm-in-varanasi/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં દીનદયાળ હસ્તકળા સંકુલમાં પ્રવાસી ભારતીય દિવસના 15માં સંસ્કરણનાં પૂર્ણ સત્રનું ઉદઘાટન કર્યું હતુ. પીબીડી 2019નાં મુખ્ય અતિથિ મોરેશિયસનાં પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ, ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ રામ નાઇક, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત, કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી નિવૃત્ત જનરલ વી કે સિંહ તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતુ કે, વિદેશમાં વસતા પ્રવાસી ભારતીયોને પોતાની માતૃભૂમિ અને પોતાના પૂર્વજોની ભૂમિ પ્રત્યે પ્રેમ અને લાગણી છે, જે તેમને ભારત લઈ આવી છે. તેમણે નવા ભારતના નિર્માણ માટે હાથ મિલાવવા એનઆરઆઈ (બિનનિવાસી ભારતીય) સમુદાયને અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ વસુધૈવ કુટુંબકમની પરંપરાને જીવંત રાખવા વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) ભારતનાં બ્રાન્ડ એમ્બેસેડર હોવાની સાથે એમની ક્ષમતા, તાકાત અને લાક્ષણિકતાનુ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રવાસી ભારતીયોને નવા ભારતનાં નિર્માણમાં, ખાસ કરીને સંશોધન અને નવીનતામાં સહભાગી થવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, પોતાની ઝડપી પ્રગતિ સાથે ભારત દુનિયામાં મોખરાનાં સ્થાને જોવા મળે છે અને વૈશ્વિક સમુદાયનું નેતૃત્વ કરવાની સ્થિતિમાં છે. તેનુ એક ઉદાહરણ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન છે. શ્રી મોદીએ ઉમેર્યું હતુ કે, સ્થાનિક સમાધાનો અને વૈશ્વિક ઉપયોગિતા અમારો મંત્ર છે. તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને એક દુનિયા, એક સૂર્ય, એક ગ્રિડની દિશામાં મહત્વપૂર્ણ ગણાવ્યુ હતુ. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, ભારત આંતરરાષ્ટ્રીય આર્થિક પાવરહાઉસ બનવા અગ્રેસર છે. ભારત દુનિયામાં સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંની એક ધરાવે છે અને વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના પણ ધરાવે છે. અમે મેક ઇન ઇન્ડિયામાં પણ હરણફાળ ભરી છે. મોટા પાયે કૃષિ ઉત્પાદન અમારી મોટી સિદ્ધિ છે. પ્રધાનમંત્રીએ ટીકા કરી હતી કે, અગાઉની સરકારની ઇચ્છાશક્તિ અને યોગ્ય નીતિનાં અભાવે લાભાર્થીઓ માટે ફાળવવામાં આવેલ મોટા ભાગનું ભંડોળ તેમને મળતુ નહોતુ. તેમણે કહ્યું હતુ કે, જોકે અત્યારે અમે ટેકનોલોજીની મદદ સાથે વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરી રહ્યાં છીએ. જનતાનાં નાણાંની લૂંટ અટકી છે અને ગુમાવાયેલા 85 ટકા નાણા ઉપલબ્ધ થયા છે અને લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં સીધા હસ્તાંતરિત થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, છેલ્લાં સાડા ચાર વર્ષમાં લોકોના ખાતામાં રૂ. 5,80,000 કરોડ સીધા હસ્તાંતરિત થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, અત્યારે 7 કરોડ બનાવટી નામો લાભાર્થીઓની યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જે બ્રિટન, ફ્રાંસ અને ઇટાલીની વસતિને સમકક્ષ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, તેમની સરકારે હાથ ધરેલા પરિવર્તનોની ઝાંખી નવા ભારતનાં નવા આત્મવિશ્વાસમાં પ્રતિબિંબિત થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, નવા ભારતની આપણી કટિબદ્ધતામાં પ્રવાસી ભારતીયો પણ એટલા મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતુ કે, તેમની સલામતી અમારી ચિંતા છે અને સરકારે સંઘર્ષરત વિસ્તારોમાંથી 2 લાખથી વધારે ભારતીયોને સલામત સ્થળે ખસેડવાનાં પડકારોને કેવી રીતે સરકારે ઝીલી લીધા હતાં એ વિશે જાણકારી આપી હતી. વિદેશમાં વસતા ભારતીયોનાં કલ્યાણ વિશે બોલતા શ્રી મોદીએ કહ્યું હતુ કે, પાસપોર્ટ અને વિઝાનાં નિયમોને સરળ બનાવવામાં આવ્યાં છે અને ઇ-વિઝાએ તેમનાં માટે પ્રવાસ કરવાનું વધારે સરળ બનાવ્યું છે. હવે તમામ પ્રવાસી ભારતીયો પાસપોર્ટ સેવા સાથે જોડાયેલા છે અને ચિપ આધારિત ઇ-પાસપોર્ટ ઇશ્યૂ કરવાનાં પ્રયાસો ચાલુ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, પ્રવાસી તીર્થ દર્શન યોજના હાથ ધરવામાં આવી છે. તેમણે વિદેશી ભારતીયોને 5 બિનભારતીય પરિવારોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને ગાંધીજી અને ગુરુ નાનક દેવજીનાં મૂલ્યોનો પ્રસાર કરવા વિનંતી પણ કરી હતી અને તેમની જન્મજયંતિમાં સહભાગી થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, અમને બાપુનાં પ્રિય ભજન વૈષ્ણવ જનનાં સંકલન પર વૈશ્વિક સમુદાય સામેલ થયો તેનાં પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ પીબીડીને સફળ બનાવવા કાશીના લોકોનાં આતિથ્ય-સત્કારની પ્રશંસા કરી હતી. શાળાની બોર્ડની પરીક્ષાઓ અગાઉ પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, તેઓ પરિક્ષા પે ચર્ચામાં નમો એપ મારફતે 29 જાન્યુઆરી, 2019નાં રોજ સવારે 11 વાગે વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. પીબીડી – 2019નાં મુખ્ય અતિથિ પ્રવિન્દ જગન્નાથે પ્રવાસી ભારતીયોનાં સ્મરણો તાજા કર્યા હતાં અને તેમનાં પૂર્વજોની ભૂમિ સાથે તેનાં જોડાણને યાદ કર્યું હતુ. હિંદી અને અંગ્રેજીમાં બોલતાં તેમણે કહ્યું હતુ કે, આ પ્રકારનું સંમેલન વિદેશી ભારતીયોની ઓળખની સહિયારા ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે એક પરિવારની સભ્યો તરીકેની ઓળખને મજબૂત કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, જો ભારત અનન્ય હોય, તો ભારતીયતા સાર્વત્રિક છે. મોરેશિયન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, શિક્ષિત અને સ્વનિર્ભર પ્રવાસી ભારતીયો રાષ્ટ્રનિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને ભારતીય સમુદાય સાથેનું જોડાણ વિવિધતામાં એકતા સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. તેમણે ભોજપુરી બોલી સાથે જનમેદનીમાં રોમાંચ જગાવ્યો હતો અને જાહેરાત કરી હતી કે, મોરેશિયસ પ્રથમ આંતરરાષ્ટ્રીય ભોજપુરી મહોત્સવનું આયોજન કરશે. પોતાનાં સ્વાગત પ્રવચનમાં વિદેશ મંત્રીએ કહ્યું હતુ કે, અત્યારે ભારતને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ પર ગર્વ છે. તેમણે પ્રવાસી ભારતીયોનો પોતાની માતૃભૂમિ સાથે જોડાણ કરવા બદલ આભાર માન્યો હતો. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતુ કે, ઉત્તરપ્રદેશમાં પીબીડી અને કુંભ મેળો, એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રી મોદી ભારત કો જાનિયે ક્વિઝ કોમ્પિટિશનનાં વિજેતાઓનું સન્માન કરશે. ભારત પર આયોજિત આ ક્વિઝ કોમ્પિટિશન યુવા પ્રવાસી ભારતીયો માટે છે. પીબીડીનો સમાપન સમારંભ 23 જાન્યુઆરી, 2019નાં રોજ આવતીકાલે 23 જાન્યુઆરી, 2019નાં રોજ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિદેશી ભારતીયોને તેમના યોગદાન માટે પ્રવાસી ભારતીય સન્માન એનાયત કરશે. આ સંમેલન પછી 24 જાન્યુઆરીનાં રોજ પ્રવાસી ભારતીયોનું પ્રતિનિધિમંડળ કુંભ મેળા માટે પ્રયાગરાજની મુલાકાત લેશે. પછી તેઓ 25 જાન્યુઆરીનાં રોજ દિલ્હી જશે અને નવી દિલ્હીમાં રાજપથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનાં સાક્ષી બનશે.","15th edition of Pravasi Bharatiya Diwas inaugurated by PM, in Varanasi" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AB%80%E0%AA%AA%E0%AA%B8%E0%AA%AE%E0%AB%82%E0%AA%B9/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-reviews-progress-towards-holistic-development-of-islands/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દ્વીપસમૂહોનાં સંપૂર્ણ વિકાસની પ્રગતિની સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકારે 1 જૂન, 2017નાં રોજ આઇલેન્ડ ડેવલપમેન્ટ એજન્સીની રચના કરી હતી. સંપૂર્ણ વિકાસ માટે કુલ 26 દ્વીપસમૂહોની યાદી બનાવવામાં આવી છે. નીતિ આયોગે સંપૂર્ણ વિકાસનાં પાસાં પર રજૂઆત કરી હતી, જેમાં વિવિધ મુખ્ય માળખાગત પરિયોજનાઓ, ડિજિટલ જોડાણ, ગ્રિન એનર્જી, ડિસેલિનેશન પ્લાન્ટ, કચરા વ્યવસ્થાપન, માછીમારીને પ્રોત્સાહન અને પ્રવાસન આધારિત પ્રોજેક્ટ સામેલ છે. આંદમાન અને નિકોબાર ટાપુઓમાં થયેલા કાર્યની સમીક્ષા કરતાં પ્રધાનમંત્રીએ પ્રવાસન વિકાસ માટે પસંદ કરાયેલા ક્ષેત્રોમાં સંપૂર્ણ પ્રવાસન-કેન્દ્રિત પ્રણાલી વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ટાપુઓમાં ઊર્જા સ્વનિર્ભરતા ઝડપથી લાવવા માટેની અપીલ કરી હતી, જે સૌર ઊર્જા પર આધારિત હોઈ શકે છે. પ્રધાનમંત્રીને આંદમાન અને નિકોબાર ટાપુઓની મુલાકાત લેતા વિદેશી પ્રવાસીઓ માટે સિમિત ક્ષેત્ર પરમિટની જરૂરિયાત ઊભી કરવાનાં ગૃહ મંત્રાલયનાં નિર્ણય પર પણ જાણકારી આપવામાં આવી હતી. દક્ષિણ પૂર્વ એશિયા સાથે આ ટાપુઓના શ્રેષ્ઠ જોડાણ પર પણ ચર્ચા થઈ હતી. લક્ષદ્વીપમાં વિકાસલક્ષી કાર્યની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ તુના ફિશિંગ અને “લક્ષદ્વીપ તુના”ને બ્રાન્ડ તરીકે પ્રોત્સાહન આપવા લેવામાં આવેલા વિવિધ પગલાંઓની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વચ્છતા જાળવવા માટે લક્ષદ્વીપે હાથ ધરેલી વિવિધ પહેલોની પ્રશંસા પણ કરી હતી. આંદમાન અને નિકોબાર એમ બંને ટાપુઓમાં તેમજ લક્ષદ્વીપમાં મહત્ત્વપૂર્ણ માળખું વિકસાવવા અંગે ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીએ દરિયાઈ શેવાળ (સીવીડ)ની ખેતીની સંભાવનાઓ ચકાસવા અને અને વિવિધ પહેલો હાથ ધરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ, આંદમાન અને નિકોબાર ટાપુઓનાં તથા લક્ષદ્વીપ ટાપુઓનાં લેફ્ટનન્ટ ગવર્નર, નીતિ આયોગનાં સીઇઓ અને કેન્દ્ર સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.",PM reviews progress towards holistic development of islands https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%87%E0%AA%A8%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-signing-an-agreement-between-india-and-armenia-on-cooperation-and-mutual-assistance-in-customs-matters/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને આર્મેનીયા વચ્ચે સીમા શુલ્કને લગતી બાબતો ઉપર પરસ્પર સહાય અને સહયોગ આપવા અંગે થયેલા કરારને મંજૂરી આપવામાં આવી છે. જે તે સરકારો દ્વારા આ કરારને મંજૂરી મળે તે પછી બંને દેશો વતી આ કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવશે. કરાર કરનાર પક્ષકારો આ કરારમાં જરૂરી રાષ્ટ્રીય કાનૂની જરૂરિયાતો સંતોષવામાં આવી હોવા અંગે પોતાની ડિપ્લોમેટિક ચેનલો મારફતે નોટિફાય કરે તે પછી આ કરારને બીજા મહિનાના પ્રથમ દિવસથી અમલી બનાવવામાં આવશે. આ કરારને કારણે સીમા શુલ્ક અંગેની ગુનાખોરી રોકવા માટે તથા તે અંગે તપાસ હાથ ધરવા માટે જરૂરી માહિતી ઉપલબ્ધ કરવામાં મદદ મળશે. તેનાથી વેપારને સુવિધાયુક્ત થશે અને બંને દેશો વચ્ચે જે માલ સામાનનો વેપાર થતો હશે તેના કાર્યક્ષમ ક્લિયરન્સમાં મદદ મળશે. પૃષ્ઠભૂમિ : આ કરારથી બંને દેશોની સીમા શુલ્ક ઓથોરિટીઝને માહિતી અને ઈન્ટેલિજન્સના આદાન પ્રદાન અંગેનુ કાનૂની માળખુ પ્રાપ્ત થશે અને સીમા શુલ્કના કાયદાના યોગ્ય અમલીકરણ અને સીમા શુલ્કને લગતા ગુનાઓની તપાસમાં સહાય થવા ઉપરાંત બંને દેશો વચ્ચે કાયદેસરના વેપારમાં સુગમતા પ્રાપ્ત થશે. કરારનાં આખરી મુસદ્દાને બંને દેશોનાં સીમા શુલ્કનાં વહિવટી તંત્રો તરફથી જરૂરી સંમતિ મળી છે. આ કરારનો મુસદ્દો, ખાસ કરીને માહિતીના આદાન પ્રદાન અંગે ભારતનાં સીમા શુલ્ક વિભાગની ચિંતાઓ તથા જરૂરિયાતો હલ કરે છે, જેમાં બંને દેશો વચ્ચે થયેલા વેપાર બાબતે જાહેર કરાયેલી સીમા શુલ્ક વેલ્યુ અને માલ સામાનના મૂળ સ્થાન અંગેની અધિકૃતતાનો સમાવેશ થાય છે.",Cabinet approves signing an Agreement between India and Armenia on cooperation and mutual assistance in customs matters https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-conveys-his-greetings-on-world-consumer-rights-day/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પર શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પર શુભકામનાઓ. ગ્રાહક અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, ભારત સરકાર માત્ર ગ્રાહક સુરક્ષા જ નહિં પરંતુ તેની સાથે ગ્રાહક સમૃદ્ધિ પર પણ ધ્યાન કેન્દ્રીત કરે છે.”",PM conveys his greetings on World Consumer Rights Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AC%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%8F/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-expresses-grief-on-loss-of-lives-due-to-accident-in-bihar/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “બિહારનાં અરારિયામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દુઃખ વ્યક્ત કરૂ છું. મૃતકોનાં પરિવારજનોને મારી સાંત્વના. ઘવાયેલા લોકો ઝડપથી સાજા થાય તે માટે હું પ્રાર્થના કરું છું.”",PM expresses grief on loss of lives due to accident in Bihar https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-pv-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%A7/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-congratulates-p-v-sindhu-on-winning-her-first-ever-singapore-open-title/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને તેનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઈટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું છે કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે અને આવનારા ખેલાડીઓને પ્રેરણા પણ આપશે. કેન્દ્રીય રમતગમત મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “હું @",PM congratulates P V Sindhu on winning her first ever Singapore Open title https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-1918%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B9%E0%AA%BE%E0%AA%87%E0%AA%AB%E0%AA%BE-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-salutes-the-brave-indian-soldiers-who-laid-down-their-lives-to-liberate-haifa-in-1918-2/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1918માં હાઇફાને આઝાદ કરાવવા માટે શહીદ થયેલા બહાદુર ભારતીય સૈનિકોને શત શત વંદન કર્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હાઇફા દિવસ પર હું 1918માં હાઇફાને આઝાદ કરાવવા માટે શહીદ થયેલા બહાદુર ભારતીય સૈનિકોને શત શત વંદન કરું છું. જુલાઈમાં હાઇફાની મુલાકાત લઈને અને વ્યક્તિગત રીતે શ્રદ્ધાસુમન આપવાનો આનંદ થયો હતો.”",PM salutes the brave Indian soldiers who laid down their lives to liberate Haifa in 1918 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-11-%E0%AA%8F/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-interact-with-mudra-beneficiaries-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (11 એપ્રિલ, 2018) રાજધાની દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં સમગ્ર દેશનાં 100 મુદ્રા લાભાર્થીઓ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) સરકારની મુખ્ય પહેલોમાંની એક છે, જેનો ઉદ્દેશ દેશનાં યુવાનોને ગેરેન્ટી વિના સરળતાપૂર્વક લોન પ્રદાન કરીને ઉદ્યોગસાહસિકતાનાં જુસ્સાને પ્રોત્સાહન આપવાનો છે. 23 માર્ચ, 2018 સુધીમાં 4,53,51,509 લોનને મંજૂરી આપવામાં આવી છે, જેની કુલ રકમ રૂ. 2,28,144.72 કરોડ છે. આ યોજના હેઠળ વિતરણ થયેલી કુલ રકમ રૂ. 220596.05 કરોડ છે. મુદ્રા યોજના 8મી એપ્રિલ, 2015નાં રોજ શરૂ થઈ હતી, જેનો ઉદ્દેશ નોન-કોર્પોરેટ સ્મોલ બિઝનેસ સેક્ટર (એનસીએસબીએસ)ને નાણાકીય સુવિધાનું પ્રોત્સાહન આપવાનો અને તેને સુલભતા સુનિશ્ચિત કરવાનો છે. પ્રદાન કરવામાં આવેલી લોન સરળતાપૂર્વક સુલભ છે અને ત્રણ શ્રેણીઓ – શિશુ, કિશોર અને તરૂણમાં ઉપલબ્ધ છે. આ યોજના પ્રમાણે રૂ. 10 લાખ સુધીની આવક કરનારી પ્રવૃત્તિઓ માટે તમામ લોન પીએમએમવાય લોન મુજબ વિસ્તારવામાં આવશે. 50000 રૂપિયા સુધીની લોન પેટાયોજના ‘શિશુ’ હેઠળ, 50,000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન પેટાયોજના ‘કિશોર’ હેઠળ અને 5 લાખથી 10 લાખ સુધીનીની લોન પેટાયોજના ‘તરૂણ’ શ્રેણી હેઠળ આપવામાં આવે છે. કૃષિ સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ (પાક લોન, નહેર, સિંચાઈ, કૂવા જેવી જમીન સુધારાની કામગીરીને બાદ કરતાં) અને તેને ટેકો આપતી સેવાઓનો પણ એપ્રિલ, 2016થી પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સામેલ કરવામાં આવી છે, જે આજીવિકા કે આવક વધારાને પ્રોત્સાહન આપે છે.",PM to interact with MUDRA Beneficiaries tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AB%83%E0%AA%82%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-serves-3-billionth-meal-to-underprivileged-children-in-vrindavan/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી. તેમણે વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં ત્રણ અબજમું ભોજન પીરસ્યાની તકતીનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા વંચિત બાળકોને 3 અબજમું ભોજન પીરસ્યુ હતું. તેમણે ઈસ્કોનના આચાર્ય શ્રીલ પ્રભુપાદના વિગ્રહને પુષ્પાંજલી પણ અર્પિત કરી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીરામ નાઇક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચેરમેન સ્વામી મધુ પંડિત દાસ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવતાં જણાવ્યું હતું કે, દૈનિક 1500 બાળકોને ભોજન પીરસવાથી શરૂ થયેલી આ ઝુંબેશ અત્યારે દેશભરમાં શાળાઓના 17 લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન પિરસે છે. તેમણે એ બાબતની સહર્ષ નોંધ લીધી હતી કે પ્રથમ ભોજન અટલ બિહારી વાજપેયીજીના શાસનકાળ દરમિયાન પીરસવામાં આવ્યું હતું અને તેમને ત્રણ અબજમું ભોજન પીરસવાની તક મળી છે. તેમણે જણાવ્યું કે સારૂં પોષણ અને તંદુરસ્ત બાળપણથી નૂતન ભારતનો પાયો નંખાયો છે. પ્રધાનમંત્રીએ આરોગ્યના ત્રણ પાસા એટલે કે પોષણ, રસીકરણ અને સ્વચ્છતાને ભારત સરકાર તથા રાષ્ટ્રીય પોષણ મિશન દ્વારા અગ્રતા આપી રહી હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે મિશન ઈન્દ્રધનુષ અને સ્વચ્છ ભારત અભિયાન એ મહત્વનાં પગલાં છે. રાષ્ટ્રીય પોષણ મિશનનો પ્રારંભ ગયા વર્ષે કરવામાં આવ્યો હતો. આ મિશન દરેક માતા અને બાળકને પૂરતું પોષણ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે જો દરેક માતા અને દરેક બાળકને પોષણની યોજના હેઠળ આવરી લેવામાં સફળ થઈશું તો દર વર્ષે દરેક બાળક અને અનેક જીવ બચી જશે. મિશન ઈન્દ્રધનુષ કાર્યક્રમ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્યક્રમમાં 5 વધુ રસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 3 કરોડ 40 લાખ સગર્ભા મહિલાઓને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ મેડિકલ જર્નલમાં ઉત્તમ 12 પ્રણાલિઓમાં મિશન ઈન્દ્રધનુષનો ઉલ્લેખ કરાયો હોવાની વાત કરીને આ કામગીરીની પ્રશંસા કરી હતી. સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા અંગે વાત કરતાં તેમણે નોંધ લીધી હતી કે એક આંતરરાષ્ટીય અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે શૌચાલયનો ઉપયોગ કરવાથી 3 લાખ લોકોના જીવન બચવવામાં મદદ મળી છે. સ્વચ્છ ભારત અભિયાન આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રીએ સરકારની અન્ય યોજનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના હેઠળનું રાષ્ટ્રીય ગોકુલ મિશન સહિતના વિવિધ મિશન દ્વારા માત્ર ઉત્તરપ્રદેશમાં જ એક કરોડ જેટલા ગેસના જોડાણો આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ગાયોની સાચવણી, સુરક્ષા અને વિકાસ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરવામાં આવી છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકોને સહાય કરવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ અપાતી સહાય વધારીને રૂ. 3 લાખ સુધીની કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ઉદ્દેશ ખેડૂતોના કલ્યાણનો છે અને આ યોજના દ્વારા ઉત્તરપ્રદેશના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે, કારણ કે રાજ્યના મોટા ભાગના ખેડૂતો 5 એકરથી ઓછી જમીન ધરાવે છે. પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે આ ફાઉન્ડેશન દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે ‘હું’ થી ‘અમે’ તરફનું પરિવર્તન દર્શાવે છે, જેમાં આપણે પોતાની જાતથી આગળ વધીને સમાજ અંગે વિચારવાનું શરૂ કરતા હોઈએ છીએ. અક્ષયપાત્ર ફાઉન્ડેશન માનવ સંસાધન વિકાસ વિભાગ અને રાજ્ય સરકારો સાથે મળીને ગુણવત્તાયુક્ત શુદ્ધ અને પોષક આહાર મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ લાખો લોકોને પૂરૂ પાડી રહ્યું છે. આ ફાઉન્ડેશન 12 રાજ્યોની 14,702 શાળાઓને આવરી લઈને 1.76 મિલિયન બાળકોને ભોજન પૂરૂ પાડી રહ્યું છે. વર્ષ 2016માં અક્ષયપાત્ર ફાઉન્ડેશને તે સમયના ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે બે અબજમું ભોજન પીરસ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે શાળાઓના વંચિત બાળકોને 3 અબજમું ભોજન પિરસીને સંસ્થાએ સમાજના ગરીબ અને સિમાંત સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે.",PM serves 3 billionth meal to underprivileged children in Vrindavan https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%86%E0%AA%B5%E0%AA%95%E0%AA%B5%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BF%E0%AA%95-%E0%AA%95%E0%AA%B0%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-the-agreement-between-india-and-kyrgyz-for-the-avoidance-of-double-taxation-and-the-prevention-of-fiscal-evasion-in-the-taxes-on-income/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આવકવેરા પર આર્થિક કરચોરી અટકાવવા અને બેવડા કરવેરાને નાબુદ કરવા ભારત અને કિરગીઝ વચ્ચેનાં કરાર ખરડામાં સુધારો કરવા માટે મંજૂરી આપી હતી. બેવડા કરાર નાબૂદી(ડીટીએએ)નાં ખરડાનો હેતુ ડીટીએએની કલમ 26 (માહિતીની આપ-લે)ને આંતરરાષ્ટ્રીય ધોરણની સમકક્ષ લાવવાનો છે. આ સુધારાની કલમ માહિતીની આપ-લેને શક્ય તેટલી વ્યાપક બનાવે છે. ડીટીએએની વર્તમાન કલમ 26માં ઉમેરવામાં આવેલા 4 અને 5 એમ બે ફકરા જે રાષ્ટ્ર પાસેથી માહિતી માગવામાં આવી હોય તે રાષ્ટ્ર એમ કહીને માહિતી આપવાનો ઇનકાર કરી શકે નહીં કે, તે માહિતીમાં તેનું કોઈ સ્થાનિક કર અંગે હિત નથી અથવા તો આ માહિતીની વિનંતી કોઇ બેંક અથવા તો નાણાકીય સંસ્થાન દ્વારા કરવામાં આવી છે વગેરે. આ ખરડો ભારતને વધુમાં એવી પણ સત્તા આપે છે કે, ડીટીએએ મારફતે પ્રાપ્ત થયેલી માહિતીનો ઉપયોગ તે રાજ્યને સત્તા પૂરી પાડવા અને કાયદો ઘડવા માટે કરી શકશે. પૂર્વભૂમિકા ભારત અને કિરગીઝ રાષ્ટ્રો વચ્ચેનાં વર્તમાન ડીટીએએને 7/02/2001ના રોજ નિર્દિષ્ટ કરવામાં આવ્યો હતો અને આ જ ખરડો 10/01/2001થી અમલમાં છે. ભારત અને કિરગીઝ રાષ્ટ્રો આવકવેરા પર આર્થિક કરચોરી અટકાવવા અને બેવડા કરવેરાને નાબુદ કરવાનાં સુધારા ખરડા અંગેના કરાર પર બંને દેશ વચ્ચે હસ્તાક્ષર થશે.",Cabinet approves the Agreement between India and Kyrgyz for the avoidance of double taxation and the prevention of fiscal evasion in the taxes on income https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D-38/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-receive-israel-pm-netanyahu-in-gujarat-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બુધવારે ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ અને શ્રીમતી સારા નેતન્યાહૂ સાથે ગુજરાતની મુલાકાતમાં સામેલ થશે. અમદાવાદ શહેર શ્રીમાન અને શ્રીમતી નેતન્યાહૂનો સત્કાર કરશે કે, તેઓ અમદાવાદના હવાઇમથકે થી નીકળી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. સાબરમતી આશ્રમ ખાતે તેઓ મહાત્મા ગાંધીને શ્રાદ્ધાંજલી અર્પણ કરશે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી નેતન્યાહૂ અમદાવાદમાંથી જ દીવ ધોલેરા ગામ ખાતેના આઇ-સિક્રેટ સેન્ટરનું અનાવરણ કરશે. તેઓ સ્ટાર્ટ અપ પ્રદર્શનની મુલાકાત લેશે અને સ્ટાર્ટ અપનાં સંશોધકો તથા સીઇઓ સાથે વાતચીત કરશે. બંને વડાપ્રધાનો વીડિયો લિંક મારફતે બનાસકાંઠાનાં સુઈગામ તાલુકામાં ખારા પાણીને મીઠા કરવાની હરતી ફરતી વાન રાજ્યને અર્પણ કરશે. આ પ્રસંગે બંને નેતાઓ જાહેર સભાને સંબોધન પણ કરશે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને પ્રધાનમંત્રી મોદી આ સાથે બનાસકાંઠા જિલ્લાના વાદરદ ગામે શાકભાજીનાં સેન્ટર ફોર એક્સેલેન્સની પણ મુલાકાત લેશે. આ પ્રસંગે તેમને કેન્દ્ર ખાતેની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવશે. તેઓ વીડિયો લિન્ક મારફતે ભૂજ જિલ્લાનાં કુકામા ખાતેના ખજૂરી માટેનાં કેન્દ્રનું પણ ઉદઘાટન કરશે. તેઓ ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. મોડી સાંજે પ્રધાનમંત્રી નેતન્યાહૂ મુંબઈ જવા રવાના થશે.",PM to receive Israel PM Netanyahu in Gujarat tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-31-%E0%AA%A1%E0%AA%BF%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%8D%E0%AA%AC%E0%AA%B0-%E0%AA%85/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-address-two-video-conferences-on-31st-december-and-1st-january/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે બે મહત્ત્વપૂર્ણ સંબોધન કરશે. પ્રધાનમંત્રી 31 ડિસેમ્બરનાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે 85માં સિવગિરી યાત્રાધામ મહોત્સવ માટે ઉદ્ઘાટન સંબોધન કરશે. આ મહોત્સવ સિવગિરી મઠ, વર્કાલા, કેરળમાં યોજાશે. સિવગિરી ભારતનાં એક મહાન સંત અને સામાજિક સુધારક શ્રી નારાયણ ગુરુનું પવિત્ર ધામ છે. પ્રધાનમંત્રી 1 જાન્યુઆરી, 2018નાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે કોલકાતામાં પ્રોફેસર એસ એન બોઝની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવશે. પ્રોફેસર સત્યેન્દ્ર નાથ બોઝ ભારતીય ભૌતિકવિજ્ઞાની હતાં, જે ક્વોન્ટમ મિકેનિક્સ પર તેમનાં કાર્ય માટે પ્રસિદ્ધ હતાં, જેમણે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સનો પાયો નાંખ્યો હતો. બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સને અનુસરતાં અણુઓનાં વર્ગને પ્રોફેસર બોઝની યાદમાં બોઝોન્સ નામ આપવામાં આવ્યું છે.",PM to address two video conferences on 31st December and 1st January https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-apprised-of-two-bilateral-mous-between-india-and-cuba-and-india-and-korea-in-the-area-of-biotechnology/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ક્યૂબા તથા ભારત અને કોરિયા વચ્ચે જૈવ પ્રૌદ્યોગિકી ક્ષેત્રે થયેલા બે સમજૂતી કરારની માહિતી આપવામાં આવી હતી. સમજૂતી કરાર પર અનુક્રમે તા. 22 જૂન, 2018ના રોજ ક્યૂબાનાં હવાના ખાતે તથા તા. 9 જુલાઈ, 2018ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ક્યૂબા અને કોરિયા સાથે કરાયેલા હસ્તાક્ષરમાં સહયોગના ક્ષેત્રો અંગે સમજૂતી સાધવામાં આવી છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જ્યાં પણ આ બંને દેશમાં નિપુણતાની જરૂરિયાત હોય ત્યાં સહયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય અસર આ બંને સમજૂતી કરાર ભારત અને ક્યૂબા તથા ભારત અને કોરિયા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા માટે, વિજ્ઞાન અને પૌદ્યોગિકી શિક્ષણમાં નવાચાર માટે સહયોગ હેતુ નવી કાર્યસૂચિ તૈયાર કરી જૈવ પ્રૌદ્યોગિકી ક્ષેત્રે નક્કર વ્યૂહાત્મક આયોજનો, તાલિમ અને સંશોધન હાથ ધરવા માટે કરવામાં આવ્યો છે. 50થી વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે રોજગાર નિર્માણની ક્ષમતા અને વિજ્ઞાન તથા સંલગ્ન ક્ષેત્રોમાં પાંચ વર્ષ માટે પીએચ.ડી ના અભ્યાસ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. પૂર્વ ભૂમિકાઃ ભારત-ક્યૂબા વચ્ચે સહયોગ ભારત અને ક્યૂબાએ તા. 22 જૂન, 2018ના રોજ જૈવ પ્રૌદ્યોગિકી ક્ષેત્રે સહયોગ ઘનિષ્ઠ બનાવવા માટે ભારતના રાષ્ટ્રપતિની ક્યૂબાનાં હવાના ખાતેની મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત સરકારના વિજ્ઞાન અને પૌદ્યોગિકી મંત્રાલય તથા વિજ્ઞાન વિભાગ, ક્યૂબાના ટેકનોલોજી અને પર્યાવરણ વિભાગે તા. 22 જૂન, 2018ના રોજ હવાના ખાતે આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત-કોરિયા વચ્ચે સમયોગ ભારત અને કોરિયા વચ્ચે જૈવ પ્રૌદ્યોગિકી ક્ષેત્રે તથા જૈવ-અર્થશાસ્ત્ર ક્ષેત્રે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સમજૂતી કરારનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, જૈવ પ્રૌદ્યોગિકી ક્ષેત્રે સહયોગનો વિસ્તાર કરી તેને ઘનિષ્ઠ બનાવવાનો તથા ઔદ્યોગિક સંશોધન અને વિકાસ તથા તે સંબંધિત મૂડી રોકાણના દ્વિપક્ષી પ્રવાહોને પ્રોત્સાહિત કરવાનો છે.","Cabinet apprised of two Bilateral MoUs between India and Cuba, and India and Korea in the area of Biotechnology" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AB%81%E0%AA%82%E0%AA%AC-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-appreciates-cleanathon-organised-at-juhu-beach-in-mumbai/,"મુંબઈના જુહુ બીચ પર આયોજિત ક્લિનેથોન પર ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા કરાયેલા ટ્વીટને શેર કરીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ કદમની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ",PM appreciates Cleanathon organised at Juhu beach in Mumbai https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B9%E0%AA%B0%E0%AA%BF%E0%AA%B5%E0%AA%82%E0%AA%B6%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-remarks-on-the-election-of-shri-harivansh-as-deputy-chairman-of-the-rajya-sabha/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી હરિવંશજીને રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટાયાના થોડા સમય પછી ઉપલા ગૃહમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ એ અંગે પણ પ્રસન્નતા વ્યક્ત કરી કે સદનના નેતા શ્રી અરુણ જેટલી માંદગી બાદ સાજા થઇને હવે ગૃહમાં પાછા ફર્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આજે આપણે હિંદ છોડો આંદોલનની જયંતી ઉજવી રહ્યા છીએ, હરિવંશજી બલિયાથી આવે છે, એ એક એવી ધરતી છે કે જે 1857ના સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઇ ત્યારથી જ આઝાદીની ચળવળ સાથે જોડાયેલી રહી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે શ્રી હરિવંશ લોકનાયક જયપ્રકાશ નારાયણથી પ્રભાવિત થયેલા છે. પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી કે હરિવંશજી પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજી સાથે પણ કામ કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ચંદ્રશેખરજી સાથે નજીકથી કામ કરવાને લીધે હરિવંશજી અગાઉથી જાણતા હતા કે ચંદ્રશેખરજી રાજીનામું આપવાના છે. આમ છતાં, તેમણે પોતાના સમાચારપત્રને આ માહિતી પહોંચવા નહોતી દીધી જે તેમની નીતિ અને જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે હરિવંશજી એક શ્રેષ્ઠ વાચક છે અને તેમણે ઘણું લખ્યું પણ છે. તેમણે ઉમેર્યું કે હરિવંશજીએ વર્ષોથી સમાજની સેવા કરી છે. શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીમાં ભાગ લેવા બદલ શ્રી બી. કે. હરીપ્રસાદને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સુચારુરૂપે ચૂંટણી યોજવા બદલ સભાપતિ અને અન્ય સભ્યોનો આભાર માન્યો હતો.",PM’s remarks on the election of Shri Harivansh as Deputy Chairman of the Rajya Sabha https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B0%E0%AA%B6%E0%AA%BF-2/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-russia-on-bilateral-cooperation-in-the-road-transport-and-road-industry/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આજે ભારત અને રશિયા વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર પર રશિયાના પ્રમુખની આગામી મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થશે. પરિવહન અને ધોરી માર્ગોના ક્ષેત્રે ઔપચારિક મંચ વિકસાવવા અને સુસ્થાપિત કરવા બંને દેશો વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરાર પર સંયુક્તપણે પરામર્શ થશે અને બંને દેશો તેને આખરી ઓપ આપશે. માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરારથી પરસ્પર સહયોગને કારણે બંને દેશોને લાભ થશે. રશિયા સાથે વધુ સહયોગ, વિનિમય અને સહયોગને કારણે લાંબા ગાળા માટે અસરકારક અને દ્વિપક્ષી સંબંધો સ્થાપવાની બાબતને વેગ મળશે અને માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે તથા ઉપરાંત ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (",Cabinet approves MoU between India and Russia on Bilateral Cooperation in the Road Transport and Road Industry https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B0%E0%AA%A3-%E0%AA%B8%E0%AA%B9%E0%AA%AF/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-moc-between-india-and-japan-in-the-field-of-environmental-cooperation/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને જાપાન વચ્ચેનાં સહયોગ સ્થાપિત કરવા માટેનાં કરારને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરવા માટેનાં કરાર પર 29 ઓક્ટોબર, 2018નાં રોજ ભારતીય પ્રધાનમંત્રી જાપાન યાત્રા દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. લાભઃ આ સહયોગ કરાર દરેક દેશનાં ઉચિત કાયદાઓ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સમાનતા, પારસ્પરિકતા અને પારસ્પરિક લાભનાં આધારે કુદરતી સંસાધનોનાં વ્યવસ્થાપન અને પર્યાવરણનાં સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે ગાઢ અને લાંબા ગાળાનો સહયોગ સ્થાપિત કરવા તથા એને પ્રોત્સાહન આપવા માટે સક્ષમ બનાવશે. આ ઉપરાંત આ સહકાર કરારમાં બંને દેશો વચ્ચે સૂચના અને ટેકનોલોજીનું આદાન-પ્રદાન કરવાનું પણ સામેલ છે. પર્યાવરણની ગુણવત્તામાં પતનની અસર સમાજનાં સમૃદ્ધ વર્ગો કરતાં વધારે અસર સામાજિક અને આર્થિક સ્વરૂપે વંચિત વર્ગો પર થાય છે. પર્યાવરણને નુકસાનને અટકાવવા કોઈ પણ પ્રયાસ સમાજનાં તમામ વર્ગો વચ્ચે સારાં પર્યાવરણ સંબંધિત સંસાધનોની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ પર્યાવરણ સંબંધિત સમાનતાની દિશામાં લઈ જશે. આ સહયોગ સમજૂતીથી આશા છે કે આ પર્યાવરણની શ્રેષ્ઠ સુરક્ષા, ઉત્તમ સંરક્ષણ, આબોહવામાં પરિવર્તનનાં શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને જૈવ વિવિધતાનાં સંરક્ષણ માટે નવીન ટેકનોલોજીઓ અને સર્વશ્રેષ્ઠ અભ્યાસોને લાવશે.",Cabinet approves MoC between India and Japan in the field of Environmental Cooperation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AA%95%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-joint-issue-of-postage-stamp-between-india-and-south-africa/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકને “ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીના 20 વર્ષ”ના વિષય પર આધારિત ભારત દક્ષિણ-આફ્રિકાની સંયુક્ત ટપાલ ટિકિટ બહાર પાડવા બાબતે માહિતી આપવામાં આવી હતી. સંયુક્ત ટિકિટને જૂન, 2018માં જાહેર કરવામાં આવી હતી. ભારત – દક્ષિણ આફ્રિકા પરની સ્મૃતિચિહ્ન રૂપ ટપાલ ટિકિટ: સંયુક્ત ટિકિટમાં દિનદયાળ ઉપાધ્યાય અને દક્ષિણ આફ્રિકાના ઓલિવર રેજીનાલ્ડ ટામ્બોનું ચિત્ર છે. આ સંદર્ભમાં મે 2018ના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.",Cabinet approves joint issue of postage stamp between India and South Africa https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97-%E0%AA%A6/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-the-4th-international-yoga-day/,"ઉત્તરાખંડના દહેરાદૂનમાં વન સંશોધન સંસ્થાનના પરિસર ખાતે તેઓ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉપસ્થિત વિશાળ જન મેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે યોગ એ વિશ્વને એકત્વના સુત્રથી બાંધનાર સૌથી શક્તિશાળી બળ બની ગયું છે. પ્રધાનમંત્રીએ વન સંશોધન સંસ્થાન પરિસર ખાતે અંદાજે 50,000 યોગ અભ્યાસુઓ અને સ્વયંસેવકો સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ દરેકને માટે ગૌરવશાળી ક્ષણ છે કે, આજે સમગ્ર વિશ્વમાં લોકો સૂર્યના પ્રકાશ અને ઊર્જાને યોગ સાથે આવકારી રહ્યા છે. દહેરાદૂનથી ડબ્લીન સુધી, શાંઘાઈથી શિકાગો સુધી અને જકાર્તાથી લઈને જોહાનીસ્બર્ગ સુધી, યોગ સર્વત્ર વ્યાપી રહ્યો છે.” વિશ્વભરમાં ફેલાયેલા યોગ અભ્યાસુઓને એક ખૂબ જ સ્પષ્ટ સંદેશ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વએ યોગને અપનાવ્યો છે અને તેની ઝાંખી સમગ્ર વિશ્વમાં દર વર્ષે કઈ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઉજવવામાં આવે છે તેના પરથી જોઈ શકાય છે. તેમણે આગળ ઉમેર્યું કે યોગ દિવસ સારા આરોગ્ય અને સુખાકારી માટેનું એક સૌથી મોટું જનઆંદોલન બની ગયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો આપણે ઈચ્છીએ છીએ કે સમગ્ર વિશ્વ આપણું સન્માન કરે તો આપણે આપણા પોતાના વારસા અને વિરાસતનું સન્માન કરતા અચકાવું ન જોઈએ. તેમણે જણાવ્યું કે યોગ એ સુંદર છે કારણ કે તે પ્રાચીન છે અને આધુનિક પણ છે; તે સતત છે અને છતાં નવ પલ્લવિત પણ છે; તેની અંદર આપણા ભૂતકાળ અને વર્તમાનની શ્રેષ્ઠ બાબતો રહેલી છે અને તે આપણા ભવિષ્ય માટે આશાનું કિરણ છે. યોગની ક્ષમતા વિષે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે અથવા સમાજ તરીકે આપણે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે દરેકનું સમાધાન યોગમાં રહેલું છે. તેમણે કહ્યું કે, યોગ તણાવ અને અર્થહીન ચિંતાઓને દુર કરીને શાંત, રચનાત્મક તથા સંતોષી જીવન તરફ દોરી જાય છે. “વિભાજીત કરવાના બદલે, યોગ જોડે છે. દુશ્મનાવટ વધારવાના બદલે યોગ તેને ખતમ કરે છે. તકલીફોને વધારવાના બદલે યોગ તેને મટાડે છે.”",PM addresses at the 4th International Yoga Day https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%86%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A4/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-agreement-between-india-and-uzbekistan-on-cooperation-in-health-and-medical-science/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે આરોગ્ય અને તબીબી વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ કરારોમાં સહયોગને લગતા નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે:- તબીબી શિક્ષણ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની સંસ્થાઓના શિક્ષણ અને સંશોધન પ્રયોગશાળાઓ સહિત મેડિકલ સાધનોના ક્ષેત્રમાં વેપારી સહયોગનો વિકાસ કરવા માટેની તકોને વિસ્તારવી પ્રાથમિક આરોગ્ય કાળજીને મજબૂત બનાવવી અને આરોગ્ય કેન્દ્રોની સુવિધા ઉભી કરવી મેડિકલ અને આરોગ્ય સંશોધન વિકાસ, સાથે-સાથે આ ક્ષેત્રમાં અનુભવોનું આદાન-પ્રદાન ટેલિમેડિસીન અને બાળ આરોગ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અનુભવ અને ટેકનોલોજીનું આદાન-પ્રદાન માતૃત્વ અને બાળ આરોગ્યની સુરક્ષા; રોગચાળાની દેખરેખ અને ચેપી તથા બિનચેપી રોગો પર અંકુશ માટેની તકનીકો અને વ્યૂહરચનાઓનો વિકાસ અને તેમાં સુધારો ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનું નિયમન પારસ્પરિક હિતમાં સહયોગ માટેના અન્ય કોઈપણ ક્ષેત્ર સહયોગ અંગેની માહિતીને વધુ વિસ્તૃત કરવા માટે અને આ સંધિના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે.",Cabinet approves Agreement between India and Uzbekistan on cooperation in health and medical science https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B2%E0%AB%87%E0%AA%AC/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-lebanon-for-cooperation-in-the-field-of-agriculture-and-allied-sectors/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે ભારત અને લેબેનોન વચ્ચેના ખેતી અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ અંગેના સમજૂતી કરારને મંજૂરી આપવામાં આવી છે. બંને દેશો વચ્ચે ખેતી ક્ષેત્રે થયેલા દ્વિપક્ષી કરાર બંને દેશોને પરસ્પર ઉપયોગી નિવડશે. આ સમજૂતી કરારથી બંને દેશોમાં ઉત્તમ કૃષિ પ્રણાલીઓને પ્રોત્સાહન મળશે અને ખેડૂતને વધુ સારી ઉત્પાદકતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે તેમજ વૈશ્વિક બજારમાં સુધારો થશે. આ સમજૂતી કરારથી ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવામાં મદદ મળશે અને દુનિયાભરનાં બજારો સાથે સંપર્ક વધશે. આ કરાર નવીન તકનિકો તરફ દોરી જશે, જેનાથી ઉત્પાદન અને ઉત્પાદકતા વધશે અને ખાદ્ય સુરક્ષા મજબૂત બનાવવા તરફ દોરી જશે.",Cabinet approves MoU between India and Lebanon for cooperation in the field of agriculture and allied sectors https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80-%E0%AA%86%E0%AA%B6%E0%AA%BE-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF%E0%AA%93/,https://www.pmindia.gov.in/en/news_updates/asha-representatives-from-across-the-country-call-on-pm/,"દેશભરમાંથી આવેલી લગભગ 90 આશા પ્રતિનિધિઓનાં એક જૂથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળીને તાજેતરમાં પ્રોત્સાહનો અને વીમાકવચમાં વૃદ્ધિની ઘોષણ પર પોતાની ખુશી વ્યક્ત કરી એમનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી આખા દેશમાં આશા અને આંગણવાડીનાં કાર્યકર્તાઓ સાથે પોતાનાં તાજેતરનાં સંવાદને યાદ કર્યો હતો. તેમણે એ દિવસે આશાનાં પ્રતિનિધિઓએ વ્યક્ત કરેલા અનુભવો અને વ્યક્તિગત અનુભવોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ અનુભવ ચોક્કસ અગણિત લોકો માટે પ્રેરણાદાયક સાબિત થશે. આજે આશા કાર્યકર્તાઓએ પોતાનાં અન્ય અનુભવો અને વ્યક્તિગત અનુભવોને રજૂ કરીને જણાવ્યું હતું કે, કઈ રીતે તેમણે યોગ્ય સમયે ઉચિત પગલું ઉઠાવીને ગરીબ માતાઓ અને તેમનાં બાળકોનાં અમૂલ્ય જીવનને બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. પ્રધાનમંત્રીએ આશા કાર્યકર્તાઓનાં અદભૂત કૌશલ્ય અને સમર્પણની પ્રશંસા કરી હતી અને સાથે સાથે તેમણે યાદ કર્યું હતું કે, બિલ અને મિલિન્દા ગેટ્સે પણ કાલા અજર (નબળાઈ, એનિમિયા, તાવ તથા યકૃત અને બરોળનાં કદમાં વધારો) જેવી જીવલેણ બિમારીઓને નાબૂદ કરવાની દિશામાં આશા કાર્યકર્તાઓનાં પ્રયાસોની ઘણી પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ પોતપોતાનાં ગામડાંઓમાં લોકોનાં જીવનસ્તરને સુધારવા માટે અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરવામાં પોતાની ઊર્જા સમર્પિત કરવા તેમને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે વિસ્તારપૂર્વક એવું પણ જણાવ્યું હતું કે, કઈ રીતે તમામ સરકારી યોજનાઓ અને પહેલોનો ઉદ્દેશ ગરીબી સામે લડવા માટે ગરીબોને સશક્ત બનાવવાનો છે. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે પ નડ્ડા પણ ઉપસ્થિત હતાં.",ASHA representatives from across the country call on PM https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A1%E0%AA%A8-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-statement-prior-to-his-departure-to-sweden-and-uk/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડન અને યુ.કેની યાત્રા પરનિકળતા પૂર્વે આપેલા વિદાય નિવેદનનોમૂળપાઠ નીચે મુજબ છે. “હું દ્વિપક્ષીય બેઠકો અને ઇન્ડિયા-નોર્ડિક શિખર સંમેલન તથા 17થી 20 એપ્રિલ, 2018 દરમિયાન આયોજિત કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગ માટે સ્વિડન અને યુ.કેની મુલાકાત લઇશ. હું 17 એપ્રિલનાં રોજ સ્વિડનનાં પ્રધાનમંત્રી સ્ટિફન લોફવેનનાં આમંત્રણ પર સ્વિડનની રાજધાની સ્ટોકહોમ પહોંચીશ. આ સ્વિડનની મારી પ્રથમ મુલાકાત છે. ભારત અને સ્વિડન મૈત્રીપૂર્ણ અને ઉષ્માસભર સંબંધો ધરાવે છે. બંને દેશો વચ્ચેની ભાગીદારી લોકતાંત્રિક મૂલ્યો તથા ખુલ્લા, સર્વસમાવેશક અને નિયમ-આધારિત વૈશ્વિક ક્રમ પ્રત્યે કટિબદ્ધ છે. સ્વિડન આપણી વિકાસલક્ષી પહેલોનોમહત્વપૂર્ણભાગીદાર છે. પ્રધાનમંત્રી લોફવેન અને મને બંને દેશોનાં ટોચનાં વ્યાવસાયિકમહાનુભાવો સાથે ચર્ચા કરવાની તક પણ મળશે. અમે વેપાર અને રોકાણ, નવીનીકરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, સ્માર્ટ સિટી, સ્વચ્છ ઊર્જા, ડિજિટાઇઝેશન અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે બંને દેશો વચ્ચે સાથસહકાર વિકસાવવા ભવિષ્યની યોજના પણ તૈયાર કરીશું. હું સ્વિડનનાં રાજા મહામહિમ કિંગ કાર્લ ગુસ્તાફ (સોળમા)ને પણ મળીશ. ભારત અને સ્વિડન 17 એપ્રિલે સ્ટોકહોમમાં સંયુક્તપણે ઇન્ડિયા-નોર્ડિકશિખર સંમેલન યોજશે, જેમાં ફિનલેન્ડ, નોર્વે, ડેન્માર્ક અને આઇસલેન્ડનાં પ્રધાનમંત્રીઓ પણ સામેલ થશે. નોર્ડિક દેશો પર્યાવરણ માટે લાભદાયક સ્વચ્છ ટેકનોલોજી, પર્યાવરણલક્ષી સમાધાન, બંદરોનું આધુનિકીકરણ, કોલ્ડ-ચેઇન્સ, કૌશલ્ય વિકાસ અને નવીનીકરણમાં ક્ષમતા ધરાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ છે. નોર્ડિક દેશોની ક્ષમતા ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકવાનાં અમારાં દ્રષ્ટિકોણને અનુકૂળ છે. હું 18 એપ્રિલ, 2018નાં રોજ યુ.કેનાં પ્રધાનમંત્રી થેરેસ મેનાં આમંત્રણ પર લંડનની મુલાકાત લઈશ. મેં છેલ્લે નવેમ્બર, 2015માં યુ.કેની મુલાકાત લીધી હતી. ભારત અને યુ.કે મજબૂત ઐતિહાસિક સંબંધો સાથે આધુનિક દ્વિપક્ષીય ગાઢ સંબંધો ધરાવે છે. લંડનની મારી મુલાકાત બંને દેશો વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ લાવવા માટે વધુ એક તક પ્રસ્તુત કરે છે. હું સ્વાસ્થ્ય સુવિધા, નવીનીકરણ, ડિજિટાઇઝેશન, ઇલેક્ટ્રિક મોબિલિટી, સ્વચ્છ ઊર્જા અને સાયબર સુરક્ષાનાં ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સાથ-સહકારનાં સંબંધો વધારવા ધ્યાન કેન્દ્રીત કરીશ. ‘લિવિંગ બ્રીજ’નાવિષય હેઠળ મને જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત લોકોને મળવાની તક પણ પ્રાપ્ત થશે, જેમણે ભારત-યુ.કેનાં સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં ગાઢ બનાવ્યાં છે. હું મહારાણીને પણ મળીશ, બંને દેશોની વિવિધ કંપનીઓનાં સીઇઓને મળીશ, જેઓ આર્થિક ભાગીદારીની નવીકાર્યસૂચી પર કામ કરી રહ્યાં છે, લંડનમાં સેન્ટર ઑફ એક્સલન્સમાં આયુર્વેદ કેન્દ્રનોશુભારંભ કરીશ તથા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં નવા સભ્ય તરીકે યુ.કેને આવકાર આપીશ. હું 19 અને 20 એપ્રિલનાં રોજ કોમનવેલ્થ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગમાં પણ સહભાગી થઈશ, જેનાં યજમાનપદે યુ.કે છે, જે માલ્ટા પાસેથી કોમનવેલ્થની નવી ચેર-ઇન-ઓફિસની જવાબદારી લેશે. કોમનવેલ્થ વિશિષ્ટ બહુરાષ્ટ્રીય જૂથ છે, જે તેનાં સભ્ય વિકાસશીલ દેશોને, ખાસ કરીને નાનાં દેશો અને નાનાં-ટાપુ વિકાસશીલ દેશોને ઉપયોગી સહાય પ્રદાન કરવાની સાથે વિકાસલક્ષી મુદ્દાઓ પર મજબૂત આંતરરાષ્ટ્રીય અવાજ પણ ધરાવે છે. મને ખાતરી છે કે સ્વિડન અને યુ.કેની આ મુલાકાતો બંને દેશો સાથે આપણાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવામાં ઉપયોગી બનશે.”",PM’s statement prior to his departure to Sweden and UK https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%89%E0%AA%AA%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%A4%E0%AA%B0%E0%AB%80/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-address-in-parliament-on-the-election-of-shri-harivansh-as-deputy-chairman-of-the-rajya-sabha/,"આદરણીય સભાપતિજી, હું સૌપ્રથમ સદન તરફથી અને મારા તરફથી નવનિયુક્ત ઉપસભાપતિ શ્રીમાન હરિવંશજીને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આપણા માટે ખુશીની વાત છે કે સ્વાસ્થ્ય લાભ પછી આપણા અરુણજી પણ આજે આપણા સૌની વચ્ચે છે. આજે 9 ઓગસ્ટ છે. ઓગસ્ટ ક્રાંતિ આઝાદીના આંદોલન સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ વળાંક હતો અને તે વળાંકમાં બલિયાની ખૂબ મોટી ભૂમિકા હતી. 1857ના સ્વતંત્રતા સંગ્રામથી લઈને બલિયા આઝાદીના ગઢ ક્રાંતિનું બ્યુગલ વગાડવામાં, જીવન ન્યોછાવર કરવામાં આગળની હરોળમાં છે. મંગલ પાંડેજી હોય, ચિત્તૂ પાંડેજી હોય અને ચંદ્રશેખરજી સુધીની પરંપરા અને એ જ શ્રેણીમાં એક હતા હરિવંશજી. જન્મ તો તેમનો થયો જયપ્રકાશજીના ગામમાં અને આજે પણ તેઓ તે ગામ સાથે જોડાયેલા છે. જયપ્રકાશજીના સપનાઓને સાકાર કરવા માટે જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે તેના ટ્રસ્ટીના રૂપમાં પણ તેઓ કામ કરી રહ્યા છે. હરિવંશજી તે કલમના કસબી છે જેણે પોતાની એક વિશેષ ઓળખ બનાવી છે અને મારા માટે એ પણ ખુશીની વાત છે કે તેઓ બનારસના વિદ્યાર્થી રહ્યા હતા. તેમની શિક્ષા-દીક્ષા બનારસમાં થઇ અને ત્યાંથી જ અર્થશાસ્ત્રમાં એમ. એ. કરીને તેઓ આવ્યા અને રિઝર્વ બેંકે તેમને પસંદ કર્યા હતા. પરંતુ તેમણે રિઝર્વ બેંકને પસંદ ન કરી. પરંતુ પછીથી ઘરની પરિસ્થિતિઓના કારણે તેઓ રાષ્ટ્રીયકૃત બેંકમાં કામ કરવા ગયા હતા. સભાપતિજી તમને જાણીને ખુશી થશે કે જીવનના બે મહત્વપૂર્ણ વર્ષો હૈદરાબાદમાં કામ કર્યું હતું. ક્યારેક મુંબઈ, ક્યારેક હૈદરાબાદ, ક્યારેક દિલ્હી, ક્યારેક કલકત્તા પરંતુ આ મોટા-મોટા શહેરોની ઝાકમઝોળ હરિવંશજીને પસંદ નપડી. તેઓ કલકત્તા જતા રહ્યા હતા. “રવિવાર” સમાચાર પત્રમાં કામ કરવા માટે અને આપણે સૌ જાણીએ છીએ એસ. પી. સિંહ નામ ઘણું મોટું છે..ટીવીની દુનિયામાં એક ઓળખ બનેલી હતી. તેમની સાથે તેમણે કામ કર્યું અને એક તાલીમાર્થીના રૂપમાં, પત્રકારના રૂપમાં ધર્મવીર ભારતીજીની સાથે પણ કામ કર્યું. જીવનની શરૂઆત ત્યાંથી કરી. ધર્મયુદ્ધની સાથે જોડાઈને કામ કર્યું. દિલ્હીમાં ચંદ્રશેખરજીની સાથે કામ કર્યું. ચંદ્રશેખરજીના માનીતા હતા અને પદની ગરિમા અને મુલ્યોના સંબંધમાં માણસની વિશેષતાઓ હોય છે. ચંદ્રશેખરજીની સાથે તેઓ તે પદ પર હતા જ્યાં તેમને બધી જ જાણકારીઓ હતી. ચંદ્રશેખરજી રાજીનામું આપવાના હતા તે વાત તેમને પહેલાથી જ જાણ હતી. તેઓ પોતે એક છાપા સાથે જોડાયેલા હતા. પત્રકારત્વની દુનિયા સાથે જોડાયેલા હતા. પરંતુ પોતાના છાપાને ક્યારેય જરા સરખો અણસાર પણ ન આવવા દીધો કે ચંદ્રશેખરજી રાજીનામું આપવાના છે. તેમણે પોતાના પદની ગરિમાને જાળવી રાખીને તે રહસ્યને ગુપ્ત રાખ્યું હતું. પોતાના છાપામાં સમાચાર છપાઈ જાય અને છાપાની વાહવાહી થઇ જાય તેમણે એવું ન થવા દીધું. હરિવંશજી ‘રવિવાર’માં ગયા, બિહારમાં, તે સમયે તો સંયુક્ત બિહાર હતું. પછીથી ઝારખંડ બન્યું. તેઓ રાંચી જતા રહ્યા. પ્રભાત ખબર માટે અને જ્યારે તેઓ જોડાયા ત્યારે તેનું સર્ક્યુલેશન માત્ર ચારસોનું હતું. જેના જીવનમાં આટલી બધી તકો હોય, બેંકમાં જાય તો ત્યાં અવસર હતો. પ્રતિભાવાન વ્યક્તિ હતા. તેમણે પોતાની જાતને ચારસો સર્ક્યુલેશનવાળા છાપા સાથે ખપાવી દીધી. ચાર દાયકાની પત્રકારત્વની યાત્રા સમર્થ પત્રકારત્વ એ છે, જે સમાજકારણ સાથે જોડાયેલું છે રાજકારણ સાથે નહીં. હું માનું છું કે હરિવંશજીની પસંદગી, એ સૌથી મોટું યોગદાન હશે કે તેઓ સમાજકારણ પત્રકારત્વના જ રહે અને તેઓએ રાજકારણ વાળા પત્રકારત્વથી પોતાની જાતને દુર જ રાખી. તેઓ જનઆંદોલનના રૂપમાં છાપા ચલાવતા રહ્યા હતા અને જ્યારે પરમવીર એલબર્ટ એક્કા દેશની માટે શહીદ થયા હતા. એકવાર છાપામાં સમાચાર આવ્યા કે તેમની પત્ની ખૂબ જ બેહાલ સ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. 20 વર્ષ પહેલાની વાત છે. હરિવંશજીએ જવાબદારી સંભાળી. હરિવંશજીએ લોકો પાસેથી પૈસા એકઠા કર્યાં અને ચાર લાખ રૂપિયા ભેગા કરીને એ શહીદની પત્નીને પહોંચાડ્યા હતા. એકવાર એક પ્રતિષ્ઠિત વ્યક્તિને નક્સલવાદી ઉઠાવી ગયા હતા. હરિવંશજીએ પોતાના છાપાના જે પણ સ્રોત હતા તેના માધ્યમથી, હિંમત સાથે નક્સલવાદીઓના પટ્ટામાં ચાલ્યા ગયા હતા. લોકોને ઘણા સમજાવ્યા મનાવ્યા અને આખરે તેમને છોડાવીને લઇ આવ્યા. પોતાના જીવને જોખમમાં મૂકી દીધો, એટલે કે એક એવું વ્યક્તિત્વ જેણે પુસ્તકો વાંચ્યા પણ ઘણા, પુસ્તકો લખ્યા પણ ઘણા અને હું સમજુ છું કે છાપું ચલાવવું, પત્રકારો પાસેથી કામ લેવું તે તો કદાચ સરળ હશે. સમાજકારણવાળી દુનિયા, સમાજકારણનો અનુભવ એક છે રાજકારણનો અનુભવ બીજી વસ્તુ છે. એક સાંસદના રૂપમાં તમે એક સફળ કાર્યકાળનો અનુભવ બધાને કરાવ્યો છે. પરંતુ મોટાભાગે સદનની પરિસ્થિતિ એવી છે કે અહિં રમતવીરો કરતા એમ્પાયર વધારે તકલીફમાં રહે છે. એટલા માટે નિયમોમાં રમવા માટે બધાને મજબુર કરવા- એ એક ઘણું મોટું કામ છે, પડકારજનક કામ છે. પરંતુ હરિવંશજી જરૂરથી આ કામને પૂરું કરશે. હરિવંશજીના પત્ની શ્રીમતી આશાજી પોતે ચંપારણના છે એટલે કે એક પ્રકારે આખો પરિવાર ક્યાંક જેપી સાથે તો ક્યાંક ગાંધી સાથે અને તેઓ પણ એમ. એ.રાજનીતિશાસ્ત્રનો અભ્યાસ કરીને આવે છે તો તેમનું રાજકીય જ્ઞાન હવે વધારે તમને મદદ કરશે. મને વિશ્વાસ છે કે હવે સદનનો મંત્ર બની જશે આપણા સૌ સાંસદો માટે – ‘હરીકૃપા.’ હવે બધું જ હરિ ભરોસે. અને મને વિશ્વાસ છે કે આપણે સૌ અહિયાં હોઈએ કે ત્યાં હોઈએ બધા જ સાંસદો ઉપર હરિકૃપા બનેલી રહેશે. આ ચૂંટણી એવી હતી જેમાં બંને બાજુ હરિ હતા. પરંતુ એકની આગળ બી. કે. હતું. બી. કે. હરિ, અહિયાં આમની પાસે કોઈ બીકે વીકે નહોતું. પરંતુ હું બી. કે. હરિપ્રસાદજીને પણ લોકશાહીની ગરિમા માટે પોતાની જવાબદારી નિભાવતા..અને સૌ કહી રહ્યાં હતા કે પરિણામ જાણીએ છીએ પરંતુ પ્રક્રિયા કરીશું. તો ઘણા નવા લોકોને પ્રશિક્ષણ પણ મળી ગયું હશે – મતદાન કરવાનું. હું સદનના તમામ મહાનુભવોનો, તમામ આદરણીય સભ્યોનો આ સંપૂર્ણ પ્રક્રિયાને ખૂબ જ ઉત્તમ રીતે આગળ વધારવા બદલ અને ઉપસભાપતિજીને, મને વિશ્વાસ છે તેમનો અનુભવ, તેમનું સમાજકારણ માટે સમર્પણ…. હરિવંશજીની એક વિશેષતા હતી તેમણે એક કોલમ ચલાવી હતી. પોતાના છાપામાં કે “અમારો સાંસદ કેવો હોવો જોઈએ”. ત્યારે તો તેમને પણ ખબર નહોતી કે તેઓ એમપી બનશે. તો એમપી કેવો હોવો જોઈએ તેનું મોટું અભિયાન ચલાવ્યું હતું. હું જાણું છું કે તેમના જે સપનાઓ હતા તેમને પુરા કરવા માટે ઘણો મોટો અવસર તેમને મળ્યો છે કે આપણને સૌ સાંસદોને જે પણ તાલીમ તમારા દ્વારા મળશે અને જે દશરથ માંઝીજીની ચર્ચા આજે ક્યાંક-ક્યાંક હિન્દુસ્તાનમાં સાંભળવા મળે છે. ખૂબ ઓછા લોકોને ખબર હશે તે દશરથ માંઝીની કથાને શોધી ખોળીને સૌપ્રથમ વાર કોણે પ્રગટ કરી હતી તો હરિવંશ બાબુએ કરી હતી એટલે કે સમાજના સૌથી નીચલા સ્તરના લોકો સાથે જોડાયેલા મહાનુભાવ આજે આપણા લોકોનું માર્ગદર્શન કરવાના છે. મારા તરફથી તેમને ખૂબ-ખૂબ અભિનંદન, ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.",PM’s address in Parliament on the election of Shri Harivansh as Deputy Chairman of the Rajya Sabha https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-launches-development-projects-in-manipur-addresses-public-meeting/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરમાં રૂ. 750 કરોડનાં વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો. તેમણે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, 1000 આંગણવાડી કેન્દ્રો અને બીજા અનેક અગત્યનાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો. તેમણે લુંવાંગપોક્પા મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, રાણી ગાઈદીન્લ્યું પાર્ક અને અન્ય અગત્યનાં વિકાસ કાર્યોનો પણ પ્રારંભ કરાવ્યો. તેમણે લુવાન્ગસાન્ગબમ ખાતે એક જાહેર સભાને પણ સંબોધન કર્યું હતું. ઉત્સાહી જન મેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલા કાર્યો બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આજે લોકાર્પણ કરવામાં આવેલા પ્રકલ્પો યુવાનોની મહત્વકાંક્ષાઓ, તેમના કૌશલ્ય, તેમના રોજગાર, સ્ત્રી સશક્તિકરણ અને જોડાણોને લગતા છે. તેમણે કહ્યું કે નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના ઉત્તર પૂર્વનાં યુવાનોમાં રહેલા કૌશલ્ય અને ખેલકૂદ ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. તેમણે મણિપુરનાં યુવાનોને તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ખેલો ઇન્ડિયાનો અભિયાનનો મહત્તમ ફાયદો ઉઠાવવા વિનંતી કરી હતી, તેમણે મણિપુરને તાજેતરમાં પૂરી થયેલ ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે કહ્યું કે, મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ તાલીમ અને સ્પર્ધા માટેની તકો ઉપલબ્ધ કરાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મણિપુરે એ દર્શાવ્યું છે કે રમતો એ કઈ રીતે સ્ત્રી સશક્તિકરણનું એક સાધન બની શકે છે. તેમણે રાજ્યની ખ્યાતનામ ખેલાડીઓ મીરાબાઈ ચાનું અને સરિતા દેવી સહીતનાં રમતવીરોની પ્રશંસા કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ સ્ત્રી સશક્તિકરણનાં અન્ય પગલાઓની પણ સરાહના કરી હતી. આ સંદર્ભમાં તેમણે 1000 આંગણવાડી કેન્દ્રો કે જેમનો શિલાન્યાસ આજે કરવામાં આવ્યો છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો, ઉપરાંત તેમણે તાજેતરમાં જ પ્રારંભ કરવામાં આવેલ રાષ્ટ્રીય પોષણ મિશન વિષે પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તર પૂર્વ માટે કેન્દ્ર સરકારનો દ્રષ્ટિકોણ ‘પરિવહન દ્વારા પરિવર્તન’નો છે, ઉત્તર પૂર્વ એ ભારતના વિકાસ માટે એક નવું એન્જીન બની શકે તેમ છે. તેમણે કહ્યું કે સરકાર દેશનાં અન્ય ભાગોના વિકાસ સાથે ઉત્તર પૂર્વનાં વિકાસને તાલબદ્ધ કરવા માટે ઉત્તર પૂર્વની વિશેષ જરૂરિયાતોને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે છેલ્લા 4 વર્ષ દરમિયાન તેઓ 25 વખત ઉત્તર પૂર્વની મુલાકાત લઇ ચુક્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આ પ્રદેશમાં માળખાગત સુવિધાઓને સુધારવા ઉપર વિશેષ ભાર મુક્યો છે. તેમણે આ પ્રદેશમાં માર્ગ અને રેલ જોડાણો માટે લેવામાં આવેલ પગલાઓ વિષે પણ માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ માળખાગત સંવાદ અને જાહેર ફરિયાદ નિવારણ સહીતની રાજ્ય સરકારની નાગરિક કેન્દ્રીત પહેલોની પણ પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી કે એપ્રિલ 1944માં, મણિપુરમાં જ નેતાજી સુભાષચંદ્ર બોઝના આઈએનએ દ્વારા સ્વતંત્રતા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આજે મણીપુરે ન્યુ ઇન્ડિયાનાં ઉત્થાનમાં એક નવી ભૂમિકા અદા કરવાનો નિર્ણય લીધો છે.","PM launches development projects in Manipur, addresses public meeting" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A6%E0%AA%B2%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-establishment-of-national-institute-of-mental-health-rehabilitation-in-sehore-district-instead-of-bhopal/,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે તા. 15 -6- 2018ના રોજ લીધેલા નિર્ણયમાં અંશતઃ ફેરફાર કર્યો છે. રાષ્ટ્રીય માનસિક સ્વસ્થ્ય સુધારણા સંસ્થાન (,Cabinet approves establishment of National Institute of Mental Health Rehabilitation in Sehore District instead of Bhopal https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-15%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-opening-statement-at-15th-asean-india-summit-manila/,"મહામહિમ રાષ્ટ્રપતિ દુતેર્તે, મહામહિમો, શ્રીમાન રાષ્ટ્રપતિ મને આસિયાનની 50મી વર્ષગાંઠના અવસર પહેલી વખત મનીલા આવીને હાર્દિક પ્રસન્નતા થઈ રહી છે. આની સાથે જ આપણે આસિયાન – ભારત સંવાદ ભાગીદારીના 25 વર્ષ પણ પૂર્ણ કરી રહ્યા છીએ. આ મહત્વપૂર્ણ વર્ષ દરમિયાન ફિલિપાઈન્સ દ્વારા આસિયાનના કુશળ નેતૃત્વ અને શિખર સંમેલનનું અદભૂત આયોજન માટે હું રાષ્ટ્રપતિ મહોદય પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. આસિયાન – ભારતની ભાગીદારી વધુ મજબૂત બનાવવામાં કોઓર્ડિનેટર દેશના રૂપમાં વિયેતનામના યોગદાન માટે હું વિયેતનામના માનનીય પ્રધાનમંત્રીને ધન્યવાદ આપું છું. મહામહિમો, આસિયાનની આ 50 વર્ષોની મહત્વપૂર્ણ યાત્રા જેટલી ઉજવવા યોગ્ય છે, એટલી જ વિચાર કરવા યોગ્ય પણ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ ઐતિહાસિક અવસર પર આસિયાન દેશ એક વિઝન, એક ઓળખ અને એક સ્વતંત્ર સમુદાયના રૂપમાં આગળ પણ મળીને કાર્ય કરતા રહેવાનો સંકલ્પ લેશે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી આસિયાનને ધ્યાનમાં રાખીને જ બનાવાઈ છે અને ઈન્ડો-પેસેફિક રીજનના ક્ષેત્રીય સુરક્ષા પરિદ્રશ્યમાં આ સંગઠનનું મહત્વ સ્પષ્ટ છે. ત્રીજા આસિયાન – ઈન્ડિયા પ્લાન ઓફ એક્શન અંતર્ગત પરસ્પર સહયોગના અમારા વિસ્તૃત એજન્ડાની પ્રગતિ સારી રહી છે, જેમાં રાજનૈતિક સુરક્ષા, આર્થિક તથા સાંસ્કતિક ભાગીદારીના ત્રણ મહત્વપૂર્ણ પાસા સામેલ છે. મહામહિમો, ભારત તેમજ આસિયાનની વચ્ચે કાયમી સામુદ્રિક સંબંધોના લીધે હજારો વર્ષ પહેલા આપણા વ્યાપારિક સંબંધ સ્થાપિત થયા હતા, તથા આપણે સાથે મળીને તેને વધુ મજબૂત બનાવવા પડશે. આ ક્ષેત્રના હિતો અને શાંતિપૂર્ણ વિકાસને ધ્યાનમાં રાખતા, નિયમો પર આધારિત ક્ષેત્રીય સુરક્ષા માળખાની સ્થાપના માટે ભારત આસિયાનને પોતાનું સમર્થન ચાલુ રહેશે. આપણે પોતપોતાના દેશોમાં આતંકવાદ તથા ઉગ્રવાદ સામે ઘણો સંઘર્ષ કર્યો છે. હવે સમય આવી ગયો છે, જ્યારે આપણે આ મહત્વપૂર્ણ વિષય પર પરસ્પર સહયોગ વધારી આ પડકારોનો હળીમળીને ઉકેલ લાવીએ. મહામહિમો, ભારત-આસિયાન સંવાદ ભાગીદારીની પચ્ચીસમી વર્ષગાંઠ સમારોહની થીમ “","PM’s Opening Statement at 15th ASEAN-India Summit, Manila" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AA%95%E0%AB%8B-%E0%AA%85%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-interactions-with-directors-and-deputy-secretaries/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારનાં વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં કામ કરતાં આશરે 380 નિદેશકો અને નાયબ સચિવો સાથે ચાર જૂથોમાં ચર્ચાવિચારણા કરી હતી. ઓક્ટોબર, 2017માં આ ચર્ચાવિચારણા અલગ-અલગ દિવસોમાં યોજાઈ હતી. આ ચર્ચાવિચારણાનો છેલ્લો તબક્કો 17 ઓક્ટોબર, 2017નાં રોજ યોજાયો હતો. દરેક ચર્ચાવિચારણા આશરે બે કલાક ચાલી હતી. આ ચર્ચાવિચારણા દરમિયાન શાસન, ભ્રષ્ટાચાર, જાહેર સાહસો, સરકારી ઇ-માર્કેટપ્લેસ, સ્વાસ્થ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ, પરિવહન, રાષ્ટ્રીય સંકલન, જળ સંસાધનો, સ્વચ્છ ભારત, સંસ્કૃતિ, સંચાર અને પ્રવાસન જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધી નવા ભારતનાં નિર્માણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવા અધિકારીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરીમાં મોટો અવરોધ જૂની પરંપરાઓ છે. તેમણે અધિકારીઓને આ પરંપરાઓ તોડવા વિવિધ નવીન માર્ગો અપનાવવા અપીલ કરી હતી, જેનાં પરિણામે શાસનની વિવિધ પ્રક્રિયાઓમાં ઝડપ આવશે. આ જ રીતે તેમણે જણાવ્યું હતું કે, નિદેશક અને નાયબ સચિવનાં સ્તરે અધિકારીઓએ ટીમો બનાવવી જોઈએ, જેથી વધારે સારાં પરિણામો મળે. આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલયનાં રાજ્ય કક્ષાનાં મંત્રી જિતેન્દ્ર સિંહ અને પ્રધાનમંત્રી કાર્યાલય અને કેબિનેટ સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં.",PM’s interactions with Directors and Deputy Secretaries https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-praises-the-beauty-of-northeast/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના અસાધારણ પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ લોકોને પૂછ્યું કે, “શું તમારી પાસે પૂર્વોત્તરની યાત્રાનાં અથવા એ ક્ષેત્રના અસાધારણ પ્રાકૃતિક સૌંદર્યની તસવીરો છે?” એમણે લોકોને અપીલ કરી કે એ તસવીરોને #",PM praises the beauty of the Northeast https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B9%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AB%8B%E0%AA%AA%E0%AB%87%E0%AA%A5%E0%AB%80-%E0%AA%AE/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-setting-up-of-the-national-commission-for-homoeopathy-nch-bill-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હોમિયોપેથી માટેના રાષ્ટ્રીટ કમિશન (એનસીએચ) બિલ, 2018ની સ્થાપના માટેના મુસદ્દાને મંજૂરી આપી છે, જે હાલની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હોમિયોપેથી (સીસીએચ) નામની નવી સંસ્થાને બદલે સ્થપાશે અને તેના મારફતે પારદર્શિતામાં વધશે. આ ડ્રાફ્ટ બિલ દ્વારા 3 સ્વાયત્ત બોર્ડ સાથેના રાષ્ટ્રીય કમિશનની રચના માટે જોગવાઈ કરવામાં આવી છે, જેને હોમિયોપેથીના એકંદર શિક્ષણ સંચાલનની જવાબદારી સોંપવામાં આવશે. એસેસમેન્ટ રેટીંગનું બોર્ડ હોમિયોપેથીની શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપશે અને બોર્ડ ઑફ એથિક્સ અને હોમિયોપેથીની પ્રેક્ટિસ કરનારા માટે રજિસ્ટ્રેશન દ્વારા નેશનલ રજીસ્ટરની અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી હેઠળના પ્રેક્ટિસના નૈતિક મુદ્દાઓની જાળવણી કરશે. એક એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે પ્રવેશ અને નિકાસ (એક્ઝિટ) માટે એક સામાન્ય પરિક્ષા લેવામાં આવશે, જે તમામ સ્નાતકોએ પ્રેક્ટિસ માટેનું લાયસન્સ મેળવવા માટે આપવાની રહેશે. વધુમાં શિક્ષકોની પાત્રતા અંગેની એક પરિક્ષા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે, જે શિક્ષકોની નિમણૂંક અને પ્રમોશન માટેના ધોરણોની મૂલવણી કરશે. આ ઉપરાંત આ બિલનો ઉદ્દેશ તબીબી વિજ્ઞાનના એલોપથી સિસ્ટમના ધોરણે હોમિયોપેથીની તબીબી શિક્ષણમાં રાષ્ટ્રીય મેડિકલ કમિશનના ધોરણે સુધારા લાવવાનો છે. અગાઉ એક વટહુકમ દ્વારા નવા કાયદાની રચના થાય ત્યાં સુધી બોર્ડ ઑફ ગવર્નર્સ દ્વારા સીસીએચની કામગીરીને અટકાવવામાં આવી હતી.","Cabinet approves setting up of the National Commission for Homoeopathy (NCH) Bill, 2018" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-the-passing-away-of-former-mp-and-speaker-shri-somnath-chatterjee/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સાંસદ અને લોકસભાના સ્પીકર શ્રી સોમનાથ ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભૂતપૂર્વ સાંસદ અને સ્પીકર શ્રી સોમનાથ ચેટરજી ભારતીય રાજનીતિના એક નિષ્ઠાવાન નેતા હતા. તેમણે આપણા સંસદીય લોકતંત્રને સમૃદ્ધ બનાવ્યું હતું અને તેઓ ગરીબ તથા કમજોર તબક્કાના લોકોના કલ્યાણ માટેનો એક મજબૂત અવાજ હતા. એમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના એમના પરિવારજનો તથા સમર્થકો સાથે છે.”",PM condoles the passing away of former MP and Speaker Shri Somnath Chatterjee https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%95%E0%AB%87%E0%AA%AC%E0%AA%BF%E0%AA%A8%E0%AB%87%E0%AA%9F%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%8B%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-indonesia-on-health-cooperation/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે આરોગ્ય સહયોગ અંગેના ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના સમજુતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની મંજુરી આપી દીધી છે. આ સમજુતી કરારો નીચેના સહયોગને લગતા ક્ષેત્રોને આવરી લે છે:- સંશોધન અને વિકાસ, એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડીયન્ટસ (એપીઆઈ) અને આઈટી આધારિત મેડીકલ સાધનો; માનવ સંસાધન વિકાસ; આરોગ્ય સેવાઓ; અને અન્ય કોઈપણ ક્ષેત્રો કે જે પારસ્પરિક સમજુતી દ્વારા નક્કી કરવામાં આવે. સહયોગ અંગેની વધુ માહિતીને આગળ વિસ્તૃત રીતે સમજાવવા માટે અને આ સમજુતી કરારોના અમલીકરણનું નિરીક્ષણ કરવા માટે એક કાર્યરત જૂથની રચના કરવામાં આવશે.",Cabinet approves MoU between India and Indonesia on Health cooperation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%87%E0%AA%9D-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-israeli-pm-netanyahu-visit-centre-of-excellence-for-vegetables-at-vadrad/,"પ્રધાનમંત્રી મોદી અને ઇઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂએ આજે ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લામાં વદરાડમાં શાકભાજી માટેનાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમને કેન્દ્ર સરકારની વિવિધ સફળતાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેઓએ વીડિયો લિન્ક મારફતે કચ્છ જિલ્લામાં કુકમામાં ખજૂરનાં વૃક્ષો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ઇઝરાયલે કૃષિ ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને દેશમાં પરિવર્તનનો પવન કેવી રીતે લાવી શકાય એ દર્શાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં તકનીકનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતુ કે વર્ષ 2022 સુધીમાં ભારત ખેડૂતોની આવક બમણી કરવા કેવી રીતે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે, કૃષિમાં સિંચાઈ અને નવીન પદ્ધતિઓ પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે.","PM, Israeli PM Netanyahu visit Centre of Excellence for Vegetables at Vadrad" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%A1%E0%AA%BE%E0%AA%AF%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-exhorts-people-to-pledge-for-leading-healthier-lifestyle-to-overcome-diabetes-on-the-world-diabetes-day/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ડાયાબિટીસ દિવસ પર લોકોને ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રતિજ્ઞા લેવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે, વિશ્વ ડાયાબિટીસ દિવસે, ચાલો આપણે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રતિજ્ઞા લઈએ, જેથી ડાયાબિટીસ પર કાબુ મેળવી શકાય. ગત મહિને, મન કી બાત દરમિયાન યુવાઓની વચ્ચે ડાયાબિટીસની વધતી સમસ્યાની બાબતમાં મેં વાત કરી હતી.”","PM exhorts people to pledge for leading healthier lifestyle to overcome diabetes, on the World Diabetes Day" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-2018%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B0-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A5/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-felicitates-medal-winners-of-2018-summer-youth-olympics/,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આર્જેન્ટિનામાં યોજાયેલ 2018 સમર યુથ ઓલિમ્પિકસના ચંદ્રક વિજેતાઓને મળ્યા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમને એકાગ્ર રહી આગામી ઓલિમ્પિકસમાં પોડિયમ સુધી પહોંચવાના તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને એ બાબતની ખાતરી આપી હતી કે સરકાર તેમને જરૂરી સહાય અને સુવિધાઓ પૂરી પાડશે. શ્રી મોદીએ જણાવ્યું કે યુવા ખેલાડીઓએ શાળાઓ અને ગામડાઓમાં યુવા પેઢીને ખેલકૂદમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ ચંદ્રક વિજેતાઓના કોચનું વૈશ્વિક સ્તર પર ભારતને મોભો અપાવવા માટે યોગદાન આપવા બદલ ભિવાદન કર્યું હતું.,PM felicitates medal winners of 2018 Summer Youth Olympics https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%86%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AA%A8%E0%AB%80-%E0%AA%97%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BF%E0%AA%82%E0%AA%97-%E0%AA%95%E0%AA%BE%E0%AA%89/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-opening-remarks-at-fourth-meeting-of-governing-council-of-niti-aayog/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્ત્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાંપ્રારંભિક સંબોધન પ્રસ્તુત કર્યું હતું. મુખ્યમંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓને આવકારતા પ્રધાનમંત્રીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે ગવર્નિંગ કાઉન્સિલ એ એક એવું મંચ છે કે જે “ઐતિહાસિક પરિવર્તન” લાવી શકે છે. તેમણે પુરથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને એ બાબતની ખાતરી આપી કે કેન્દ્ર સરકાર દેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં વર્તમાન સમયમાં પુરની સ્થિતિને પહોંચી વળવા માટે તેમને જરૂરી તમામ સહાયતા પૂરી પાડશે. તેમણે કહ્યું કે સહયોગાત્મક, સ્પર્ધાત્મક સંઘવાદના રૂપમાં ગવર્નિંગ કાઉન્સિલે શાસનના જટિલ મુદાઓને “ટીમ ઇન્ડિયા” તરીકે જોયા છે. તેમણે વર્ણન કર્યું કે જીએસટીનો સુગમ આરંભ અને તેનું અમલીકરણ એ તેનું મુખ્ય ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજ્યોના મુખ્યમંત્રીઓએ પેટા જૂથો અને સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ લેવડ-દેવડ અને કૌશલ્ય વિકાસ જેવા મુદ્દાઓ અંગેની સમિતિઓના માધ્યમથી નીતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ પેટા જૂથોના સૂચનોને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા સામેલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર 2017-18ના ચોથા તબક્કામાં 7.7 ટકાના તંદુરસ્ત દરે વૃદ્ધિ પામ્યું છે. તેમણે ઉમેર્યું કે હવે વિકાસદરના આ આંકાડાઓને બમણા કરવાનો પડકાર છે જેના માટે અન્ય ઘણા મહત્વના પગલાઓ લેવાના છે. તેમણે કહ્યું કે 2022 સુધીમાં નવા ભારતનું વિઝન એ આપણા દેશના લોકોનો સંકલ્પ છે. આ સંદર્ભમાં તેમણે આજના કાર્યસૂચિ પરના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો કે જેમાં ખેડૂતોની આવક બમણી કરવી, મહત્વાકાંક્ષી જિલ્લાઓનો વિકાસ કરવો, આયુષ્માન ભારત, મિશન ઇન્દ્રધનુષ, પોષણ અભિયાન અને મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતીની ઉજવણીનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આયુષ્માન ભારત અંતર્ગત 1.5 લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય બાહેંધરી પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ માટે વ્યાપક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મુદ્રા યોજના, જન ધન યોજના અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી યોજનાઓએ વધુ સારા પ્રમાણમાં નાણાકીય સમાવેશીતા માટે મદદ કરી રહી છે. તેમણે પ્રાથમિકતાના આધારે આર્થિક અસંતુલનને પહોંચી વળવા માટેની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં માનવ વિકાસ માટેના તમામ પાસાઓ અને માપદંડોને સંબોધિત કરવાની અને સુધારવાની જરૂર છે. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગ્રામ સ્વરાજ અભિયાન એ યોજનાઓના અમલીકરણ માટે એક નવા મોડલ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં તે 45,000 ગામડાઓ સુધી વિસ્તારિત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સાત મહત્વની કલ્યાણકારી યોજનાઓ – ઉજ્જવલા, સૌભાગ્ય, ઉજાલા, જન ધન, જીવન જ્યોતિ યોજના, સુરક્ષા વીમા યોજના અને મિશન ઇન્દ્રધનુષમાં સાર્વભૌમિક વ્યાપનો લક્ષ્યાંક છે. એમણે જણાવ્યું કે આ લક્ષ્ય લગભગ 17,000 ગામડાઓમાં પ્રાપ્ત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતને ક્ષમતાઓ, પ્રતિભાઓ અને સંસાધનોની કોઈ ઉણપ નથી. તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યો કેન્દ્ર પાસેથી 11 લાખ કરોડથી વધુ રૂપિયા મેળવી રહ્યા છે કે જે પાછલી સરકારના છેલ્લા વર્ષની સરખામણીએ 6 લાખ કરોડ રૂપિયાનો વધારો દર્શાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજની આ બેઠક ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને દર્શાવે છે. તેમણે કહ્યું કે અને આ પ્રયત્નોને પુરા કરી સફળ બનાવવા એ આ બેઠકના સભ્યોની જવાબદારી છે. અગાઉ નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી રાજીવ કુમાર દ્વારા મુખ્યમંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકનું સભા સંચાલન ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું.",PM’s opening remarks at fourth meeting of Governing Council of NITI Aayog https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-attend-commencement-of-work-function-for-rajasthan-refinery-in-barmer-rajasthan/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2018નાં રોજ રાજસ્થાનમાં બાડમેર જિલ્લામાં પાચપાદરામાં રાજસ્થાન રિફાઇનરી માટે કામની શરૂઆત કરવા એક સમારંભમાં સામેલ થશે. તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. રાજસ્થાન ઓઇલ અને ગેસનો નોંધપાત્ર ભંડોળ ધરાવે છે. રાજસ્થાન રિફાઇનરી રાજ્યની પ્રથમ હશે. તેમાં 9 એમએમટીપીએ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવશે. રિફાઇનરીમાં પ્રોડક્ટનું ઉત્પાદન આધુનિક","PM to attend commencement of work function for Rajasthan Refinery in Barmer, Rajasthan" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%B2%E0%AB%87%E0%AA%B6%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A8-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-congratulates-h-e-tun-dr-mahathir-mohamad-prime-minister-of-malaysia/,"પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ આજે (14-05-2018) મહામહિમ તુન ડૉ. મહાથિર મોહમ્મદને મલેશિયાના પ્રધાનમંત્રીના રૂપમાં હોદ્દો સંભાળવા બદલ શુભેચ્છા આફવા માટે ટેલિફોન કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના મૈત્રીપૂર્ણ લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે ગાઢ અને પરસ્પર લાભદાયી ભારત-મલેશિયાના સંબંધો પરસ્પર મૂલ્યો, હિતો અને લોકોથી લોકોના વાઈબ્રન્ટ સંબંધોના મજબૂત પાયા પર આધારીત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત-મલેશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી મહાથિર મોહમ્મદ સાથે કાર્ય કરવા આતુર છે.","PM congratulates H. E. Tun Dr. Mahathir Mohamad, Prime Minister of Malaysia" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A6%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-dadra-and-nagar-haveli-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તા. 19મી જાન્યુઆરી, 2019ના રોજ દાદરા અને નગર હવેલીની રાજધાની સિલવાસાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ દાદરા અને નગર હવેલીના સાયલી ખાતે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે, પ્રધાનમંત્રી દમણ, દીવ તથા દાદર અને નગર હવેલીમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન દર્શાવતી તકતીઓનુ અનાવરણ પણ કરશે. તેઓ એમ-આરોગ્ય () એપ તથા દાદરા અને નગર હવેલીમાં ઘેર-ઘેરથી કચરો એકત્ર કરી તેને જુદો પાડવાની અને ઘન કચરાના પ્રસંસ્કરણની સુવિધાનુ ડિજિટલ પદ્ધતિથી ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી કેન્દ્ર શાસિત પ્રદેશની સૂચના પ્રૌદ્યોગિકી નીતિનુ પણ વિમોચન કરશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં પ્રમાણપત્રો તથા વન અધિકાર પ્રમાણપત્રોનુ પણ વિતરણ કરશે. સિલવાસામાં સાયલી ખાતે મેડિકલ કોલેજની સ્થાપનાથી એક બીજાની પડોશમાં આવેલા દાદરા અને નગર હવેલી તથા દિવ, બંને વિસ્તારોમાં ત્રીજા તબક્કાની આરોગ્ય સુવિધામાં સુધારો થશે. તેનાથી વિદ્યાર્થીઓને અને ખાસ કરીને આ કેન્દ્ર શાસિત પ્રદેશના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોને લાભ થશે. તેનાથી ડૉકટરોની ઉપલબ્ધિમાં સુધારો થશે તેમજ વિદ્યાર્થીઓ માટે તબીબી શિક્ષણની તકોમાં વધારો થશે. મેડિકલ અને પેરા મેડિકલ કોલેજના બાંધકામ માટે અને આવસ માટેના ભવન તેમજ મેડિકલ કોલેજ અને તેના છાત્રાલયનાં બાંધકામ માટે રૂ. 210 કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી છે.",PM to visit Dadra and Nagar Haveli tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%82%E0%AA%A1%E0%AA%BF%E0%AA%A4-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%A8-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-pays-tributes-to-pt-madan-mohan-malaviya-on-his-jayanti-2/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાજંલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પંડિત મદન મોહન માલવિયાનું તેમની જન્મજયંતિ પર સ્મરણ કરું છું. ભારતનાં ઇતિહાસ પર તેમની અસર અવિસ્મરણીય અને અસરકારક છે. શિક્ષણને પ્રોત્સાહન આપવાના તેમનાં પ્રયાસો અને રાષ્ટ્રવાદનો જુસ્સો વધારવાની તેમની ભાવના હંમેશા યાદ રહેશે.”",PM pays tributes to Pt. Madan Mohan Malaviya on his Jayanti https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95-5/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-strengthening-of-teaching-patient-clinical-care-and-public-health-programme-implementation-shifting-of-more-experienced-doctors-belonging-to-central-government-and-central-governme/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારની સંસ્થાઓનાં અનુભવી ડૉક્ટરોનું શિક્ષણ, ક્લિનિકલ, જન સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં સામેલ કરવાનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ મંજૂરીનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા (સીએચએસ) અને અન્ય મંત્રાલયો/વિભાગો/કેન્દ્ર સરકારની સંસ્થાઓનાં ડૉક્ટર 62 વર્ષની ઉંમર પૂર્ણ થતાં કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં વિશેષ સ્વરૂપે કાર્ય કરે. આ માટે 15.06.2016નાં રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયમાં સંશોધન કરવું પડશે, જેથી નિર્ણયને અસરકારક રીતે લાગુ કરવામાં અનુભવવામાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે. મુખ્ય અસરઃ આ ચિકિત્સા શિક્ષણ, ક્લિનિકલ/રોગીની સારસંભાળ સેવા અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોને લાગુ કરવામાં વધારે અનુભવી ડૉક્ટર ઉપલબ્ધ કરાવવા વધારે ક્ષમતાનું સર્જન કરવું પડશે તથા કેન્દ્ર સરકારનાં ડૉક્ટરોનું નેતૃત્વ વિકસાવવું પડશે. લાભાર્થીઃ આ નિર્ણયથી રોગી/ક્લિનિકલ સેવા, ચિકિત્સા શિક્ષણ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોને લાગુ કરવામાં ઘણાં અનુભવી ડૉક્ટરો ઉપલબ્ધ થશે, જેથી સમાજને લાભ મળશે. દેશમાં આ પ્રસ્તાવનો લાભ નીચલા સ્તર સુધી મળશે. પૃષ્ઠભૂમિઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા સહિત દેશમાં ડૉક્ટરોની ઓછી સંખ્યાની સમસ્યાનું સમાધાન કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળે 15.02.2016ની પોતાની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા ડૉક્ટરોની નિવૃત્તિની વયમર્યાદા વધારીને 65 વર્ષ કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળે 27.09.2016નાં રોજ ભારતીય રેલવે, આયુષ, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અને રાષ્ટ્રીય રાજધાની (એનટી) અન્ય મંત્રાલયો/વિભાગોનાં ડૉક્ટરોની નિવૃત્તિની વયમર્યાદા 65 વર્ષ કરી હતી. પણ 62 વર્ષથી વધારે વય ધરાવતાં ડૉક્ટરોની સેવાઓ ચિકિત્સાનાં મૂળ ક્ષેત્રો – ક્લિનિકલ/રોગી સેવા/મેડિકલ કોલેજોમાં શિક્ષણ/સ્વાસ્થ્ય કાર્યક્રમ, જન સ્વાસ્થ્ય કાર્યક્રમો તથા કાર્યો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.","Cabinet approves Strengthening of teaching, patient/clinical care and public health programme implementation – Shifting of more experienced doctors belonging to Central Government and Central government entities to teaching/clinical/Public Health Programme implementation activities" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3-%E0%AA%AD%E0%AA%B5%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-lays-foundation-stone-of-shikshan-bhavan-and-vidhyarthi-bhavan/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ ખાતે શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનનું ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં સમુદાયો દ્વારા નેતૃત્વ લેવાની સમૃદ્ધ પરંપરા છે, જે યુગોથી વિવિધ પડકારોનું સમાધાન કરી રહી છે. તેમણે શિક્ષણ અને સિંચાઈમાં સુધારો કરવા સમુદાયોની એકતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં સામુદાયિક પ્રયાસોથી લોકોને મોટો લાભ થયો છે. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલનાં સહકારી ક્ષેત્ર માટેનાં પ્રયાસો ક્યારેય ભૂલાવા ન જોઈએ. પ્રધાનમંત્રીએ ગુજરાતનાં લોકોને ખાદ્ય પ્રસંસ્કરણ પર કામ કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં મૂલ્ય સંવર્ધનથી ખેડૂતો અને ઉદ્યોગો, બંનેને લાભ થશે. પ્રધાનમંત્રીએ માતા અન્નપૂર્ણાને વંદન કરતાં કહ્યું હતું કે, અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટે જાતિગત સમાનતા અને દરેક માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને સમાજને મજબૂતી પ્રદાન કરવી જોઈએ.",PM lays Foundation Stone of Shikshan Bhavan and Vidhyarthi Bhavan https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%9A%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81-%E0%AA%91/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-dedicates-statue-of-unity-to-the-nation/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી રાષ્ટ્રનું લોકાર્પણ કર્યુ હતુ. ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લ્ભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમાનું તેમની જન્મજયંતિ પ્રસંગે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના લોકાર્પણ સમારોહમાં પ્રધાનમંત્રી તથા અન્ય મહાનુભવોએ માટી અને નર્મદાનાં નીરને કળશમાં પધરાવી સ્ટેચ્યુ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ બટન દબાવીને પ્રતિમાના વર્ચ્યુઅલ અભિષેકની શરુઆત હતો. પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઑફ યુનિટીના ચરણકમળમાં સ્થિત વોલ ઑફ યુનિટીનું પણ ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે વિશેષ પ્રાર્થના પણ કરી હતી. તેમણે સંગ્રહાલય અને પ્રદર્શનની તથા વ્યૂઅર્સ ગેલેરીની મુલાકાત લીધી હતી. 153 મીટર ઊંચે આવેલી આ ગેલેરીમાંથી એક સાથે 200 દર્શકો જોઈ શકે છે. આ ગેલેરી સરદાર સરોવર બંધ અને સરદાર સરોવર, સાપુતારા તથા વિંધ્ય પર્વતમાળાનો અદભૂત નજારો દર્શાવે છે. સમર્પણ સમારોહ દરમિયાન ભારતીય વાયુ દળનાં વિમાનોએ ફ્લાય પાસ્ટ કરી હતી અને વિવિધ સાંસ્કૃતિક જૂથોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. આ પ્રસંગે ભારતના લોકોને અભિનંદન પાઠવતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર દેશ આજે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવી રહ્યો છે, ભારતના ઇતિહાસમાં આજના દિવસની ખાસ નોંધ લેવાશે, સ્ટેચ્યુ ઑફ યુનિટીની સાથે ભારતના લોકોએ ભાવિ પેઢીને એક ઉચ્ચત્તમ પ્રેરણા પૂરી પાડી છે. તેમણે કહ્યું કે આ પ્રતિમા ભાવી પેઢીને સરદાર પટેલની ક્ષમતા અને દ્રઢતાની યાદ અપાવતી રહેશે. સરદાર પટેલે દેશને એકીકરણ કર્યુ તેના કારણે આજે ભારત એક મોટી આર્થિક અને રાજનૈતિક શક્તિ તરીકે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ પ્રશાસનિક સેવા બાબતે સરદાર પટેલના દ્રષ્ટિકોણને યાદ કર્યો હતો, તેમણે કહ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટીની એ ખેડૂતોના સન્માનનું પ્રતીક છે જેમણે પોતાની જમીનની માટી અને પોતાના ખેતીના સાધનો આ પ્રતિમાના નિર્માણકાર્ય માટે અર્પણ કર્યા છે, ભારતના યુવાનોની મહેચ્છાઓ ""એક ભારત, શ્રેષ્ઠ ભારત"" ના મંત્રને અનુસરીને સિદ્ધ કરી શકાય તેમ છે. તેમણે પ્રતિમાના નિર્માણ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ પ્રતિમા આ પ્રદેશ માટે પ્રવાસનની અપાર તકો ઉભી કરશે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે તાજેતરના વર્ષોમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાન નેતાઓની સ્મૃતિમાં કેટલાક સ્મારકો ઉભા કરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટ ઉપરાંત તેમણે દિલ્હીમાં સરદાર પટેલને સમર્પિત કરાયેલા સંગ્રહાલય, મહાત્મા મંદિર અને ગાંધીનગરમાં દાંડી કુટીરની યાદ અપાવી હતી. આ ઉપરાંત તેમણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને સમર્પિત કરાયેલા પંચતીર્થ, હરિયાણામાં શ્રી છોટુરામની પ્રતિમા અને કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્મા તથા વીર નાયક ગોવિંદ ગુરૂના સ્મારકની યાદ અપાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે દિલ્હીમાં સુભાષચંદ્ર બોઝની સ્મૃતિમાં સંગ્રહાલયની કામગીરી તથા મુંબઈમાં શિવાજીની પ્રતિમા તેમજ દેશમાં આદિવાસી સંગ્રહાલયોના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે. પ્રધાનમંત્રીએ સરદાર પટેલના મજબૂત અને સમાવેશા ભારતના દ્રષ્ટિકોણ અને ભારત સરકાર દ્વારા આ સપનાને હકિકતમાં રૂપાંતરીત કરવા માટે થઈ રહેલા પ્રયાસો અંગે વાત કરી હતી. તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે દરેકને આવાસ, દરેકને વિજળી પૂરી પાડવાની તથા રોડ કનેક્ટિવિટી તથા ડિજિટલ કનેક્ટિવિટીની યોજના માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે જીએસટી ઈ-નામ અને અને ""વન- નેશન, વન -ગ્રીડ"" યોજનાએ પણ વિવિધ પ્રકારે રાષ્ટ્રના એકિકરણમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રની એકતા અને ઈમાનદારી જાળવીને વિભાજક પરિબળોનો સામનો કરવાની આપણી સામુહિક જવાબદારી છે.",PM dedicates Statue of Unity to the Nation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%95%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-the-passing-away-of-kalaignar-karunanidhi/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કલાઈનાર કરુણાનિધિનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પોતાનાં શોક સંદેશમાં કહ્યું હતું કે, “કલાઈનાર કરુણાનિધિનાં અવસાનથી મને બહુ દુઃખ થયું છે. તેઓ ભારતનાં સૌથી વધુ વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતાં. આપણે મોટો જનાધાર ધરાવતાં, ઊર્જાવંત વિચારક, નિપુણ લેખક તથા પોતાનું જીવન ગરીબો અને વંચિતોનાં કલ્યાણ માટે સમર્પિત કરનાર એક નિષ્ઠાવાન વ્યક્તિને ગુમાવી દીધા છે. કરુણાનિધિ પ્રાદેશિક આકાંક્ષાઓની સાથે દેશની પ્રગતિ માટે હંમેશા તત્પર રહ્યાં હતાં. તેઓ તમિલ લોકોનાં કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત રહ્યાં અને હંમેશા પ્રયાસ કર્યો કે તમિલનાડુની ઇચ્છા-આકાંક્ષાઓને ગંભીરતાથી લેવામાં આવે. મને ઘણાં પ્રસંગો પર કરુણાનિધિજી સાથે વાત કરવાની તક મળી હતી. તેમની રાજનીતિની સમજણ અને સમાજનાં કલ્યાણ સાથે જોડાયેલા કાર્યોને મહત્ત્વ આપવાની તેમની વિચારધારા બધાથી અલગ હતી. તેઓ લોકશાહીનાં સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતાં. તેમણે કટોકટીનો જબરદસ્ત વિરોધ કર્યો હતો અને આ માટે તેઓ હંમેશા યાદ રહેશે. દુઃખની આ ઘડીએ મારી સંવેદનાઓ કરુણાનિધિના પરિવારજનો તથા તેમના સમર્થકો સાથે છે. ભારત અને ખાસ કરીને તામિલનાડુ હંમેશા માટે એમની ખોટ અનુભવશે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.”",PM condoles the passing away of Kalaignar Karunanidhi https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%95-%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-statement-prior-to-departure-for-republic-of-korea/,"હું રાષ્ટ્રપતિ મૂન જે-ઇનનાં આમંત્રણ પર પ્રજાસત્તાક કોરિયાની મુલાકાત લેવા જઈ રહ્યો છું. આ પ્રજાસત્તાક કોરિયાની મારી બીજી મુલાકાત હશે અને રાષ્ટ્રપતિ મૂન સાથે મારું બીજુ શિખર સંમલેન હશે. આપણે ગયા વર્ષે જુલાઈમાં ભારતમાં રાષ્ટ્રપતિ મૂન જે-ઇન અને પ્રથમ મહિલા શ્રીમતી કિમ જૂંગ-સૂકને ઉષ્માસભર આવકાર આપ્યો હતો. પ્રજાસત્તાક કોરિયાની મારી મુલાકાત આપણા બંને દેશો વચ્ચેનાં સંબંધોનાં મહત્ત્વને સૂચવે છે. આપણે પ્રજાસત્તાક કોરિયાને મહત્વપૂર્ણ મિત્ર ગણીએ છીએ. પ્રજાસત્તાક કોરિયા એવુ રાષ્ટ્ર છે, જેની સાથે આપણે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી ધરાવીએ છીએ. સાથીદાર લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારત અને પ્રજાસત્તાક કોરિયા એકસમાન મૂલ્યો ધરાવે છે તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સહિયારું વિઝન ધરાવે છે. સાથી બજાર અર્થતંત્રો તરીકે આપણી જરૂરિયાતો અને ક્ષમતાઓ એકબીજાની પૂરક છે. પ્રજાસત્તાક કોરિયા આપણી ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ તેમજ ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ અને ‘ક્લીન ઇન્ડિયા’ પહેલોમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણુ જોડાણ પ્રોત્સાહનજનક છે, જેમાં આપણા સંયુક્ત સંશોધનો મૂળભૂતથી અત્યાધુનિક વિજ્ઞાન સુધી ફેલાયેલા છે. આપણુ લોકોથી લોકોનું જોડાણ અને આદાન-પ્રદાન હંમેશા આપણા મૈત્રીપૂર્ણ સંબંધોનો પાયો રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં અયોધ્યામાં ‘દીપોત્સવ’ તહેવારની ઉજવણી થઈ હતી, જેમાં વિશેષ પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ મૂનનાં પ્રથમ મહિલાને મોકલવાનો નિર્ણય આપણને સ્પર્શી ગયો હતો. આપણા સંબંધોમાં વધતું ઊંડાણ અને વિવિધતા આપણી એક્ટ ઇસ્ટ પોલિસી અને પ્રજાસત્તાક કોરિયાની નવી સધર્ન નીતિ વચ્ચે સમન્વય સ્થાપિત કરીને એને ગાઢ બનાવે છે. સંયુક્તપણે કામ કરીને આપણે આપણા સંબંધોને લોકો માટે ‘ભવિષ્યલક્ષી પાર્ટનરશિપ, સમૃદ્ધિ અને શાંતિ’ તરીકે ગાઢ બનાવવા આતુર છીએ. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મૂન સાથે મારી ચર્ચા ઉપરાંત હું ઉદ્યોગપતિઓ, ભારતીય સમુદાયનાં સભ્યો અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં પ્રસિદ્ધ લોકોને મળીશ. મને ખાતરી છે કે, આ મુલાકાત આપણી આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીને વધારે મજબૂત કરવામાં મદદરૂપ થશે.",PM’s statement prior to departure for Republic of Korea https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AB%81%E0%AA%B2%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA-%E0%AA%A8%E0%AB%88%E0%AA%AF/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condoles-the-passing-away-of-kuldip-nayar/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાનાં પૂર્વ સદસ્ય કુલદીપ નૈયરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું “કુલદીપ નૈયર આપણા સમયના બૌદ્ઘિક વ્યક્તિ હતા. વિચારોમાં સ્પષ્ટતા અને નીડરતા સાથે એમના કાર્યનો વ્યાપ દસકાઓ સુધી ફેલાયેલો રહ્યો. કટોકટીની સામે એમનું મજબૂત વલણ, લોક સેવા અને વધુ સારા ભારત માટે એમની પ્રતિબદ્ધતા હંમેશા યાદ કરવામાં આવશે. એમના નિધનથી દુઃખ થયું, એમને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.",PM condoles the passing away of Kuldip Nayar https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-congratulates-aanchal-thakur-on-winning-indias-first-international-medal-in-skiing/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આયોજીત એફઆઈએસ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ સ્પર્ધામાં ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ જીતનારી આંચલ ઠાકુરને અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું, “સ્કીઈંગમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતવા બદલ આંચલ ઠાકુરને અભિનંદન! તુર્કીમાં એફઆઈએસ ઈન્ટરનેશનલ સ્કીઈંગ સ્પર્ધામાં આપની ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર રાષ્ટ્ર ઉત્સાહિત છે. આપના ઉન્નત ભવિષ્ય માટે ખૂબ શુભકામના.”",PM congratulates Aanchal Thakur on winning India’s first international medal in skiing https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AF%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-submission-of-indias-second-biennial-update-report-bur-to-united-nations-framework-convention-on-climate-change-unfccc/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન ફ્રેમવર્ક સંમેલન (યુએનએફસીસીસી)ની જવાબદારીઓ અદા કરવા અંતર્ગત ભારતનાં બીજા દ્વિવાર્ષિક અદ્યતન અહેવાલ (બીયૂઆર)ને સંમેલનમાં પ્રસ્તુત કરવાની મંજૂરી આપી હતી. મુખ્ય વિશેષતાઓ : યુએનએફસીસીસીમાં ભારતની બીજી દ્વિવાર્ષિક અહેવાલ સંમલેનમાં પ્રસ્તુત પ્રથમ દ્વિવાર્ષિક અહેવાલનું તાજેતરનાં સ્વરૂપ છે. દ્વિવાર્ષિક તાજેતરનાં અહેવાલનાં મુખ્ય પાંચ અંગ છેઃ- રાષ્ટ્રીય સ્થિતિસંજોગો, રાષ્ટ્રીય ગ્રીન હાઉસ ગેસ, શમન આધારિત કામગીરી, નાણાકીય, ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણ સંબંધિત જરૂરિયાતો તથા સમર્થન પ્રાપ્તિ અને સ્થાનિક નિરીક્ષણ, અહેવાલ અને તપાસ (એમઆરવી) આધારિત વ્યવસ્થા. રાષ્ટ્રીય સ્તરે થયેલા વિવિધ અભ્યાસો પછી દ્વિવાર્ષિક તાજેતરનાં અહેવાલ (બીયુઆર) તૈયાર કરવામાં આવ્યો છે. બીયુઆરની સમીક્ષા વિવિધ સ્તરો પર કરવામાં આવી છે – નિષ્ણાતો દ્વારા સમીક્ષા, અધિક સચિવ (આબોહવામાં પરિવર્તન)ની અધ્યક્ષતામાં ટેકનોલજી સલાહકાર નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી સમીક્ષા, સચિવ (ઇએફએન્ડસીસી)ની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંચાલન સમિતિ દ્વારા સમીક્ષા. રાષ્ટ્રીય સંચાલન સમિતિ એક આંતર-મંત્રીમંડળીય સંસ્થા છે, જેમાં સામેલ છે – નીતિ આયોગ, કૃષિ સંશોધન અને શિક્ષણ, કૃષિ સહયોગ અને ખેડૂત કલ્યાણ, આર્થિક બાબતો, વિદેશી બાબતો, નવીન અને નવીનીકરણ ઊર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી, કોલસો, ઊર્જા, રેલવે બોર્ડ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ, નૌવહન, પેટ્રોલીયમ અને કુદરતી ગેસ, જળસંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ગ્રામીણ વિકાસ, મકાન અને શહેરી બાબતો, ઔદ્યોગિક નીતિ અને સંવર્ધન, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, પોલાદ, નાગરિક ઉડ્ડયન, આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ તેમજ ભારતીય આબોહવા વિજ્ઞાન વિભાગ. સમીક્ષા પ્રક્રિયા પછી તમામ સંશોધનો અને પ્રાસંગિક ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને બીજો દ્વિવાર્ષિક તાજેતરનાં અહેવાલ (બીયુઆર)ને અંતિમ સ્વરૂપે આપવામાં આવ્યું છે. વર્ષ 2014 દરમિયાન ભારતની તમામ કામગીરીઓમાંથી કુલ 26,07,488 ગીગા ગ્રામ (સીસી-2 સમકક્ષ",Cabinet approves Submission of India’s Second Biennial Update Report (BUR) to United Nations Framework Convention on Climate Change (UNFCCC) https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%A1%E0%AA%BF/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-national-digital-communications-policy-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ડિજિટલ સંચાર નીતિ – 2018 (એનડીસીપી-2018) તથા ટેલિકમ્યુનિકેશન કમિશનને નવું નામ ‘ડિજિટલ કમ્યુનિકેશન કમિશન’ આપવા માટે મંજૂરી આપી દીધી છે. અસરઃ એનડીસીપી-2018નો ઉદ્દેશ ભારતને ડિજિટલ સ્વરૂપે સશક્ત અર્થતંત્ર અને સમાજ બનાવવાનો છે. આ કામ સર્વવ્યાપી, અનુકૂળ અને વાજબી ડિજિટલ સંચાર માળખું અને સેવાઓની સ્થાપના સાથે નાગરિકો અને ઉદ્યોગોની જાણકારી અને સંચાર જરૂરિયાતો પૂર્ણ કરીને સંપન્ન કરવામાં આવશે. ગ્રાહક કેન્દ્રિત અને એપ્લિકેશન પ્રેરિત એનડીસીપી-2018 આપણને 5જી, આઈઓટી, એમ2એમ જેવી અગ્રણી ટેકનોલોજીના પ્રારંભ થયા પછી નવા વિચારો અને નવીનતા તરફ લઈ જશે. ઉદ્દેશ: તમામ માટે બ્રોડબેન્ડ ડિજિટલ સંચાર ક્ષેત્રમાં ચાર મિલિયન વધારાની રોજગારીનું સર્જન ભારતની જીડીપીમાં ડિજિટલ સંચાર ક્ષેત્રનું પ્રદાન 2017નાં 6 ટકાથી વધારીને 8 ટકા કરવું આઈટીયુનાં આઈસીટી વિકાસ સૂચકાંકમાં ભારતને આગળ વધારી 2017નાં 134મા ક્રમથી ટોચનાં 50 દેશોમાં પહોંચાડવો આંતરરાષ્ટ્રીય મૂલ્ય શ્રેણીમાં ભારતનું પ્રદાન વધારવું અને ડિજિટલ સાર્વભૌમિકતા સુનિશ્ચિત કરવી",Cabinet approves National Digital Communications Policy-2018 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%AB%E0%AB%82%E0%AA%A1-%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE-2017%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-address-at-world-food-india-2017/,"મહાનુભાવો, વ્યવસાય અને ઉદ્યોગ ક્ષેત્રનાં દિગ્ગજો, દેવીઓ અને સજ્જનો, ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનાં આંતરરાષ્ટ્રીય સ્તરનાં આગેવાનો અને નિર્ણયકર્તાઓનાં આ વિશિષ્ટ સંમેલનમાં સામેલ થવાની મને ખુશી છે. હું તમને બધાને વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2017માં આવકારૂ છું. આ કાર્યક્રમ તમને ભારતમાં તમારાં માટે ઉપલબ્ધ વિવિધ પ્રકારની તકો વિશે જાણકારી આપશે. તે ફૂડ પ્રોસેસિંગ વેલ્યુ ચેઇનમાં અમારી સંભવિતતા પ્રદર્શિત કરશે. તે વિવિધ પક્ષો સાથે જોડાણ કરવા અને પારસ્પરિક સમૃદ્ધિ અને જોડાણ માટે મંચ પ્રદાન કરશે. અને આ મંચ આપની સમક્ષ અમારી કેટલીક સ્વાદિષ્ટ વાનગી અને વ્યંજનો રજુ કરશે, જે સમગ્ર દુનિયાનાં લોકોને રોમાંચિત કરે છે. દેવીઓ અને સજ્જનો, ભારત કૃષિમાં ઘણી વિવિધતા ધરાવે છે. વિશ્વમાં બીજો સૌથી વધુ કૃષિલક્ષી વિસ્તાર અને 127 વિવિધ એગ્રો-ક્લાઇમેટ ઝોન આપણને કેળા, કેરી, જામફળ, પપૈયા અને ભીંડા જેવા અનેક પાકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ પ્રદાન કરે છે. વિશ્વમાં ચોખા, ઘઉં, માછલી, ફળફળાદિ અને શાકભાજીનાં ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત બીજું સ્થાન ધરાવે છે. ભારત વિશ્વમાં દૂધનું પણ સૌથી વધારે ઉત્પાદન કરે છે. આપણું બાગાયતી ક્ષેત્ર છેલ્લાં 10 વર્ષમાં દર વર્ષે 5.5 ટકાનાં સરેરાશ વૃદ્ધિ દરથી પ્રગતિ કરી રહ્યું છે. સદીઓથી ભારતે દૂરદૂરનાં દેશોમાંથી આવતા વેપારીઓને આવકાર્યાં છે, જેઓ આપણા વિશિષ્ટ મરીમસાલાની શોધમાં આવ્યાં હતાં. ભારતનાં આ પ્રવાસે ઇતિહાસની દિશા બદલી નાંખી હતી. મરીમસાલાનાં માર્ગે યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે અમારો વેપાર અતિ પ્રસિદ્ધ છે. ક્રિસ્ટોફર કોલંબેસને પણ ભારતીય મરીમસાલાએ આકર્ષિક કર્યો હતો અને ભારતની શોધમાં એ અમેરિકા પહોંચી ગયો હતો, કારણ કે તે ભારતનો વૈકલ્પિક દરિયાઈ માર્ગ શોધતો હતો. ભારતમાં ફૂડ પ્રોસેસિંગ જીવનનો એક માર્ગ છે. આ સદીઓ જૂની પરંપરા છે અને લગભગ દરેક ઘરમાં આ પ્રક્રિયા એક કે બીજી રીતે થાય છે. આથો લાવવા જેવી સરળ, ઘરગથ્થું પદ્ધતિઓને પરિણામે આપણાં પ્રસિદ્ધ અથાણાં બને છે. વળી પાપડ, ચટણી અને મુરબ્બો અત્યારે સમૃદ્ધ અને સામાન્ય એમ તમામ પ્રકારનાં વર્ગોને આકર્ષિત કરે છે. દેવીઓ અને સજ્જનો, ચાલો આપણે થોડી વિસ્તૃત વાત કરીએ. અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક છે. વસ્તુ અને સેવા કર અથવા જીએસટીથી અનેક પ્રકારનાં કરવેરા નાબૂદ થયા છે. વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં દુનિયાનાં દેશોનાં ક્રમાંકમાં ભારતે ચાલુ વર્ષે 30 ક્રમની હરણફાળ ભરી છે. ભારતનાં ક્રમનો અત્યાર સુધીનો આ સૌથી મોટો સુધારો છે. ભારતનું સ્થાન વર્ષ 2014માં 142મું હતું, અત્યારે આપણે ટોપ 100માં સામેલ થયા છીએ. વર્ષ 2016માં ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં દુનિયામાં ભારતનું સ્થાન ટોચ પર હતું. ભારત ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સ, ગ્લોબલ લોજિસ્ટિક્સ ઇન્ડેક્સ અને ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ પર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. અત્યારે ભારતમાં નવો વ્યવસાય શરૂ કરવો અગાઉ કરતાં વધારે સરળ છે. વિવિધ સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવવી હવે સરળ છે. જૂનાં કાયદા નાબૂદ થઈ ગયા છે અને બિનજરૂરી નીતિનિયમોનું ભારણ ઘટી ગયું છે. હવે હું ફૂડ પ્રોસેસિંગ વિશે વાત કરીશ. સરકારે અનેક પરિવર્તનકારક પહેલો કરી છે. અત્યારે ભારત આ ક્ષેત્રમાં રોકાણ માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતો દેશ છે. તે આપણાં “મેક ઇન ઇન્ડિયા” પ્રોગ્રામનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. અત્યારે ભારતમાં ઉત્પાદિત થતાં ખાદ્ય ઉત્પાદનોનાં ટ્રેડિંગ માટે ઇ-કોમર્સ મારફતે 100 ટકા એફડીઆઇને મંજૂરી છે. સિંગલ-વિન્ડો સુવિધા સેલ વિદેશી રોકાણકારો માટે જાણકારી પૂરી પાડે છે. વળી કેન્દ્ર અને રાજ્ય સરકારો નાણાકીય પ્રોત્સાહનો પણ આપે છે. ફૂડ અને એગ્રો-આધારિત પ્રોસેસિંગ એકમો અને કોલ્ડ ચેઇન્સને અપાતી લોન પ્રાથમિક ક્ષેત્રને કરાતા ધિરાણ હેઠળ વર્ગીકૃત કરવામાં આવી છે, જેથી તે મેળવવામાં સરળ અને સસ્તી બની છે. વિશિષ્ટ પોર્ટલ – નિવેશ બંધુ કે “ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડ” છે, જે અમે તાજેતરમાં શરૂ કર્યું છે. આ પોર્ટલ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓની માહિતી તથા ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે પ્રોત્સાહનો રજૂ કરે છે. તે સ્થાનિક સ્તર સુધી સંસાધનોની જાણકારી આપે છે અને તેની સાથે પ્રોસેસિંગની જરૂરિયાતો વિશે પણ જણાવે છે. તે ખેડૂતો, પ્રોસેસર્સ, ટ્રેડર્સ અને લોજિસ્ટિક્સ ઓપરેટર્સ માટે બિઝનેસ નેટવર્કિંગનું મંચ પૂરૂ પાડે છે. મિત્રો, વેલ્યુ ચેઇનનાં ઘણાં ભાગોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધી રહી છે. જોકે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કાચા માલનાં સોર્સિંગ અને કૃષિ સંબંધિત જોડાણો ઊભાં કરવા વધારે રોકાણની જરૂર છે. ભારતમાં ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પહેલ કરી છે. ભારતને વિશ્વની સુપર-માર્કેટ ચેઇનમાં મુખ્ય આઉટસોર્સિંગ કેન્દ્ર તરીકે જોવાનો આ સ્પષ્ટ અવસર છે. એક તરફ, પાકની લણણી પછીની વ્યવસ્થા માટેનાં મુખ્ય પ્રોસેસિંગ અને સંગ્રહ, જાળવણીનું માળખું, કોલ્ડ ચેઇન અને રેફ્રિજરેટેડ વાહનવ્યવહાર જેવા ક્ષેત્રોમાં અનેક તકો છે. તો બીજી તરફ, ફૂડ પ્રોસેસિંગ અને મૂલ્ય સંવર્ધન માટે, ખાસ કરીને ઓર્ગેનિક અને ફોર્ટિફાઇડ ફૂડ્સ જેવા આકર્ષક ક્ષેત્રો માટે પુષ્કળ સંભવિતતા પણ રહેલી છે. શહેરીકરણ અને મધ્યમ વર્ગમાં વધારો સંપૂર્ણ, પ્રોસેસ્ડ ફૂડ માટે સતત વધતી માગનું પરિણામ છે. ચાલો હું તમને એક આંકડાકીય માહિતી આપું. ભારતમાં દરરોજ ટ્રેનમાં આશરે 10 લાખ લોકો મુસાફરી કરે છે. તેમાંથી દરેક ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે સંભવિત ગ્રાહકો છે. આટલી મોટી તક તમારી રાહ જોઇ રહી છે. દેવીઓ અને સજ્જનો, વિશ્વમાં જીવનશૈલી સાથે સંબંધિત રોગો વધી રહ્યાં છે અને તેનાં પગલે ખાદ્ય ચીજવસ્તુઓનાં પ્રકાર અને ગુણવત્તાને લઈને ચિંતા પ્રવર્તી રહી છે. બનાવટી રંગો, રસાયણો અને પ્રિઝર્વેટીવ્સનાં ઉપયોગ સામે અણગમો વધી રહ્યો છે. આ સ્થિતિમાં ભારત તેનું સમાધાન આપી શકે છે અને આ સ્થિતિ બંન્ને પક્ષે લાભદાયક બની રહેશે. આધુનિક ટેકનોલોજી, પ્રોસેસિંગ અને પેકેજિંગ સાથે ભારતીય પરંપરાગત ખાદ્ય પદાર્થોનો સમન્વય દુનિયાને આરોગ્ય સાથે સંબંધિત વિવિધ લાભ ફરી મેળવવામાં મદદરૂપ પુરવાર થઈ શકે છે અને હળદર, આદુ અને તુલસી જેવા ભારતીય મસાલાનો સ્વાદ ફરી મેળવી શકે છે. સ્વાસ્થ્યની જાળવણી માટેનાં સંવર્ધિત લાભ સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયક, પોષક અને સ્વાદિષ્ટ પ્રોસેસ્ડ ફૂડનું આદર્શ મિશ્રણનું ઉત્પાદન ભારતમાં વાજબી રીતે થઈ શકશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ભારતીય ખાદ્ય સલામતી અને ધારાધોરણ સત્તામંડળ) એ સુનિશ્ચિત કરવામાં સંકળાયેલું છે કે, ભારતમાં બનેલ પ્રોસેસ્ડ ફૂડ ગુણવત્તાનાં વૈશ્વિક ધારાધોરણોને અનુરૂપ છે. કોડેક્સ સાથે ખાદ્ય ઉમેરણ ધારાધોરણોનો સમન્વય તથા પ્રામાણિક ટેસ્ટિંગ અને લેબોરેટરી માળખાનું નિર્માણ લાંબા ગાળે ખાદ્ય ઉદ્યોગ માટે સક્ષમ વાતાવરણ ઊભું કરશે. દેવીઓ અને સજ્જનો, અમે ખેડૂતોને માનથી “અન્નદાતા” કહીએ છીએ. તેઓ ફૂડ પ્રોસેસિંગમાં અમારાં પ્રયાસોનાં કેન્દ્રમાં છે. અમે પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તાજેતરમાં અમે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના શરૂ કરી છે, જે વૈશ્વિક કક્ષાનું ફૂડ પ્રોસેસિંગ માળખું ઊભું કરશે. આ પાંચ અબજ અમેરિકન ડોલરનું રોકાણ લાવશે એવી અપેક્ષા છે તેમજ તેમાંથી બે મિલિયન ખેડૂતોને લાભ થશે અને આગામી ત્રણ વર્ષમાં અડધો મિલિયન લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ યોજનાનું મહત્ત્વપૂર્ણ પાસું મેગા ફૂડ પાર્ક છે. આ ફૂડ પાર્ક મારફતે અમારો ઉદ્દેશ મુખ્ય ઉત્પાદન કેન્દ્રો સાથે એગ્રો-પ્રોસેસિંગ ક્લસ્ટર્સને જોડવાનો છે. આ બટાટા, પાઇનએપલ, નારંગી અને સફરજન જેવા વિવિધ પાકોને સારી એવી કિંમત પ્રદાન કરશે. ખેડૂત જૂથોને આ પાર્કમાં યુનિટ સ્થાપિત કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેથી બગાડ અને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને નવી રોજગારીનું સર્જન થશે. આ પ્રકારનાં નવ પાર્ક કાર્યરત છે અને સમગ્ર દેશમાં વધુ 30 આકાર લઈ રહ્યાં છે. અંતરિયાળ વિસ્તારો સુધી ડિલિવરી વધારવા અમે વ્યવસ્થામાં સુધારો કરીએ છીએ, જે માટે ડિજિટલ ટેકનોલોજીની સુલભતા વધારી છે. અમે નિશ્ચિત સમયમર્યાદામાં અમારાં ગામડાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મારફતે જોડવાની યોજના બવાવીએ છીએ. અમે જમીનનાં રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરી રહ્યાં છીએ અને લોકોને વિવિધ સેવાઓ મોબાઇલ પર આપી રહ્યાં છીએ. આ પગલાં ખેડૂતોને માહિતી, જાણકારી અને કુશળતાને સમયસર પહોંચાડવામાં વેગ આપે છે. અમારું રાષ્ટ્રીય કૃષિ ઇ-માર્કેટ ઇ-નામ સમગ્ર દેશમાં આપણાં કૃષિ બજારોને જોડે છે, જેથી અમારાં ખેડૂતોને સ્પર્ધાત્મક કિંમતનો લાભ મળ્યો છે અને પસંદગી કરવાનો વિકલ્પ મળ્યો છે. સહકારી અને સ્પર્ધાત્મક સંઘવાદને ખરાં અર્થમાં ચરિતાર્થ કરવા અમારી રાજ્ય સરકારો પણ પ્રક્રિયાઓને સરળ કરવા કેન્દ્ર સરકારનાં પ્રયાસો સાથે તાલ મિલાવી રહી છે. ઘણાં રાજ્યોએ રોકાણને આકર્ષવા આકર્ષક ફૂડ પ્રોસેસિંગ નીતિઓ રજૂ કરી છે. હું ભારતનાં દરેક રાજ્યને સ્પેશ્યલાઇઝેશન માટે ઓછામાં ઓછી એક ફૂડ પ્રોડક્ટને પસંદ કરવા વિનંતી કરું છું. તે જ રીતે, દરેક રાજ્ય ઉત્પાદન માટે કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓ પસંદ કરી શકે છે અને સ્પેશ્યલાઇઝેશન માટે એક ચીજવસ્તુ પસંદ કરી શકે છે. દેવીઓ અને સજ્જનો, આજે અમારો મજબૂત કૃષિ આધાર અમને જીવંત ફૂડ પ્રોસેસિંગ સેક્ટર ઊભું કરવા નક્કર આધાર પ્રદાન કરશે. અમારા ઉપભોક્તાઓનો મોટો આધાર, વધતી આવક, રોકાણ માટે અનુકૂળ વાતાવરણ અને વેપાર-વાણિજ્ય સરળ કરવા પ્રતિબદ્ધ સરકાર – આ તમામ પરિબળો ભારતને વૈશ્વિક ફૂડ પ્રોસેસિંગ સમુદાય માટે ‘આદર્શ સ્થળ’ બનાવે છે. ભારતમાં ખાદ્ય ઉદ્યોગનું દરેક પેટા ક્ષેત્ર પુષ્કળ અવસર આપે છે. ચાલો તમને કેટલીક જાણકારી આપુ. ડેરી સેક્ટર ગ્રામીણ અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે બહાર આવ્યું છે. હવે અમે દૂધ પર આધારિત અનેક ઉત્પાદનોની ગણવત્તાનું સ્તર વધારીને તેને આગામી સ્તરે લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. મધ માનવજાતને કુદરતની ભેટ છે. તે મીણ જેવી કેટલીક કિંમતી આડપેદાશો પણ આપે છે. તે ખેતીવાડીની આવક વધારવાની સંભવિતતા પણ ધરાવે છે. અત્યારે અમે મધનાં ઉત્પાદન અને નિકાસમાં છઠ્ઠું સ્થાન ધરાવીએ છીએ. ભારત મધ ક્રાંતિ કરી રહ્યું છે. ભારત સમગ્ર વિશ્વમાં માછલીનાં ઉત્પાદનમાં છ ટકા હિસ્સો ધરાવે છે. આપણે શ્રિમ્પની નિકાસમાં વિશ્વનાં બીજા સૌથી મોટા નિકાસકાર છીએ. ભારત દુનિયાનાં 95 દેશોમાં માછલી અને મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરે છે. અમારો ઉદ્દેશ બ્લૂ રિવોલ્યુશન મારફતે દરિયા આધારિત અર્થતંત્રનો વિકાસ કરવાનો છે. અમારું ધ્યાન ઓર્નામેન્ટલ ફિશરીઝ અને ટ્રોટ ફાર્મિંગ જેવા વણખેડાયેલા ક્ષેત્રોનાં વિકાસ પર કેન્દ્રિત છે. અમે પર્લ ફાર્મિંગ જેવા નવા ક્ષેત્રોમાં પણ પ્રયોગ કરવા ઇચ્છીએ છીએ. અમે સ્થાયી વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, જે અમારી સજીવ ખેતીનું હાર્દ છે. ઉત્તરપૂર્વ ભારતમાં સિક્કિમ ભારતનું સંપૂર્ણ ઓર્ગેનિક સ્ટેટ બની ગયું છે. સંપૂર્ણ ઉત્તરપૂર્વ ઓર્ગેનિક ઉત્પાદન માટે કાર્યકારી માળખાનું સર્જન કરવા વિવિધ તકો આપી રહ્યું છે. મિત્રો, ભારતીય બજારમાં સફળતા મેળવવા ભારતીય ખાદ્ય આદતો અને સ્વાદને સમજવો ચાવીરૂપ જરૂરિયાત છે. તમને તેનું એક ઉદાહરણ આપું. દૂધ આધારિત ઉત્પાદનો અને ફળનાં રસ આધારિત પીણાં ભારતીય ખાદ્ય આદતોનું અભિન્ન અંગ છે. આ કારણે હું એરેટેડ ડ્રિન્ક્સનું ઉત્પાદન કરવાનું સૂચન કરૂ છું, જે તેમનાં ઉત્પાદનમાં પાંચ ટકા ફળનો રસ ઉમેરવાની સંભવિતતા ધરાવે છે. ફૂડ પ્રોસેસિંગ પોષણ સાથે સંબંધિત સુરક્ષાનું સમાધાન પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે, અમારાં બરછટ કે જાડાં અનાજ અને બાજરી અતિ ઊંચા પોષકદ્રવ્યો ધરાવે છે. તેઓ ખેતીવાડી માટે પ્રતિકૂળ સ્થિતિનો સામનો પણ કરી શકે છે. તેમને “પોષક દ્રવ્યોથી ભરપૂર અને આબોહવા માટે અનુકૂળ પાક” તરીકે પણ ઓળખી શકાશે. આપણે તેનાં આધારે સાહસ શરૂ કરી શકીએ? તેનાથી આપણાં અતિ ગરીબ ખેડૂતોની આવક વધશે અને આપણાં પોષક દ્રવ્યોનું સ્તર પણ વધશે. ચોક્કસ, આ પ્રકારનાં ઉત્પાદનોની માગ સમગ્ર દુનિયામાં ઊભી થશે. આપણે આપણી સંભવિતતાને દુનિયાની જરૂરિયાતો સાથે જોડી શકીએ? આપણે ભારતીય પરંપરાઓને ભવિષ્યની માનવજાત સાથે જોડી શકીએ? આપણે ભારતનાં ખેડૂતોને સમગ્ર વિશ્વનાં બજારો સાથે જોડી શકીએ? આ કેટલાંક પ્રશ્રો છે, જેનો જવાબ હું તમારા પર છોડવા માગુ છું. મને ખાતરી છે કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા આપણને આ દિશામાં નક્કર પગલાં લેવામાં મદદરૂપ થશે. તે આપણી સમૃદ્ધ વાનગી માટે કિંમતી માહિતી પણ પ્રદાન કરશે અને ફૂડ પ્રોસેસિંગમાં આપણું પ્રાચીન જ્ઞાન પ્રદર્શિત કરશે. મને એ જણાવતાં આનંદ થાય છે કે પોસ્ટ વિભાગે આ પ્રસંગે ભારતીય વાનગીઓની વિવિધતા દર્શાવવા 24 ટપાલ ટિકિટોનો સેટ બહાર પાડ્યો છે. દેવીઓ અને સજ્જનો, હું તમને બધાને ભારતનાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની રોમાંચક વિકાસ ગાથામાં સામેલ થવા આમંત્રણ આપું છું. હું તમને જ્યારે જરૂર પડે ત્યારે ખરાં હૃદયથી સાથ-સહકારની ખાતરી આપું છું. આવો. ભારતમાં રોકાણ કરો. અમારો દેશ ખેતીવાડીથી લઈને ફૂડ સેક્ટરમાં તમારાં માટે પુષ્કળ તકો ધરાવે છે. આ દેશ તમને ઉત્પાદન કરવા, પ્રક્રિયા કરવા અને સમૃદ્ધ થવાની તક આપે છે. આ સમૃદ્ધિ ફક્ત ભારત માટે નથી, પણ આખી દુનિયા માટે છે. તમારો આભાર.",PM’s address at World Food India 2017 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-witnesses-collective-e-gruhpravesh-of-beneficiaries-of-pradhan-mantri-awaas-yojana-lays-foundation-stone-of-astole-water-supply-scheme-at-jujwa-village-valsad/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં જુજવા ગામમાં એક મોટી જનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નાં લાભાર્થીઓનાં સંયુક્ત ઇ-ગૃહપ્રવેશના સાક્ષી બનવા હજારો લોકો સાથે જોડાયાં હતાં. રાજ્યનાં 26 જિલ્લાઓનાં એક લાખથી વધુ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવ્યાં હતાં. વિવિધ જિલ્લાઓનાં લાભાર્થીઓ મુખ્ય કાર્યક્રમ સાથે વીડિયો લિન્ક મારફતે જોડાયાં હતાં અને પ્રધાનમંત્રીએ તેમાંથી કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ આ જ કાર્યક્રમમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંતર્ગત પસંદ થયેલા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને નોકરીના નિમણૂકપત્રોનું વિતરણ કર્યું હતું. આ યોજનાઓમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ વિકાસ યોજના, મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન સામેલ છે. આ ઉપરાંત એમણે મહિલા બેંક કોરસ્પોન્ડેન્ટને મિની-એટીએમનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને સંતોષ છે કે, આ પ્રસંગે એક લાખથી વધારે મહિલાઓને રક્ષાબંધનની ભેટ સ્વરૂપે તેમનાં નામે ઘર મળ્યાં છે. તેમણે કહ્યું હતું કે, નવું ઘર નવા સ્વપ્નો લઈને આવે છે અને એ સ્વપ્નોને સાકાર કરવા મહેનત કરવા માટે પરિવારનો નવો સહિયારો ઉત્સાહ જોવા મળે છે. આજે ઇ-ગૃહપ્રવેશ દરમિયાન ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતા મકાનો જોઈને તેમણે કહ્યું હતું કે, કોઈ વચેટિયાઓ સંકળાયેલા ન હોવાથી જ આ શક્ય બન્યું છે. તેમણે કેન્દ્ર સરકારનું “વર્ષ 2022 સુધી તમામને ઘર” આપવાનાં સ્વપ્નનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લાંબા સમયથી રાજકારણીઓને વૈભવી મકાનો મળવાની પ્રથા હતી, હવે ગરીબોને પોતાનું ઘરનું ઘર મળી રહ્યું છે અને આ પરિવર્તન આવ્યું છે. પ્રધાનમંત્રીએ આજે જે અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત થયું તે યોજનાને ઇજનેરીનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાવતા જણાવ્યું હતું કે, પીવાનું સ્વચ્છ પાણી પૂરું પડવાને કારણે લોકોને વિવિધ પાણીજન્ય રોગોથી મુક્તિ મળશે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સરકાર ગરીબોને પોતાનું ઘરનું ઘર, વીજળી, પીવાનું સ્વચ્છ પાણી અને આરોગ્ય માટે લાભદાયી રાંધણ ગેસ પ્રદાન કરીને તેમનાં જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી રહી છે.","PM witnesses collective e-Gruhpravesh of beneficiaries of Pradhan Mantri Awaas Yojana; lays foundation stone of Astole Water Supply Scheme at Jujwa village, Valsad" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B2%E0%AB%8B/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-confer-awards-for-excellence-in-public-administration-and-address-civil-servants-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 21 એપ્રિલનાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે પ્રાધાન્ય ધરાવતા સુનિશ્ચિત કાર્યક્રમોનાં અસરકારક અમલીકરણ માટે તથા જિલ્લા/અમલીકરણ એકમો તેમજ કેન્દ્ર/રાજ્ય સંગઠનોમાં નવીનીકરણ અને ઉત્તમ કામગીરી બદલ શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સનદી અધિકારીઓને સંબોધન કરશે. નાગરિકોના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારનાં સંગઠનો દ્વારા ચાર પ્રાધાન્ય ધરાવતા કાર્યક્રમોમાં જાહેર વહિવટના ક્ષેત્રે થયેલી ઉદાહરણરૂપ કામગીરીનો સ્વીકાર તેમજ કદર કરીને બહુમાન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રેષ્ઠતા પુરસ્કાર માટેની નિર્ધારિત યોજનાઓમાં (1) પ્રધાનમંત્રી પાક વીમા યોજના, (2) ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન (3) પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી અને ગ્રામ્ય, (4) દિનદયાળ ઉપાધ્યાય ગ્રામિણ કૌશલ્ય યોજનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ વર્ષે 4 નિર્ધારિત પ્રાધાન્ય ધરાવતા કાર્યક્રમો માટે 11 એવોર્ડ આપવામાં આવશે જ્યારે 2 એવોર્ડ કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ જિલ્લાઓમાં નવીનીકરણ બદલ એનાયત કરવામાં આવશે. જે પૈકી એક એવોર્ડ જિલ્લાને મહત્વાકાંક્ષી કામગીરી કરવા બદલ એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી બે પુસ્તકોનું વિમોચન કરશે. જેમાંનું ‘",PM to confer Awards for Excellence in Public Administration and address Civil Servants tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AD%E0%AB%82%E0%AA%A4%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5-4/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-wishes-shri-atal-bihari-vajpayee-on-his-birthday-2/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને તેમનાં જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા પ્રિય અટલજીને જન્મદિવસની શુભેચ્છા. તેમનાં અસાધારણ અને દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વએ ભારતને વિકાસના માર્ગે અગ્રેસર કર્યું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારી હતી. હું તેમનાં સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”",PM wishes Shri Atal Bihari Vajpayee on his birthday https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-meets-president-of-uzbekistan-on-sidelines-of-the-vibrant-gujarat-global-summit-2019-in-ahmedabad/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના મહામહિમ શ્રી શૌકત મિર્ઝિયોયેવે 18 જાન્યુઆરીનાં રોજ “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019” દરમિયાન દ્વિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતુ. ગુજરાતનાં રાજ્યપાલ શ્રી ઓ પી કોહલીએ 17 જાન્યુઆરીનાં રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય વિશાળ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતુ. તેમની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ અને એમનાં પ્રતિનિધિમંડળનું અભિવાદન કર્યું હતુ. ભારતમાં 30 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર, 2018 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવ સાથેની અગાઉની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ તે બેઠકમાં લેવાયેલા વિવિધ નિર્ણયોમાં થયેલી પ્રગતિ અને અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાત અને ઉઝબેકિસ્તાનનાં એન્ડિજાન પ્રાંત વચ્ચે સહકાર સ્થાપિત કરવા પર થયેલા સમજૂતી કરારનાં સંદર્ભમાં પ્રધાનંત્રીએ ઉઝેબક પ્રતિનિધિમંડળમાં એન્ડિજાનનાં ગવર્નરની ઉપસ્થિતિની નોંધ લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવની મુલાકાતને પરિણામે ઉઝબેકિસ્તાન અને ભારત વચ્ચેનાં સંબંધો તથા એન્ડિજાન અને ગુજરાત વચ્ચે પ્રાદેશિક સાથ-સહકારનાં સંબંધો વધારે મજબૂત થશે. પ્રધાનમંત્રીએ 12-13 જાન્યુઆરી, 2019નાં રોજ ઉઝબેકિસ્તાનનાં સમરકંદમાં વિદેશી મંત્રીઓનાં સ્તરે યોજાયેલા પ્રથમ ભારત-મધ્ય એશિયા સંવાદ માટે ટેકો આપવા બદલ રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવનો આભાર માન્યો હતો, જેમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને વિકાસને ટેકો આપવા મહત્વપૂર્ણ ચર્ચાવિચારણા પણ થઈ હતી. રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી કે, ઉઝબેકિસ્તાન ભારતમાંથી રોકાણને આકર્ષવા આતુર છે અને સૌથી વધુ પ્રાથમિકતા ધરાવે છે તથા આઇટી, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર, એગ્રિ-બિઝનેસ અને પ્રવાસનનાં ઉલ્લેખિત ક્ષેત્રો ભારત સાથે સંભવિત સહકારની ઉઝબેકિસ્તાનની સંભવિતતાનાં મુખ્ય ક્ષેત્રો છે. રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવે પ્રધાનમંત્રીને પ્રથમ ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સંવાદનાં સફળ આયોજન પર અભિનંદન આપ્યા હતા, જેણે મધ્ય એશિયાનાં વિસ્તાર પર ભારતની સકારાત્મક અસર પ્રદર્શિત કરી હતી અને અફઘાનિસ્તાનમાં શાંતિ માટે સહભાગી દેશોના સંયુક્ત પ્રયત્નોની જરૂરિયાત વ્યક્ત કરી હતી. બંને નેતાઓ ભારતનાં પરમાણુ ઊર્જા વિભાગ અને ઉઝબેકિસ્તાનનાં નોવોઈ મિનરલ્સ એન્ડ મેટલર્જિકલ કંપની વચ્ચેના કરારના આદાન-પ્રદાનના સાક્ષી બન્યા હતા, જેનો ઉદ્દેશ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે યુરેનિયમ ઓર કોન્સન્ટ્રેટનાં લાંબા ગાળાનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. બંને નેતાઓએ એક્ષ્પોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા અને પ્રજાસત્તાક ઉઝબેકિસ્તાનની સરકાર વચ્ચે ઉઝબેકિસ્તાનમાં આવાસ અને સામાજિક માળખાગત પ્રોજેક્ટ માટે ભારત સરકાર દ્વારા 200 મિલિયન ડોલરની લાઇન ઑફ ક્રેડિટ પર થયેલી સમજૂતીને પણ આવકારી હતી. ઉઝબેકિસ્તાનને 200 મિલિયન ડોલરની લાઇન ઑફ ક્રેડિટની જાહેરાત અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મિર્ઝિયોયેવની સત્તાવાર મુલાકાત દરમિયાન કરી હતી.",PM meets President of Uzbekistan on sidelines of the Vibrant Gujarat Global Summit-2019 in Ahmedabad https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BF%E0%AA%9F%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%9F-%E0%AA%91%E0%AA%AB-%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A1/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-the-mra-signed-in-2010-and-approves-fresh-mra-between-the-icai-and-the-institute-of-certified-public-accountants-ireland/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેમાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2010માં થયેલી ‘મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ’ (એમઆરએ) એટલે કે પારસ્પરિક માન્યતા સમજૂતીને આજે કાર્યોત્તર મંજૂરી આપી હતી. સાથે-સાથે મંત્રીમંડળે એકાઉન્ટિંગ સંબંધિત જાણકારી, વ્યાવસાયિકતા અને બૌદ્ધિક વિકાસ, પોતાનાં સભ્યોનાં હિતોને શ્રેષ્ઠ બનાવવા તથા ભારત અને આયર્લેન્ડ વચ્ચે એકાઉન્ટિંગ વ્યવસાયનાં વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા માટે પારસ્પરિક સહયોગનાં માળખાને પ્રોત્સાહન આપવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) અને ઇન્સ્ટિટયૂટ ઑફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ્સ (સીપીએ), આયર્લેન્ડ વચ્ચે તાજેતરમાં થયેલી એમઆરએને પણ મંજૂરી આપી હતી. અસરઃ આ એમઆરએ બંને પક્ષોનાં સભ્યોને કોઈ પણ દેશમાં શ્રેષ્ઠ કામકાજ કરવા માટે તકો ઉપલબ્ધ કરાવશે અને આ રીતે નવા બજારોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેમને પોતાનાં વ્યવસાયનો વિસ્તાર કરવામાં મદદ મળશે. પૃષ્ઠભૂમિઃ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (આઇસીએઆઈ) ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં વ્યવસાયનું નિયમન કરવા માટે ભારતીય સંસદ દ્વારા પસાર થયેલા કાયદા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારા, 1949 અંતર્ગત સ્થાપિત એક કાયદેસરની સંસ્થા છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ (સીપીએ), આયર્લેન્ડ 5,000 સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે આયર્લેન્ડની મુખ્ય એકાઉન્ટિંગ સંસ્થા છે.","Cabinet approves the MRA signed in 2010 and approves fresh MRA between the ICAI and the Institute of Certified Public Accountants, Ireland" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-interact-directly-with-farmers-across-the-country-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (20 જૂન, 2018) સવારે 9.30 કલાકે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રી સાથે સીધો સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થશે. ખેડૂતોની આવક બમણી કરવા સંબંધિત પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કોમન સર્વિસ સેન્ટર (સીએસસી), દૂરદર્શન, ડીડી કિસાન અને આકાશવાણી દ્વારા સીધો પ્રસારિત કરવામાં આવશે. લગભગ 2 લાખ કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો વીડિયો બ્રિજના માધ્યમથી જોડાશે. લોકો ‘નરેન્દ્ર મોદી એપ’ના માધ્યમથી પણ સીધા જ આ સંવાદમાં જોડાઇ શકે છે.",PM to interact directly with farmers across the country tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%BE%E0%AA%88-%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-creation-of-one-post-each-of-vice-chairperson-and-member-in-the-national-commission-for-safai-karamcharis/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે સફાઈ કર્મચારીઓ માટેના રાષ્ટ્રીય કમિશનમાં ઉપાધ્યક્ષ અને સભ્ય માટેની એક-એક બેઠકનું નિર્માણ કરવાની મંજુરી આપી દીધી છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય કમિશનની કામગીરીને સુધારવાનો અને લક્ષિત જૂથના કલ્યાણ અને વિકાસ માટેના ઈચ્છિત ધ્યેયને પૂર્ણ કરવાનો છે. પૃષ્ઠભૂમિ: સફાઈ કર્મચારીઓ માટેનું રાષ્ટ્રીય કમિશન સફાઈ કર્મચારીઓ અને માથે મેલું ઉપાડનારાઓ, આ બંનેના કલ્યાણ માટે કામ કરે છે. યોગ્ય દરજ્જાની સુવિધાઓ અને સફાઈ કર્મચારીઓ માટે તકોમાં અસમાનતાને દૂર કરવા પ્રત્યે કામ કરવા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નિર્ધારિત સમય મર્યાદાની અંદર પસંદ કરવામાં આવેલ તમામ મેલું ઉપાડનારાઓના પુનર્વસનની બાહેંધરી આપવામાં તેની મહત્વની ભૂમિકા છે. મેલું ઉપાડનારાઓ તરીકે રોજગારી આપવા પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન કાયદો 2013ના વિભાગ 31 અંતર્ગત કમિશને નીચે મુજબના કાર્યો કરવાના છે: કાયદાના અમલીકરણની દેખરેખ રાખવી કાયદાની જોગવાઈના ઉલ્લંઘનના સંદર્ભમાં થયેલ ફરિયાદોની તપાસ કરવી કાયદાના અસરકારક અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપવી",Cabinet approves creation of one post each of Vice-Chairperson and Member in the National Commission for Safai Karamcharis https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%95%E0%AA%B9%E0%AB%8D%E0%AA%AF%E0%AB%81%E0%AA%82-%E0%AA%AE%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-visits-kerala-dedicates-kollam-bypass-on-nh-66-to-the-nation/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાળમાં કોલ્લમની મુલાકાત લીધી. તેમણે એનએચ-66 પર 13 કિલોમીટરનો 2 લેન કોલ્લમ બાયપાસને દેશને સમર્પિત કર્યો. આ પ્રસંગે કેરળના રાજ્યપાલ શ્રી જસ્ટિસ પી. સત્યશિવમ, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયમ, પ્રવાસન કેન્દ્રમંત્રી શ્રી કે જે અલ્ફોન્સો સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. કોલ્લમમાં અસરામમ મેદાન ખાતે એકત્રિત થયેલ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની પ્રાથમિકતા છે અને કોલ્લમ બાયપાસ એ તેનું ઉદાહરણ છે. તેમણે એ બાબતનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો કે આ પરિયોજનાને જાન્યુઆરી 2015માં અંતિમ મંજૂરી મળી હતી અને હવે તે પ્રકાશમાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે તેમની સરકાર સામાન્ય માનવીના જીવન જીવવાની સરળતા માટે સૌના સાથ, સૌનો વિકાસમાં વિશ્વાસ ધરાવે છે અને તેમણે આ પરિયોજનાને પૂર્ણ કરવામાં કેરળ સરકારના યોગદાન અને સહકારની પ્રશંસા કરી હતી. કોલ્લમ બાયપાસ અલ્લાપુઝા અને તિરુવનંતપુરમ વચ્ચેના પ્રવાસન ટાઈમને ઘટાડશે અને કોલ્લમ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે. કેરળમાં પરિયોજનાઓ વિષે જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતમાળા અંતર્ગત મુંબઈ-કન્યાકુમારી કોરીડોર માટેનો વિસ્તૃત પ્રોજેક્ટ અહેવાલ તૈયારી હેઠળ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કેસરકાર એ તમામ પરિયોજનાઓની સમયસર પુર્ણાહુતી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પ્રગતિના માધ્યમથી 12 લાખ કરોડ રૂપિયાની કિંમતના 250 પ્રોજેક્ટની તેમના તરફથી સમીક્ષા કરવામાં આવી છે. રોડ કનેક્ટિવિટીમાં થઇ રહેલ પ્રગતિની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે અગાઉની સરકારની સરખામણીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, ગ્રામીણ માર્ગોના બાંધકામની ગતિ લગભગ બમણી થઇ ગઈ છે. 90 ટકાથી વધુ ગ્રામીણ વસાહતોને આજે જોડી દેવામાં આવી છે જ્યારે અગાઉની સરખામણીએ તે આંકડો 56 ટકા હતો. તેમણે આશા દર્શાવી કે સરકાર 100 ટકા ગ્રામીણ માર્ગોના સંપર્કનું લક્ષ્ય ખૂબ ટૂંક સમયમાં પૂરું કરશે. પ્રાદેશિક હવાઈ સંપર્ક અને રેલવે લાઈનના વિસ્તૃતીકરણે નોંધપાત્ર સુધારો નોંધ્યો છે જેના પરિણામે નોકરીની તકોનું સર્જન થયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “જ્યારે આપણે માર્ગો અને પુલોનું નિર્માણ કરીએ છીએ ત્યારે આપણે માત્ર શહેરો અને ગામડાઓને જ નથી જોડતા પરંતુ આપણે સિદ્ધિઓ સાથે મહત્વાકાંક્ષાઓને, તકો સાથે આશાવાદને અને ખુશી સાથે આશાને પણ જોડીએ છીએ.” આયુષ્માન ભારત વિષે જણાવતા તેમણે કહ્યું કે આ યોજના અંતર્ગત 8 લાખ દર્દીઓને લાભ મળી ચુક્યો છે જ્યારે સરકારે આ યોજના માટે અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરી દીધી છે. તેમણે કેરળ સરકારને આયુષ્માન ભારતના અમલીકરણને વધુ ઝડપી બનાવવા વિનંતી કરી હતી જેથી કરીને કેરળના લોકોને લાભ મળે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પ્રવાસન એ કેરળના આર્થિક વિકાસમાં સીમાચિહ્ન છે અને તે રાજ્યના અર્થતંત્રમાં મુખ્ય યોગદાન આપનાર છે. તેમણે ઉમેર્યું કે કેરળમાં રહેલ પ્રવાસન ક્ષમતાને ધ્યાનમાં રાખતા સરકારે સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના અંતર્ગત 550 કરોડ રૂપિયાના ભંડોળની કિંમતના રાજ્યમાં 7 પરિયોજનાઓને મંજૂરી આપી છે. પ્રવાસન ક્ષેત્રના મહત્વ અંગે બોલતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં થયેલ નોંધપાત્ર વૃદ્ધિને દર્શાવી હતી. ભારતે 2016માં પ્રવાસન ક્ષેત્રમાં 14 ટકાની વૃદ્ધિ નોંધી છે જ્યારે વિશ્વ સરેરાશ 7 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભારત હવે વિશ્વ પ્રવાસ અને પ્રવાસન કાઉન્સિલના 2018ના અહેવાલમાં પાવર રેન્કિંગમાં ૩જા સ્થાન ધરાવે છે. ભારતમાં વિદેશી યાત્રીઓનું આગમન 2013માં 70 લાખ હતું તેમાં 42 ટકાનો વધારો થઈને 2017માંઆશરે 1 કરોડ જેટલું વધી ગયું છે. જ્યારે પ્રવાસનના લીધે ભારત દ્વારા કમાવવામાં આવેલ વિદેશી હુંડીયામણમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે 2013માં 18 બિલિયન ડોલર હતું જે હવે 2017માં 27 બિલિયન ડોલર થઇ ગયું છે. તેમણે સમજાવ્યું હતું કે ભારતીય પ્રવાસન માટે ઈ વિઝાની જાહેરાત મહત્વની સાબિત થઇ છે, જે હવે 166 દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ છે.",PM visits Kerala; dedicates Kollam Bypass on NH-66 to the nation https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%81%E0%AA%82-%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-issues-statement-before-his-departure-to-china/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 થી 28 એપ્રિલ, 2018ના રોજ વુહાન, ચીનની યાત્રા કરશે. ચીન પ્રવાસના પ્રસ્થાન પહેલા પ્રધાનમંત્રીએ નીચે મુજબ નિવેદન આપ્યું હતું. “હું પીપલ્સ રિપ્લિક ઑફ ચાઈનાના પ્રમુખ મહામહિમ શ્રી શી જીંગપિંગ સાથે એક અનૌપચારિક સંમેલન માટે 27-28 એપ્રિલ, 2018 દરમિયાન ચીનના વુહાનની યાત્રા કરીશ. પ્રમુખ શી અને હું દ્વિપક્ષીય અને વૈશ્વિકસ્તરના મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશું. અમે રાષ્ટ્રીય વિકાસ માટે ખાસ કરીને વર્તમાન અને ભવિષ્યની આંતરરાષ્ટ્રીય સ્થિતિના સંદર્ભમાં અમારા સંબંધિત દ્રષ્ટિકોણ અને પ્રાથમિકતાઓ પર ચર્ચા કરીશું. અમે વ્યૂહાત્મક અને દીર્ઘકાલિન દ્રષ્ટિકોણથી ભારત – ચીનના સંબંધોના વિકાસની પણ સમીક્ષા કરીશું.”",PM issues statement before his departure to China https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%AA%E0%AA%B0-%E0%AA%B6/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-nation-on-christmas/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાતાલ પર દેશને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દરેકને નાતાલની શુભેચ્છા. આપણે ભગવાન ઇશુનાં માનવતાવાદી ઉપદેશો હંમેશા યાદ કરીશું. નાતાલ આપણા સમાજમાં સુખ, સમૃદ્ધિ અને સંવાદિતા વધારે એવી ઈશ્વરને પ્રાર્થના.”",PM greets to the Nation on Christmas https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%97%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-lays-foundation-stone-to-mark-the-commencement-of-work-for-9th-round-of-city-gas-distribution/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં વીડિયો કોન્ફરન્સ મારફતે શહેરમાં ગેસ વિતણ (સીજીડી)નાં નવમા રાઉન્ડની કામગીરી શરૂ કરવા માટે શિલાન્યાસ કર્યો હતો. એમણે સીજીડી બોલીનાં 10માં રાઉન્ડની શરૂઆત પણ કરાવી હતી. પ્રધાનમંત્રીએ ઉપસ્થિત જનમેદનને સંબોધતા કહ્યું હતું કે, શહેર ગેસ વિતરણ નેટવર્કની સ્થાપનાનું કામ સીજીડી બોલીનાં નવમા રાઉન્ડ અંતર્ગત 129 જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, સીજીડી બોલીનાં 10મા રાઉન્ડ પછી શહેર ગેસ વિતરણ નેટવર્ક અંતર્ગત 400થી વધારે જિલ્લા આવરી લેવાશે. આ રીતે દેશની 70 ટકા વસતિ આ દાયરામાં આવી જશે. દેશ ગેસ આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે એ વાત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગેસ આધારિત અર્થતંત્રનાં તમામ પાસાંઓ પર ધ્યાન આપી રહી છે. શ્રી મોદીએ દેશમાં ગેસની માળખાગત સુવિધાને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવેલા વિવિધ પગલાં, ખાસ કરીને એલએનજી ટર્મિનલની સંખ્યા વધારવા, રાષ્ટ્રવ્યાપી ગેસ ગ્રિડ બનાવવા અને સિટી ગેસ વિતરણ નેટવર્ક તૈયાર કરવાની જાણકારી આપી હતી. સ્વચ્છ ઊર્જાની દિશામાં આગળ વધવા માટે ગેસ આધારિત અર્થતંત્રની ભૂમિકાની જાણકારી આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સીજીડી નેટવર્ક સ્વચ્છ ઊર્જા સમાધાન હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા અદા કરશે. તેમણે કહ્યું હતું કે, સ્વચ્છ ઊર્જાની દિશામાં કેન્દ્ર સરકારનાં પ્રયાસ વ્યાપક આધાર ધરાવે છે. આ સંદર્ભમાં તેમણે કેન્દ્ર સરકારની સ્વચ્છ ઊર્જા સંબંધિત વિવિધ પાસાંઓ જેમ કે ઇથેનોલનું મિશ્રણ, કમ્પ્રેસ્સ્ડ, જૈવ ગેસ મશીનરી, એલપીજીનો દાયરાનો વધારો અને વાહનો માટે બીએસ-6 ઇંધણ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં 12 કરોડથી વધારે એલપીજી કનેક્શન પ્રદાન કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, શહેરોમાં ગેસ નેટવર્કોમાં એક નવી ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે, એક એવી ઇકોસિસ્ટમ જેણે ગેસ આધારિત ઉદ્યોગોને સક્ષમ બનાવ્યાં છે, યુવાનો માટે રોજગારીનું સર્જન કર્યું છે અને નાગરિકોનું જીવન સરળ બનાવ્યું છે.",PM lays foundation stone to mark the commencement of work for 9th round of City Gas Distribution https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%9C%E0%AB%88%E0%AA%B5%E0%AA%88%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-attend-event-to-mark-world-biofuel-day-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2018નાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં વિશ્વ જૈવઈંધણ દિવસની ઉજવણીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ ખેડૂતો, વિજ્ઞાનીઓ, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને સાંસદોને સંબોધન કરશે. જૈવઈંધણ ક્રૂડ ઓઇલની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરવામાં મદદ કરી શકે છે. તેઓ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં યોગદાન આપી શકે છે, ખેડૂતો માટે વધારાની આવક પેદા કરી શકે છે તથા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પેદા કરી શકે છે એટલે જૈવઇંધણો વિવિધ સરકારી પહેલો માટે સુસંગત છે, જેમાં ખેડૂતોની આવક બમણી કરવી અને સ્વચ્છ ભારત અભિયાન પણ સામેલ છે. કેન્દ્ર સરકારનાં પ્રયાસોનાં પરિણામે, વર્ષ 2013-14માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ 38 કરોડ લિટરથી વધારે થયું હતું, વર્ષ 2017-18માં અંદાજે 141 કરોડ લિટર થયું હતું. સરકારે જૂન, 2018માં રાષ્ટ્રીય જૈવઈંધણ નીતિને પણ માન્યતા આપી હતી.",PM to attend event to mark World Biofuel Day 2018 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%AA/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-interacts-with-students-teachers-and-parents-at-pariksha-pe-charcha-2-0/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પરીક્ષા પે ચર્ચા 2.0’નાં ભાગ રૂપે નવી દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. 90 મિનિટથી પણ વધુ સમય ચાલેલી આ ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા હળવા થયેલા, હસતા અને વારંવાર પ્રધાનમંત્રીનાં અભિપ્રાયો અંગે પ્રશંસા કરતા જોવા મળ્યાં હતાં. પ્રધાનમંત્રીના વાર્તાલાપમાં રમૂજનો સ્પર્શ અને હાજરજવાબીપણાનો સમાવેશ થતો જોવા મળ્યો હતો. આ વર્ષે સમગ્ર ભારતમાંથી તથા વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ થયા હતા. વાર્તાલાપની શરૂઆત કરતા તેમણે પરીક્ષા પે ચર્ચા 2.0ને મીની ઇન્ડિયા તરીકે ઓળખાવી હતી. તેમણે કહ્યું કે, તેને ભારતના ભાવિ તરીકે પણ ઓળખાવી શકાય. તેમણે એ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો કે માતા-પિતા અને શિક્ષકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. એક શિક્ષકે પ્રધાનમંત્રીને પૂછ્યું કે પોતાના બાળકોની પરીક્ષા અંગે તાણ અનુભવી રહેલાં અને અવાસ્તવિક અપેક્ષા રાખતાં માતા-પિતાને શિક્ષકોએ શું કહેવું જોઈએ. યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ પણ સમાન પ્રકારનો સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોઈ વ્યક્તિ પરીક્ષાથી સંપૂર્ણ અસરવિહીન રહે તેવી હું સલાહ આપતો નથી. પરીક્ષાનો સંદર્ભ સમજવો ખૂબ જરૂરી છે. શું પરીક્ષા જીવન માટેની પરીક્ષા છે કે પછી તે ધોરણ 10 અથવા તો ધોરણ 12 જેવા ચોકકસ ગ્રેડ માટેની પરીક્ષા છે. તેમણે એકત્રિત લોકોને કહ્યું કે એક વાર જો સંદર્ભ સમજાય તો તણાવ ઓછો થઈ જશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માતા-પિતાએ પોતાના નહીં સંતોષાયેલા સપનાં સંતોષવા માટે બાળકો પાસે અપેક્ષા ન રાખવી જોઈએ. દરેક બાળકમાં તેની પોતાની ક્ષમતા હોય છે. દરેક બાળકની સકારાત્મકતાને સમજવામાં આવે તે ખૂબ જરૂરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે, અપેક્ષાઓ આવશ્યક છે. આપણે એવા વાતાવરણ હેઠળ રહી શકીએ નહીં કે જ્યાં હતાશા અને દુઃખ હોય. માતા-પિતાની ચિંતા અને તેમને અનુભવાતા દબાણ અંગે પૂછવામાં આવેલા કેટલાક સવાલોના જવાબો આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, બાળકનું પ્રદર્શન માતા-પિતા માટે કૉલિંગ કાર્ડ બની શકે નહીં. જો તેનો એ ઉદ્દેશ બની જાય તો અપેક્ષાઓ અવાસ્તવિક બની જાય છે. કેટલાક લોકો એવું માને છે કે, મોદીએ પ્રધાનમંત્રી તરીકે અપેક્ષાઓ ઊભી કરી છે. તેમણે કહ્યું કે 1.25 બિલિયન લોકોનાં અભિપ્રાયો એટલે 1.25 બિલિયન અપેક્ષાઓ એવી હોવી જોઈએ. આવી અપેક્ષાઓ વ્યક્ત થવી જોઈએ અને આપણે સૌએ સામૂહિક રીતે આપણી અપેક્ષાઓ પાર પાડી શકીએ તેવી ક્ષમતા કેળવવી જોઈએ. એક માતા-પિતાએ પોતાનાં બાળક અંગે એવું આકલન વ્યક્ત કર્યું હતું કે, એક સમયે તેમનો દિકરો અભ્યાસમાં સારો હતો. પરંતુ તે હવે ઑનલાઈન ગેમ્સને કારણે તેનું ધ્યાન બીજી તરફ ખેંચાતું થયું છે. આ સવાલનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ટેકનોલોજી અંગેની જાણકારી વિદ્યાર્થીઓને ન હોવી જોઈએ એવું હું માનતો નથી, હું માનું છું કે વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજીથી પરિચિત થાય તે સારી બાબત છે. ટેકનોલોજીથી વિચારોનું વિસ્તરણ થવું જોઈએ, તેનો ઉપયોગ નવાચારમાં થવો જોઈએ, પ્લે સ્ટેશન સારી બાબત છે પણ વ્યક્તિએ રમતનું મેદાન ભૂલવું જોઈએ નહીં. એમ તેમણે જણાવ્યું હતું. ટાઈમ મેનેજમેન્ટ અને થાક અંગેના એક સવાલના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તમામ 1.25 અબજ ભારતીય લોકો તેમનો પરિવાર છે. તેમણે કહ્યું કે હું કઈ રીતે થાકી શકું? દરેક નવો દિવસ મારા માટે નવી ઊર્જા લઈને આવે છે. એક વિદ્યાર્થીએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે અભ્યાસને વધુ આનંદદાયક બનાવી શકાય અને પરીક્ષા વ્યક્તિના વ્યક્તિત્વમાં કેવી રીતે પરિવર્તન કરી શકે, ત્યારે પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો કે, સાચી ભાવનાથી પરીક્ષા આપવી જરૂરી છે. તેમણે કહ્યું કે કસોટી વ્યક્તિને મજબૂત બનાવે છે અને વ્યક્તિએ તેનાથી ડરવું જોઈએ નહીં. વિદ્યાર્થીઓએ કારકિર્દી અને ભવિષ્ય પસંદ કરવા અંગે પ્રધાનમંત્રીનું માર્ગદર્શન માગ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે દરેક વિદ્યાર્થીની ક્ષમતા અલગ-અલગ હોય છે, આથી એ આવશ્યક નથી કે દરેક વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનમાં સારો હોય. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વિચારોમાં સ્પષ્ટતા અને દ્રઢતા આવશ્યક છે. હા, વિજ્ઞાન અને ગણિત આવશ્યક છે, પરંતુ અન્ય વિષયો પણ ભણવા જેવા છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે હવે ઘણાં ક્ષેત્રોમાં તકો રહેલી છે. એક વિદ્યાર્થીએ ગયા વર્ષના ટાઉનહૉલ વાર્તાલાપના સમાન વિષયની યાદ અપાવીને કહ્યું કે હવે જ્યારે પરીક્ષા અને કારકિર્દીની વાત આવે છે ત્યારે મારાં માતા-પિતા ખૂબજ હળવાશ અનુભવતાં હોય છે. તેણે વધુમાં જણાવ્યું કે માતા-પિતાનો હકારાત્મક અભિગમ બાળકોના જીવનમાં વ્યાપકપણે યોગદાન આપે છે. વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી સાથે બાળકોને પ્રોત્સાહન આપવા અંગે પ્રશ્નો કર્યા હતા. તેના પ્રતિભાવમાં તેમણે જણાવ્યું હતું કે, સ્પર્ધા અન્ય કોઈની સાથે નહીં પણ પોતાના ભૂતકાળનાં પ્રદર્શન સાથે જ હોવી જોઈએ. એવું બનશે તો નિરાશા અને નકારાત્મકતા આપોઆપ પરાજિત થઈ જશે. વિદ્યાર્થીઓએ શિક્ષણમાં વધુ સુધારા કરવા અંગેની વાત કરી તો તેના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, એ બાબતની ખાતરી રાખો તો પરીક્ષા એ શિખેલું ગોખવાનો વિષય નથી. પરંતુ વિદ્યાર્થી શું શિખ્યો તે દર્શાવવાનો પ્રસંગ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભણતર પરીક્ષા પૂરતું જ સિમિત રહેતું નથી. આપણા શિક્ષણે આપણને જીવનના વિવિધ પડકારો ઉપાડી લેવા માટે સજ્જ થતાં પણ શિખવવું જોઈએ. હતાશાનાં વિષય અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આપણા દેશમાં આ બાબત ચિંતાજનક છે. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં આવી સમસ્યાઓનાં સમાધાન અંગે વ્યવસ્થા છે. આપણે હતાશા અને માનસિક આરોગ્યની વિવિધ બાબતો અંગે જેમ ખુલીને બોલીશું તેમ તેની સ્થિતિ બહેતર બનતી જશે. તેમણે કહ્યું કે વ્યક્તિ એકદમ ઓચિંતાં જ હતાશ થઈ જતો નથી. એવા લક્ષણો હોય છે, જે દર્શાવે છે કે, વ્યક્તિ હતાશા તરફ સરકી રહ્યો છે. આવાં લક્ષણોને અવગણવા ન જોઈએ. હકિકતમાં આપણે એ બાબતે વાત કરવી જોઈએ, આવા સમયે માર્ગદર્શન મદદરૂપ બની શકે છે અને તેને કારણે વ્યક્તિ પોતાની સમસ્યા અંગે વાત કરતો થાય છે.","PM interacts with students, teachers and parents at “Pariksha Pe Charcha 2.0”" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-bows-to-bhagwan-birsa-munda-on-his-jayanti/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બીરસા મુંડાને તેમની જયંતિ પર નમન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, “હું ભગવાન બીરસા મુંડાને તેમની જયંતિ પર નમન કરું છું. તેમનું અદમ્ય સાહસ આપણા માટે પ્રેરણારૂપ છે.” ભગવાન બીરસા મુંડાથી પ્રેરિત થઈ આપણે આપણા આદિવાસી સમુદાયોનું સશક્તીકરણ કરી રહ્યા છીએ, જેઓ ભારતનું ગૌરવ છે.",PM bows to Bhagwan Birsa Munda on his Jayanti https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-extends-his-condolences-on-loss-of-lives-in-an-accident-in-gujarat/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં થયેલા એક માર્ગ અસ્તમાતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું, “ગુજરાતનાં રંઘોળા નજીક થયેલા એક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે સંવેદના વ્યક્ત કરૂં છું. આ ગમખ્વાર અકસ્માત ખુબજ દુર્ભાગ્યપૂર્ણ હતો. ઘવાયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”",PM extends his condolences on loss of lives in an accident in Gujarat https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%87%E0%AA%9D-%E0%AA%93%E0%AA%AB-%E0%AA%A1%E0%AB%82%E0%AA%87%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-hails-indias-historic-jump-in-ease-of-doing-business-rankings/,"આજે જાહેર થયેલા વિશ્વ બેંકનાં ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ, 2018માં ભારતનાં રેન્કિંગમા 30 ક્રમનો ઐતિહાસિક સુધારો જોવા મળ્યો છે, જેની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. તાજેતરનાં અહેવાલમાં ભારતને 100મું સ્થાન મળ્યું છે, જે વર્ષ 2017નાં ડૂઇંગ બિઝનેસ રિપોર્ટમાં 130મું હતું. પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને ભારતનાં ક્રમમાં થયેલા સુધારાને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે, આ હરણફાળ ટીમ ઇન્ડિયા દ્વારા સર્વાંગી અને બહુ-ક્ષેત્રીય સુધારાને વેગ આપવાનું પરિણામ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતનો ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ રિપોર્ટમાં પોતાનાં ક્રમમાં ઐતિહાસિક વધારો ટીમ ઇન્ડિયા દ્વારા સર્વાંગી અને બહુ-ક્ષેત્રીય સુધારાનું પરિણામ છે. વેપાર-વાણિજ્ય માટેનું સરળ વાતાવરણ આપણાં ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને એમએસએમઇ ક્ષેત્ર માટે ઐતિહાસિક તક તરફ દોરી ગયું છે અને તેનાંથી પારદર્શકતામાં વધારો થયો છે. છેલ્લાં 3 વર્ષમાં અમે વેપાર-વાણિજ્ય સરળ બનાવવા માટે રાજ્યો વચ્ચે હકારાત્મક સ્પર્ધાનો જુસ્સો જોયો છે. તેનાથી લાભ થયો છે. ભારતમાં અગાઉ વેપાર-વાણિજ્ય આટલું સરળ નહોતું. ભારતે આપણાં દેશમાં રહેલી આર્થિક તકો ઝડપવા દુનિયાને આવકાર આપ્યો છે. રિફોર્મ, પર્ફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ એટલે કે સુધારો, કામગીરી અને પરિવર્તનનાં મંત્રને અનુસરીને આપણે આર્થિક વૃદ્ધિને વધારે ઊંચાઈ પર લઈ જવા અને આપણું સ્થાન સુધારવા કટિબદ્ધ છીએ.”",PM hails India’s historic jump in ‘Ease of Doing Business’ rankings https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%AB%E0%AB%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-pays-tributes-to-mahatma-phule-on-his-birth-anniversary-4/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ફૂલેને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “મહાત્મા ફૂલેને એમની જયંતી પર શ્રદ્ધાંજલિ. સામાજિક સુધારણા માટેના એમના મહત્વના અને અવિરત પ્રયાસો વડે સીમાંત લોકોને ઘણી મદદ મળી હતી. તેઓ મહિલાઓની સ્થિતિમાં સુધારા માટે અને યુવાનોને શિક્ષણમાં આગળ વધારવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યાં હતા.”",PM pays tributes to Mahatma Phule on his birth anniversary https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-18/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-interacts-with-the-awardees-of-national-teachers-awards/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પ્રધાનમંત્રી આવાસ પર રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર, 2017નાં વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ દેશમાં શિક્ષણની ગુણવત્તાને સુધારવાની દિશામાં થયેલા ઉલ્લેખનીય પ્રયાસો માટે પુરસ્કૃત વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શિક્ષણ પ્રત્યે સમર્પણની સાથે-સાથે તેને જીવનમંત્ર બનાવવા માટે એમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક શિક્ષક આજીવન જ્ઞાનની ધારા સાથે જોડાયેલો રહે છે. પ્રધાનમંત્રી એ વાતચીત દરમિયાન પુરસ્કૃત વિજેતાઓ સાથે સમુદાયને એકજૂથ કરવા અને એમને સુવ્યવસ્થિત વિકાસને એક અભિન્ન અંગ બનાવવા વિનંતી કરી હતી. તેમણે શિક્ષકોને ખાસ કરીને ગરીબ અને ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતાં વિદ્યાર્થીઓની અંદર રહેલી પ્રતિભાને નિખરાવની દિશામાં કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિક્ષાવિશારદોએ ગુરુ અને શિષ્યની પ્રાચીન પવિત્ર પરંપરાને ફરી સ્થાપિત કરવાની દિશામાં કામ કરવું જોઈએ, જેથી વિદ્યાર્થી સમુદાય આજીવન પોતાનાં શિક્ષકોને યાદ કરે. તેમણે શિક્ષકોને પોતાની શાળા અને એની આસપાસનાં વાતાવરણમાં ડિજિટલ પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતાં પુરસ્કૃત વિજેતાઓએ પોતાની શાળાઓને શિક્ષણ અને ઉત્કૃષ્ટતા કેન્દ્રમાં પરિવર્તિત કરવા સાથે સંબંધિત પ્રેરણાસ્પદ વાતો સંભળાવી હતી. તેમણે નવી ઓનલાઇન પસંદગી પ્રક્રિયાની સાથે ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ માટે પણ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો, જે દેશભરમાં શાળાનાં શિક્ષણમાં વ્યાપક ગુણાત્મક પરિવર્તન લાવી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ વર્ષે રાષ્ટ્રીય પુરસ્કારો માટે શિક્ષકોની પસંદગી સાથે જોડાયેલાં સૂચનોમાં સંશોધન કર્યા હતાં. નવી યોજનામાં સ્વ-પસંદગીની કલ્પના કરવામાં આવી છે અને આ મુખ્ય રાષ્ટ્રીય પુરસ્કારોમાં આવેલી નવી પદ્ધતિથી પ્રેરિત છે. આ યોજના પારદર્શક અને નિષ્પક્ષ છે તથા તેની અંતર્ગત ઉત્કૃષ્ટતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શિક્ષકને પુરસ્કાર આપવામાં આવે છે.",PM interacts with the awardees of National Teachers’ Awards https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%B6%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-attends-event-to-mark-the-presentation-of-gandhi-peace-prize/,"રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન વર્ષ 2015, 2016, 2017 અને 2018 માટે ગાંધી શાંતિ પુરસ્કાર અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ ગૌરવશાળી ગાંધી શાંતિ પુરસ્કાર મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નોંધ્યું કે, આ પુરસ્કારો એવા સમયે એનાયત થઈ રહ્યા છે, જ્યારે ભારત મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, આ પ્રસંગે ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ભજન કે, જે બાપુને સૌથી વધુ પ્રિય હતું તે સમગ્ર વિશ્વના અંદાજે 150 દેશોનાં કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વસ્તુ દર્શાવે છે કે આજના સમયમાં પણ વિશ્વ, ગાંધીના મૂલ્યો અને આદર્શોને સ્વીકારે છે. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહ વિષે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ એ બાબતનો ઉલ્લેખ કર્યો કે સ્વતંત્રતા ચળવળ એ મહાત્મા ગાંધીના દૂરંદેશી પ્રયત્નોના લીધે જ એક જન આંદોલન બની શકી હતી. તેમણે ઉમેર્યું કે મહાત્મા ગાંધીએ જન ભાગીદારી અને જન આંદોલન, આ બંને પ્રવાહોને એકત્ર કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ પ્રત્યેક વ્યક્તિની અંદર એવી ચેતના ભરી દીધી હતી કે તેઓ ભારતની આઝાદીમાં યોગદાન આપી રહ્યા હોય.",PM attends event to mark the presentation of Gandhi Peace Prize https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%85%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%AF-%E0%AA%8A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%87%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-apprised-of-the-mou-between-india-and-italy-on-cooperation-in-the-field-of-renewable-energy/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રિય મંત્રીમંડળને ભારત અને ઇટાલી વચ્ચે અક્ષય ઊર્જાનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા ઇન્ડિયા-ઇટાલી કોઓપરેશન સમજૂતીકરાર (એમઓયુ) અંગે માહિતી આપવામાં આવી હતી. આ એમઓયુ પર નવી દિલ્હીમાં 30 ઓક્ટોબર, 2017નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં. તેનાં પર ભારત સરકારનાં નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયનાં સચિવ શ્રી આનંદ કુમાર તથા ભારતમાં ઇટાલીનાં રાજદૂત હિઝ એક્સલન્સી શ્રી લોરેન્ઝો એન્જેલોનીએ હસ્તાક્ષર કર્યા હતાં. ભારત અને ઇટાલી વચ્ચે થયેલા આ એમઓયુનો ઉદ્દેશ પારસ્પરિક સમાન લાભ અને વિનિમયનાં આધારે નવીન અને અક્ષય ઊર્જાનાં મુદ્દાઓ પર ટેકનિકલ દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા સંસ્થાકીય સહકારી સંબંધ માટે આધાર સ્થાપિત કરવાનો છે. આ એમઓયુમાં સહકારનાં ક્ષેત્રો સાથે સંબંધિત બાબતોની સમીક્ષા કરવા, તેનાં પર નજર રાખવા અને ચર્ચા કરવા સંયુક્ત કાર્યકારી સમિતિની સ્થાપના કરવાની વિચારણા છે. તેનો ઉદ્દેશ કુશળતા અને માહિતીનાં નેટવર્કિંગનો છે તથા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવામાં મદદરૂપ થવાનો છે.",Cabinet apprised of the MoU between India and Italy on cooperation in the field of renewable energy https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%AC%E0%AA%BF/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-bihar-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબર, 2017નાં રોજ બિહારની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી પટણા યુનિવર્સિટીની શતાબ્દી ઉજવણીને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોકામામાં નમામી ગંગે કાર્યક્રમ હેઠળ ચાર સુએઝ પ્રોજેક્ટ અને ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટનું શિલારોપણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 3700 કરોડથી વધારે થશે. તેઓ જનસભાને પણ સંબોધિત કરશે. ચાર સુએઝ પ્રોજેક્ટમાં બેઉરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બુઅરમાં સુએઝ નેટવર્ક સાથે સુએઝ સિસ્ટમ, કર્માલિચકમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સૈદપુરમાં એસટીપી અને સુએર નેટવર્ક સામેલ છે. આ પ્રોજેક્ટ સંયુક્તપણે 120 એમએલડીની નવી એસટીપી ક્ષમતા ઊભી કરશે અને બેઉરમાં 20 એમએલડી ક્ષમતાને અપગ્રેડ કરશે. શિલારોપાણ થનાર ચાર નેશનલ હાઇવે પ્રોજેક્ટમાં સામેલ હશેઃ નેશનલ હાઇવે – 31નો ઔન્તા-સિમરિયા સેક્શનનું 4-લેનિંગ અને 6-લેન ગંગા સેતુનું નિર્માણ નેશનલ હાઇવે-31નાં બખ્તિયારપુર-મોકામાનું 4 લેનિંગ નેશનલ હાઇવે 107નાં મહેશખૂંટ-સહર્ષ-પૂર્ણિયા સેક્શનું 2-લેનનું નિર્માણ નેશનલ હાઇવે – 82નાં બિહારશરીફ-બારબીઘા-મોકામાનું 2-લેનનું નિર્માણ",PM to visit Bihar tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%AF%E0%AB%81%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-mou-between-india-and-uk-on-cooperation-in-the-sphere-of-law-justice-and-establishing-a-joint-consultative-committee/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહયોગ સ્થાપવા અંગે અને એક સંયુક્ત સલાહ સમિતિની સ્થાપના કરવા માટેના સમજૂતી કરારો (એમઓયુ) પરના હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે. આ એમઓયુ કાયદાકીય નિષ્ણાતો, સરકારી કર્મચારીઓ અને તેમની તાલીમ તેમજ વિવિધ કોર્ટ અને ટ્રિબ્યુનલની સામે વિવાદોના ઉકેલ માટે અસરકારક કાયદાકીય મદદનીશ તંત્રના માધ્યમથી તેમના અનુભવોના આદાન-પ્રદાનના ક્ષેત્રમાં રહેલી બાબતો અને જરૂરિયાતોનું ધ્યાન રાખે છે તેમજ સંયુક્ત સલાહ સમિતિની સ્થાપના કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે.",Cabinet approves MoU between India and UK on cooperation in the sphere of Law & Justice and establishing a Joint Consultative Committee https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%86%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D-3/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-meets-leaders-of-global-automotive-companies/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દુનિયાભરની વિવિધ ઓટોમોટિવ અને પરિવહન કંપનીઓનાં દિગ્ગજો સાથે બેઠક કરી હતી. ટોયોટા, એસએઆઈસી મોટર કોર્પોરેશન, શાંઘાઈ, બૉશ, એબીબી લિમિટેડ, હ્યુન્ડાઈ મોટર કંપની, ફોર્ડ સ્માર્ટ મોબિલિટી એલએલસી અને ઉબર એવિએશન જેવી કંપનીઓનાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ કંપનીઓ નવી દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મોબિલિટી શિખર સંમેલન – મૂવ (",PM meets leaders of global automotive companies https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF-%E0%AA%9C%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-wage-policy-for-the-8th-round-of-wage-negotiations-for-workmen-in-central-public-sector-enterprises/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કેન્દ્રિય જાહેર ક્ષેત્રનાં સાહસો (સીપીએસઇ)માં કામ કરતાં કર્મચારીઓ માટે વેતન વાટાઘાટોનાં 8માં રાઉન્ડ માટે વેતન નીતિને મંજૂરી આપી છે. મુખ્ય બાબતો: સીપીએસઇનું મેનેજમેન્ટ કર્મચારીઓ માટે વેતનનાં સુધારા-વધારાનાં વાટાઘાટો કરવા સ્વતંત્ર હશે, જેમાં સીપીએસઇ માટે વેતનમાં આ પ્રકારનાં સુધારા-વધારાની એફોર્ડેબિલિટી અને નાણાકીય સ્થિરતાને ધ્યાનમાં રાખીને વેતન પતાવટનો પાંચ વર્ષ કે 10 વર્ષનો ગાળો 31.12.2016નાં રોજ પૂર્ણ થયો છે. સરકાર વેતનમાં કોઈ પણ પ્રકારનાં વધારા માટે અંદાજપત્રીય સમર્થન નહીં આપે. વેતનમાં સુધારા-વધારાની સંપૂર્ણ નાણાકીય અસરનું ભારણ સંબંધિત સીપીએસઇએ આંતરિક સંસાધનોમાંથી ઉઠાવવું પડશે. સરકારે જે સીપીએસઇમાં પુનર્ગઠન/સુધારાની યોજનાને મંજૂરી આપી છે, તેમાં પગારનો સુધારો-વધારો માન્યતાપ્રાપ્ત પુનર્ગઠન/સુધારા યોજનાની જોગવાઈ મુજબ જ થશે. સંબંધિત સીપીએસઇનાં સંચાલનને સુનિશ્ચિત કરવું પડશે કે વાટાઘાટ પછી પગારનું નિયત ધોરણ સંબંધિત સીપીએસઇનાં એક્ઝિક્યુટિવ્સ/અધિકારીઓ તથા નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર્સનાં હાલનાં પગારધોરણ કરતાં વધવું ન જોઈએ. જ્યાં પાંચ વર્ષનાં અંતરાલને અનુસરવામાં આવે છે એ સીપીએસઇનાં સંચાલને સુનિશ્ચિત કરવું પડશે કે સતત બે વેતન વાટાઘાટોમાં નક્કી થયેલ પગારધોરણ સંબંધિત સીપીએસઇનાં એક્ઝિક્યુટિવ્સ/અધિકારીઓનાં પગારધોરણ કરતાં વધવું ન જોઈએ તથા જ્યાં 10 વર્ષનાં અંતરાલને અનુસરવામાં આવે ત્યાં નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર્સનાં હાલનાં પગારધોરણ કરતાં વધવું ન જોઈએ. અન્ય કર્મચારીઓ સાથે એક્ઝિક્યુટિવ્સ/નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર્સનાં પગારધોરણનું ઘર્ષણ ટાળવા વેતન વાટાઘાટ દરમિયાન સીપીએસઇ ગ્રેડેડ ડીએ ન્યૂટ્રલાઇઝેશન અને/અથવા ગ્રેડેડ ફિટમેન્ટ સ્વીકારવા વિચારણા કરી શકે છે. સીપીએસઇએ સુનિશ્ચિત કરવું જોઈએ કે વાટાઘાટ પછી પગારમાં કોઈ પણ વધારો તેમની ચીજવસ્તુઓ અને સેવાઓની વહીવટી કિંમતોમાં વધારામાં પરિણમવો ન જોઈએ. વેતનમાં સુધારોવધારો એ શરતને આધિન હશે કે ઉત્પાદનનાં ફિઝિકલ એકમદીઠ મજૂરીનાં ખર્ચમાં વધારો નહીં થાય. અપવાદરૂપ કિસ્સામાં જ્યાં સીપીએસઇ મહત્તમ ક્ષમતાએ કામ કરે છે, ત્યાં વહીવટી મંત્રાલય/વિભાગ ઉદ્યોગનાં નિયમનોનો વિચાર કરવા ડીપીઇની સલાહ લઈ શકે છે. વેતન પતાવટનાં સમયગાળાની માન્યતા લઘુતમ પાંચ વર્ષ માટે હશે, જેઓ પાંચ વર્ષનાં અંતરાલની માંગણી કરે છે અને જેમણે વેતન વાટાઘાટ માટે 10 વર્ષનાં અંતરાલની માંગણી કરી છે એ માટે મહત્તમ ગાળો 10 વર્ષ છે, જે 01.01.2017થી લાગુ થશે. સીપીએસઈ તેમનાં વહીવટી મંત્રાલય/વિભાગ સાથે પુષ્ટિ કર્યા પછી વેતન વાટાઘાટોનો અમલ કરશે, જેમાં વેતન પતાવટ માન્યતાપ્રાપ્ત માપદંડો સાથે સુસંગત છે. પૃષ્ઠભૂમિ: દેશમાં 320 સીપીએસઇમાં આશરે 12.34 લાખ કર્મચારીઓ છે. તેમાંથી આશરે 2.99 લાખ કર્મચારીઓ બોર્ડ લેવલ અને બોર્ડ લેવલથી નીચેનાં એક્ઝિક્યુટિવ્સ અને નોન-યુનિયનાઇઝ સુપરવાઇઝર છે. બાકીનાં આશરે 9.35 લાખ કર્મચારીઓ યુનિયનાઇઝ વર્કમેન કેટેગરીમાં સામેલ છે. યુનિયનાઇઝ વર્કમેનનાં સંબંધમાં વેતન સુધારાવધારાનો નિર્ણય વેતન વાટાઘાટ માટે જાહેર સાહસોનાં વિભાગ (ડીપીઇ) દ્વારા ઇશ્યૂ કરેલી માર્ગદર્શિકાની દ્રષ્ટિએ મજૂર સંગઠનો અને સીપીએસઇનાં સંચાલકો દ્વારા લેવામાં આવે છે.",Cabinet approves Wage Policy for the 8th Round of Wage Negotiations for workmen in Central Public Sector Enterprises https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95%E0%AA%BC%E0%AA%BF%E0%AA%82%E0%AA%97%E0%AA%A6%E0%AA%BE%E0%AA%93-%E0%AA%96%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B8/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-statement-prior-to-his-departure-to-qingdao-in-china/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના ક઼િંગદાઓ ખાતે રવાના થતા પહેલાં આપેલું વક્તવ્ય આ મુજબ છે. “હું શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની વિવિધ દેશના અધ્યક્ષોની પરિષદની વાર્ષિક બેઠકમાં હાજરી આપવા ચીનમાં ક઼િંગદાઓની મુલાકાત લઈ રહ્યો છું. હું પરિષદની સૌ પ્રથમ બેઠકમાં સંપૂર્ણ સભ્ય તરીકે ભારતના પ્રતિનિધિત્વ મંડળનું નેતૃત્વ કરતાં રોમાંચ અનુભવુ છું. આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદને લડત આપવાના મુદ્દે તથા સંપર્ક, વાણિજય, કસ્ટમ્સ, કાનૂન, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે સહયોગ, પર્યાવરણ સુરક્ષા અને કુદરતી આપત્તીનુ જોખમ ઘટાડવા તેમજ લોકોથી લોકો વચ્ચેના સંબંધો જેવી બાબતોમાં સહયોગ માટે એસસીઓનો સમૃદ્ધ એજન્ડા છે. છેલ્લા એક વર્ષથી ભારત એસસીઓનું સંપૂર્ણ સભ્ય બન્યુ હોવાથી સંગઠન અને સભ્ય દેશો સાથે આ બધાં ક્ષેત્રોમાં આપણો પરામર્શ નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ પામ્યો છે. હું માનુ છું કે ક઼િંગદાઓ શિખર પરિષદ દ્વારા એજન્ડામાં ફરી વૃદ્ધિ થશે અને તે ભારતના એસસીઓ સાથેના સંબંધોમાં એક નવી શરૂઆત માટે અગ્રેસર બની રહેશે. ભારતના એસસીઓના સભ્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ અને વિવિધ પરિમાણ ધરાવતા સંબંધો છે. એસસીઓ શિખર પરિષદની સાથે-સાથે મને એસસીઓના વિવિધ સભ્ય દેશોના વડાઓ સહિત ઘણા નેતાઓની સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પ્રાપ્ત થશે.”",PM’s statement prior to his departure to Qingdao in China https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B8%E0%AA%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-wishes-people-of-karnataka-on-sankranti/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંક્રાતિનાં તહેવાર પર કર્ણાટકની જનતાને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સંક્રાંતિ પર કર્ણાટકનાં મારાં ભાઈઓ અને બહેનોને શુભેચ્છા. તમામ કન્નાડિગાઓને સંક્રાંતિ પર મારી શુભકામનાઓ. આ પવિત્ર તહેવાર તમામનાં જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંવાદિતા અને સુખાકારી લાવે એવી પ્રાર્થના.”",PM wishes people of Karnataka on Sankranti https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-23-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8-2018%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-visit-madhya-pradesh-on-23rd-june-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જૂન, 2018ના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ઈન્દોર ખાતે મધ્યપ્રદેશ શહેરી વિકાસ મહોત્સવમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી રિમોટલી રાજ્યભરની વિવિધ 4000 કરોડ રૂપિયાથી વધુની વિભિન્ન શહેરી વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી પેયજળ પૂરવઠા યોજના, શહેરી ઘન કચરાનું વ્યવસ્થાપન, શહેરી સ્વચ્છતા, શહેરી પરિવહન અને શહેરી લેન્ડસ્કેપ પરિયોજનાઓનો સમાવેશ થાય છે. તેઓ સ્વચ્છ સર્વેક્ષણ – 2018ના પુરસ્કારોનું વિતરણ પણ કરશે અને સ્વચ્છ સર્વેક્ષણ – 2018ના પરિણામોનું ડેશબોર્ડ પણ પ્રસિદ્ધ કરશે. સ્વચ્છ શહેરો અને શ્રેષ્ઠ દેખાવ કરતા રાજ્યોને પ્રધાનમંત્રી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થશે. સ્વચ્છતામાં નવીનીકરણ માટે એક, સ્વચ્છતામાં ઉત્કૃષ્ઠ દેખાવ માટે એક અને એક સ્વચ્છતા સંબંધી ઉદ્યોગસાહસિકને પ્રધાનમંત્રી તરફથી પુરસ્કૃત કરવામાં આવશે. આ પહેલા રાજગઢમાં, પ્રધાનમંત્રી મોહનપુરા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પરિયોજના રાજગઢ જિલ્લામાં કૃષિ જમીનની સિંચાઈ સુવિધા સરળ બનાવશે. તે વિસ્તારના ગામોને પીવાનું પાણી પૂરું પાડશે. પ્રધાનમંત્રી પીવાના પાણીની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.",PM to visit Madhya Pradesh on 23rd June 2018 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8-17-2018-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%9C/,https://www.pmindia.gov.in/en/news_updates/prime-minister-to-chair-the-4th-meeting-of-the-governing-council-of-niti-aayog-on-june-17-2018/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવાર, 17 જૂન, 2018ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકની અધ્યક્ષતા કરશે. દિવસભરની આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર તથા ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ એક એવું મુખ્ય એકમ છે જે રાજ્યોની સક્રિય ભાગીદારીની સાથે રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓના ક્ષેત્રોમાં અને રણનીતિ તૈયાર કરવા માટે સહભાગી દ્રષ્ટિકોણ વિકસિત કરવાનું કાર્ય કરે છે. ગવર્નિંગ કાઉન્સિલ અગાઉના વર્ષ દરમિયાન કરેલા કાર્યોની સમીક્ષા કરે છે અને ભવિષ્યની વિકાસ પ્રાથમિકતાઓ પર વિચારણા કરે છે. ખેડૂતોની આવકને બમણી કરવી, આયુષમાન ભારત, રાષ્ટ્રીય પોષણ અભિયાન અને મિશન ઈન્દ્રધનુષ જેવી મુખ્ય યોજનાઓની પ્રગતિ; મહત્વાકાંક્ષી જિલ્લાઓનો વિકાસ અને મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતીની ઉજવણી જેવા મહત્ત્વના વિષયો પર કાઉન્સિલ ચર્ચા કરશે તેવી અપેક્ષા છે.","Prime Minister to Chair the 4th meeting of the Governing Council of NITI Aayog on June 17, 2018" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5-%E0%AA%AC%E0%AB%87%E0%AA%82/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-telephonic-conversation-with-world-bank-president/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે વિશ્વ બેંકના વડા શ્રી જિમ યોંગ કિમ તરફથી ફોન આવ્યો હતો. શ્રી કિમે વેપાર-વાણિજ્યની સરળતાના ક્રમાંકમાં ભારતનો ક્રમ ઐતિહાસિક પ્રરીતે ઉપર જવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, એ વાત પ્રશંસનીય છે કે, અંદાજે 1.25 બિલિયન લોકોના રાષ્ટ્રએ માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં 65 ક્રમની હરણફાળ ભરી છે. શ્રી કિમે ઉમેર્યું કે વ્યાપક રૂપમાં જોઈએ તો આ બાબત પ્રધાનમંત્રી મોદીની અડગ કટિબદ્ધતા અને નેતૃત્વના કારણે જ શક્ય બની શકી છે. તેમણે આ સિદ્ધિને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી હતી. શ્રી કિમે આ પ્રસંગે તાજેતરમાં પ્રધાનમંત્રીને મળેલા યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડ અને સીઓલ શાંતિ પુરસ્કાર સહિતના પુરસ્કારોને પણ યાદ કર્યા અને તેમના માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી કિમે વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં ભારતના પ્રયાસોને વિશ્વ બેંકનો દ્રઢ અને સતત સહકાર મળતો રહેશે તેની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીએ વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને સુધારવા માટેના ભારતના પ્રયાસોમાં સતત માર્ગદર્શન આપવા બદલ વિશ્વ બેંકના વડાનો આભાર માન્યો હતો, તેમણે ભારત માટે વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને સુધારવા માટેની ઝુંબેશમાં વિશ્વ બેંકનો દ્વારા અપાયેલા આ ક્રમાંકને ભારત માટે પ્રેરણાસ્રોત ગણાવ્યો હતો.",PM’s telephonic conversation with World Bank President https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%88%E0%AA%B0%E0%AA%BE-2/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approvesmou-between-india-and-iran-on-the-establishment-of-an-expert-group-on-trade-remedy-measures/,"પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને ઈરાન વચ્ચે પરસ્પર હિતનાં ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે વ્યાપારી ઉપચારાત્મક પગલાઓ પર એક નિષ્ણાંત જૂથની રચના કરવા માટેના સમજુતી કરારો (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરવાની પૂર્વવર્તી મંજુરી આપી હતી. આ એમઓયુ પર ઈરાનનાં રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન 17 ફેબ્રુઆરી, 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ વ્યાપારી ઉપચારાત્મક ક્ષેત્રો જેવા કે માહિતીનાં આદાન-પ્રદાન, ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ, એન્ટી ડમ્પિંગ અને પ્રતિકારી શુલ્કને લગતી તપાસમાં સહયોગ વગેરેમાં બંને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે.",Cabinet approves MoU between India and Iran on the establishment of an expert group on trade remedy measures https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%95%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-expresses-condolences-on-the-passing-away-of-union-minister-shri-ananth-kumar/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી અનંતકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “મારા એક મૂલ્યવાન સાથી અને મિત્ર શ્રી અનંતકુમારજીના નિધનથી અત્યંત દુઃખી છુ. તેઓ એક અસાધારણ નેતા હતા, તેમણે ઘણી નાની ઉંમરે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો અને ખૂબ જ પરિશ્રમ તથા સહાનુભૂતિ સાથે સમાજની સેવા કરી હતી. તેઓ તેમના સારા કાર્યો માટે હંમેશા યાદ રહેશે. શ્રી અનંતકુમારજીના નિધન પર મેં એમના પત્ની ડૉ. તેજસ્વીનીજી સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો હતો. દુઃખની આ ઘડીએ એમના પરિવાર, મિત્રો અને સહયોગીઓ સાથે મારી સંવેદના વ્યક્ત કરુ છું”",PM expresses condolences on the passing away of Union Minister Shri Ananth Kumar https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%85%E0%AA%AB%E0%AA%98%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D-4/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-condemns-the-terror-attacks-in-afghanistan/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું ગઈકાલે અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરું છું. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની બહુસાંસ્કૃતિક એકસૂત્રતા પર હુમલો કર્યો છે. ઘાયલોના પરિજનો સાથે મારી સાંત્વાના છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઘવાયેલા લોકો ઝડપથી સાજા થાય. ભારત આ દુઃખદ ઘડીમાં અફઘાનિસ્તાન સરકારની સાથે છે.",PM condemns the terror attacks in Afghanistan https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%95-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B5%E0%AA%BF/,https://www.pmindia.gov.in/en/news_updates/prime-minister-receives-dr-mohamed-asim-minister-of-foreign-affairs-special-envoy-of-the-president-of-the-republic-of-maldives/,"માલદિવનાં વિદેશ મંત્રી અને રાષ્ટ્રપતિનાં વિશેષ દૂત ડો. મોહમ્મદ આસિમ આજે (11-01-2018) બપોરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં. તેમણે ભારત અને માલદિવ વચ્ચે સહિયારા ઈતિહાસ, સંસ્કૃતિ અને હિંદ મહાસાગરમાં દરિયાઈ હિતો ધરાવતા પડોશી દેશો તરીકે સંબંધો અંગે ચર્ચા કરી હતી. વિશેષ દૂત આસિમે માલદિવની “ઈન્ડિયા ફર્સ્ટ (સર્વપ્રથમ ભારત)” નીતિ હેઠળ ભારત સાથે ગાઢ સંબંધ જાળવવા માલદિવની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત હંમેશા માલદિવના વિશ્વસનિય અને ગાઢ સંબંધ ધરાવતા પડોશી દેશ તરીકે રહેશે તથા તેની પ્રગતિ અને સુરક્ષાને ટેકો આપશે. વિશેષ દૂત આસિમે રાષ્ટ્રપતિ યામીન તરફથી પ્રધાનમંત્રીને માલદિવની મુલાકાત લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રીએ આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અનુકૂળ સમયે મુલાકાત લેવા સંમતિ આપી હતી. વિશેષ દૂતે પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની શુભેચ્છા પાઠવી હતી, જેની સામે પ્રધાનમંત્રીએ પણ ઉષ્માસભર શુભકામનાઓ પાઠવી હતી.","Prime Minister receives Dr. Mohamed Asim, Minister of Foreign Affairs & Special Envoy of the President of the Republic of Maldives" https://www.pmindia.gov.in/gu/news_updates/9%E0%AA%AE%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%87%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BF%E0%AA%9F-2019/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-address-at-the-inauguration-of-9th-vibrant-gujarat-summit-2019/,"વિવિધ દેશોના માનનીય મંત્રીઓ અને મહાનુભાવો, ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, આમંત્રિત મહેમાનો, સહભાગીઓ, મંચ પર ઉપસ્થિત ગણમાન્ય વ્યક્તિઓ, યુવા મિત્રો, દેવીઓ અને સજ્જનો! વાઇબ્રન્ટ ગુજરાત સમિટના નવમાં સંસ્કરણમાં હું તમારુ સ્વાગત કરીને અત્યંત ખુશી અનુભવી રહ્યો છું. તમે જુઓ છો કે, વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ એક આંતરરાષ્ટ્રીય સમિટ બની ગઈ છે. આ એક એવું આયોજન છે, જેમાં તમામને ઉચિત સ્થાન મળે છે. એમાં વરિષ્ઠ રાજનતાઓની ગરિમામય ઉપસ્થિતિ છે. એમાં સીઇઓ અને કોર્પોરેટ હસ્તીઓની વ્યાપક ઊર્જા છે. એમાં સંસ્થાઓ અને નીતિગત નિર્માતાઓનું ગૌરવ છે તેમજ સાથે-સાથે તેમાં યુવા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ-અપની જીવનશક્તિ છે. ‘વાઇબ્રન્ટ ગુજરાતે’ આપણા ઉદ્યોગસાહસિકોનો આત્મવિશ્વાસ વધારવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. એણે ક્ષમતાનિર્માણની સાથે-સાથે સરકારી એજન્સીઓ દ્વારા સર્વોત્તમ વૈશ્વિક રીતો કે પ્રથાઓ અપનાવવામાં પણ ઘણી મદદ કરી છે. હું તમારા બધા માટે ઉપયોગી, સાર્થક અને સુખદ શિખર સંમેલનની કામના કરું છું. ગુજરાતમાં આ પતંગોત્સવ અથવા ઉત્તરાયણની સિઝન છે. આ શિખર સંમેલનનાં વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મને આશા છે કે, તમે ઉત્સવો અને રાજ્યનાં વિવિધ સ્થળોનો આનંદ લેવા માટે થોડો સમય કાઢશો. હું ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાતના આ સંસ્કરણનાં 15 સાથીદાર દેશોનું સ્વાગત કરું છું અને એમનો આભાર માનું છું. હું 11 સાથીદાર સંસ્થાઓની સાથે એ તમામ દેશો, સંસ્થાઓ અને સંગઠનોનો પણ આભાર માનું છું, જેણે આ ફોરમમાં પોતપોતાનાં મંચનું આયોજન કર્યું છે. આ પણ અત્યંત સંતોષની વાત છે કે, આઠ ભારતીય રાજ્ય પોતાને ત્યાં ઉપલબ્ધ રોકાણની તકો પર પ્રકાશ ફેંકવા માટે આ ફોરમનો ઉપયોગ કરવા માટે આગળ આવ્યાં છે. મને આશા છ કે, તમે ‘ગ્લોબલ ટ્રેડ શો’નું અવલોકન કરવા માટે થોડો સમય કાઢશો, જેનું આયોજન ખૂબ મોટા પાયે થઈ રહ્યું છે અને જેમાં વિવિધ પ્રકારનાં આંતરરાષ્ટ્રીય ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને ટેકનોલોજીઓનું પ્રદર્શન કર્યું છે. ખરેખર ગુજરાત એ વેપાર-વાણિજ્યની સર્વોત્તમ ભાવના અને વાતાવરણનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતમાં ઉપસ્થિત છે. આ આયોજનથી ગુજરાતને છેલ્લા ઘણા દાયકાઓથી હાંસલ લીડ વધારી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આઠ સફળ આયોજનો સાથે વ્યાપક પરિવર્તનો થયા છે. વિવિધ વિષયો પર અનેક સંમેલન અને ચર્ચા-વિચારણાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુદ્દા ભારતીય સમાજ અને તેના અર્થતંત્રની સાથે-સાથે સંપૂર્ણ વૈશ્વિક સમુદાય માટે ઘણી બધી રીતે મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, હું આવતીકાલે આયોજિત આફ્રિકા દિવસ અને 20 જાન્યુઆરીનાં રોજ આયોજિત આંતરરાષ્ટ્રીય ચેમ્બર્સનાં સંમેલનનો ઉલ્લેખ કરવા માગુ છુ. મિત્રો, આજે અહિં ઉપસ્થિત લોકો ખરા અર્થમાં ગરિમામયી ઉપસ્થિતિનું પ્રતિક છે. અમે અનેક રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સન્માનનો અનુભવ કરી છીએ. એનાથી એ જાણકારી મળે છે કે, આંતરરાષ્ટ્રીય દ્વિપક્ષીય સહયોગ હવે ફક્ત રાષ્ટ્રીય રાજધાની સુધી જ મર્યાદિત નથી, પણ એનો વિસ્તાર હવે અમારા જુદા-જુદા રાજ્યોની રાજધાનીઓ સુધી થયો છે. સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોની જેમ ભારતમાં પણ આપણા પડકારો પણ તમામ સ્તરે વધશે. આપણે વિકાસના લાભ એ ક્ષેત્રો અને એ સમુદાયો સુધી પહોંચાડવાનાં છે, જે આ બાબતે પાછળ રહી ગયા છે. બીજી રીતે જોઈએ તો આપણે આપણા જીવનનું સ્તર, આપણી સેવાઓની ગુણવત્તા અને આપણી માળખાગત સુવિધાઓની ગુણવત્તા લોકોની વધેલી અપેક્ષાઓને પૂર્ણ કરવાની છે. આપણે આ વાતથી સારી રીતે વાકેફ છીએ કે ભારતમાં આપણી સફળતાઓ વસતિના છઠ્ઠા ભાગને સીધી રીતે અસર કરશે. મિત્રો, જે લોકો ભારતની મુલાકાત નિયમિત રીતે લે છે, તેમણે અહિં પરિવર્તનનો પવન જરૂર અનુભવ્યો હશે. આ પરિવર્તન દિશા અને તીવ્રતા બંને દ્રષ્ટિએ થયુ છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અમારી સરકારે સરકારનું કદ ઘટાડવા અને સુશાસન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મારી સરકારનો મંત્ર છે – રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને સતત પરફોર્મ. અમે ઘણાં નક્કર પગલાં લીધા છે. અમે એવી વ્યાપક માળખાગત સુધારાની વ્યવસ્થાનો અમલ કર્યો છે, જેનાથી આપણા અર્થતંત્ર અને દેશને નવી મજબૂતી મળી છે. જે અમે સાબિત કરી દેખાડ્યું છે, અમારી ગણના અત્યારે પણ દુનિયાના સૌથી વધુ ઝડપથી વધતા અર્થતંત્રોમાં થાય છે. વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) જેવી મુખ્ય આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની સાથે-સાથે મૂડીઝ જેવી ઘણી જાણીતી એજન્સીઓએ પણ ભારતની આર્થિક સફરમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમે એ અવરોધો દૂર કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે અમને અમારી સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરતા અટકાવતી હતી. મિત્રો, ભારતમાં વેપાર-વાણિજ્યનું વાતાવરણ અત્યારે છે એવું અગાઉ ક્યારેય નહોતું. અમે વેપાર-વાણિજ્યને સરળ કર્યો છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અમે વિશ્વ બેંકનાં ‘વેપાર-વાણિજ્યમાં સરળતા કરવાનાં’ સૂચકાંકમાં 65 સ્થાનોની છલાંગ લગાવી છે. આ સૂચકાંકમાં ભારત વર્ષ 2014માં 142મું સ્થાન ધરાવતો હતો, જે અત્યારે 77મું સ્થાન ધરાવે છે, પણ હજુ અમે સંતુષ્ટ નથી. મેં મારી ટીમને વધુ મહેનત કરવા જણાવ્યું છે, જેથી ભારત આગામી વર્ષે આ સૂચકાંકમાં ટોચનાં 50 દેશોમાં સ્થાન મેળવી શકે. હું ઇચ્છું છું કે અમારા નીતિનિયમો અને પ્રક્રિયાઓની સરખામણી વિશ્વમાં સર્વોત્તમ ગણાતા નીતિનિયમો અને પ્રક્રિયાઓ સાથે થાય. અમે વેપાર-વાણિજ્યની પ્રક્રિયાને વાજબી પણ બનાવી છે. વસ્તુ અને સેવા કર (જીએસટી)ને લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય અને એનુ સરળીકરણ કરવાના અન્ય ઉપાયોની સાથે-સાથે કરવેરા સહિત લેવડ-દેવડ (નાણાકીય વ્યવહારો)નો ખર્ચ ઘટ્યો છે અને પ્રક્રિયાઓ પણ વધારે સરળ થઈ છે. અમે ડિજિટલ પ્રક્રિયાઓ, ઓનલાઇન લેવડ-દેવડ અને સિંગલ પોઇન્ટ પર પરસ્પર સંવાદ મારફતે વેપાર-વાણિજ્ય કરવામાં ઘણી ઝડપ પણ લાવી દીધી છે. પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ની દ્રષ્ટિએ ભારતની ગણતરી હવે સૌથી વધુ ઉદાર દેશોમાં થાય છે. આપણાં અર્થતંત્રનાં સૌથી વધુ ક્ષેત્રો હવે એફડીઆઈ માટે ખુલી ગયા છે. 90 ટકાથી વધારે મંજૂરીઓ ઑટોમેટિક મળી જાય છે. આ ઉપાયોથી આપણું અર્થતંત્ર હવે વિકાસનાં માર્ગે ઝડપથી અગ્રેસર થયું છે. આપણે 263 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ હાંસલ કર્યું છે. આ છેલ્લાં 18 વર્ષોમાં હાંસલ થયેલા એફડીઆઇનો 45 ટકા હિસ્સો છે. મિત્રો, અમે એની સાથે વેપાર-વાણિજ્યની પ્રક્રિયાને પણ સ્માર્ટ બનાવી છે. અમે સરકારની આવક અને ખરીદીમાં આઇટી આધારિત લેવડ-દેવડ પર વિશેષ ભાર મૂક્યો છે. સરકારી લાભોનાં પ્રત્યક્ષ હસ્તાંતરણ સહિત ડિજિટલ ચુકવણીને હવે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી રહી છે. અમારી ગણતરી હવે સ્ટાર્ટ અપ માટે દુનિયાની સૌથી મોટી ઇકોસિસ્ટમમાં થાય છે અને તેમાંથી ઘણી ટેકનોલોજીઓનાં ક્ષેત્રમાં પગ મૂક્યો છે. એટલે હું કોઈ પણ પ્રકારનાં સંકોચ વિના કહી શકું છું કે, અમારી સાથે વેપાર-વાણિજ્ય કરવો એક મોટી તક છે. આમ થવાનું મુખ્ય કારણ એ પણ છે કે, ભારતની ગણતરી અંકટાડ દ્વારા લિસ્ટેડ ટોચનાં 10 એફડીઆઇ સ્થળોમાં થાય છે. અમારે ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે વાજબી ઉત્પાદનની વિવિધ રીતો લાગુ પડી છે. ભારતમાં જ્ઞાન અને ઊર્જાથી સંપન્ન કુશળ વ્યાવસાયિકો પણ છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો એન્જિનીયરિંગ આધાર તથા શ્રેષ્ઠ સંશોધન અને વિકાસ સુવિધાઓ છે. વધતા કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી), સતત વધી રહેલો મધ્યમ વર્ગ અને તેમની ખરીદ ક્ષમતાથી આપણાં વિશાળ સ્થાનિક બજારનું ઝડપથી વિસ્તરણ થઈ રહ્યું છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન અમે કોર્પોરેટ દ્રષ્ટિએ ઓછો કરવેરો ધરાવતી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યાં છીએ. અમે નવા રોકાણોની સાથે-સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે કરવેરાનાં દરને 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરી દીધો છે. બૌદ્ધિક સંપદા અધિકારો (આઇપીઆર) સાથે સંબંધિત મુદ્દાઓ માટે અમે ધારાધોરણો (બેન્ચમાર્ક) નીતિઓ વિકસાવી છે. હવે ભારત પણ સૌથી વધુ ઝડપથી ટ્રેડમાર્ક ધરાવતાં દેશોમાં સામેલ છે. દેવાળીયું અને નાદારીપણાની આચારસંહિતાને કારણે વેપારીઓ અને વ્યાવસાયિકોને હવે લાંબી જટિલ અને નાણાકીય લડાઈઓ લડ્યાં વિના જ પોતાનાં વ્યવસાયમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી ગયો છે. છેવટે વેપાર-વાણિજ્ય શરૂ કરવાથી લઈને તેનુ સંચાલન, ચાલુ રાખવા અને પછી બંધ થાય ત્યાં સુધી અમે નવી સંસ્થાઓ, કાયદાઓ અને પ્રક્રિયાઓ તૈયાર કરવા પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. આ તમામ વેપાર-વાણિજ્ય હાથ ધરવાની સાથે અમારી જનતાના સ્વાભાવિક અને સરળ જીવન માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. અમે એ પણ સારી રીતે સમજીએ છીએ કે, એક યુવા રાષ્ટ્ર હોવાનાં નાતે રોજગારીનું સર્જન કરવા અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. બંને રોકાણ સાથે સંબંધિત છે. એટલે છેલ્લાં થોડાં વર્ષોમાં ઉત્પાદન અને માળખાગત મૂળભૂત સુવિધાઓ પર અભૂતપૂર્વ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમે અમારા યુવાનો માટે રોજગારીનું સર્જન કરવા માટે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આકરી મહેનત કરી છે. અમારી ‘મેક ઇન ઇન્ડિયા’ નામની પહેલ મારફતે રોકાણનાં અન્ય કાર્યક્રમોને જેમ કે ડિજિટલ ઇન્ડિયા અને કૌશલ્ય ભારતમાંથી વ્યાપક સાથસહકાર મળ્યો છે. અમારુ ધ્યાન આપણી ટેકનોલોજીકલ માળખું, નીતિઓ અને રીતો કે પરંપરાઓને સર્વોત્તમ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ બનાવવા અને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉત્પાદન કેન્દ્ર સ્વરૂપે પરિવર્તિત કરવા પણ કટિબદ્ધ છીએ. સ્વચ્છ ઊર્જા અને હરિત વિકાસ તથા પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરે એવા ઉત્પાદનો બનાવવા – આ સમસ્યા પ્રત્યે પણ અમે કટિબદ્ધ છીએ. અમે આખી દુનિયાને વચન આપ્યું છે કે, અમે આબોહવામાં ફેરફારને અસર કરતાં પરિબળોને ઘટાડવાની દિશામાં કામ કરીશું. વીજળીનાં પુરવઠાની દ્રષ્ટિએ ભારત દુનિયામાં નવીનીકરણ ઊર્જાની દ્રષ્ટિએ અમે પાંચમો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત પવન ઊર્જાનો ચોથો સૌથી મોટો ઉત્પાદક અને સૌર ઊર્જામાં પાંચમો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. અમે માર્ગો, બંદરો, રેલવે, એરપોર્ટ, ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ નેટવર્ક અને ઊર્જા સહિત આગામી પેઢીની મૂળભૂત માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવા માટે આતુર છીએ. અમે અમારા દેશનાં લોકોની આવક વધારવા અને જીવનનું ગુણવત્તાયુક્ત સ્તર સુનિશ્ચિત કરવા માટે પોતાનાં સામાજિક, ઔદ્યોગિક અને કૃષિ સાથે સંબંધિત મૂળભૂત ખાતામાં મોટા પાયે રોકાણ કરી રહ્યાં છીએ. ઉદાહરણ તરીકે, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન વીજળીની ક્ષમતામાં સૌથી વૃદ્ધિ અને ઉત્પાદન થયું છે. પહેલી વાર ભારત વીજળીનો ચોખ્ખો નિકાસકાર બન્યો છે. અમે મોટા પાયે એલઇડી બલ્બનું વિતરણ કર્યું છે. પરિણામે ઊર્જાની મોટા પાયે બચત થઈ છે. અમે અભૂતપૂર્વ ઝડપ સાથે રેલવેની લાઇનો પાથરી છે. માર્ગ નિર્માણમાં અમારી કામગીરીની ઝડપ વધીને બે ગણી થઈ છે. અમે મુખ્ય બંદરોની ક્ષમતામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ જોડાણ હવે 90 ટકા થયું છે. નવી રેલવે લાઇનો પાથરવા, રેલવે લાઇનનું ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન બેગણું થઈ ગયું છે. અમે ઓનલાઇન પ્રક્રિયા મારફતે નિયમિત રીતે મુખ્ય યોજનાઓનાં અમલીકરણને સરળ અને સુગમ કર્યું છે. મૂળભૂત માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત અમારી સરકારી-ખાનગી ભાગીદારી હવે રોકાણને વધારે અનુકૂળ થઈ છે. અમારી સરકારનાં સંપૂર્ણ કાર્યકાળમાં જીડીપીનો વૃદ્ધિદર સરેરાશ 7.3 ટકા રહેવાની ધારણા છે, જે વર્ષ 1991 પછી કોઈ પણ ભારતીય સરકારની સૌથી વધુ આર્થિક વિકાસદર છે. તેની સાથે મોંઘવારીનો દર 4.6 ટકા રહેવાનો અંદાજ છે, જે વર્ષ 1991માં ભારતે ઉદારીકરણની પ્રક્રિયા શરૂ કરી પછી કોઈ પણ ભારતીય સરકારનાં કાર્યકાળ દરમિયાન લઘુતમ રહી છે. અમારુ માનવું છે કે, વિકાસનાં લાભ લોકો સુધી સરળતાપૂર્વક અને કાર્યદક્ષતા સાથે પહોંચવા જોઈએ. આ સંબંધમાં હું થોડા ઉદાહરણ તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. હવે અમારા દેશમાં દરેક પરિવાર એક બેંક એકાઉન્ટ ધરાવે છે. અમે નાનાં ઉદ્યોગસાહસિકોને કોઈ પણ પ્રકારની જામીન કે ગેરેન્ટી વિના લોન આપી રહ્યાં છીએ. હવે અમારા દેશનાં દરેક ગામમાં વીજળીનો પુરવઠો પહોંચી ગયો છે. હવે અમારા દેશમાં લગભગ તમામ ઘરોમાં પણ વીજળી પહોંચી ગઈ છે. અમે મોટી સંખ્યામાં એવા લોકોને રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવ્યો છે, જે અત્યાર સુધીનું એનું વહન કરવામાં સક્ષમ નહોતા. અમે શહેરી અન ગ્રામીણ એટલે તમામ ક્ષેત્રોમાં ઉચિત સ્વચ્છતા સુનિશ્ચિત કરી છે. અમે ઘરોમાં શૌચાલયોનો પૂર્ણ વ્યાપ અને તેના ઉચિત ઉપયોગની દિશામાં કામ કરી રહ્યાં છીએ. દેવીઓ અને સજ્જનો, ભારતની ગણતરી પણ વર્ષ 2017માં વિશ્વનાં સૌથી વધુ ઝડપથી વિકસતા પર્યટન સ્થળોમાં થઈ છે. વર્ષ 2016ની સરખામણીમાં ભારતનો વૃદ્ધિ દર 14 ટકા હતો, ત્યારે એ જ વર્ષે વૈશ્વિક સ્તરે વૃદ્ધિનો દર સરેરાશ 7 ટકા હતો. છેલ્લા ચાર વર્ષ દરમિયાન પ્રવાસીની ટિકિટોમાં દસ 10 ટકાથી વધારે વૃદ્ધિની દ્રષ્ટિએ ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતુ ઉડ્ડયન બજાર પણ રહ્યુ છે. એટલે એક ‘નવું ભારત’ વિકસી રહ્યું છે, જે આધુનિક અને સ્પર્ધાત્મક હશે તથા એની સાથે એ લોકોની કાળજી રાખનાર અને સહાનુભૂતિશીલ પણ હશે. આ સહાનુભૂતિ ધરાવતા દ્રષ્ટિકોણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘આયુષ્માન ભારત’ નામની અમારી આરોગ્ય વીમા યોજના છે. તેનો લગભગ 50 કરોડ લોકોને લાભ મળશે, જે અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત વસતિથી વધારે છે. આયુષ્માન ભારત યોજના સ્વાસ્થ્ય સાથે સંબંધિત મૂળભૂત માળખાગત સુવિધાઓ, ચિકિત્સા ઉપકરણોનું નિર્માણ અને સ્વાસ્થ્ય સેવાઓના ક્ષેત્રમાં વ્યાપક રોકાણની તકો ઉપલબ્ધ કરાવશે. હું થોડાં ઉદાહરણ પ્રસ્તુત કરવા માગું છું. ભારતમાં 50 શહેર મેટ્રો રેલવે સિસ્ટમનું નિર્માણ કરવા તૈયાર છે. અમારે 50 મિલિયન મકાનોનું નિર્માણ કરવાનું છ. માર્ગ, રેલવે અને જળમાર્ગો સાથે જોડાયેલી જરૂરિયાતો અત્યંત વધારે છે. આપણે ત્વરિત અને સ્વચ્છ રીતે પોતાનાં લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે વિશ્વસ્તરીય ટેકનોલોજીઓ ઇચ્છીએ છીએ. મિત્રો, એટલે ભારતમાં પુષ્કળ તકો ઉપલબ્ધ છે. આ એકમાત્ર એવો દેશ છે, જ્યાં તમારા માટે લોકશાહી, યુવા વસતિ અને વ્યાપક માંગ ત્રણે એક સાથે ઉપલબ્ધ છે. ભારતમાં અગાઉ રોકાણ કરી ચૂકેલા રોકાણકારોને હું એ વાતની ખાતરી આપવા ઇચ્છું છું કે, આપણી લોકશાહી વ્યવસ્થા, માનવીય મૂલ્ય અને સારી રીતે સ્થાપિત સુદ્રઢ ન્યાયિક વ્યવસ્થા તમારા રોકાણની સુરક્ષા સુનિશ્ચિત કરશે. અમે રોકાણનાં વાતાવરણને વધારે શ્રેષ્ઠ બનાવવા તથા પોતાને મહત્મત પ્રતિસ્પર્ધી બનાવવાની દિશામાં સતત કામ કરી રહ્યાં છીએ. અત્યાર સુધી ભારતમાં રોકાણ ન કરનારા રોકાણકારોને અહિં હું ઉપલબ્ધ તકો શોધવા આમંત્રણ આપવા ઇચ્છું છું અને પ્રોત્સાહન આપવા ઇચ્છું છું. અત્યારે ભારતમાં રોકાણ કરવાનો સૌથી સારો સમય છે. અમે એક-એક કરીને તમામ રોકાણકારોની મદદ કરવા પ્રતિબદ્ધ ઉપાયો કર્યા છે. સૌથી મોટી વાત એ છે કે, હું તમને ખાતરી આપુ છું કે, હું તમારી સફરમાં તમારો સાથ આપવા માટે હંમેશા ઉપલબ્ધ રહીશ. ધન્યવાદ! તમારો ખૂબ-ખૂબ આભાર. ખૂબ-ખૂબ ધન્યવાદ.",PM’s address at the inauguration of 9th Vibrant Gujarat Summit 2019 https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B2%E0%AB%8D%E0%AA%A1-%E0%AA%87%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8B%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%A6/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-state-of-the-world-address-at-world-economic-forums-davos-summit/,"નમસ્કાર, વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એકત્ર થયેલા દુનિયાભરના દિગ્ગજોને, હું 130 કરોડ ભારતીયો વતી અભિનંદન પાઠવું છું. આજે જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારત કોરોનાની વધુ એક લહેરનો તકેદારી અને સાવધાનીપૂર્વક સામનો કરી રહ્યું છે. સાથે જ, ભારત આર્થિક ક્ષેત્રમાં પણ કેટલાય નવા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. ભારતમાં આજે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ છે અને ભારત માત્ર એક વર્ષમાં જ 160 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવાના આત્મવિશ્વાસથી પણ છલકાઇ રહ્યું છે. સાથીઓ, ભારત જેવી મજબૂત લોકશાહીએ આખા વિશ્વને એક સુંદર ભેટ આપી છે, એક આશાનું પૂંજ આપ્યું છે. આ પૂંજમાં, અમારો એટલે કે ભારતીયોનો લોકશાહી પર રહેલો અતૂટ વિશ્વાસ છે, આ પૂંજમાં 21મી સદીને સશક્ત બનાવનારી ટેકનોલોજી છે, આ પૂંજમાં અમારા ભારતીયોનો ઉત્સાહ છે, અમારા ભારતીયોનું કૌશલ્ય રહેલું છે. જે બહુ-ભાષીય, બહુ-સાંસ્કૃતિક માહોલમાં અમે ભારતીયો રહીએ છીએ તે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી તાકાત છે. આ તાકાત, સંકટના સમયમાં માત્ર પોતાના માટે નથી વિચારતી પરંતુ સમગ્ર માનવજાતના હિતમાં કામ કરવાનું શીખવે છે. કોરોનાના આ સમય દરમિયાન આપણે જોયું છે કે, કેવી રીતે ભારત ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’, આ દૂરંદેશી પર આગળ વધીને અનેક દેશોમાં આવશ્યક દવાઓ અને રસીનો પુરવઠો પહોંચાડીને કરોડો લોકોના જીવ બચાવી રહ્યું છે. આજે ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ફાર્મા ઉત્પાદક છે અને તેમને ફાર્મસી ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. આજે ભારત દુનિયાના એવા દેશોમાંથી એક છે જ્યાંના હેલ્થ પ્રોફેશનલો, જ્યાંના ડૉક્ટરો પોતાની સંવેદનશીલતા અને તજજ્ઞતાથી સૌનો વિશ્વાસ જીતી રહ્યા છે. સાથીઓ, સંવેદનશીલતાની કસોટી સંકટના સમયમાં જ થાય છે, પરંતુ ભારતનું સામર્થ્ય આ સમયે આખી દુનિયા માટે એક દૃષ્ટાંતરૂપ છે. કટોકટીના સમય દરમિયાન, ભારતના -3 કહું ત્યારે, ‘પ્રો પ્લેનેટ પીપલ’ હોય છે, તેનો મોટો આધાર બનાવી શકીએ છીએ. મિત્રો, આજે 2022ના આરંભમાં જ્યારે આપણે દાવોસમાં આ મંથન કરી રહ્યા છીએ ત્યારે કેટલાક અન્ય પડકારો પ્રત્યે સચેત કરવાની પણ ભારત પોતાની જવાબદારી સમજે છે. આજે વૈશ્વિક વ્યવસ્થામાં પરિવર્તનની સાથે સાથે એક વૈશ્વિક પરિવારની જેમ આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ, તેમાં પણ વધારો થઇ રહ્યો છે. તેનો મુકાબલો કરવા માટે દરેક દેશ, દરેક વૈશ્વિક એજન્સી દ્વારા સહાકારપૂર્ણ અને તાલમેલબદ્ધ પગલાં લેવાની જરૂર છે. આ પુરવઠા સાંકળના વિક્ષેપો, ફગાવા અને આબોહવા પરિવર્તન તેના જ ઉદાહરણો છે. આવું અન્ય એક ઉદાહરણ છે – ક્રિપ્ટોકરન્સી. જે પ્રકારની ટેકનોલોજી તેની સાથે જોડાયેલી છે, તેમાં કોઇ એક દેશ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, તેના પડકારોનો સામનો કરવા માટે અપૂરતા હશે. આપણે એક સમાન વિચારધારા રાખવી પડશે. પરંતુ આજે વૈશ્વિક પરિદૃષ્યને જોતા એવો પણ સવાલ થાય કે, બહુપક્ષીય સંગઠનો, નવી વૈશ્વિક વ્યવસ્થા અને નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે કે નહીં, શું તેમનામાં એવું સામર્થ્ય રહ્યું છે? જ્યારે આ સંસ્થાઓ બની હતી ત્યારે પરિસ્થિતિઓ કંઇક જુદી હતી. આજે પરિસ્થિતિઓ ઘણી બદલાઇ ગઇ છે. આથી દરેક લોકશાહી દેશની જવાબદારી છે કે, આ સંસ્થાઓમાં સુધારા પર તેઓ વેગ આપે જેથી વર્તમાન અને ભવિષ્યમાં આવનારા પડકારોનો સામનો કરવા માટે તેમને સક્ષમ બનાવી શકાય. મને પૂરો વિશ્વાસ છે કે, દાવોસમાં થઇ રહેલી ચર્ચામાં આ દિશામાં સકારાત્મક સંવાદ કરવામાં આવશે. મિત્રો. નવા પડકારો વચ્ચે આજે દુનિયાને નવા માર્ગોની પણ જરૂર છે, નવા સંકલ્પોની જરૂર છે. આજે દુનિયાના દરેક દેશને એકબીજાના સહયોગની પહેલાં કરતાં ઘણી વધારે જરૂર છે. આજ બહેતર ભવિષ્યનો માર્ગ છે. મને ભરોસો છે કે, દાવોસમાં થઇ રહેલી આ ચર્ચા, આ ભાવનાનું વિસ્તરણ કરશે. ફરી એકવાર, આપ સૌને વર્ચ્યુઅલ માધ્યમથી પણ મળવાની તક મળી, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર!",PM’s ‘State of the World’ address at World Economic Forum’s Davos Summit https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95-%E0%AA%A6%E0%AA%BF-3/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-salutes-the-teaching-community-on-teachers-day-pays-tributes-to-former-president-dr-sarvepalli-radhakrishnan-on-his-birth-anniversary/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન પર શિક્ષકોને વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નનને તેમની જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શિક્ષક દિન પર હું શિક્ષકોને વંદન કરું છું, જેઓ સમાજમાં દેશના ભવિષ્યનો આધાર સમાન બાળકોમાં સંસ્કારોનું સિંચન કરે છે, તેમના મનને પ્રદીપ્ત કરે છે અને જ્ઞાનનો દીપ પ્રકટાવે છે. હું ઉત્કૃષ્ટ શિક્ષક અને રાજનીતિજ્ઞ ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને તેમની જન્મજયંતી પર શત શત વંદન કરું છું. શિક્ષકો હંમેશા આપણા ‘ન્યૂ ઇન્ડિયા’ (નવા ભારત)ના નિર્માણ કરવાના સ્વપ્નને સાકાર કરવામાં કેન્દ્રીય ભૂમિકામાં છે. 21મી સદીનું ભારત અત્યાધુનિક સંશોધન અને નવીનતાથી પ્રેરિત છે. ચાલો આપણે આગામી પાંચ વર્ષ “પરિવર્તનનો પવન ફૂંકવા, સમાજને જાગૃત કરવા અને નેતૃત્વ લેવા પ્રેરિત કરવા શિક્ષણને” માધ્યમ બનાવીએ.","PM salutes the teaching community, on Teachers’ Day; pays tributes to Former President Dr. Sarvepalli Radhakrishnan, on his birth anniversary" https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B0-4/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-greets-the-people-on-the-occasion-of-various-festivals-across-india-3/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “સૌને મકર સંક્રાતિની શુભેચ્છા! પોંગલની શુભકામનાઓ! માઘ બિહુનાં વિશેષ અવસર પર શુભેચ્છાઓ. ઉત્તરાયણની શુભકામનાઓ. આવનારા સમયમાં આપ સૌ પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરો એવી કામના.”",PM greets the people on the occasion of various festivals across India https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2-%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-inaugurates-various-projects-in-junagadh-district/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જૂનાગઢ જિલ્લામાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યુ હતુ, તેમાં સરકારી સિવિલ હોસ્પિટલ, દૂધ પ્રસંસ્કરણ પ્લાન્ટ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલાક ભવનો સામેલ છે. પ્રધાનમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યુ હતું કે, આજે રૂ. 500 કરોડની નવ નવી પહેલો શરૂ કરવામાં આવી છે, જે પૈકી કેટલીક દેશને સમર્પિત કરવામાં આવી છે, તો કેટલીકનું ખાતમુહૂર્ત થયું છે. તેમણે કહ્યું કે ભારતની વિકાસની સફરમાં એક નવી ઊર્જા અને ઝગમગાટ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યનાં દરેક ભાગ સુધી પીવાનું પર્યાપ્ત પાણી પહોંચે એ સુનિશ્ચિત કરવાનાં પ્રયાસો સતત ચાલુ છે. અમે જળ સંરક્ષણ માટે પણ કામ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલો બની રહી છે, તેનાથી દર્દીઓની સાથે તબીબ ક્ષેત્રનો અભ્યાસ કરવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને પણ મદદ મળી રહી છે. તેમણે જન ઔષધિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે અંતર્ગત જન ઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યાં છે. આ સ્ટોરમાં ઓછી કિંમતે જેનેરિક દવાઓ મળી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગને વાજબી કિંમતે દવા મળે એ મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે સ્વચ્છતા પર ભાર મૂક્યો છે, જેની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. સ્વચ્છતા ભારત પર ભાર મૂકવો ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે સ્વચ્છ ભારત એ સુનિશ્ચિત કરશે કે લોકો રોગોથી ન પીડાય. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રને સારાં ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફની જરૂર છે. અમે મેડિકલ સાધનો પણ ભારતમાં જ બનાવવા ઇચ્છીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વમાં ટેકનોલોજી દ્રષ્ટિએ થઈ રહેલી પ્રગતિ સાથે આ ક્ષેત્રએ પણ તાલમેળ જાળવવો જ પડશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન ભારત આરોગ્ય ક્ષેત્રની કાયાપલટ કરશે અને એ સુનિશ્ચિત કરશે કે ગરીબોને સર્વોત્તમ કક્ષાની સારવાર પરવડી શકે તેવી કિંમતે ઉપલબ્ધ બને.",PM inaugurates various projects in Junagadh district https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-addresses-inaugural-session-of-pio-parliamentarian-conference/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પ્રવાસી સાંસદ સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંમેલનમાં પ્રતિનિધિઓને આવકારતાં કહ્યું હતું કે, ઘણાં લોકો છેલ્લા ઘણા વર્ષોમાં ભારત છોડીને દુનિયાનાં વિવિધ દેશોમાં સ્થાયી થયા છે, પરંતુ ભારતે તેમનાં મન અને હૃદયમાં તેમની માતૃભૂમિ તરીકેનું આદરયુક્ત સ્થાન જાળવી રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય મૂળનાં લોકો દુનિયાનાં વિવિધ દેશોમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે એ કોઈ નવાઈ પામવા જેવી વાત નથી. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે તેમનાં જીવનમાં ભારતીયતાને જીવંત રાખવાની સાથોસાથ એ દેશોની ભાષા, ખાણીપીણી અને પરિવેશને પણ અપનાવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે દિલ્હીમાં ભારતીય મૂળનાં લોકોની મિની વૈશ્વિક સંસદ યોજાઈ હોય તેવું લાગે છે. આજે ભારતીય મૂળની વ્યક્તિઓમાં મોરેશિયસ, પોર્ટુગલ અને આયર્લેન્ડનાં પ્રધાનમંત્રીઓ સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય મૂળનાં લોકો અન્ય ઘણાં દેશોમાં સરકારનાં વડા અને રાજ્યનાં વડા તરીકે પણ કાર્યરત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં દુનિયાભરમાં ભારતની છાપ બદલાઈ છે. તેનું કારણ ભારતની પોતાની કાયાપલટ છે. ભારતીયોની આશા અને આકાંક્ષાઓ અત્યારે સૌથી વધુ છે. તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં કાયમી ફેરફારોનાં સંકેતો જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પીઆઇઓ જ્યાં રહે છે ત્યાં ભારતનાં કાયમી રાજદૂત સમાન છે. તેઓ વિદેશ જાય છે ત્યારે ભારતીય મૂળનાં લોકોને મળવાનો પ્રયાસ હંમેશા કરે છે. પ્રધાનમંત્રીએ વિદેશમાં વસતાં ભારતીય નાગરિકોની સમસ્યા પર બાજનજર રાખવા બદલ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં તેમણે કોન્સ્યુલર ફરિયાદોનાં રિયલ ટાઇમ નિરીક્ષણ અને પ્રતિસાદ માટે “મદદ” પોર્ટલનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર માને છે કે એનઆરઆઈ ભારતનાં વિકાસમાં ભાગીદાર છે. તેમણે જણાવ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા એક્શન એજન્ડા 2020 સુધીમાં એનઆરઆઈ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનાં મૂલ્યો અસ્થિરતાનાં યુગમાં સંપૂર્ણ વિશ્વને માર્ગદર્શન પૂરી પાડી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત આસિયાન દેશો સાથે ગાઢ સંબંધ ધરાવે છે, જે થોડાં દિવસોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન જોવા મળશે.",PM addresses inaugural session of PIO-Parliamentarian Conference https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-13-%E0%AA%8F/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-inaugurate-dr-ambedkar-national-memorial-at-alipur-road-in-delhi-tomorrow/,"ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 એપ્રિલનાં રોજ દિલ્હીમાં 26, અલીપુર રોડ પર ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદઘાટન કરશે. આ એ સ્થળ છે, જ્યાં ડૉ. આંબેડકરે 6 ડિસેમ્બર, 1956નાં રોજ મહાપરિનિર્વાણ ધારણ કર્યું હતું. 26, અલીપુર રોડ પર સ્થિત ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ સ્થળ ડિસેમ્બર, 2003માં ભારતનાં તત્કાલિન પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીએ દેશને અર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 માર્ચ, 2016નાં રોજ આ સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું હતું. ભારતનાં બંધારણનાં ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરનાં સ્મારકને પુસ્તકનો આકાર આપવામાં આવ્યો છે. સ્મારકમાં સંગ્રહાલયનો આશય સ્થિર મીડિયા, ગતિશીલ મીડિયા, ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ અને મલ્ટિમીડિયા ટેકનોલોજીનાં વિસ્તૃત ઉપયોગ મારફતે ડૉ. આંબેડકરનાં જીવનકવનનો સંપૂર્ણ અનુભવ તથા ભારતને તેમનાં યોગદાનને પ્રદર્શિત કરવાનો છે. અહીં ધ્યાન કક્ષ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તોરણ દ્વાર, બોધિવૃક્ષ, સંગીતમય ફુવારો અને ઝળહળતો પ્રવેશદ્વાર મુલાકાતીઓ માટે સ્મારકને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે.",PM to inaugurate Dr. Ambedkar National Memorial at Alipur Road in Delhi tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A8%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A6%E0%AB%88%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95-%E0%AA%A5%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE/,https://www.pmindia.gov.in/en/news_updates/pms-address-on-the-occasion-of-the-platinum-jubilee-of-the-daily-thanthi-in-chennai/,"આરંભમાં, ચેન્નાઈ તેમજ તામિલનાડુના અન્ય વિસ્તારોમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની હોનારતોમાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર અને અત્યંત વિષમ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા લોકોને મારી દિલસોજી અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. મેં રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. વરિષ્ઠ પત્રકાર થિરુ આર. મોહનના નિધન અંગે પણ હું ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. દૈનિક થાંતીએ ભવ્ય 75 વર્ષ સંપન્ન કર્યાં છે. અહીં સુધીની સફળ બદલ થિરુ એસ. પી. આદિથનાર, થિરુ એસ. ટી. આદિથનાર અને થિરુ બાલસુબ્રહ્મણ્યમ જીના યોગદાનને હું બિરદાવું છું. છેલ્લા સાડા સાત દાયકા દરમિયાન તેમના અસાધારણ પ્રયાસોને પગલે થાંતી, માત્ર તામિલનાડુમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં સૌથી મોટી મીડિયા બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવે છે. આ સફળતા બદલ હું થાંતી ગ્રુપના મેનેજમેન્ટ અને કર્મચારીઓને પણ અભિનંદન પાઠવું છું. 24 કલાકની ન્યુઝ ચેનલો હવે કરોડો ભારતીયોને ઉપલબ્ધ છે. છતાં, હજુ પણ અનેક લોકોનો દિવસ એક હાથમાં ચા કે કોફીના કપ અને બીજા હાથમાં વર્તમાનપત્રથી શરૂ થાય છે. મને કહેવામાં આવ્યું કે દૈનિક થાંતી આ વિકલ્પ માત્ર તામિલનાડુ જ નહીં, પરંતુ બેંગલુરુ, મુંબઈ અને છેક દુબઈમાં પણ 17 આવૃત્તિઓ દ્વારા પૂરો પાડે છે. 75 વર્ષો દરમિયાન કરાયેલું આ નોંધનીય વિસ્તરણ શ્રી થિરુ એસ. પી. આદિથનારના સ્વપ્નશીલ નેતૃત્ત્વને શ્રદ્ધાંજલિ છે, જેમણે 1942માં આ વર્તમાનપત્રની શરૂઆત કરી હતી. એ દિવસોમાં ન્યુઝપ્રિન્ટ મળવી મુશ્કેલ હતી. પરંતુ તેમણે ભૂસા-તણખલાંમાંથી બનાવાયેલા હાથ બનાવટના કાગળ પર છાપીને વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અક્ષરોનું કદ, સાદી ભાષા અને સમજાય તેવી સરળ છણાવટને કારણે દૈનિક થાંતી લોકપ્રિય બન્યું. એ જમાનામાં આ વર્તમાનપત્રએ લોકોમાં રાજકીય જાગરુકતા લાવવાનું અને લોકોને માહિતીસભર બનાવવાનું કામ કર્યું. આ વર્તમાનપત્ર વાંચવા માટે ચાની દુકાનો પર લોકોની ભીડ જમા થતી હતી. આ રીતે યાત્રાનો આરંભ થયો હતો, જે આજ દિવસ સુધી ચાલુ છે. પોતાના સંતુલિત અહેવાલોએ દૈનિક થાંતીને દહાડિયાઓથી માંડીને રાજકારણની ટોચની હસ્તી સુધી સહુમાં લોકપ્રિય બનાવ્યું છે. મને જાણવા મળ્યું કે થાંતી એટલે ટેલીગ્રામ. દૈનિક થાંતી એટલે “દૈનિક ટેલીગ્રામ”. છેલ્લાં 75 વર્ષ દરમિયાન ટપાલ વિભાગ દ્વારા પહોંચાડવામાં આવતો પરંપરાગત ટેલીગ્રામ લુપ્ત થઈ ગયો છે અને હવે ક્યાંયે તેનું અસ્તિત્ત્વ રહ્યું નથી. પરંતુ આ ટેલીગ્રામ, દરરોજ વિકાસ પામી રહ્યો છે. કઠોર પરિશ્રમ અને પ્રતિબદ્ધતા સાથેના મહાન વિચારોની આ શક્તિ છે. મને એ જાણીને આનંદ થયો કે થાંતી ગ્રુપે તેના સ્થાપક થિરુ આદિથનારના નામે તમિળ ભાષાના સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે પારિતોષિકો સંસ્થાપિત કર્યા છે. પારિતોષિકોના વિજેતાઓ – થિરુ તામિલાનબાન, ડૉ. ઈરાની અન્બુ અને થિરુ વી. જી. સંતોષમને હું પૂરા દિલથી અભિનંદન પાઠવું છું. મને ખાતરી છે કે જે લોકોએ લેખનને ઉમદા વ્યવસાય તરીકે લેખ્યું છે, તેમના માટે આ સન્માન પ્રોત્સાહક પરિબળ બની રહેશે. સન્નારીઓ અને સજ્જનો, જ્ઞાન માટે માનવજાતની શોધ આપણા ઈતિહાસ જેટલી જ જૂની છે. પત્રકારત્વ આ તરસ છીપાવવામાં મદદગાર બને છે. આજે વર્તમાનપત્રો માત્ર સમાચારો નથી આપતાં. તેઓ આપણા વિચારોને ઘડી શકે છે અને વિશ્વ માટે બારી ખોલી શકે છે. વ્યાપક સંદર્ભમાં જોઈએ તો, માધ્યમો, એ સમાજ પરિવર્તનનું સાધન છે. એટલે જ આપણે માધ્યમોને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ગણાવીએ છીએ. આજે, કલમની શક્તિ બતાવનારા લોકો તેમજ આ શક્તિ કેવી રીતે સમાજની અતિઆવશ્યક જીવન-શક્તિ અને વિવેકબુદ્ધિ બની શકે છે તે દર્શાવનારા લોકોની વચ્ચે મને આવવા મળ્યું એ મારું અહોભાગ્ય છે. સંસ્થાનવાદના કપરા કાળ દરમિયાન રાજા રામ મોહન રાયના સંવાદ કૌમુદી, લોકમાન્ય ટિળકના કેસરી અને મહાત્મા ગાંધીના નવજીવન જેવાં પ્રકાશનોએ દીવાદાંડી પેટાવીને આઝાદીની લડત જગાવી હતી. દેશભરમાં પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણીઓએ અવારનવાર એશોઆરામભરી જિંદગીનો ત્યાગ કર્યો હતો. તેમણે પોતાના વર્તમાનપત્રો દ્વારા સામુહિક સભાનતા અને જાગૃતિ ફેલાવવામાં મદદ કરી હતી. કદાચ એ સ્થાપક અગ્રણીઓના ઉચ્ચ આદર્શોને કારણે જ બ્રિટિશ રાજના દિવસોમાં સ્થપાયેલા અનેક વર્તમાનપત્રો આજે પણ પોતાની સુવાસ પ્રસરાવી રહ્યાં છે. મિત્રો, આપણે કદી એ ન ભૂલવું જોઈએ કે પેઢી દર પેઢીએ પોતાની સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જરૂરી ફરજો નિભાવી છે. આ રીતે આપણે આઝાદી મેળવી છે. સ્વતંત્રતા મળ્યા બાદ જાહેર પ્રવચનોમાં નાગરિકોના અધિકારોનો મુદ્દો મહત્ત્વનો બન્યો. કમનસીબે, સમય જતાં આપણે વ્યક્તિગત તેમજ સામુહિક ફરજને અવગણતા હોઈએ એવું લાગે છે. આને પગલે કોઈક રીતે આપણા સમાજમાં આજે કેટલાક દૂષણો મહામારી બની ગયાં છે. સક્રિય, જવાબદાર અને જાગૃત નાગરિકો માટે સામુહિક જાગરુકતા ઊભી કરવી એ હાલના સમયની માંગ છે. અધિકારો અંગે નાગરિકોની સંવેદનાને જવાબદારીપૂર્વકની સક્રિયતા અંગે નાગરિકોની સંવેદનાને સંતુલિત કરવી આવશ્યક છે. આ કામ ખરેખર તો શિક્ષણ વ્યવસ્થા દ્વારા તેમજ અમારા રાજકીય નેતાઓના વર્તન દ્વારા થવું જોઈએ. પરંતુ અહીં માધ્યમોની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વની છે. સન્નારીઓ અને સજ્જનો, સ્વતંત્રતા માટેના સંભાષણને આકાર આપનાર અનેક અખબારો સ્થાનિક ભાષાના સમાચારપત્રો હતાં. અલબત્ત, એ સમયની બ્રિટિશ સરકાર તો ભારતીય ભાષાકીય પત્રકારજગતથી ફફડતી હતી. સ્થાનિક ભાષાનાં વર્તમાનપત્રોને દબાવી દેવા માટે તેણે 1878માં વર્નાક્યુલર પ્રેસ એક્ટ અમલી બનાવવો પડ્યો હતો. અનેક વિવિધતા ધરાવતા આપણા દેશમાં સ્થાનિક ભાષાના વર્તમાનપત્રો – સમાચારપત્રો એ સમયે જેટલાં મહત્ત્વપૂર્ણ હતાં, એટલાં જ આજે પણ છે. તેમાં લોકો સહેલાઈથી સમજી શકે તે ભાષામાં લખાણ હોય છે. અવારનવાર તેઓ નબળા અને સામાજિક રીતે વંચિત જૂથોની મદદે આવે છે. એમની શક્તિ, એમની અસર અને એટલે જ તેમની જવાબદારીને કદી ઓછી આંકી શકાય તેમ નથી. તેઓ દૂર-અંતરિયાળ વિસ્તારો સુધી સરકારના ઉદ્દેશો અને નીતિઓના સંદેશવાહક છે. એ જ રીતે તેઓ લોકોના વિચારો, લાગણીઓ અને ભાવનાઓના મશાલચીઓ છે. આ સંદર્ભે, એ બાબતની નોંધ લેતાં ખરેખર આનંદ ઉપજે છે કે આજે પણ આપણા ગતિશીલ પ્રિન્ટ માધ્યમમાં કેટલાંક સૌથી વધુ વેચાણ ધરાવતાં વર્તમાનપત્રો સ્થાનિક ભાષાઓમાં પ્રકાશિત થાય છે, દૈનિક થાંતી તેમાંનું જ એક અખબાર છે. મિત્રો, મેં ઘણીવાર લોકોને નવાઈ પામતા જોયા છે કે દરરોજ વિશ્વભરમાં જે માત્રામાં સમાચારો બને છે, તે વર્તમાનપત્રમાં બરાબર બંધબેસતા કેવી રીતે હોય છે. એક ગંભીર નોંધ લઈએ કે, આપણે સહુ જાણીએ છીએ કે વિશ્વમાં રોજેરોજ અનેક ઘટનાઓ ઘટે છે. એમાંથી પસંદગી કરવી અને તેને કેટલું મહત્ત્વ આપવું તે સંપાદકો નક્કી કરે છે. તેઓ નક્કી કરે છે કે કોને પહેલા પાને સ્થાન આપવું, કોને વધુ જગ્યા ફાળવવી અને કોને પડતું મૂકવું. અલબત્ત, આને કારણે તેમને માથે મોટી જવાબદારી આવે છે. સંપાદકીય સ્વતંત્રતાનો લોકોના હિતમાં કુનેહપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. લેખનની સ્વતંત્રતા અને શું લખવું તેના નિર્ણયની સ્વતંત્રતામાં ઓછી ખાતરી ધરાવતું લખાણ કે હકીકતની ક્ષતિ ધરાવતું લખાણ સામેલ નથી થતું. મહાત્મા ગાંધીએ પોતે જ આપણને કહ્યું હતું : “એ મુજબ અખબારોને ચોથી જાગીર કહેવામાં આવે છે. એ ચોક્કસપણે એક તાકાત છે, પરંતુ આ તાકાતનો દુરુપયોગ કરવો એ ગુનો છે.” માધ્યમો ખાનગી વ્યક્તિઓની માલિકી ધરાવતાં હોવા છતાં તેઓ જાહેર હેતુ માટે સેવા આપે છે. વિદ્વાનો કહે છે કે તે બળજબરીને બદલે શાંતિ દ્વારા સુધારા લાવવાનું સાધન છે. એટલે, તેમનું સામાજિક ઉત્તરદાયિત્વ, ચૂંટાયેલી સરકાર કે ન્યાય વ્યવસ્થા જેટલું જ છે. અને તેમનું વર્તન પણ એટલું જ ઈમાનદારીપૂર્વકનું હોવું જોઈએ. મહાન સંત થિરુવલ્લુવરના શબ્દો યાદ કરીએ તો, “પ્રતિષ્ઠા અને સંપત્તિ બંને સાથે લાવી શકે છે એવું નૈતિકતા સિવાય આ વિશ્વમાં બીજું કશું જ નથી.” મિત્રો, ટેકનોલોજીએ માધ્યમોમાં ધરમૂળ પરિવર્તન આણ્યું છે. એક સમય હતો, જ્યારે ગામડાના બ્લેકબોર્ડ પર લખવામાં આવતી હેડલાઈન્સ ખૂબ વિશ્વસનીય ગણાતી હતી. આજે, ગામડાના બ્લેકબોર્ડથી માંડીને ઓનલાઈન બુલેટિન બોર્ડસ સુધી તમામ જગ્યાએ માધ્યમો છવાયેલાં છે. જેમ શિક્ષણ હવે શિક્ષણના પરિણામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, તે જ રીતે કન્ટેન્ટ (લેખન સામગ્રી)ના વપરાશ અંગે આપણું વલણ બદલાઈ ગયું છે. આજે દરેક નાગરિક પોતાને મળતા સમાચારનું વિવિધ સ્ત્રોતો મારફતે વિશ્લેષણ કરે છે, તેની ચર્ચા કરે છે, તેની ઉલટ તપાસ કરે છે અને તેની સત્યતા તપાસે છે. એટલે, માધ્યમોએ વિશ્વસનીયતા જાળવી રાખવા વધુ પ્રયત્નો કરવા જોઈએ. પ્રતિષ્ઠિત માધ્યમો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા હોય એ પણ આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સારી બાબત છે. વિશ્વસનીયતા પર નવેસરથી ભાર મૂકવાને કારણે આપણે આત્મનિરીક્ષણ કરીએ છીએ. હું દ્રઢપણે માનું છું કે માધ્યમોમાં જ્યારે પણ પરિવર્તનની જરૂર પડી છે, ત્યારે તે આંતરખોજ દ્વારા, આત્મનિરીક્ષણ દ્વારા જ આવ્યું છે. અલબત્ત, આપણે 26મી નવેમ્બરના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલાના વિશ્લેષણના અહેવાલો જેવા કેટલાક પ્રસંગોએ આત્મનિરીક્ષણની પ્રક્રિયા નિહાળી પણ છે. કદાચ, આ પ્રક્રિયા અવારનવાર ઘટવી જોઈએ. મિત્રો, હું આપણા પ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના શબ્દો યાદ કરું છું : “આપણે એટલું મહાન રાષ્ટ્ર છીએ. આપણી અનેક અદ્ભુત સિદ્ધિઓ છે, પરંતુ આપણે શા માટે તેનો સ્વીકાર કરવાનો ઇનકાર કરીએ છીએ.?” મેં જોયું છે કે આજે માધ્યમોમાં કરાતી અનેક ચર્ચાઓ રાજકારણની આસપાસ જ હોય છે. લોકશાહીમાં રાજકારણ અંગે લંબાણપૂર્વકની ચર્ચા યોગ્ય છે. પરંતુ ભારત, રાજકારણીઓ કરતાં ઘણું વધુ છે. ભારત આજે જે પણ છે તેને 125 કરોડ ભારતીયોએ બનાવ્યું છે. માધ્યમો તેમના અહેવાલો અને તેમની સફળતાઓ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તો મને આનંદ થશે. આ પ્રયાસમાં, મોબાઈલ ફોન ધરાવતો પ્રત્યેક નાગરિક તમારો મિત્ર છે. વ્યક્તિગત લોકોની સફળતાની વાતોના પ્રચાર-પ્રસાર માટે સીટિઝન રિપોર્ટિંગ મહત્ત્વનું સાધન બની શકે છે. કટોકટી કે કુદરતી હોનારતોના સમયે રાહત અને બચાવના પ્રયાસોને માર્ગદર્શક નીવડવામાં પણ તે અત્યંત સહાયભૂત બની શકે છે. મને એ પણ ઉમેરવા દો કે કુદરતી હોનારતોના સમય દરમિયાન સામાન્ય રીતે માધ્યમો ઘટનાના વિવિધ પાસાંઓને સાંકળવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. વિશ્વભરમાં કુદરતી આફતોની માત્રા અને તીવ્રતા વધતી જતી હોય તેમ જણાય છે. આપણા સહુને માટે આબોહવા પરિવર્તન એક પડકાર છે. આબોહવા પરિવર્તન સામેની આ લડાઈમાં માધ્યમો આગેવાની લેશે ? શું માધ્યમો માત્ર થોડી જગ્યા કે દરરોજ ચોક્કસ થોડો સમય આબોહવા પરિવર્તનનો પડકાર ઝીલવા માટેની ચર્ચા કે તે અંગે જાગૃતિ વધારવા માટે ફાળવશે ? હું અહીં, સ્વચ્છ ભારત મિશન માટે માધ્યમોના પ્રતિસાદની પ્રશંસા કરવાની તક લઉં છું. આપણે વર્ષ 2019 સુધીમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિએ સ્વચ્છ ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવું છે, ત્યારે માધ્યમોએ સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ પેદા કરવા તેમજ સામુહિક જાગૃતિ ફેલાવવામાં જે રચનાત્મક ભૂમિકા ભજવી છે, તે મારા હૃદયને સ્પર્શી ગઈ છે. લક્ષ્ય હાંસલ કરી લીધું એવો દાવો અમે દાવો કરીએ એ પહેલાં જ તેમણે કેટલું કામ કરવાનું બાકી છે તે પણ જણાવી દીધું છે. સન્નારીઓ અને સજ્જનો, બીજું પણ એક ચાવીરૂપ ક્ષેત્ર છે, જ્યાં માધ્યમો મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. એ છે એક ભારત, શ્રેષ્ઠ ભારત અભિયાન. હું એક ઉદાહરણ આપીને એ સમજાવું. શું આ અભિયાન માટે કોઈ વર્તમાનપત્ર એક વર્ષ સુધી દરરોજ કેટલાક કોલમ ઈંચની જગ્યા ફાળવી શકે ? દરરોજ તેઓ પોતાના પ્રકાશનની ભાષામાં એક સરળ વાક્ય લખી શકે અને તેની સાથે અગ્રણી ભારતીય ભાષાઓમાં તેનો અનુવાદ, અને ભાવાનુવાદ આપી શકે. વર્ષને અંતે, વર્તમાનપત્રના વાચકો પાસે તમામ મુખ્ય ભારતીય ભાષાઓમાં 365 જેટલા સરળ વાક્યો હશે. તમે કલ્પના કરો કે આટલા સરળ પગલાની કેટલી મોટી હકારાત્મક અસર સર્જી શકાય એમ છે. ઉપરાંત, શાળાઓમાં દરરોજ કેટલીક મિનિટો માટે આ વાક્યો પર ચર્ચાને પ્રોત્સાહિત કરી શકાય, જેથી બાળકોને પણ આપણી વિવિધતાની શક્તિ અને ભવ્યતાની જાણકારી મળે. એટલે, આ પગલું માત્ર એક ઉમદા પહેલ જ બનીને નહીં રહે, પરંતુ તેનાથી પ્રકાશનની પોતાની શક્તિમાં પણ વધારો થશે. સન્નારીઓ અને સજ્જનો, એક વ્યક્તિના જીવનમાં 75 વર્ષ એટલે ઘણો નોંધપાત્ર સમયગાળો ગણાય. પરંતુ એક રાષ્ટ્ર કે એક સંસ્થા માટે તે માત્ર નોંધપાત્ર સીમાચિહ્ન છે. ત્રણ મહિના અગાઉ, આપણે ભારત છોડો આંદોલનની 75મી જયંતિ ઉજવી. એ રીતે જોઈએ તો, દૈનિક થાંતીની સફર ભારતને યુવાન અને ગતિશીલ રાષ્ટ્ર બનવાની સાથેસાથે જોઈ શકાય. એ દિવસે સંસદમાં મેં વર્ષ 2022 સુધીમાં નવ ભારતના સર્જનનો કોલ આપ્યો હતો. એવું ભારત, જે ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદ, ગરીબી, નિરક્ષરતા અને બીમારીઓનાં દૂષણોથી મુક્ત હોય. આગામી પાંચ વર્ષ સંકલ્પ સે સિદ્ધિ – સંકલ્પ દ્વારા સિદ્ધિનાં હોવાં જોઈએ. તો જ આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જોયેલાં સ્વપ્નનું ભારત સર્જી શકીશું. દેશમાં જ્યારે ભારત છોડો ચળવળ છવાયેલી હતી, ત્યારે જન્મેલા વર્તમાનપત્ર તરીકે, હું દૈનિક થાંતીને સૂચવીશ કે આ માટે તેની વિશિષ્ટ જવાબદારી છે. હું આશા રાખું છું કે તમે આગામી પાંચ વર્ષોમાં તમારા વાચકો માટે કે ભારતના લોકો માટે શું કરી શકો છો તે બતાવવા માટેની આ તક ઝડપી લેશો. પોતાની પ્લેટિનમ જ્યુબિલિ પ્રસંગે, કદાચ પાંચ વર્ષના નજીકના લક્ષ્યાંકથી પણ આગળ વધીને દૈનિક થાંતીએ આગામી 75 વર્ષો કેવાં હશે તે વિશે પણ વિચારવું જોઈએ. આંગળીને ટેરવે ફટાફટ સમાચારોના આ યુગમાં પ્રસ્તુત રહેવાની સાથે સાથે લોકો અને દેશની સેવાનો શ્રેષ્ઠ માર્ગ કયો હશે એ વિચારવું જોઈએ. અને આમ કરવામાં વ્યાવસાયિકરણ, નૈતિકતા અને વિશ્વસનીયતાનાં ઊંચા ધોરણો જાળવી રાખવાં. છેલ્લે, હું ફરી દૈનિક થાંતીના પ્રકાશકોના તામિલનાડુના લોકોની સેવાના પ્રયત્નોની પ્રશંસા કરું છું. મને ખાતરી છે કે તેઓ આપણા મહાન દેશનું ભાગ્ય ઘડવામાં તેમની રચનાત્મક સહાય ચાલુ રાખશે. આભાર.",PM’s address on the occasion of the Platinum Jubilee of the Daily Thanthi in Chennai https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B2%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%B8%E0%AA%A6%E0%AB%8B%E0%AA%8F-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7/,https://www.pmindia.gov.in/en/news_updates/members-of-the-parliament-of-sri-lanka-calls-on-pm/,"શ્રીલંકાનાં સાંસદસભ્યોનું એક પ્રતિનિધિમંડળ આજે પ્રધાનમંત્રીને મળ્યું હતું. શ્રીલંકાની સંસદનાં અધ્યક્ષ મહામહિમ શ્રી કારુ જયસૂર્યાનાં નેતૃત્વમાં આ બહુપક્ષીય પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે બેઠક કરી હતી. સાંસદોએ ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંબંધો તથા સહિયારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને યાદ કર્યો હતો તેમજ છેલ્લાં થોડાં વર્ષોમાં બંને દેશો વચ્ચે મજબૂત થયેલા સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે શ્રીલંકામાં ભારતની સહાય સાથે હાથ ધરવામાં આવેલા ઘણાં જનકેન્દ્રિત વિકાસ સહકાર પરિયોજનાઓનાં ફાયદાની નોંધ પણ લીધી હતી. તેમણે સહમતિ દાખવી હતી કે સંયુક્ત આર્થિક પરિયોજનાઓનો ઝડપી અમલ કરવાથી બંને દેશોનાં લોકોને આર્થિક લાભ થશે. પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળને આવકાર આપ્યો હતો અને આ પ્રકારનાં જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશોની પ્રાંતિય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સંબંધો વધારવા માટે હાથ ધરવામાં આવેલી નવી પહેલોથી લોકો વચ્ચેનું જોડાણ વધારે ગાઢ બનશે અને વિશ્વાસ વધશે.",Members of the Parliament of Sri Lanka calls on PM https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%A6%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AB%82%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-lead-4th-international-yoga-day-celebrations-in-dehradun/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 જૂન, 2018ના રોજ દહેરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રી હિમાલય ખોળે વસેલા દહેરદૂનના વન સંશોધન સંસ્થાનના પરિસરમાં યોગાભ્યાસ કરતા હજારો સ્વયંસેવકો સાથે જોડાશે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ સંબંધિત કાર્યક્રમો સમગ્ર વિશ્વમાં યોજવામાં આવી રહ્યા છે. આ અગાઉ પ્રધાનમંત્રીએ 2015માં નવી દિલ્હીમાં રાજપથ ખાતે, 2016માં ચંદિગઢમાં કેપિટોલ કોમ્પલેક્ષ ખાતે અને 2017માં લખનૌમાં રામબાઈ આંબેડકર સભા સ્થળ ખાતે યોગ સમારોહમાં ભાગ લીધો હતો. વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વના યોગ અનુરાગીઓને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે “યોગ માનવજાતિ માટે પ્રાચીન ભારતીય ઋષિઓ દ્વારા આપવામાં આવેલી સૌથી મૂલ્યવાન ભેટ છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે, “યોગ માત્ર વ્યાયામ નથી કે જે શરીરને સ્વસ્થ રાખે છે, તે આરોગ્યની ખાતરીનો પાસપોર્ટ છે, તંદુરસ્તી અને સુખાકારીની ચાવી છે. જેનો સવારમાં નિત્ય અભ્યાસ કરવામાં આવે છે તે જ માત્ર યોગ નથી, આપણા નિયમિત કાર્યોને પણ જો ખંતપૂર્વ અને જાગૃતિ સાથે કરવામાં આવ તો તે પણ યોગનું જ એક સ્વરૂપ છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે યોગ સંયમ અને સંતુલનની ખાતરી આપે છે. માનસિક તણાવથી પીડાતી દુનિયાને યોગ શાંતિ આપે છે અને વિચલિત દુનિયાને યોગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ભયભીત લોકોને યોગ આશા, શક્તિ અને હિંમત આપે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પ્રધાનમંત્રીએ વિવિધ યોગાસનોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે સમગ્ર વિશ્વમાં વિવિધ સ્થળો પર યોગનો અભ્યાસ કરતા લોકોનની તસવીરો પણ શેર કરી છે.",PM to lead 4th International Yoga Day Celebrations in Dehradun https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%86%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87-%E0%AA%A6%E0%AB%87/,https://www.pmindia.gov.in/en/news_updates/pm-to-dedicate-naval-submarine-ins-kalvari-to-the-nation-tomorrow/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુરુવારે મુંબઈમાં નૌકાદળની સબમરીન આઇએનએસ કલવરી દેશને અર્પણ કરશે. આઇએનએસ કલવરી ડિઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે, જેનું નિર્માણ ભારતીય નૌકાદળે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે કર્યું છે. ભારતીય નૌકાદળમાં છ સબમરીન સામેલ થશે, જેમાંથી આ પ્રથમ છે અને “મેક ઇન ઇન્ડિયા” પહેલમાં મહત્ત્વપૂર્ણ સફળતાનું પ્રતિક છે. પ્રોજેક્ટ ફ્રાંસ સાથે જોડાણમાં હાથ ધરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી, મહારાષ્ટ્ર સરકારનાં મહત્ત્વપૂર્વ મહાનુભાવો અને નૌકાદળનાં વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં નેવલ ડોકયાર્ડમાં સબમરીન દેશને અર્પણ કરશે. તેઓ અહીં લોકોને સંબોધિત કરશે અને સબમરીનનું નિરીક્ષણ કરશે.",PM to dedicate naval submarine INS Kalvari to the nation tomorrow https://www.pmindia.gov.in/gu/news_updates/%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%82%E0%AA%A1%E0%AA%B3%E0%AB%87-%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BF%E0%AA%B2%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A1%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%95/,https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-proposal-for-allotment-of-land-to-pasteur-institute-of-india-for-establishment-of-new-viral-vaccine-manufacturing-unit-at-coonoor-tn/,"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુના કુન્નુરમાં નવા વાયરલ વેક્સીન ઉત્પાદન એકમની સ્થાપના માટે પાશ્ચર ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયા (પીઆઈઆઈ)ને 30 એકર ભૂમિની ફાળવણી માટે મંજૂરી આપી દીધી છે. આ પરિયોજના અંતર્ગત પીઆઈઆઈ કુન્નુરમાં વાયરલ વેક્સીન (જેવી કે ટીસીએ એન્ટિ મીઝ્લ વેક્સીન, જેઈ વેક્સીન વગેરે) અને એન્ટી સિરા (જેવી કે સર્પ વિષ વિરોધી અને એન્ટી રેબીઝ સિરા)નું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેની જમીન વિનામુલ્યે ફાળવવામાં આવશે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પરિયોજના માટે ઉપયોગમાં લેવામાં આવનાર ભૂમિનો ઉપયોગ ‘ઔદ્યોગિક’ થી બદલીને ‘સંસ્થાગત’ પણ કરવામાં આવશે. ફાયદાઓ: જમીનની ફાળવણીથી બાળકો માટે જીવન રક્ષક રસીઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે દેશમાં રસીકરણ સુરક્ષા કાયમી થવા, રસીકરણ પર ખર્ચો ઘટાડવા અને આયાતના વિકલ્પોને ઘટાડવામાં મદદ મળશે. વર્તમાન સમયમાં તેની આયાત કરવામાં આવે છે.","Cabinet approves proposal for allotment of land to Pasteur Institute of India for establishment of New Viral Vaccine Manufacturing Unit at Coonoor, TN"