thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
આવા ને આવા રે
</div><div class="gpara">
આવા ને આવા રે આવા ને આવા રે,<br/>
રહેજો મારી આંખલડીમાં રે, આવા ને આવા રે...ટેક<br/>
આવા ને આવા મારા નાથ બિરાજો,<br/>
હાંરે મારા તનના તાપ બુઝાવા રે...1<br/>
ડોલરિયાના નિત હાર પહેરાવું,<br/>
હાંરે રૂડા તોરા લાવું લટકાવા રે...2<br/>
અમૃત વેણે સુકોમળ નેણે,<br/>
હાંરે અતિ અમૃત ઝડી વરસાવા રે...3<br/>
પ્રેમાનંદ કહે નાથજી આગે,<br/>
હાંરે રહું હાજર નિશદિન ગાવા રે...4<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>