તારા મુખની લાવણતા મીઠી રે
તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી,
એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મૂરતિ મરમાળી...ટેક
ચટક રંગીલા તારા મોળીડાને છેડે, મનડું ડોલે છે કેડે કેડે રે...મોહન...
રંગડો જામ્યો છે ફૂલડાને તોરે, ભ્રમર ભમે છે ચહુ કોરે રે...મોહન...
ભાલ તિલક કેસર કેરું રાજે, મુખ જોઈ શશિયર લાજે રે...મોહન...
બ્રહ્માનંદ કહે સર્વસ્વ વારું, રૂપ જોઈને વહાલા તારું રે...મોહન...
*****