ધન્ય ધન્ય એ સંત સુજાણને
ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઊલટી પલટ્યું આપ...
સંત તે સ્વયં હરિ 01
આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત 02
જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત 03
જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત 04
જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત 05
જેની જીભમાં જીહ્વા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત 06
જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના પાવ... સંત 07
જેમ હીરો હીરા વડે વેધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત 08
એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત 09
ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત 10
એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી દૂર... સંત 11
કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત 12

*****