ધર્મકુંવર હરિકૃષ્ણની રે
ધર્મકુંવર હરિકૃષ્ણની રે, મૂરતિ મારે મનમાની, જીવન જોયા લાગ છે રે
તરુણ મનોહર મૂરતિ રે, રેખા ઊઠે નાની નાની, જીવન જોયા લાગ છે રે
મસ્તક મુગટ જડાવનો રે, કુંડલ મકરાકાર;
કેસર તિલક લલાટમાં રે, જોઈ જોઈ વાધે પ્યાર... જીવન જોયા...1
ઉરમાં અનોપમ ઊતરી રે, કંચન કેરી અનૂપ;
રતને જડિત બાજુ બંધિયા રે, સુર નર મુનિ ને ભૂપ... જીવન જોયા...2
વેઢ વીંટિયું કડાં સાંકળાં રે, શોભે છે કરવર માંયે;
પ્રેમાનંદ છબી ઉપરે રે, તન મન ધન બલિ જાયે... જીવન જોયા...3

*****