નેણામાં રાખું રે
નેણામાં રાખું રે નેણામાં રાખું,
નાથજીને જતન કરી નેણામાં રાખું...
શિવ સનકાદિક શુક જેવા યોગી, હાં રે જેની વાટું જુએ છે રે લાખું...
છેલ છબીલાની મૂર્તિ ઉપર, હાં રે મારા પ્રાણ વારી વારી નાંખું...
નેણામાં રાખું...
નયણે નિરખી હરિને ઉરમાં ઉતારું, હાં રે એના ગુણલા હું નિશદિન ભાખું...
પ્રેમાનંદ કહે હરિરસ અમૃત, હાં રે હું તો પ્રેમે કરીને નિત્ય ચાખું...
નેણામાં રાખું...
*****