પધારોને સહજાનંદજી હો
પધારોને સહજાનંદજી હો, ગુન્હા કરીને માફ... ટેક 0
પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિમાતાને પ્રણામ;
પણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઈચ્છારામને પ્રણામ હો... ગુન્હા 01
પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળમરજાદ;
માતપિતા મૂક્યાં છે સ્વામી, એક તમારે કાજ હો... ગુન્હા 02
ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;
એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ હો... ગુન્હા 03
અમ જેવા તમને ઘણા, પણ તમો અમારે એક;
પ્રેમસખી વિનંતી કરે છે, રાખો અમારી ટેક હો... ગુન્હા 04
*****