ભજી લે ભગવાન
ભજી લે ભગવાન, સાચા સંતને મળી... ટેક0
વચનમાં વિશ્ર્વાસ રાખી, ભજનમાં ભળી;
પૂરવ કેરાં પાપ તારાં તો જાશે બળી... ભજી 01
ઓળખી લે અવિનાશી, રહેજે જ્ઞાનમાં ગળી;
રીઝશે રંગરેલ વા’લો અઢળક ઢળી... ભજી 02
કાળ તો વિકરાળ વેરી, વીંખશે વળી;
કામ ને કુટુંબ તુંને નાખશે દળી... ભજી 03
સત્ય ત્યાં સુખ ધર્મ રહે, કૂડ તહાં કળિ;
દેવાનંદ કહે દુનિયા કેરી અક્કલ આંધળી... ભજી 04
વચનમાં વિશ્ર્વાસ રાખી, ભજનમાં ભળી;
પૂરવ કેરાં પાપ તારાં તો જાશે બળી... ભજી 01
ઓળખી લે અવિનાશી, રહેજે જ્ઞાનમાં ગળી;
રીઝશે રંગરેલ વા’લો અઢળક ઢળી... ભજી 02
કાળ તો વિકરાળ વેરી, વીંખશે વળી;
કામ ને કુટુંબ તુંને નાખશે દળી... ભજી 03
સત્ય ત્યાં સુખ ધર્મ રહે, કૂડ તહાં કળિ;
દેવાનંદ કહે દુનિયા કેરી અક્કલ આંધળી... ભજી 04
*****