કૃપા કરો મુજ ઉપરે
કૃપા કરો મુજ ઉપરે, સુખનિધિ સહજાનંદ,
ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. 01
અક્ષરપુરુષોત્તમ જે પૃથ્વી ઉપર પધારિયા,
અનેક જીવ ઉદ્ધારવા મનુષ્યતન ધારી રહ્યા. 02
પ્રગટ પુરુષોત્તમ જે સુખરૂપ સહજાનંદ,
મૂળ અક્ષર એ જ છે સ્વામી ગુણાતીતાનંદ. 03
એ બેઉના ગુણ ગાવવા વિચાર કરે છે મતિ,
ગતિ આપો એહવી, ફેરફાર નવ રહે રતિ. 04
*****