જમો, વ્હાલા ! પીરસ્યાં મેં...
(બપોરનો થાળ)
(બપોરનો થાળ)
જમો, વ્હાલા ! પીરસ્યાં મેં, ભોજનિયાં અપાર છે,
એક એક વાનગીમાં ભક્તિ પારાવાર છે...
જમો, શ્રીજી સંગે સ્વામિ-શ્રીહરિપ્રસાદ રે,
એક એક વાનગીમાં ભક્તિનો આસ્વાદ છે...
ભલી ભલી ભાતની મેં રસોઈ બનાવી, (2)
પૂરણ-પોળી તો સ્વામિ કેવી મજેદાર છે... એક એક...
રબડી, બાસુંદી ને દૂધપાક બનાવ્યાં, (2)
શીરો-પૂરી તો સ્વામિ કેવા મજેદાર છે... એક એક...
લાડુ, કંસાર ને લાપસી મજાની, (2)
સેવ તો બાફેલી સ્વામિ કેવી મજેદાર છે... એક એક...
મરચાં, પરવળ ને ભીંડા ભરેલાં, (2)
રીંગણ રવૈડાં સ્વામિ કેવા મજેદાર છે... એક એક...
સૂવા, તાંદળજાની ભાજી બનાવી, (2)
શાક સરગવાનું સ્વામિ કેવું મજેદાર છે... એક એક...
તુરિયા-પાતરાનું શાક બનાવ્યું, (2)
છાશ મધુરી સ્વામિ કેવી મજેદાર છે... એક એક...
પાપડી રીંગણ ને શક્કરીયાં મંગાવ્યાં; કેળાં બટાકાં ને મુઠિયાં નંખાવ્યા,
ઊંધીયું સુરતી તો સ્વામિ કેવું મજેદાર છે... એક એક...
અજમાના પાન ને મરચાં મંગાવ્યા; ગલકાં, કેળાં ને બટાકાં સમાર્યા,
ભજિયાં ને કંદપૂરી કેવાં મજેદાર છે... એક એક...
લીમડી, ફૂદી ને કોથમીર કૂટાવી; આદુ, મરચાંને સાથ મીલાવી,
ચટણી ચટાકેદાર કેવી મજેદાર છે... એક એક...
આદુ, હળદર ને મરચાં મજાનાં, (2)
કટકી કેરીની સ્વામિ કેવી મજેદાર છે... એક એક...
કૃષ્ણ કમોદનો મેં તો ભાત બનાવ્યો, (2)
દાળ મગની મહીં મેથીનો વઘાર છે... એક એક...
યોગીફાર્મ-વાસણાથી જળ રે મંગાવ્યાં; રૂડીને રૂપાળી રૂપા ઝારીમાં ભરાવ્યાં,
આચમન કરોને સ્વામિ અમૃત કેરી ધાર છે...એક એક...
શેકેલા તલના મેં તો મુખવાસ બનાવ્યા, (2)
બીયાં કોળાના સ્વામિ કેવા મજેદાર છે... એક એક...
તજ, લવિંગ ને એલચી મંગાવ્યાં; કાજુ, પીસ્તા ને બદામ સેકાવ્યાં,
મુખવાસ મનગમતા સ્વામિ કેવા મજેદાર છે... એક એક...

એક એક વાનગીમાં ભક્તિનો આસ્વાદ છે... (3)

*****