આજ સફળ થઈ આંખડી મારી
આજ સફળ થઈ આંખડી મારી....જોઈ છબી સુખકારી રે...
શોભા શ્રી ઘનશ્યામની ભારી
ત્રિભુવનથી અતિ ન્યારી રે... આજ સફળ થઈ...
ભાલ વિશાલમાં શોભતી, કેસર કેરી આડ
ચાંદલિયો કંકુ તણો, જોયા કરી ચાડ... આજ સફળ થઈ...
ભ્રકુટિ વાંકી નાસા નમણી, લોચન રંગ ચોળ
શોભે છે ચિત્તડું ચોરતા, રૂડા કરણ કપોલ... આજ સફળ થઈ...
નાની-નાની મુહર ફૂટતી, અધરબિંબ રૂડા
હસતું વદન જોઈ જીવમાં, ઘાટ ન થાય કૂડા... આજ સફળ થઈ...
ચિબુક તણી શોભા ઘણી, કંઠ કંબુ સમાન
ઉન્નત ઉર છબી નીરખી, પ્રેમાનંદ ધરી ધ્યાન... આજ સફળ થઈ...

*****