કરીએ રાજી ઘનશ્યામ રે
કરીએ રાજી ઘનશ્યામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ;
તો સરે સરવે કામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ...ટેક
મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ;
જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે...1
તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહીએ હૈયે કરી હામ;
અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ રે...2
જુઓ રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;
જનમ થકી માનો મૂઆ સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે...3
એ તો દો’યલું સો’યેલું છે આજ, તજિયે દોય દામ વામ;
નિષ્કુળાનંદ નિ:શંક થઈને, પામિયે હરિનું ધામ રે...4
*****