ઘનશ્યામ નામને હું જાઉં
ઘનશ્યામ નામને હું જાઉં વારણે રે
હે... પ્રગટ્યા પુરુષોત્તમ અમ કારણે રે... ટેક...
આવ્યા દીન તણાં દુ:ખ કાપવા
નિજ જનને વાંછિત સુખ આપવા... ઘનશ્યામ...1
આવ્યા અધર્મનાં મૂળ ઉખાડવા
કળિમળરૂપ મતને પાછો પાડવા... ઘનશ્યામ...2
ધરી મૂર્તિ મુનિ મન મોહની
જાદુગારી વ્હાલાજીની જોહની... ઘનશ્યામ...3
વશીકરણ ભર્યાં એનાં વેણ છે
સ્નેહ કરુણાભર્યાં એનાં નેણ છે... ઘનશ્યામ...4
અધમ ઓધારણ ભક્તવત્સલ ટેક છે
પ્રેમાનંદના સ્વામી એવા એક છે... ઘનશ્યામ...5
*****