ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું
ધ્યાન ધર ધ્યાન ધર ધર્મના પુત્રનું, જે થકી સર્વ સંતાપ નાસે;
કોટિ રવિચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારા ઉર વિષે નાથ ભાસે. 01
શિર પર પુષ્પનો મુગટ સોહામણો, શ્રવણ પર પુષ્પના ગુચ્છ શોભે;
પુષ્પના હારની પંકિત શોભે ગળે, નિરખતાં ભક્તનાં મન લોભે. 02
પંચરંગી પુષ્પનાં કંકણ કર વિષે, બાંયે બાજુબંધ પુષ્પ કેરાં;
ચરણમાં શ્યામને નેપુર પુષ્પના, લલિત ત્રિભંગી શોભે ઘણેરાં. 03
અંગોઅંગ પુષ્પના આભરણ પહેરીને, દાસ પર મહેરની દૃષ્ટિ કરતા;
કહે છે મુકતાનંદ ભજ દઢ ભાવશું, સુખ તણા સિંધુ સર્વે કષ્ટ હરતા. 04

*****