પછી પ્રભુજી બોલિયા
પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન
જ્યારે પ્રભુને પામીએ, ત્યારે સર્વે થયાં સાધન...1
પછી જે જે કરવું, તેહની તે કહું વાત
ગુરુ સંતને ભજવા, શ્રી હરિ જે સાક્ષાત્...2
મારા જનને અંતકાળે, જરૂર તેડવા મારે આવવું
બિરુદ મારું એ ના બદલે, તે સર્વે જનને જણાવવું...3
દાસના દાસ થઈને, વળી રહે જેે સત્સંગમાં
ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં...4
આ સભામાં આપણ સહુનાં, તેજોમય તન છે
છટા છૂટે છે તેજની જાણે, પ્રગટિયા કોટિ ઈન્દુ છે...5
વળી કહું એક વારતા, સર્વે કીધું આપણું થાય છે
સુખ, દુ:ખ વળી જય, પરાજય, યત્કિંચિત્ જે કહેવાય છે...6
તે માટે તમે સાંભળો, સત્સંગી સહુ નરનાર
જે જે થાય છે જક્તમાં, તેનો બીજો નથી કરનાર...7
સુખ-દુ:ખ આવે સરવે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ
જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ...8
એમ કરતાં જો પંડ પડશે, તો આગળ સુખ છે અતિઘણું
પણ વ્રત-ટેક જો ટાળશો, તો ભોગવશો સૌ સૌ તણું...9
નહિ તો તમે નચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી
જે મળ્યા છે તમને તે, પાર છે અક્ષરથી...10

*****