title
stringlengths
1
78
url
stringlengths
31
108
text
stringlengths
0
119k
મુખપૃષ્ઠ
https://gu.wikipedia.org/wiki/મુખપૃષ્ઠ
{| style="border-spacing:3px;margin:0px -3px" |class="MainPageBG" style="width:55%;border:3px double #bc6eca;background-color:#f5fffa;vertical-align:top;color:#000" {{#timel: j F}} |} __NOTOC__ __NOEDITSECTION__
HomePage
https://gu.wikipedia.org/wiki/HomePage
REDIRECT મુખપૃષ્ઠ
કુદરત
https://gu.wikipedia.org/wiki/કુદરત
કુદરત બહોળા અર્થમાં વાસ્તવિક અથવા અવાસ્તવિક વિશ્વ અથવા બ્રહ્માંડ છે. "કુદરત" વિશ્વમાં બનતી ઘટના અથવા જીવન સાથે જોડાયેલ છે. કુદરતનો અભ્યાસ વિજ્ઞાનનો મુખ્ય હેતુ છે. મનુષ્ય કુદરતનો ભાગ હોવા થતાં મનુષ્ય દ્વારા થતી ક્રિયાઓ કુદરતી ક્રિયાઓ કે ઘટના કરતાં અલગ રીતે જોવામાં આવે છે.
નરસિંહ મહેતા
https://gu.wikipedia.org/wiki/નરસિંહ_મહેતા
નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે. જીવન નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ. ૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો. તેમનાં લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયાં. આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતું હતું. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી. સર્જન નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવી અથવા આદ્યકવિ કહેવામાં આવે છે. તેઓ તેમનાં પદો, આખ્યાનો અને પ્રભાતિયાં માટે પ્રખ્યાત છે. મહેતાનાં કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયાં જેમાં તે લખાયાં હતાં. સાથે જ, તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયાં છે. નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઇસવીસન ૧૬૧૨ની આસપાસ રચાયેલી છે જેને ગુજરાત વિદ્યા સભાના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી. સરળતા ખાતર નરસિંહ મહેતાનાં કાર્યોનું ત્રણ ભાગમાં વિભાજન થઈ શકે: આત્મકથાત્મક સર્જનો: જેમાં શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, ઝારીનાં પદ વગેરે જેવાં સર્જનો અને હરિજનોનો સ્વીકાર કરતી કૃતિઓનો સમાવેશ થાય છે. આ કૃતિઓમાં મહેતાના જીવનના પ્રસંગો અને વર્ણવેલ 'ચમત્કારો' જેમાં ભગવાન ભક્તને મદદ કરે તેનો સમાવેશ થાય છે.Dholakiya, Darshana (1994). Narsinh Mehta (in Gujarati). Vallabh Vidyanagar: Sardar Patel University. pp. 8–20. OCLC 32204298. અવર્ગીકૃત સર્જનો: સુદામા ચરિત, ચતુરી, દાનલીલા, ગોવિંદ ગમન, સૂરત સંગ્રામ અને શ્રીમદ્ ભાગવદના અમુક પ્રસંગોને વર્ણવતાં પદો. શૃંગારનાં ગીતો: રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમનું નિરૂપણ કરતાં કેટલાંય પદોની તેમણે રચના કરી છે. વારસો અને લોકસંસ્કૃતિ thumb|રાજકોટ ખાતે નરસિંહ મહેતાનું બાવલું તેમના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા (૧૯૩૨) બન્યું હતું; ગાંધીજીના પ્રભાવને લીધે તે જાદુની વાતોથી રહિત હતું. વિજય ભટ્ટે ૧૯૪૦માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં નરસી ભગત અને ગુજરાતીમાં નરસી ભગત નામે રજૂ થયું હતું તેમાં જાદુનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું. નરસૈંયો (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા. સન્માન ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. સંદર્ભ બાહ્ય કડીઓ Category:ધાર્મિક સાહિત્યકાર Category:વ્યક્તિત્વ શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:કવિ શ્રેણી:જૂની ગુજરાતી
કનૈયાલાલ મુનશી
https://gu.wikipedia.org/wiki/કનૈયાલાલ_મુનશી
કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦ ડિસેમ્બર ૧૮૮૭ - ૮ ફેબ્રુઆરી ૧૯૭૧) (ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) જેઓ ક. મા. મુનશી તરીકે પણ જાણીતા હતા, ભારતીય સ્વતંત્રતાસેનાની, રાજકારણી, ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા, અને પછીથી લેખન અને રાજકારણ તરફ વળ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં તેઓ અત્યંત જાણીતા હતા. તેમણે ૧૯૩૮માં શિક્ષણ સંસ્થા ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી હતી. મુનશીએ ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા, તેઓ બંધારણ સભાના સભ્ય રહ્યા અને આઝાદ ભારતના સૌપ્રથમ કૃષિપ્રધાન હતા. ઉત્તર પ્રદેશના બીજા રાજ્યપાલ તરીકેની ફરજ બજાવ્યા બાદ નહેરૂ સાથે મતભેદના લીધે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધા બાદ પાછળથી તેમણે વિશ્વ હિંદુ પરિષદની સ્થાપનામાં અગ્રિમ ભૂમિકા ભજવી. પ્રારંભિક જીવન તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં માણેકલાલ અને તાપીબાને ત્યાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ આર. એસ. દલાલ હાઇસ્કૂલમાં થયો હતો. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભુલાભાઈ દેસાઇ પણ તેમના આદર્શ હતા. ૧૯૦૫માં પ્રથમ વર્ગ સાથે અંબાલાલ સાકરલાલ પારિતોષિક જીતીને ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ૧૯૦૭માં એલિયટ પ્રાઈઝ સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૧૦માં તેમણે એલ.એલ.બી.ની પરિક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૧૩માં તેમણે મુંબઈ હાઇકોર્ટમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. લગ્ન ૧૯૦૦માં નાની ઉંમરે તેમના લગ્ન અતિલક્ષ્મી સાથે થયા. ૧૯૨૪માં અતિલક્ષ્મીનું અવસાન થયું હતું. ૧૯૨૬માં તેમણે લીલાવતી શેઠ સાથે પુન:લગ્ન કર્યા હતા. લીલાવતી મુનશી પણ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. કારકિર્દી રાજકારણ thumb|કનૈયાલાલ મુનશી અને રાજકુમારી અમૃતા કૌર સાથે ટ્રેકટર ચલાવતા જવાહરલાલ નેહરુ. મુનશીએ ગાંધી ટોપી અને ચશ્મા પહેરેલા છે. ૧૯૧૫-૨૦ દરમિયાન તેઓ હોમરુલ લીગના મંત્રી રહ્યા હતા. તેમની સુદિર્ઘ રાજકીય કારકિર્દી દરમ્યાન તેઓ ૧૯૨૫માં મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. ૧૯૩૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર પછી ૧૯૩૦-૩૨ દરમિયાન સ્વતંત્રતાની ચળવળમાં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭-૩૯ દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. ૧૯૪૮માં તેમણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને પછી હૈદરાબાદના ભારતમાં વિલિનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ૧૯૪૮માં તેઓ રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય બન્યા અને એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં કૃષિપ્રધાન રહ્યા. ૧૯૫૨ની ચૂંટણી પછી ૧૯૫૨ થી ૧૯૫૭ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પર રહ્યા હતા. ૧૯૫૮-૫૯ દરમિયાન કોંગ્રેસ પક્ષ સાથે મતભેદો થતા પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ૧૯૫૯માં તેઓ રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ૧૯૬૦માં તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. સાહિત્ય સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે તેમણે ૧૯૧૨માં ભાર્ગવ અને ૧૯૨૨માં ગુજરાત માસિકનો પ્રારંભ કર્યો. ૧૯૨૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણમાં તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે રહ્યા. ૧૯૫૯માં તેમણે સમર્પણ માસિકનો પ્રારંભ કર્યો. અવસાન ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું. સર્જન કનૈયાલાલ મુનશીની પહેલી નવલકથા પાટણની પ્રભુતા જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. જય સોમનાથ એ રાજાધિરાજ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે. જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે. તેમણે લખેલા સાહિત્યમાં કેટલીક ઉલ્લેખનીય રચનાઓ નીચે મુજબ છે: નવલકથાઓ મારી કમલા (૧૯૧૨) વેરની વસુલાત (૧૯૧૩) (ઘનશ્યામ ઉપનામ હેઠળ) પાટણની પ્રભુતા (૧૯૧૬) ગુજરાતનો નાથ (૧૯૧૭) રાજાધિરાજ (૧૯૧૮) પૃથિવીવલ્લભ (૧૯૨૧) સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪) લોપામુદ્રા (૧૯૩૦) જય સોમનાથ (૧૯૪૦) ભગવાન પરશુરામ (૧૯૪૬) તપસ્વિની (૧૯૫૭) કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮ (અપૂર્ણ) કોનો વાંક લોમહર્ષિણી ભગવાન કૌટિલ્ય પ્રતિરોધ (૧૯૦૦) અવિભક્ત આત્મા નાટકો બ્રહ્મચર્યાશ્રમ (૧૯૩૧) ડૉ. મધુરિકા (૧૯૩૬) પૌરાણિક નાટકો અન્ય કેટલાક લેખો (૧૯૨૬) અડધે રસ્તે (૧૯૪૩) સીધાં ચઢાણ સ્વપ્નસિદ્ધિની શોધમાં ભગ્ન પાદુકા પુરંદર પરાજય તર્પણ પુત્રસમોવડી વાવા શેઠનું સ્વાતંત્ર્ય બે ખરાબ જણ આજ્ઞાંકિત ધ્રુવસંવામિનીદેવી સ્નેહસંભ્રમ કાકાની શશી છીએ તે જ ઠીક મારી બિનજવાબદાર કહાણી ગુજરાતની કીર્તિગાથા અંગ્રેજી Gujarat & its Literature I Follow the Mahatma Early Aryans in Gujarat Akhand Hindustan The Aryans of the West Coast The Indian Deadlock The Imperial Gurjars Ruin that Britain Wrought Bhagavad Gita and Modern Life The Changing Shape of Indian Politics The Creative Art of LIfe Linguistic Provinces & Future of Bombay Gandhi : The Master Bhagavad Gita - An Approach The Gospel of the Dirty Hand Glory that was Gurjaradesh Our Greatest Need Saga of Indian Sculpture The End of an Era (Hyderabad Memories) Foundation of Indian Culture Reconstruction of Society through Trusteeship The World We Saw Warnings of History Gandhiji's Philosophy in Life and Action માધ્યમમાં શ્યામ બેનેગલની ટૂંકી હપ્તાવાર ધારાવાહિક સંવિધાનમાં તેમની ભૂમિકા કે.કે. રૈનાએ ભજવી હતી. સન્માન thumb|ભારતીય ટપાલ ટિકિટ પર કનૈયાલાલ મુનશી ૧૯૮૮માં તેમના માનમાં ભારતના ટપાલ વિભાગ તરફથી ટપાલ ટિકિટ બહાર પડાઇ હતી. સ્મૃતિચિહ્નો મુંબઈના એક મુખ્ય માર્ગને તેમના પરથી નામ અપાયું છે. જયપુરમાં એક માર્ગને તેમના પરથી નામ અપાયું છે. તિરૂઅનંતપુરમમાં એક શાળાને ભવન્સના કુલપતિ કે. એમ. મુનશી મેમોરિય વિદ્યા મંદિર સપશ તરીકે નામ અપાયું છે. ભારતીય વિદ્યા ભવન તેમના માનમાં સામાજીક કાર્ય માટે કુલપતિ મુનશી પુરસ્કાર એનાયત કરે છે. સંદર્ભ બાહ્ય કડીઓ શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:ગુજરાતી વ્યક્તિત્વ શ્રેણી:રાજકારણી શ્રેણી:૧૯૭૧માં મૃત્યુ શ્રેણી:ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો
ગુજરાતનો નાથ
https://gu.wikipedia.org/wiki/ગુજરાતનો_નાથ
ગુજરાતનો નાથ એ કનૈયાલાલ મુનશી લિખિત ગુજરાતી ભાષાની ઐતિહાસિક નવલકથા છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૧૮માં પ્રગટ થઇ હતી. આ નવલકથા ચાર ભાગમાં વહેંચાયેલી છે. મુનશી કૃત ચાર નવલકથાઓની શ્રેણીમાંની આ ત્રીજી નવલકથા છે. પહેલી જય સોમનાથ, બીજી પાટણની પ્રભુતા અને ચોથી રાજાધિરાજ છે. કથા આ કથામાં સ્ત્રી પાત્રને વિદુષી, બહાદુર, વિરાંગના, બતાવ્યા છે. જેમ કે, મિનલદેવી અને કાશ્મિરા, એક શાંત અને મુત્સદી તો બીજી સુંદર અને બહાદુર સાથે ચાલાક પણ. તેમા મુંજાલ મંત્રી અને રાજા કર્ણદેવ જેવા પાત્રો પણ છે. કથાના કેન્દ્રમાં એક કાલ્પનિક પાત્ર 'કાક' નામનો એક બ્રાહ્મણ યોદ્ધો છે. એના અને 'મંજરી', કે જેના પ્રેમમાં કાક પડે છે, સિવાયના બાકીના બધા જ મુખ્ય પાત્રો વાસ્તવિક ઐતિહાસિક પાત્રો છે. કથા પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના શરૂઆતના શાસનકાળ દરમ્યાનની છે. જેમાં કાક અનેક સાહસોમાંથી પસાર થતો તે સમયના જુદા-જુદા મહત્વના પાત્રોના સંપર્કમાં આવતો આપણને તે સમયના ઇતિહાસની સફર કરાવે છે. કાક એક બ્રાહ્મણ હોવા છતાં એક સારો લડવૈયો અને ચતુર માણસ હતો. પરંતુ તેને સંસ્કૃત આવડતું નહી. આ વાત મંજરીને ગમતી નહી. આ નવલકથામાં કનૈયાલાલ મુનશીની એક વાચકને જકડી રાખવાની પ્રતિભા છતી થાય છે. કાક ભટ્ટ અને મંજરીને પ્રેમતાંતણે બાંધવા, कैलासमिव दुर्घषम् कालाग्निमिव दुःसहम् | સંસ્કૃત વાક્ય વારંવાર વપરાયેલું છે. અનુવાદ આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રીટા કોઠારી અને એમના પતિ અભિજિત કોઠારીએ 'ધ લૉર્ડ ઍન્ડ માસ્ટર ઑફ ગુજરાત' (૨૦૧૮) નામે કર્યો છે. સંદર્ભ પૂરક વાચન બાહ્ય કડીઓ શ્રેણી:નવલકથા
રાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)
https://gu.wikipedia.org/wiki/રાષ્ટ્રીય_પ્રતિજ્ઞા_(ભારત)
રાષ્ટ્રીય પ્રતિજ્ઞા એ પ્રજાસત્તાક ભારત પ્રત્યેની નિષ્ઠા દર્શાવતી પ્રતિજ્ઞા છે. સામાન્ય રીતે સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે. પ્રતિજ્ઞા પત્રનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે. આ પ્રતિજ્ઞાને સદાયને માટે યાદ રાખી અમલ કરવી, એ દરેક નાગરિકની ફરજ છે. આથી જ આ પ્રતિજ્ઞા પત્રને શાળાઓના દરેક ધોરણના, દરેક વિષયના પાઠ્યપુસ્તકમાં શરૂઆતનાં પાનાઓમાં સ્થાન આપવામાં આવેલું છે તેમ જ દરરોજ આ પ્રતિજ્ઞાનું પઠન કરાવવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રતિજ્ઞાએ બંધારણનો ભાગ નથી. રાષ્ટ્રીય પ્રતિજ્ઞાની રચના મૂળ તેલુગુ ભાષામાં ઈ.સ. ૧૯૬૨માં પી.વી.સુબ્બારાવ દ્વારા કરવામાં આવી હતી. તેનું સર્વપ્રથમ પઠન ૧૯૬૩માં વિશાખાપટનમની એક શાળામાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ ક્રમશ: અન્ય રાજ્યોમાં પણ તેના પઠનની શરૂઆત થઈ હતી. ઉત્પત્તિ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પત્રની રચના તેલુગુ ભાષાના ઉલ્લેખનીય લેખક તેમજ બ્યુરોક્રેટ (નોકરશાહ) પૈદીમરી વેંકટા સુબ્બારાવ દ્વારા ૧૯૬૨માં વિશાખાપટનમ ખાતેના તેમના જીલ્લા કોષાલય અધિકારી તરીકેના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. તેમણે પોતાની રચના તત્કાલીન વરિષ્ઠ કોંગ્રેસી નેતા તેનેટ્ટી વિશ્વનંદમ તથા શિક્ષણ મંત્રી પી.વી.જી. રાજુને પ્રસ્તુત કરી હતી. ૧૯૬૩થી દરેક રાજ્યોની શાળાઓમાં પ્રતિજ્ઞા પત્રના પઠનની ક્રમશ: શરૂઆત થઈ હતી. જોકે પાઠ્યપુસ્તકોમાં આપવામાં આવતા પ્રતિજ્ઞા પત્રમાં તેના રચયિતાનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આથી તેઓ રાષ્ટ્રગીત કે રાષ્ટ્રીય ગાનના રચયિતા જેટલા જાણીતા નથી. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલયના દસ્તાવેજોમાં પ્રતિજ્ઞા પત્રના રચયિતા તરીકે પી.વી.સુબ્બારાવનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રતિજ્ઞા પત્ર India is my country. All Indians are my Brothers and Sisters. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well being and prosperity alone, lies my happiness. ગુજરાતી સંસ્કરણ ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. ઉપયોગ સાર્વજનિક કાર્યક્રમો, ખાસ કરીને શાળાઓમાં તેમજ વિધાનસભાઓમાં સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વખતે તેનું પઠન કરવામાં આવે છે સંદર્ભ બાહ્ય કડીઓ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા પત્ર: ભારત અંગ્રેજી ભાષામાં. શ્રેણી:કૃતિ શ્રેણી: ભારતીય સંસ્કૃતિ શ્રેણી:સમાજશાસ્ત્ર
ગુજરાતી સાહિત્યકારોની યાદી
https://gu.wikipedia.org/wiki/ગુજરાતી_સાહિત્યકારોની_યાદી
ગુજરાતી ભાષાના સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથની રચના જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ કરી હતી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા હતા તથા પ્રથમ લેખક નર્મદ હતા. જાણીતા ગુજરાતી સાહિત્યકારો કવિ લેખક લેખક અને ઉપનામ પ્રેમસખિપ્રેમાનંદ સ્વામીઅઝિઝધનશંકર ત્રિપાઠીઅદલઅરદેશર ખબરદારઅનામીરણજિતભાઈ પટેલઅજ્ઞેયસચ્ચિદાનંદ વાત્સ્યાયનઉપવાસીભોગીલાલ ગાંધીઉશનસ્નટવરલાલ પંડ્યાકલાપીસુરસિંહજી ગોહિલકાન્તમણિશંકર ભટ્ટકાકાસાહેબદત્તાત્રેય કાલેલકરઘનશ્યામકનૈયાલાલ મુનશીગાફિલમનુભાઈ ત્રિવેદીચકોરબંસીલાલ વર્માચંદામામાચંદ્રવદન મેહતાજયભિખ્ખુબાલાભાઈ દેસાઈજિપ્સી કિશનસિંહ ચાવડાઠોઠ નિશાળીયો બકુલ ત્રિપાઠીદર્શકમનુભાઈ પંચોળીદ્વિરેફ, શેષ, સ્વૈરવિહારીરામનારાયણ પાઠકધૂમકેતુગૌરીશંકર જોષીનિરાલાસૂર્યકાન્ત ત્રિપાઠીપતીલમગનલાલ પટેલપારાશર્યમુકુન્દરાય પટણીપ્રાસન્નેયહર્ષદ ત્રિવેદીપ્રિયદર્શી મધુસૂદેન પારેખપુનર્વસુલાભશંકર ઠાકરપ્રેમભક્તિકવિ ન્હાનાલાલફિલસુફચીનુભઈ પટવાબાદરાયણભાનુશંકર વ્યાસબુલબુલડાહ્યાભાઈ દેરાસરીબેકારઈબ્રાહીમ પટેલબેફામબરકતઅલી વિરાણીમકરંદરમણભાઈ નીલકંઠમસ્ત, બાલ, કલાન્તબાલશંકર કંથારિયામસ્તકવિત્રિભુવન ભટ્ટમૂષિકારરસિકલાલ પરીખલલિતજમનાશંકર બૂચવનમાળી વાંકોદેવેન્દ્ર ઓઝાવાસુકિઉમાશંકર જોષીવૈશંપાયનકરસનદાસ માણેકશયદાહરજી દામાણીશિવમ સુંદરમ્હિંમતલાલ પટેલશૂન્યઅલીખાન બલોચશૌનિકઅનંતરાય રાવળસત્યમ્શાંતિલાલ શાહસરોદમનુભાઈ ત્રિવેદીસવ્યસાચીધીરુભાઈ ઠાકોરસાહિત્ય પ્રિયચુનીલાલ શાહસેહેનીબળવંતરાય ઠાકોરસુધાંશુદામોદર ભટ્ટસુન્દરમ્ત્રિભુવનદાસ લુહારસોપાનમોહનલાલ મેહતાસ્નેહરશ્મિઝીણાભાઈ દેસાઈસહજવિવેક કાણેવેશમપાયનકરશનદાસ માણેક ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ આત્મકથા: મારી હકીકત, નર્મદ ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ નાટક: લક્ષ્મી, દલપતરામ પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬) નવલકથા: કરણઘેલો, નંદશંકર તુલજાશંકર મહેતા મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી મનોવિજ્ઞાન: મનુભાઈ ધ્રિવેદી મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી રાસ: ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ (૧૧૮૫) લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫) સાહિત્યકારો અને તેમની કૃતિઓ દલપતરામ: ભાગ ૧ અને ૨, ફાર્બસવિરહ, મિથ્યભિમાન નર્મદાશંકર દવે (ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકત, રાજયરંગ, મેવાડની હકીકત, પિંગળ પ્રવેશ નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ, કવિજીવન, નિબંધરીતિ, જનાવરની જાન નંદશંકર મેહતાઃ કરણ ઘેલો ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા મહીપતરામ રૂપરામ નીલકંઠ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણન, વનરાજ ચાવડો રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી ગોવર્ધનરામ ત્રિપાઠી: સરસ્વતીચંદ્ર: ભાગ ૧ થી ૪, સ્નેહમુદ્રા, લીલાવતી જીવનકલા મણિલાલ દ્વિવેદી: કાન્તા, નૃસિંહાવતાર, અમર આશા બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકા, સાહિત્ય અને વિવેચન આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મ, વિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨ નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળા, હ્દયવીણા, પ્રેમળજ્યોતિ રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વત, ભદ્રંભદ્ર મણિશંકર ભટ્ટ: સાગર અને શાશી, ઉદગાર, અતિજ્ઞાન, વસંતવિજય, ચકવાત મિથુન સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવ, બિલ્વમંગળ નાનાલાલ: વિરાટનો હિંડોળો, પ્રાણેશ્વરી, વિલાસની શોભા, પિત્રુતર્પણ, કુરુક્ષેત્ર, ઉષા, સારથિ દામોદર બોટાદકર: કલ્લોલિની, સ્તોતસ્વિની, નિર્ઝારેણી ગાંધીજી: સત્યના પ્રયોગો અથવા આત્મકથા, દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ, બાપુના પત્રો કાકા કાલેલકર: ઓતરાતી દિવાલો, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, રખવાડનો આનંદ કિશોરલાલ મશરુવાળા: જીવનશોધન, કેળવણીના પાયા, અહિંસા વિવેચન મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, મહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩) નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાત, પાટણની પ્રભૂતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, સ્વપ્નદ્રષ્ટા, પ્રુથિવી વલ્લભ, કાકાની શીશી, ક્રુષ્ણાવતાર રમણલાલ દેસાઈઃ જ્યંત, શિરીષ, કોકિલા, હ્દયનાથ, ભારેલો અગ્નિ, કાંચન અને ગેરુ ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહ, ગોમતીદાદાનુ ગૌરવ, તણખામંડળઃ ભાગ ૧ થી ૪, ભૈયાદાદા, પ્રુથ્વિ અને સ્વર્ગ, પોસ્ટ-ઓફિસ, ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી રામનારણ પાઠકઃ ખેમી, એક પ્રશ્ન, મુકુન્દરાય, જક્ષણી, શેષના કાવ્યો, મનોવિહાર , ઉદધિને ઝવેરચંદ મેઘાણી: સિંધુડો, શિવાજીનુ હાલરડુ, કોઇનો લાડકવાયો, યુગવંદના, શોરઠ તાર વેહતા પાણી, વેવિશાળ, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત ગુણવંતરાય આચાર્યઃ અખોવન, આપઘાત, અલ્લાબેલી ચુનીલાલ શાહઃ કર્મયોગી, રાજેશ્વર, તપોવન ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિ, એક ચુસાયેલા ગોટલા, ઘાણીનુ ગીત, નિશીથ, અભિજ્ઞા, પ્રાચીના, સાપના ભારા, હવેલી, ગોષ્ઠિ, ઉઘાડી બારી ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ પ્રેમશંકર ભટ્ટ ધરિત્રી, તીર્થોદક, શ્રીમંગલ, પ્રેમામૃત રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરી, અખેપાતર . ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડી, ધરા ગુર્જરી, સંતા કૂકડી, ગઠરિયા શ્રેણિ જયંતિ દલાલઃ સોયનુ નાકુ, અંધારપટ મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ પન્નાલાલ પટેલઃ મળેલા જીવ, માનવીની ભવાઈ, સાચા શમણાં, જિંદગીના ખેલ, સુખદુઃખના ખેલ, વાત્રકના કાંઠે, વૈતરણીને કાંઠે ઇશ્વર પેટલીકરઃ જનમટીપ, ભવસાગર, મારી હૈયાસગડી, ઋણાનુબંધ, કાશીનુ કરવત, લોહીની સગાઈ ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણ, સમ્રાટ શ્રેણિક, હું અને મારી વહુ, વ્યાજનો વારસ, લીલુડી ધરતી, વેળાવેળાની છાંયડી, વાની મારી કોયલ શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્ય, મુક્તિ પ્રસુન, ખુની, બારી ઉઘાડી રહી ગઈ, કંચુકી બંઘ, અનંનરાગ જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતો, ઊભી વાટે, માણસના મન ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડો, ભોળા શેઠનુ ભુદાન રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસન, શર્વિલક, મેનાગુર્જરી પ્રહલાદ પારેખઃ બારી બહાર રાજેન્દ્ર શાહઃ ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભ, અંતર-ગાંધાર, સ્વ-વાચકની શોધમાં, ગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫) નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા, ઘડીક સંઘ પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ હસમુખ પાઠકઃ નમેલી સાંજ, સાયાજુય નલિન રાવળઃ ઉદગાર, અવકાશ, સ્વહારઃ ભાગ ૧ અને ૨ બાલમુકુન્દ દવેઃ પરિક્રમા, કુંતલ, ચાંદની, તીર્થોત્તમ, હરિનો હંસલો વેણીભાઈ પુરોહિતઃ સિંજારવ, દીપ્તિ, આચમન નટવરલાલ પંડ્યાઃ પ્રસુન, રૂપ અને રસ, પ્રથ્વિનો છંદોલય જયંત પાઠકઃ મર્મર, સંકેત સર્ગ, અંતરિક્ષ હરીન્દ્ર દવેઃ આસવ, અર્પણ, સુખ નામનો પ્રદેશ, માંધવ ક્યાંય નથી, નીરવ સંવાદ હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, જાળિયું, પાણીકલર. સુરેશ દલાલઃ એકાંત, તારીખનુ ઘર, કાગળના સમુદ્રમાં ફુલોની હોડી, મારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮ પિનાકિન ઠાકોરઃ આલાપ, ઝાંખી અને પડછાયા હસિત બૂચઃ સાન્નિધ્ય, નિરંતર, સૂરમંગલ હેમંત દેસાઈઃ ઈંગિત, સોનલમૃગ, શરદ દામોદાર ભટ્ટઃ જલભેખ, તુંબીજલ મનુભાઈ ત્રિવેદીઃ રામરસ, સુરતા, સોનાવાટકડી મકરંદ દવેઃ વાલીડાના વાવડ, બેહદની બારખડી, હૈયાના વેણ નાથાલાલ દવેઃ રાત થઈ પુરી માવજી મહેશ્વરી: મેળો, મેઘાડંબર, અગનબાણ, કાંધનો હક, અજાણી દિશા (નવલકથાઓ) પવન, અદશ્ય દીવાલો, ખોવાઈ ગયેલું ગામ (વાર્તા સંગ્રહો) શ્રેણી:સાહિત્ય શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર
ગુજરાત
https://gu.wikipedia.org/wiki/ગુજરાત
ગુજરાત ( , ) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.Gujarat | DeshGujarat.Com » Archives » Surat:India’s Fastest Growing City, Ahmedabad 3rd(English Text) ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ વિશ્વનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે. ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી. સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે. ઇતિહાસ પૌરાણિક ગુજરાત વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત સમયે શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા. ઐતિહાસિક ગુજરાત thumb|left|પ્રાચીન લોથલ બંદર (હાલમાં) thumb|200px|ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. પશ્ચિમી શાસન યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ સમયે મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં. અંગ્રેજ શાસન કાળમાં અને સ્વતન્ત્રતા પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતું. ભારતની આઝાદી પછીનું ગુજરાત ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનો અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવ્યો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ આંદોલન દેશમાં સૌપ્રથમ વાર ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં સફળ થયું હતું. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં. ભૂગોળ thumb|210px|ગીરનાર પર્વત thumb|300px|નાસા દ્વારા લેવામાં આવેલી ગુજરાતની ઉપગ્રહ તસ્વીર ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે. ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે. ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે. ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે. પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે. જિલ્લાઓ 300px|thumb|right|ગુજરાતના જિલ્લાઓ ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓ આવેલા છે. શહેરો 200px|left|thumb| અમદાવાદ 150px|thumb|વડોદરા 200px|left|thumb | સુરત 120px| thumb | રાજકોટ ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ, પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદનો સમાવેશ મેટ્રોપોલીટીન સીટીમાં થાય છે. કુદરતી વિસ્તારો ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય, બરડા અભયારણ્ય જાંબુઘોડા અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ્ય, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો. એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે. નદીઓ 230px|thumb|right|સરદાર સરોવર યોજના 230px|thumb|left|સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે, તેના પછી તાપી અને સાબરમતી નદી કે જે ગુજરાતમાં લાંબો વિસ્તાર આવરી લે છે. જ્યારે સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સરદાર સરોવર યોજના નર્મદા નદી પર બનાવામાં આવી છે. નર્મદા નદી કે જે ૧૩૧૨ કિમી લાંબી છે તે ભારત ના મધ્યમાંથી બે ભાગલા પાડે છે. નર્મદા, તાપી, મહી માત્ર આ ત્રણ નદીઓ ભારતમાં પૂર્વથી પશ્ચિમમાં વહે છે. સાબરમતી નદી પર રીવરફ્રન્ટ યોજના બની છે. વસતી સને ૨૦૧૧ની વસતીગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસતી ૬,૦૪,૩૯,૬૯૨ છે. જેમાં ૩,૪૬,૯૪,૬૦૯ ગ્રામ્ય અને ૨,૫૭,૪૫,૦૮૩ શહેરી વસતી છે. વસતીની ગીચતા ૩૦૮ લોકો/ચો.કિ.મી. છે. વસતીના પ્રમાણે રાજ્ય દેશમાં ૧૦મો ક્રમાંક ધરાવે છે. રાજકારણ thumb|right|ગુજરાત હાઇકોર્ટ ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પક્ષ (ભાજપ)નો સબળ પ્રભાવ રહ્યો છે. ૧૯૪૭ માં આઝાદી પછી, મુંબઇ રાજ્યના ભાગ તરીકે ગુજરાતમાં કોંગ્રેસ ની સત્તા રહી હતી. ૧૯૬૦ માં રાજ્ય છુટું પડ્યા પછી પણ ત્યાં કોંગ્રેસની સત્તા કાયમ રહી અને ડો. જીવરાજ મહેતા ગુજરાત નાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. પરંતુ ૭૦નાં દાયકાનાં પાછલા ભાગમાં કટોકટી દરમ્યાન કોંગ્રેસની લોકમતમાં પડતી થઇ અને ભાજપ ધીમે ધીમે આગળ આવ્યું. તે છતાં ૧૯૯૫ સુધી કોંગ્રસનુ રાજ્ય ગુજરાતમાં ચાલ્યું. ૧૯૯૫ની ચુંટણીમાં કોંગ્રેસ સામે ભાજપનો વિજય થયો અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. પરંતુ શંકરસિંહ વાઘેલાનાં બંડને કારણે આ સરકાર ફક્ત ૨ વર્ષ ચાલી. ૧૯૯૮ ની ચુંટણી માં ભાજપ ફરી સત્તામાં આવ્યું અને ત્યાર પછીથી હજુ સુધી તે મોટા ભાગની ચુંટણીઓ જીતતું આવ્યું છે. કેશુભાઈએ રાજીનામું આપ્યું અને સત્તાનો દોર નરેન્દ્ર મોદીનાં હાથમાં આવ્યો. ઇ.સ. ૨૦૦૨માં જ્યારે આખા ગુજરાતમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ગોધરા કાંડને કારણે તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે મોદીએ રાજીનામુ આપ્યું, પણ ડીસેમ્બર ૨૦૦૨માં થયેલી ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા બન્યુ અને તેમની નિમણુંક મુખ્યમંત્રી તરીકે થઇ. ૨૦૦૪માં થયેલી લોકસભાની ચુંટણીમાં ગુજરાતમાં સત્તાધીશ ભાજપની હાર માટે ઉત્તરોત્તર મોદીની કોમી રમખાણો રોકવામાં બતાવેલી નિષ્ફળતાને જવાબદાર ગણવામાં આવી હતી. ૨૦૦૪ લોકસભાની ચુંટણીમાં ભાજપની બેઠકો ૨૧થી ઘટીને ૧૪ થઇ હતી, જ્યારે કોંગ્રેસે ૫ ને બદલે ૧૨ બેઠકો મેળવી. ૨૦૦૭ ની વિધાનસભા ચુંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા બન્યું અને નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ૧ જુન, ૨૦૦૭ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સૌથી લાંબો શાસન કરનાર મુખ્યમંત્રી બન્યાં. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી સત્તા પર આવ્યું અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને આનંદીબેન પટેલે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું. ૭ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ વિજય રૂપાણી ગુજરાતના ૧૬મા મુખ્યમંત્રી બન્યા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી નિયુક્ત કરાયા. અર્થતંત્ર thumb|300px|હઝીરા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર thumb|right|200px|સરદાર સરોવર ડેમ thumb|200px|right|અમુલ ડેરી, આણંદ ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે. ખંભાતના અખાત પાસે આવેલ સુરત નગર વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કી.મી.ના અંતરે અલંગમાં વિશ્વનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા નગરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે. ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સિમેન્ટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે."Reliance commissions world’s biggest refinery", The Indian Express, December 26, 2008 કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.Economic Freedom of the States of India 2011 Cato Institute રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે. ઔદ્યોગિક કેન્દ્રો કચ્છ અમદાવાદ અંકલેશ્વર ભરુચ દહેજ સુરત રાજકોટ વડોદરા વાપી જામનગર હજીરા અલંગ શૈક્ષિણક સંસ્થાનો thumb|right|300px|ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ આવે છે. જો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સી.બી.એસ.ઈ.) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન (CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં ૧૩ મિશ્ર પ્રવાહની યુનિવર્સિટીઓ, ચાર કૃષિ વિશ્વવિદ્યાલયો અને એક આયુર્વેદ વિશ્વવિદ્યાલય આવેલાં છે. અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે. વર્ષ ૨૦૦૮માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી હતી. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી ત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે સ્થાપવામાં આવી હતી. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી. સાબરમતી નદીના કાંઠે, પાલજ ખાતે તેનું આધુનિક બાંધકામ કરવામાં આવ્યું અને ૮ જુલાઈ, ૨૦૧૫થી કાયમી ધોરણે સંસ્થાનું સંપૂર્ણ કામકાજ ત્યાં ખસેડવામાં આવ્યું. thumb|300px|મુખ્ય પ્રવેશદ્વાર SVNIT, સુરત સેપ્ટ યુનિવર્સિટી સ્થાપત્ય ક્ષેત્રે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી, પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી, લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય (એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ) અને નિરમા યુનીવર્સીટી જેવાં પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો પણ આવેલાં છે. સંસ્કૃતિ ગુજરાતી લોકોની જન્મભૂમિ ગુજરાત છે. અહીં નોંધપાત્ર મરાઠી અને મારવાડી વસ્તી પણ ગુજરાતમાં વસવાટ કરે છે. અહીંની મુખ્ય ભાષા ગુજરાતી છે. અહીંની મુખ્ય વસ્તી હિંદુ ધર્મ પાળે છે અને ઇસ્લામ, જૈન, પારસી અને ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પાળતા લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. ગુજરાત એક અત્યંત ઔદ્યોગિકરણ પામેલું રાજ્ય હોવાના કારણે અહીં અન્ય પ્રદેશો જેવાં કે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને દક્ષિણ ભારતમાંથી અનેક લોકો આવીને રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે. ગુજરાતી ભોજન ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. એવું માનવામાં આવે છે કે તે ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે. ઘણીવાર તે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં દર્શાવામાં આવ્યું છે, જેમાં ૨૦૦૯ની ફિલ્મ ૩ idiotsનો પણ સમાવેશ થાય છે. સામાન્ય ગુજરાતી ભોજન થાળીમાં રોટલી કે ભાખરી, દાળ કે કઢી, ભાત અને શાક હોય છે. ભારતીય અથાણું અને છુંદો પણ ભોજનમાં નિયમિતપણે લેવાય છે. ઉત્તર ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને સુરત - આ ચાર પ્રદેશોનાં ગુજરાતી ભોજનના પોતાના જ અલગ રૂપ છે. ઘણી ગુજરાતી વાનગીઓ એક જ સમયે મિઠાસવાળી, નમકીન અને તીખાસવાળી વાળી હોય છે. સૌરાષ્ટ્રમાં છાસનું ભોજનમાં અગત્યનું સ્થાન છે. ગુજરાતી ભાષા ગુજરાતી એ ભારતીય આર્ય કુટુંબની અને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ભાષા છે, જે ગુજરાતમાં જ ઉદભવેલી અને ગુજરાત તથા દમણ અને દીવ , દાદરા અને નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાતી મુખ્ય ભાષા છે. આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. ભારત દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી તથા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની માતૃભાષા છે. ગુજરાતી લેખનપધ્ધતિ નાગરી લેખનપધ્ધતિને અનુસરે છે. નાગરી પોતે દેવનાગરી હસ્તલિપિમાંથી પેદા થયેલી છે, આ બંને હસ્તલિપિ વચ્ચેનું મુખ્ય તફાવત એ છે કે નાગરી લિપિમાં મથાળું બાંધવામાં નથી આવતું. કળા ગુજરાતે શિલ્પકળા, ચિત્રકળા, વણાટ, છાપકામ, કોતરણી, કાચકામ, ભરતકામ વગેરે કળાઓમાં પોતાની આગવી ઓળખ વૈશ્વિક ક્ષેત્રે ઉભી કરી છે અને આ ઉપરાંત ખાસ કરીને તેની હસ્તકળા કે જેમા રહેલી કલાત્મકતા, વૈવિધ્યતા અને સર્જનાત્મકતાને લીધે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે અને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. ભવ્ય કળા અને કારીગરીનો વારસો ગુજરાતને મળેલો છે. વર્તમાન સમયે તેના વૈવિધ્યસભર અને નવીન સ્વરૂપો જોવા મળે છે. ભરતગુંથણ કળા, વાંસ - લાકડાકામ, પત્થરકામ, કાચકામ, ઘરેણાકામ વગેરે માં ગુજરાત આગવું તરી આવે છે. માટીકામ અને અનેક પ્રકારની હસ્તકળા દ્વારા બનાવતી સ્થાપત્યની બેનમુન કલાકૃતિ ગુજરાતનું અનેરું નજરાણું છે. હસ્તકળા ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળા નાં નામ દર્શાવેલ છે. ભરતગુંથણ કામ માટીકામ બાંધણી કાષ્ટકામ પટોળા જરીકામ ઘરેણા બીડ વર્ક સાહિત્ય ગુજરાતનું સાહિત્ય સ્વતંત્રતા, પરંપરા, સંસ્કૃતિ, નૃત્ય, સંગીત, લેખો, વાર્તાઓ, નાટ્યના રચયિતાઓ વગેરે ક્ષેત્રે ખૂબજ સમૃદ્ધ છે. ગુજરાતે વિશ્વને અનેકવિધ સાહિત્યકારોની ભેટ આપી છે. સંગીત અને નૃત્ય thumb|300px|ગુજરાતના પ્રખ્યાત ગરબા ગુજરાત તેના પારંપરિક સંગીત અને નૃત્ય, માટે ખાસ્સું જાણીતું છે. ગરબા, ગરબી, રાસ જેવા નૃત્યનાં પ્રકાર ગુજરાતની ઓળખાણ છે. ગુજરાતના સંગીત અને તેના પ્રકારોમાં અનેરી વિવિધતા જોવા મળે છે. સિનેમા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ દેશના મુખ્ય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાંનો એક છે. ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે. તહેવારો ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક એમ ત્રણેય પાસાઓ ને આવરી લે તેવા તહેવારો ઉજવાય છે. ગુજરાતમાં ઉજવાતા મુખ્ય તહેવારોની યાદી નીચે મુજબ છે: નવરાત્રી દિવાળી ધુળેટી ઉત્તરાયણ જન્માષ્ટમી શિવરાત્રી પરિવહન હવાઈ પરિવહન thumb|right|200px|સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક, અમદાવાદ thumb|ભાવનગર હવાઇમથક ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે. આંતરરાષ્ટ્રીય હવાઈમથક સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક (અમદાવાદ) - અનેક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું અહીંથી સંચાલન થાય છે. પ્રાદેશિક હવાઈમથક સુરત હવાઈમથક - મગદલ્લા રોડ પર આવેલ છે. ભાવનગર હવાઈમથક - ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે. ડીસા હવાઇ મથક - ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે. કંડલા હવાઈમથક (ગાંધીગ્રામ) - કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે. કેશોદ હવાઈમથક (જુનાગઢ) - જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે. પોરબંદર હવાઈમથક - પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે. રાજકોટ હવાઈમથક - રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે. વડોદરા હવાઈમથક - સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા). ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક ભુજ હવાઈમથક - આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે. જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે. નલિયા હવાઈદળ મથક - આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે. રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક મહેસાણા હવાઈમથક - મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે. માંડવી હવાઈમથક અમરેલી હવાઈમથક - તાલીમ માટેની હવાઈ પટ્ટી ભવિષ્યના હવાઈમથક ઝાલાવાડ હવાઈમથક- સુરેન્દ્રનગર વિસ્તાર માટે ભવિષ્યનું હવાઈમથક ફેદરા (અમદાવાદ) - ભાલ વિસ્તારના ફેદરા ગામ નજીક સુચિત હવાઈમથક અંબાજી (દાંતા), પાલનપુર, બનાસકાંઠા નજીક પાલીતાણા દ્વારકા રેલ્વે પરિવહન ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે. અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ - ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે. દરિયાઈ પરિવહન ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુંદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે. રોડ પરિવહન thumb|right|અમદાવાદની શહેરી બસ thumb|right|ઓટોરિક્ષા સ્થાનિક પરિવહન ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસ સેવાની વ્યવસ્થા પણ છે. ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. પ્રવાસન thumb|સ્ટેચ્યુ ઓફ યુનિટી ધાર્મિક સ્થળો/યાત્રાધામો નીચે ફક્ત મુખ્ય અને વધુ પ્રચલિત સ્થળોની યાદી આપી છે, આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં સેંકડો અન્ય સ્થળો છે જે એક અથવા બીજા સમુદાય માટે યાત્રા ધામ છે, અને પ્રાદેશિક ધોરણે કે મોટા પાયે ધાર્મિક સ્થળ તરિકે ખ્યાતનામ છે. આવા અન્ય સ્થળોની યાદી અહીં જોવા મળશે. સોમનાથ શામળાજી કનકાઈ-ગીર પાલીતાણા ડાકોર પાવાગઢ દ્વારકા અંબાજી બહુચરાજી સાળંગપુર ગઢડા વડતાલ નારેશ્વર ઉત્કંઠેશ્વર સતાધાર પરબધામ ચોટીલા વીરપુર તુલસીશ્યામ સપ્તેશ્વર અક્ષરધામ, ગાંધીનગર બગદાણા ગિરનાર તરણેતર સંતરામ મંદિર, નડીઆદ કબીરવડ, ભરુચ રુદ્રમહાલય (સિદ્ધપુર) માટેલ (ખોડિયાર મંદિર) પર્યટન સ્થળો દીવ તુલસીશ્યામ દમણ સાપુતારા અન્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી મેળાઓ thumb|350px|right|તરણેતરનો મેળો ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતના મેળાઓ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાના પ્રતિક છે. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાની યાદી નીચે મુજબ છે. ભવનાથ મહાદેવનો મેળો વૌઠાનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો મોઢેરા - નૃત્ય મહોત્સવ ડાંગ - દરબાર મેળો કચ્છ રણ ઉત્સવ ધ્રાંગ મેળો અંબાજી પૂનમનો મેળો તરણેતરનો મેળો (ત્રિનેતેશ્વર મહાદેવનો મેળો) શામળાજીનો મેળો રાષ્ટ્રિય ઉદ્યાનો અને અભયારણ્યો 300px|right|thumb|એશીયાઇ સિંહ ગુજરાતમાં ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો અને ૨૨ અભયારણ્યો આવેલા છે. પુરાતત્વીક સ્થળો લોથલ હાથબ ધોળાવીરા ઘુમલી આ પણ જુઓ ગુજરાતી ભાષા સંદર્ભ બાહ્ય કડીઓ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના ઇતિહાસ વિશે વધુ માહિતી શ્રેણી:ગુજરાત શ્રેણી:ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
મહાત્મા ગાંધી
https://gu.wikipedia.org/wiki/મહાત્મા_ગાંધી
મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) એક ભારતીય વકીલ, સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા, જેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્રેરણા આપી હતી. ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ તેમના માટે માનવાચક શબ્દ મહાત્મા (સંસ્કૃત 'મહાન-આત્માવાળા, આદરણીય' માંથી) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે હવે સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાય છે. તટવર્તી ગુજરાતના એક હિન્દુ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા ગાંધીજીએ લંડનના ઇનર ટેમ્પલમાં કાયદાની તાલીમ લીધી હતી અને જૂન ૧૮૯૧માં ૨૨ વર્ષની વયે તેઓ બારિસ્ટર તરીકે નિયુક્ત થયા હતા. ભારતમાં કારકિર્દીની શરૂઆતના બે વર્ષો દરમિયાન તેઓ કાયદાની સફળ પ્રેક્ટિસ શરૂ કરી શક્યા ન હતા, તેઓ ૧૮૯૩માં એક મુકદ્દમામાં ભારતીય વેપારીનું પ્રતિનિધિત્વ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેઓ ૨૧ વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા. અહીં તેમણે પોતાના પરિવારનું પાલનપોષણ કર્યું હતું અને નાગરિક અધિકારો માટેની ઝુંબેશમાં સૌ પ્રથમ અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૯૧૫માં, ૪૫ વર્ષની વયે, તેઓ ભારત પાછા ફર્યા અને ટૂંક સમયમાં જ ખેડૂતો, ખેતમજૂરો અને શહેરી મજૂરોને વધુ પડતા જમીન-વેરા અને ભેદભાવ સામે વિરોધ કરવા સંગઠિત કરવાનું શરૂ કર્યું. ૧૯૨૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ સંભાળીને ગાંધીજીએ ગરીબી હળવી કરવા, મહિલાઓના અધિકારોનું વિસ્તરણ કરવા, ધાર્મિક અને વંશીય સૌહાર્દનું નિર્માણ કરવા, અસ્પૃશ્યતાનો અંત લાવવા અને સૌથી વધુ તો સ્વરાજ કે સ્વશાસન હાંસલ કરવા રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી હતી. ગાંધીજીએ હાથેથી કાંતેલા સૂતરથી વણાયેલી ટૂંકી ધોતીને ભારતના ગ્રામીણ ગરીબો સાથેની ઓળખના પ્રતીક રૂપે અપનાવી હતી. તેમણે આત્મનિર્ભર રહેણાંક સમુદાયમાં રહેવાનું શરૂ કર્યું, સાદું ભોજન લેવાનું શરૂ કર્યું, અને આત્મનિરીક્ષણ અને રાજકીય વિરોધ બંનેના સાધન તરીકે લાંબા ઉપવાસ કરવાનું શરૂ કર્યું. સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદને સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવામાં સફળ રહેલા ગાંધીજીએ ૧૯૩૦માં ૪૦૦ કિમી (૨૫૦ માઇલ)ની દાંડી કૂચના માધ્યમથી બ્રિટીશરો દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરને પડકારવામાં અને ૧૯૪૨માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ કરીને તેમની આગેવાની લીધી હતી. તેઓ ઘણી વાર દક્ષિણ આફ્રિકા તેમ જ હિંદમાં ઘણાં વરસો સુધી જેલમાં રહ્યા હતા. ધાર્મિક બહુલવાદ પર આધારિત સ્વતંત્ર ભારતની ગાંધીજીની કલ્પનાને ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં એક મુસ્લિમ રાષ્ટ્રવાદ દ્વારા પડકારવામાં આવી હતી, જેણે બ્રિટિશ ભારતની અંદર મુસ્લિમો માટે એક અલગ માતૃભૂમિની માગણી કરી હતી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં હિંદુસ્તાનને બ્રિટન દ્વારા સ્વતંત્રતા મળી, પરંતુ બ્રિટિશ ભારતીય સામ્રાજ્ય હિંદુ બહુમતી ધરાવતા ભારત અને મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં વહેંચાઈ ગયું હતું. ઘણા વિસ્થાપિત હિન્દુઓ, મુસ્લિમો અને શીખો તેમના નવા પ્રદેશો તરફ પ્રયાણ કરી રહ્યા હતા, ખાસ કરીને પંજાબ અને બંગાળમાં ધાર્મિક હિંસા ફાટી નીકળી હતી. સ્વતંત્રતાની સત્તાવાર ઉજવણીથી દૂર રહીને, ગાંધીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પછીના મહિનાઓમાં, તેમણે ધાર્મિક હિંસાને રોકવા માટે અનેક ભૂખ હડતાલ કરી. આમાંની છેલ્લી શરૂઆત ૧૨ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ દિલ્હીમાં થઈ હતી જ્યારે તેઓ ૭૮ વર્ષના હતા. ગાંધી પાકિસ્તાન અને ભારતીય મુસ્લિમો બંનેના બચાવમાં ખૂબ જ મક્કમ હતા તેવી માન્યતા ભારતના કેટલાક હિન્દુઓમાં ફેલાઈ હતી. આમાં પશ્ચિમ ભારતના પૂણેના એક આતંકવાદી હિન્દુ રાષ્ટ્રવાદી નથુરામ ગોડસેનો પણ સમાવેશ થાય છે, જેમણે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ દિલ્હીમાં એક આંતરધર્મીય પ્રાર્થના સભામાં ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળીઓ ચલાવીને ગાંધીજીની હત્યા કરી હતી. ગાંધીજીના જન્મદિવસ, ૨ ઓક્ટોબરને, ભારતમાં ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે, જે રાષ્ટ્રીય રજા છે, અને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીને સંસ્થાનવાદ પછીના ભારતમાં રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. ભારતની રાષ્ટ્રવાદી ચળવળ દરમિયાન અને તે પછીના તરતના કેટલાક દાયકાઓમાં, તેમને સામાન્ય રીતે બાપુ ("પિતા" માટેનો ગુજરાતી પર્યાય) તરીકે પણ ઓળખવામાં આવતા હતા. પ્રારંભિક જીવન અને પૃષ્ઠભૂમિ મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ પોરબંદરમાં એક ગુજરાતી હિન્દુ મોઢ વાણિયા પરિવારમાં થયો હતો. સુદામાપુરી તરીકે પણ ઓળખાતું પોરબંદર તે સમયે કાઠિયાવાડ દ્વીપકલ્પમાં આવેલું એક તટીય શહેર હતું અને બ્રિટિશ રાજની કાઠિયાવાડ એજન્સીમાં પોરબંદર રજવાડાનો એક ભાગ હતું. તેમના પિતા, કરમચંદ ઉત્તમચંદ ગાંધી (૧૮૨૨-૧૮૮૫) એ પોરબંદર રાજ્યના દીવાન (મુખ્યમંત્રી) તરીકે સેવા આપી હતી. તેમના કુટુંબનો ઉદભવ તે સમયના જૂનાગઢ રાજ્યના કુતિયાણા ગામમાંથી થયો હતો. જોકે કરમચંદ માત્ર રાજ્યના વહીવટમાં કારકુન જ રહ્યા હતા અને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, તેમ છતાં તેઓ એક સક્ષમ દીવાન સાબિત થયા હતા.Guha 2015 pp. 19–21 તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચાર વખત લગ્ન કર્યા હતા. તેની પ્રથમ બે પત્નીઓ યુવાન વયે મૃત્યુ પામી, દરેકે એક પુત્રીને જન્મ આપ્યો હતો, અને ત્રીજું લગ્ન નિઃસંતાન હતું. ૧૮૫૭માં, તેમણે તેમની ત્રીજી પત્નીની પુનઃલગ્ન કરવાની પરવાનગી માંગી; તે વર્ષે, તેમણે પુતળીબાઈ (૧૮૪૪-૧૮૯૧) સાથે લગ્ન કર્યા, જેઓ પણ જૂનાગઢથી આવ્યા હતા, અને પ્રણામી વૈષ્ણવ પરિવારમાંથી આવતા હતા. કરમચંદ અને પુતળીબાઈને તે પછીના દાયકામાં ત્રણ સંતાનો થયા હતા: એક પુત્ર, લક્ષ્મીદાસ (લગભગ ૧૮૬૦-૧૯૧૪); એક પુત્રી, રળિયાતબહેન (૧૮૬૨-૧૯૬૦); અને બીજો પુત્ર કરસનદાસ (લગભગ ૧૮૬૬-૧૯૧૩).Guha 2015, p. 21Guha 2015, p. 512 ૨જી ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પુતળીબાઈએ પોરબંદર શહેરમાં ગાંધી પરિવારના નિવાસસ્થાનના એક અંધારા, બારી વગરના ભોંયતળિયે ઓરડામાં પોતાના છેલ્લા બાળક મોહનદાસને જન્મ આપ્યો. એક બાળક તરીકે, ગાંધીજીને તેમની બહેન રળિયાતે "પારાની જેમ બેચેન, કાં તો રમતા અથવા આમતેમ ભટકતા, તરીકે વર્ણવ્યા હતા. કૂતરાના કાન મરોળવા એ તેમના પ્રિય મનોરંજનમાંની એક પ્રવૃત્તિ રહી હતી."Guha 2015, p. 22 ભારતીય ક્લાસિક્સ, ખાસ કરીને શ્રવણ અને રાજા હરિશ્ચંદ્રની કથાઓએ ગાંધીજી પર બાળપણમાં ખૂબ જ પ્રભાવ પાડ્યો હતો. પોતાની આત્મકથામાં તેઓ જણાવે છે કે, તેમના મન પર આ લોકોએ અમિટ છાપ છોડી હતી. સર્વોચ્ચ મૂલ્યો તરીકે સત્ય અને પ્રેમ સાથેની ગાંધીજીની પ્રારંભિક સ્વ-ઓળખ આ મહાકાવ્ય પાત્રોમાં શોધી શકાય છે. પરિવારની ધાર્મિક પૃષ્ઠભૂમિ સારગ્રાહી હતી. ગાંધીજીના પિતા કરમચંદ હિન્દુ હતા અને તેમની માતા પુતલીબાઈ પ્રણામી વૈષ્ણવ હિન્દુ પરિવારમાંથી આવતા હતા.Gandhi, Rajmohan (2006) pp. 2, 8, 269 ગાંધીજીના પિતા વૈશ્યના વર્ણમાં મોઢ વાણિયા જ્ઞાતિના હતા. તેમની માતા મધ્યયુગીન કૃષ્ણ ભક્તિ આધારિત પ્રણામી પરંપરામાંથી આવ્યા હતા, જેના ધાર્મિક ગ્રંથોમાં ભગવદ્ ગીતા, ભાગવત પુરાણ, અને વેદો, કુરાન અને બાઇબલના સારનો સમાવેશ થતો હોવાનું માનતા ઉપદેશો સાથેના ૧૪ ગ્રંથોના સંગ્રહનો સમાવેશ થાય છે. ગાંધીજી પર તેમની માતાનો ખૂબ જ પ્રભાવ હતો, જે એક અત્યંત પવિત્ર મહિલા હતી, જે "પોતાની રોજિંદી પ્રાર્થના વિના પોતાનું ભોજન લેવાનું વિચારતી નહોતી... તેણી સખતમાં સખત પ્રતિજ્ઞાઓ લેતી અને તેને ખચકાયા વિના રાખતી. સતત બે-ત્રણ ઉપવાસ રાખવા એ એના માટે કશું જ મુશ્કેલ નહોતું."Guha 2015, p. 23 ૧૮૭૪માં, ગાંધીજીના પિતા કરમચંદ પોરબંદરથી નાના રાજ્ય રાજકોટ જવા રવાના થયા, જ્યાં તેઓ તેના શાસક ઠાકુર સાહેબના સલાહકાર બન્યા. જો કે રાજકોટ પોરબંદર કરતાં ઓછું પ્રતિષ્ઠિત રાજ્ય હતું, પણ ત્યાં બ્રિટિશ પ્રાદેશિક રાજકીય એજન્સી આવેલી હતી, જેણે રાજ્યના દિવાનને એકસરખી સલામતી બક્ષી હતી.Guha 2015, pp. 24–25 ૧૮૭૬માં કરમચંદ રાજકોટના દિવાન બન્યા અને તેમના પછી તેમના ભાઈ તુલસીદાસે પોરબંદરના દિવાન તરીકે સ્થાન મેળવ્યું. ત્યારબાદ તેમનો પરિવાર ફરી તેમની સાથે રાજકોટમાં જોડાયો હતો. thumb|upright=0.85|૧૮૮૬માં તેમના મોટા ભાઈ લક્ષ્મીદાસ સાથે ગાંધીજી (જમણે) ૯ વર્ષની વયે, ગાંધીજીએ તેમના ઘરની નજીક, રાજકોટની સ્થાનિક શાળામાં પ્રવેશ કર્યો. ત્યાં તેમણે અંકગણિત, ઇતિહાસ, ગુજરાતી ભાષા અને ભૂગોળના મૂળનો અભ્યાસ કર્યો. ૧૧ વર્ષની ઉંમરે તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલ માં જોડાયા હતા] તેઓ એક સરેરાશ વિદ્યાર્થી હતા, ઇનામો જીતતા હતા, પરંતુ તે શરમાળ અને શાંત વિદ્યાર્થી હતા, તેમને રમતોમાં જરા પણ રસ ન હતો. પુસ્તકો અને શાળાના પાઠો એ જ તેમના સાથીઓ હતા. મે ૧૮૮૩માં, ૧૩ વર્ષીય મોહનદાસના લગ્ન ૧૪ વર્ષની કસ્તુરબાઈ માખનજી કાપડિયા (તેનું પ્રથમ નામ સામાન્ય રીતે ટૂંકાવીને "કસ્તુરબા" કરવામાં આવતું હતું, અને પ્રેમથી "બા" સાથે કરવામાં આવ્યું હતું) સાથે તે સમયના પ્રદેશના રિવાજ અનુસાર ગોઠવાયા. આ પ્રક્રિયામાં, તેમણે શાળામાં એક વર્ષ ગુમાવ્યું, પરંતુ પછીથી તેના અભ્યાસને વેગ આપીને તેને સરભર કરવાની મંજૂરી આપવામાં આવી. તેમના લગ્ન એક સંયુક્ત પ્રસંગ હતા, જ્યાં તેમના ભાઈ અને પિતરાઇ ભાઇના પણ લગ્ન થયા હતા. તેમના લગ્નના દિવસને યાદ કરતા, તેમણે એકવાર કહ્યું હતું, "અમને લગ્ન વિશે વધારે ખબર નહોતી, તેથી અમારા માટે તેનો અર્થ ફક્ત નવા કપડાં પહેરવા, મીઠાઈઓ ખાવાનું અને સંબંધીઓ સાથે રમવું" એવો થાય છે. પ્રચલિત પરંપરા મુજબ, કિશોરવયની કન્યાએ તેના માતાપિતાના ઘરે અને તેના પતિથી દૂર ઘણો સમય પસાર કરવાનો હતો. ઘણાં વર્ષો પછી લખતાં, મોહનદાસે પોતાની યુવાન કન્યા માટે જે વાસનાભરી લાગણીઓ અનુભવી હતી તેનું ખેદ સાથે વર્ણન કર્યું હતું: "શાળામાં પણ હું તેના વિશે વિચારતો હતો, અને રાત પડવાનો અને પછીની અમારી મુલાકાતનો વિચાર મને સતાવતો હતો." પાછળથી તેમણે યાદ કરતાં જણાવ્યું હતું કે તેઓની તેમની પત્ની પ્રત્યેની લાગણીમાં ઈર્ષ્યા અને સ્વત્વબોધ અનુભવતા હતા, જેમ કે જ્યારે તે તેમની સહેલીઓ સાથે મંદિરમાં જાય છે, ત્યારે તેમના પ્રત્યેની પોતાની ભાવનાઓ યૌન વાસનાપૂર્ણ હતી. ૧૮૮૫ના ઉત્તરાર્ધમાં ગાંધીજીના પિતા કરમચંદનું અવસાન થયું.Guha 2015, p. 29 ગાંધીજી, જે તે સમયે ૧૬ વર્ષના હતા, અને તેમની ૧૭ વર્ષની પત્નીને તેમનું પ્રથમ બાળક અવતર્યું હતું, જે માત્ર થોડા દિવસો માટે જીવિત રહ્યું હતું. આ બંને મૃત્યુએ ગાંધીજીને વ્યથિત કર્યા હતા. ગાંધી દંપતીને વધુ ચાર સંતાનો હતા, જે તમામ પુત્રો હતા. હરિલાલ, જેમનો જન્મ ૧૮૮૮માં થયો હતો; મણિલાલનો જન્મ ૧૮૯૨માં થયો હતો; રામદાસનો જન્મ ૧૮૯૭માં થયો હતો; અને દેવદાસનો જન્મ ૧૯૦૦માં થયો હતો. નવેમ્બર ૧૮૮૭માં ૧૮ વર્ષના ગાંધી અમદાવાદની હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા.Guha 2015, p. 30 જાન્યુઆરી ૧૮૮૮માં, તેમણે ભાવનગર રાજ્યની શામળદાસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો, જે તે સમયે આ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની એકમાત્ર ડિગ્રી આપતી સંસ્થા હતી. જો કે, તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલાં જ કોલેજ છોડી પોરબંદરમાં તેમના પરિવાર પાસે પાછા ફર્યા હતા.Guha 2015, p. 32 લંડનમાં ત્રણ વર્ષ કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી thumb|left|upright|૨૦ બેરોનના કોર્ટ રોડ, બેરોન્સ કોર્ટ, લંડન ખાતેની સ્મારક તકતી ગાંધીજી બોમ્બેમાં પરવડે તેવી સૌથી સસ્તી કૉલેજમાંથી બહાર નીકળી ગયા હતા. માવજી દવે જોશીજી, એક બ્રાહ્મણ પૂજારી અને પારિવારિક મિત્ર, ગાંધીજી અને તેમના પરિવારને સલાહ આપી હતી કે તેમણે લંડનમાં કાયદાના અભ્યાસને ધ્યાનમાં લેવો જોઈએ. જુલાઇ ૧૮૮૮માં તેમની પત્ની કસ્તુરબાએ તેમના પ્રથમ હયાત પુત્ર હરિલાલને જન્મ આપ્યો હતો.Guha 2015, pp. 33–34 ગાંધીજી પોતાની પત્ની અને પરિવારને છોડીને ઘરથી આટલે દૂર જતા રહ્યા તે બાબતે તેમની માતા સહજ નહોતી. ગાંધીજીના કાકા તુલસીદાસે પણ તેમના ભત્રીજાને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાંધીજી જવા માંગતા હતા. પોતાની પત્ની અને માતાને સમજાવવા માટે, ગાંધીએ તેમની માતાની સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ માંસ, દારૂ અને સ્ત્રીઓથી દૂર રહેશે. ગાંધીજીના ભાઈ લક્ષ્મીદાસ, જેઓ પહેલેથી જ વકીલ હતા, તેમણે ગાંધીજીની લંડન અભ્યાસની યોજનાને વધાવી લીધી અને તેમને ટેકો આપવાની ભલામણ કરી. પુતળીબાઈએ ગાંધીજીને તેમની પરવાનગી અને આશીર્વાદ આપ્યા. thumb|upright=0.80|લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકે ગાંધીજી ૧૦ ઓગસ્ટ, ૧૮૮૮ના રોજ ૧૮ વર્ષના ગાંધીજી પોરબંદરથી મુંબઈ જવા રવાના થયા, જે તે સમયે બોમ્બે તરીકે ઓળખાતું હતું. ત્યાં પહોંચ્યા પછી, તેઓ સ્થાનિક મોઢ વાણિયા સમુદાય સાથે રહ્યા, જેમના વડીલોએ તેમને ચેતવણી આપી હતી કે ઇંગ્લેન્ડ તેમને તેમના ધર્મ સાથે સમાધાન કરવા અને પશ્ચિમી રીતે ખાવા-પીવા માટે લલચાવશે. ગાંધીજીએ તેમને તેમની માતાને આપેલા વચન અને તેમના આશીર્વાદની જાણ કરી હોવા છતાં, તેમને તેમની નાતમાંથી બહાર કરવામાં આવ્યા હતા. ગાંધીજીએ તેની અવગણના કરી અને ૪ સપ્ટેમ્બરે તેઓ મુંબઈથી લંડન ગયા. ગાંધીજીએ લંડનની યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે ૧૮૮૮-૧૮૮૯માં હેનરી મોર્લે સાથે અંગ્રેજી સાહિત્યના વર્ગોમાં હાજરી આપી હતી. તેમણે બેરિસ્ટર બનવાના ઇરાદાથી ઇનર ટેમ્પલમાં ઇન્સ ઑફ કોર્ટ સ્કૂલ ઓફ લોમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. તેમની બાળપણની શરમ અને આત્મ-પીછેહઠ તેમની કિશોરાવસ્થા દરમિયાન પણ ચાલુ રહી હતી. જ્યારે તેઓ લંડન આવ્યા ત્યારે તેમણે આ લક્ષણો જાળવી રાખ્યા હતા, પરંતુ જાહેરમાં બોલતા પ્રેક્ટિસ જૂથમાં જોડાયા હતા અને કાયદાની પ્રેક્ટિસ કરવા માટે પૂરતા પ્રમાણમાં તેમની શરમ પરકાબૂ મેળવી લીધો હતો. તેમણે લંડનના ગરીબ ડોકલેન્ડ સમુદાયોના કલ્યાણમાં ઊંડો રસ દર્શાવ્યો હતો. ૧૮૮૯માં, લંડનમાં એક કડવો વેપારી વિવાદ ફાટી નીકળ્યો, જેમાં ડોકર્સ વધુ સારા પગાર અને પરિસ્થિતિ માટે હડતાલ પાડી રહ્યા હતા, અને નાવિકો, શિપબિલ્ડરો, ફેક્ટરીની છોકરીઓ અને અન્ય લોકો એકતા સાથે હડતાલમાં જોડાયા હતા. હડતાલ કરનારાઓ સફળ રહ્યા હતા, અંશતઃ કાર્ડિનલ મેનિંગની મધ્યસ્થીને કારણે, ગાંધી અને એક ભારતીય મિત્રએ કાર્ડિનલની મુલાકાત લીધી હતી અને તેમના કામ માટે તેમનો આભાર માન્યો હતો. શાકાહાર અને સમિતિનું કાર્ય લંડનમાં ગાંધીજીના સમય પર તેમણે પોતાની માતાને આપેલા વ્રતની અસર થઈ હતી. તેમણે નૃત્યના પાઠો લેવા સહિત "અંગ્રેજી" રિવાજો અપનાવવાનો પ્રયાસ કર્યો. જો કે, તેમના મકાનમાલિક દ્વારા આપવામાં આવતા સૌમ્ય શાકાહારી ભોજનની તેઓ કદર કરતા ન હતા અને લંડનની કેટલીક શાકાહારી રેસ્ટોરાંમાંથી એક ન મળે ત્યાં સુધી તેઓ વારંવાર ભૂખ્યા રહેતા હતા. હેન્રી સોલ્ટના લખાણથી પ્રભાવિત થઈને તેઓ લંડન વેજિટેરિયન સોસાયટીમાં જોડાયા હતા અને તેના પ્રમુખ અને આશ્રયદાતા આર્નોલ્ડ હિલ્સના નેજા હેઠળ તેની એક્ઝિક્યુટિવ કમિટીBrown (1991).માં ચૂંટાયા હતા. સમિતિમાં એક સિદ્ધિ એ બેયસવોટર (પશ્ચિમ લંડનના સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરની અંદર આવેલો એક વિસ્તાર) પ્રકરણની સ્થાપના હતી. તેમને મળેલા કેટલાક શાકાહારીઓ થિયોસોફિકલ સોસાયટીના સભ્યો હતા, જેની સ્થાપના ૧૮૭૫માં સાર્વત્રિક ભાઈચારા માટે કરવામાં આવી હતી, અને જે બૌદ્ધ અને હિન્દુ સાહિત્યના અભ્યાસને સમર્પિત હતી. તેઓએ ગાંધીને અનુવાદમાં તેમજ મૂળ બંનેમાં ભગવદ ગીતા વાંચવામાં તેમની સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. ગાંધીજીનો હિલ્સ સાથે મૈત્રીપૂર્ણ અને ઉત્પાદક સંબંધ હતો, પરંતુ સમિતિના સાથી સભ્ય થોમસ એલિન્સનના એલ.વી.એસ.ના સતત સભ્યપદ અંગે બંને જણનો અભિપ્રાય જુદો હતો. તેમની શરમ અને સંઘર્ષ પ્રત્યેની સ્વભાવગત અનિચ્છા હોવા છતાં તેમની અસંમતિ એ ગાંધીજીની સત્તાને પડકારવાનું પ્રથમ જાણીતું ઉદાહરણ છે. એલિન્સન નવી ઉપલબ્ધ જન્મ નિયંત્રણ પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહ્યો હતો, પરંતુ હિલ્સે તેનો અસ્વીકાર કર્યો હતો અને માન્યું હતું કે તેનાથી જાહેર નૈતિકતાને નુકસાન થાય છે. તેઓ માનતા હતા કે શાકાહાર એ એક નૈતિક ચળવળ છે અને તેથી એલિન્સન હવે એલવીએસનો સભ્ય ન રહેવો જોઈએ. ગાંધીજીએ જન્મ નિયંત્રણના જોખમો પર હિલ્સના મંતવ્યો પર ચર્ચા કરી, પરંતુ એલિસનના અલગ થવાના અધિકારનો બચાવ કર્યો. ગાંધીજી માટે હિલ્સને પડકારવો મુશ્કેલ બની ગયો હોત. હિલ્સ તેમનાથી ૧૨ વર્ષ મોટા હતા અને ગાંધીથી વિપરીત, ખૂબ જ છટાદાર હતા. તેમણે એલવીએસ (LVS) ને આર્થિક સમર્થન કર્યું હતું અને થેમ્સ આયર્નવર્ક્સ કંપની સાથે ઉદ્યોગના કપ્તાન હતા અને લંડનના ઇસ્ટ એન્ડમાં ૬,૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપતા હતા. તે એક ખૂબ જ કુશળ રમતવીર પણ હતા જેણે પાછળથી ફૂટબોલ ક્લબ વેસ્ટ હેમ યુનાઇટેડની સ્થાપના કરી હતી. ૧૯૨૭માં તેમની આત્મકથા, ગાંધીજીએ લખ્યું હતું : એલિન્સનને દૂર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને સમિતિએ તેના પર ચર્ચા કરી હતી અને તેના પર મત આપ્યો હતો. સમિતિની બેઠકમાં એલિન્સનના બચાવમાં ગાંધીજીની શરમ અવરોધરૂપ હતી. તેમણે તેમના મંતવ્યો કાગળ પર લખ્યા હતા, પરંતુ શરમને કારણે તેઓ તેમની દલીલો વાંચી શકતા ન હતા, તેથી રાષ્ટ્રપતિ હિલ્સે સમિતિના અન્ય સભ્યને તેમના માટે તે વાંચવા કહ્યું. જોકે સમિતિના કેટલાક અન્ય સભ્યો ગાંધી સાથે સંમત થયા હતા, પરંતુ પ્રસ્તાવ મત મેળવી શક્યો ન હતો અને એલિન્સનને બાકાત રાખવામાં આવ્યા હતા. ગાંધીજીના ભારત પાછા ફરવાના માનમાં એલ.વી.એસ.ના વિદાય રાત્રિભોજમાં હિલ્સે ટોસ્ટનો પ્રસ્તાવ (પીણાનો ગ્લાસ ઊંચો કરવો અને સફળતા, ખુશી અથવા અન્ય સારા સમાચાર માટેની ઇચ્છા વ્યક્ત કરવી.) મૂક્યો હતો. બારિસ્ટર તરીકે ૨૨ વર્ષની વયે ગાંધીજી જૂન ૧૮૯૧માં બારિસ્ટર થયા અને પછી લંડન છોડીને ભારત આવવા માટે રવાના થયા, જ્યાં તેમને ખબર પડી કે તેઓ લંડનમાં હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું અને તેમના પરિવારે તેમનાથી આ સમાચાર છુપાવી રાખ્યા હતા. મુંબઈમાં કાયદાની પ્રેક્ટિસ સ્થાપિત કરવાના તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા કારણ કે તેઓ માનસિક રીતે સાક્ષીઓની ઊલટતપાસ કરવામાં અસમર્થ હતા. તેઓ અસીલો માટે યાચિકાઓના મુસદ્દા ઘડવા માટે રાજકોટ પાછા ફર્યા હતા, પરંતુ જ્યારે તેઓ એક બ્રિટિશ અધિકારી સેમ સન્નીની આલોચના કરી ત્યારે તેમને રોકવાની ફરજ પડી હતી. ૧૮૯૩માં કાઠિયાવાડમાં દાદા અબ્દુલ્લા નામના એક મુસ્લિમ વેપારીએ ગાંધીનો સંપર્ક સાધ્યો હતો. અબ્દુલ્લાહ દક્ષિણ આફ્રિકામાં મોટા સફળ શિપિંગ વ્યવસાયના માલિક હતા. જોહાનિસબર્ગના એમના દૂરના પિતરાઈ ભાઈને એક વકીલની જરૂર હતી અને તેઓ કાઠિયાવાડી વારસો ધરાવતા કોઈકને જ પસંદ કરતા હતા. ગાંધીએ આ કામ માટેના તેમના પગાર વિશે પૂછપરછ કરી. તેઓએ કુલ ૧૦૫ પાઉન્ડ (૨૦૧૯ ના પૈસામાં ~$ ૧૭,૨૦૦) નો પગાર ઉપરાંત મુસાફરી ખર્ચની ઓફર કરી હતી. એમણે એ સ્વીકારી લીધું. એમને ખબર હતી કે નાતાલની કૉલોની, દક્ષિણ આફ્રિકા, જે બ્રિટિશ સામ્રાજ્યનો પણ એક ભાગ છે, ત્યાં કમસે કમ એક વર્ષની કામગીરી તો રહશે જ.Herman (2008), pp. 82–83 દક્ષિણ આફ્રિકામાં નાગરિક અધિકારો માટેની ચળવળ 200px|thumb|left|સત્યાગ્રહી ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઈક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતા. જો કે, કુદરત તેમની આ બધી નબળાઈ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઈ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારતીયોની જેમ તેમણે પણ ગોરાઓના તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા.(એની કિંમત અંગ્રેજોને ખૂબ મોંઘી પડી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય ભારતીયની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે નાતાલની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યું તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઈને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઈ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતનપરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેક્ટિસની શરૂઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પિટિશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા, પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખૂબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયા અને તેમના ટેકેદારોએ તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઈને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઈ ગયા. સૌ પ્રથમ તો તેમણે (૧૮૯૪માં) નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલા ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધા. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઈ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓના એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનો પ્રયત્ન કર્યો ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતાંં ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું, જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઈ સુધારો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસબર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઈને દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે. દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ Letter to a Hinduનો ગાંધીજીએ અનુવાદ કર્યો. ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય વચ્ચે પત્રવ્યવહાર નિયમિત ચાલુ રહ્યો. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાંં ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું. ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દક્ષિણ આફ્રિકી યુદ્ધની જેમ ગાંધીએ ભારત આવ્યા બાદ અહીં પણ ભારતના લોકોને અપીલ કરી કે તેઓ બ્રિટનને પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન મદદ કરે અને આ માટે તેમણે ભારતીયોની મિલિટરીમાં ભરતી કરવાનું કામ પણ ચાલુ કર્યું. ઘર આંગણે ગુજરાતીઓ અને બિહારીઓની પડખે ઊભા રહીને તેમણે બ્રિટીશ દ્વારા ભારતીયોનાં દમન વિરુદ્ધ અવાજ ઊઠાવીને તેઓ ભારતીયોની રાષ્ટ્રવાદી ચળવળમાં સક્રિય તો રહ્યા પણ બ્રિટીશરોની સાથે પોતાનાં સંબંધો તૂટી ન જાય તેનું પણ તેમણે ધ્યાન રાખ્યું. સન ૧૯૧૯માં બ્રિટીશ સરકારે રોલેટ બીલ પસાર કર્યું કે સરકારનો કોઇપણ જાતનો વિરોધ કરનારને સરકાર ન્યાયપાલિકાને જણાવ્યા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના વિરોધમાં ગાંધીને એવું પગલું ભરવા મજબુર કર્યા કે જેથી અંગ્રજો સાથે તેમના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું. ગાંધીએ સત્યાગ્રહનું એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ હિંસા ફાટી નીકળી તેવામાં જ અમૃતસરમાં બ્રિટીશ લશ્કરે લગભગ ૪૦૦ જેટલા સત્યાગ્રહીઓને રહેંસી નાખ્યા અને માર્શલ લૉ લગાવી દીધો. આમ બંને પક્ષની હિંસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જાહેરાત કરી દીધી. પણ અત્યાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક બનાવી દીધા હતા. એપ્રિલ ૧૯૨૦માં ગાંધી All India Home Rule Leagueના અધ્યક્ષ તરીકે ચુંટાઇ આવ્યા. ૧૯૨૧માં ગાંધીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના દ્વારા કૉંગ્રેસ વતી તમામ નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવી. ગાંધીના નેતૃત્વમાં સ્વરાજના ધ્યેય સાથે કૉંગ્રેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવ્યું અને કૉંગ્રેસમાં પાયામાંથી ફેરફાર કરવામાં આવ્યા. કૉંગ્રેસનું સભ્યપદ સામાન્ય ફી સાથે દરેક ભારતીય માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. કૉંગ્રેસમાં પ્રવર્તમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને શિસ્તને સુધારવા કૉંગ્રેસમાં સત્તાને જુદા જુદા સ્તરે સમિતિઓમાં વિકેન્દ્રિત કરવામાં આવી. આવા પગલાંને કારણે શ્રેષ્ઠીઓની એક પાર્ટીમાંથી કૉંગ્રેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અર્થમાં રાષ્ટ્રવાદી પાર્ટી તરીકે પુનર્જન્મ થયો. ગાંધીએ હવે અહિંસાની સાથે પરદેશી (ખાસ કરીને બ્રિટીશ) ચીજોના બહિષ્કારને બીજા અસરકારક શસ્ત્ર તરીકે અંગ્રેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પ્રચાર અને પ્રસારે ભારતભરમાં જાણે એક જુવાળ પેદા કર્યો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતુથી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સ્ત્રીઓને દરરોજ એક નાના લાકડા ના ચરખા થી ખાદી કાંતવા અને તે દ્વારા પરોક્ષ રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી. બ્રિટીશ ચીજ વસ્તુઓની સાથે ગાંધીએ બ્રિટીશ ભણતર, બ્રિટીશ ન્યાયાલયમાં અને તમામ સરકારી નોકરીઓ છોડવા માટે પણ યુવાનોને પોરસ ચડાવ્યું. જનતાને અપીલ કરી કે બ્રિટીશ સરકાર દ્વારા લાદવામાં આવેલો કોઇપણ પ્રકારનો વેરો કોઇએ ભરવો નહીં. બ્રિટીશ દ્વારા એનાયત થયેલ ખિતાબો, ઇલ્કાબો, ઇનામો અને અકરામો પણ લોકોએ ગાંધીના કહેવાથી પાછા આપી દીધા. દુનિયા આખી પોરબંદરના એક વણિકની જુદા જ પ્રકારની લડતને અચરજ સાથે નિહાળી રહી હતી. ભારતનો ખૂણેખૂણો ગાંધીના રંગે રંગાઇ ચુક્યો હતો, લોકોમાં સ્વરાજ્યની પ્રબળ તૃષા જાગી ચુકી હતી. લડત તેનાં શિખરે હતી ત્યાં જ સ્વાતંત્ર્ય સંગ્રામને જોરદાર ધક્કો વાગ્યો. બન્યું એવું કે ફેબ્રુઆરી ૧૯૨૨માં ઊત્તર પ્રદેશમાં થોડા સ્વાતંત્ર્ય સેનાનીઓ એક દિવસ બેકાબુ બનતાં સ્વાતંત્ર્ય સંગ્રામ હિંસક માર્ગે વળી ગયો. ગાંધીજીની તમામ મહેનત પર જાણે પાણી ફરી વળ્યું. તેમને સાધનની શુદ્ધિ વિનાની સાધના નિરર્થક લાગી. આમ તેમણે પોતે આદરેલી અને અત્યાર સુધી અહિંસક રીતે દેશભરમાં ફેલાયેલી અસહકારની ચળવળ આટોપી લીધી. ગાંધી પર સરકારે દ્રોહનો ખટલો ચલાવ્યો અને તેમને છ વર્ષની કેદની સજા થઇ. સંગ્રામના રસ્તે ગાંધી માટે આ પહેલો કારાવાસ તો નહોતો પણ ગાંધીના જીવનની અત્યાર સુધીની આ સૌથી લાંબી જેલયાત્રા હતી. ૧૮ માર્ચ ૧૯૨૨ના રોજ ગાંધીનો જેલવાસ શરૂ થયો પરંતુ ફેબ્રુઆરી ૧૯૨૪માં ગાંધીને એપેન્ડિક્સનું ઑપરેશન કરાવ્યા બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. ગાંધીની ગેરહાજરીમાં કૉંગ્રેસ ધીમે ધીમે લડતમાં પીછેહઠ કરવા માંડી અને બે ભાગમાં વહેંચાઇ ગઇ. એક તરફ ચિત્તરંજન દાસમુનશી અને મોતીલાલ નહેરૂ હતા જેઓ સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભાગીદારીની તરફેણમાં હતા તો બીજી તરફ સરદાર વલ્લભભાઈ પટેલ અને ચક્રવર્તી રાજગોપાલાચારી જેવા ખેરખાંઓને એવો અંદેશો હતો કે સત્તામાં ભાગીદારી કરી સરકારનો હિસ્સો બની સરકાર સામે લડવાનું કામ લડતને નબળી પાડી દેશે. બીજી તરફ અહિંસક લડત દરમ્યાન હિંદુ મુસ્લીમ વચ્ચે મજબુત બનેલી સહઅસ્તિત્વની ભાવનામાં મોટી ઓટ આવી. ગાંધીજીએ વૈમનસ્યની આ સ્થિતિ તોડવા અથાગ પ્રયત્નો કર્યા પણ કાંઇ ન વળતાં ૧૯૨૪માં છેલ્લા ઊપાય તરીકે ત્રણ અઠવાડિયાનાં ઊપવાસ દ્વારા લોકોના હૈયા પર લાગણીનો પ્રહાર કર્યો. આ ઊપાય ઊપરછલું કામ કરી ગયો પણ બે કૉમ વચ્ચે કાયમી પ્રેમસેતુ ગાંધીજી (કે આજ પર્યંત કોઇપણ) સફળ ન થયા. કલકત્તા અધિવેશનઃ તીવ્ર ચળવળનો પાયો ૧૯૨૭માં બ્રિટીશ સરકારે સર જ્હોન સિમોનના અધ્યક્ષપદે બંધારણીય સુધારા માટે એક કમીશનની રચના કરી જેમણે ભારતીયોને તમામ દરજ્જાઓથી વંચિત કરી દીધા. આના પરીણામે ભારતની તમામ રાજકીય પાર્ટીઓએ કમીશનનો બહિષ્કાર કર્યો. ગાંધીએ પણ ૧૯૨૮માં કલકત્તા (હાલનું કોલકાતા)માં કૉંગ્રેસ દ્વારા ઠરાવ પસાર કર્યો જેમાં ભારતને રાજકીય મોભો અને ભારતીયોને તમામ બંધારણીય હક આપવાની અથવા અહિંસક આંદોલન માટે તૈયાર રહેવાની ચીમકી પણ આપી. તેમણે એ પણ જાહેરાત કરી દીધી કે જો એકવાર આંદોલન ચાલુ થશે તો તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું ભારતને કાંઇ નહીં ખપે. સરકાર જ્યારે ન ઝુકી તો ગાંધીએ ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહમાં પોતાના શબ્દો સાચા કરી બતાવ્યા. 200px|thumb|right|દાંડીમાં ગાંધીજી ૫ એપ્રિલ ૧૯૩૦ તેમણે સરકારે મીઠા પર લગાવેલા કરના વિરોધમાં દાંડી કૂચની જાહેરાત કરી. આ કાર્યક્રમ મુજબ ૨૧ માર્ચે સાબરમતીથી કૂચ આરંભીને ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ગાંધી દાંડી પહોંચ્યા. ગાંધીની દાંડીકુચ એક જગવિખ્યાત ઐતિહાસિક ઘટના બની ગઇ. ૪૦૦ કિ.મી. ના આ પ્રવાસમાં માનવ મહેરામણ બની ગયો. ગાંધીએ બ્રિટીશ અવજ્ઞાના પ્રતીકરૂપે કોઇ કર ભર્યા વગર દાંડીમાંથી જાહેરમાં એક મુઠી નમક લીધું. ગાંધીએ આને સવિનય કાનુનભંગ નામ આપ્યું. દાંડી સત્યાગ્રહ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે મુદ્રિત થઇ ગયો. આ આંદોલનમાં ૬૦,૦૦૦ ભારતીયોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભારતનો ખૂણેખૂણો મા ભોમની બંધન મુક્તિ માટે હિલોળે ચડ્યો. સરકારને વાટાઘાટો કરવાની ફરજ પડી. બ્રિટીશ સરકારના પ્રતિનિધી તરીકે લૉર્ડ ઈરવીને ગાંધી સાથે મંત્રણા આદરી અને બંને પક્ષે સમાધાનરૂપે માર્ચ ૧૯૩૧મા ગાંધી-ઈરવીન કરાર કરવામાં આવ્યો. કરારમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટીશ સરકાર તમામ રાજકીચ કેદીઓને જેલમાંથી છોડી દે અને બદલામાં ગાંધી અસહકારની લડત મ્યાન કરી દે. વધુમાં ગાંધીને લંડનમાં ગોળમેજી પરિષદમાં ભા. રા. કો. ના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું. પરિષદમાં ભારતીયોને અને ખાસ તો ગાંધીને નિરાશા સિવાય કશું જ ન મળ્યું, કારણકે ભારતને સ્વતંત્રતા આપવાના મુદ્દાને બદલે અંગ્રેજોએ ભારતની લઘુમતીના મુદ્દાને ખૂબ ચગાવ્યો. અંગ્રેજો દ્વારા ભાગલાની નીતિની શરૂઆત આ પરિષદ થી જ સૌથી મહત્વની સફળ સાબિત થઇ. લૉર્ડ ઈરવીનના અનુગામી લૉર્ડ વિલિંગટને ભારતીય રાષ્ટ્રવાદીઓ સામે નવેસરથી અભિયાન આદર્યું. ગાંધીની ફરીવાર ધરપકડ કરવામાં આવી. આ દરમ્યાન ગાંધીને એકલા પાડી દઇ તેમના જનતા ઉપરના પ્રભાવને નષ્ટ કરી દેવા ગાંધીનો તેમના અનુયાયીઓ સાથેનો સંપર્ક સંપૂર્ણ રીતે કાપી નાખવામાં આવ્યો. જો કે, સરકારની આ ચાલ સફળ ન થઇ કારણકે આ દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલે આંદોલનું નેતૃત્વ પોતાના હાથમાં લઇને આંદોલનકારીઓ ના જોમ અને જુસ્સાને જ્વલંત રાખ્યો. જ્યારે સરકારે મતાધિકારના મુદ્દે નવા બંધારણમાં અછૂતોને અન્ય ઊચ્ચવર્ણથી જુદા ગણ્યા ત્યારે ગાંધીજીએ ૧૯૩૨માં સપ્ટેમ્બર માસમાં પોતાના ઊપવાસના શસ્ત્ર દ્વારા સરકારને સૌને સમાન મતાધિકાર આપવા ફરજ પાડી. (જો કે, મિસાઇલથી પણ વધુ ખતરનાક આ શસ્ત્રનું અંગ્રેજો સામે સફળ પરીક્ષણ કરતી વખતે ગાંધીને ખબર નહોતી કે ભવિષ્યમાં સ્વતંત્ર ભારતમાં આ શસ્ત્રનો ખૂબ દૂરુપયોગ થશે.) અછૂતોનું જીવન સુધારવાના રસ્તે ગાંધીનું આ પ્રથમ પગલું હતું. માનો કે, ગાંધીજીએ દલિતોના સમાન સામાજિક અધિકારો માટે એક મહાઅભિયાનનો પાયો નાંખ્યો. તેમણે હિન્દુ સંસ્કૃતિની વર્ણ વ્યવસ્થામા શુદ્ર (તુચ્છ) તરીકે ઓળખાતા વર્ગ માટે હરીજન શબ્દ પ્રયોજ્યો. ૮મી મે ૧૯૩૩ના દિવસે ગાંધીએ અંગ્રેજો દ્વારા ભારતીયો પરના દમનના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા. ૧૯૩૪માં ગાંધીનો જાન લેવા ત્રણ હુમલાઓ પણ થયા, પણ આ બધું ગાંધીને જાણે નવો જુસ્સો પુરું પાડતું હોય તેમ ગાંધીનું આંદોલન વધુ ને વધુ જોર પકડતું ગયું. બીજી તરફ ગાંધીને લાગવા માંડ્યું કે કોંગ્રેસીઓની નજરમાં અહિંસા અને ઉપવાસની કિંમત દુશ્મનના ગળે મુકીને ધાર્યું કરાવવાના અમોઘ શસ્ત્રથી વિશેષ કાંઇ નહોતી, જ્યારે ગાંધી માટે તો તે જીવન જીવવાનો એક માર્ગ હતો. અહિંસા માટે કોંગ્રેસીઓના વિચારોથી ગાંધીને ખૂબ દુઃખ થયું અને તેમણે કોંગ્રેસને રામ રામ કરી દીધું. તેમના ઉત્તરાધિકારી તરીકે જવાહરલાલ નહેરૂ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા. સ્વતંત્રતા મેળવવા ભારતને કયો રસ્તો અપનાવવો જોઇએ તે બાબતે ગાંધી અને અન્ય કોંગ્રેસીઓ વચ્ચેના મતભેદો જગ જાહેર હતા. જાણે ભારતનું ભાવિ સરદાર અને નહેરૂ વચ્ચે જયારે સુકાની પદ માટે પસંદગી કરવાની આવી ત્યારે વિધાતાએ જાણે ફરજ પાડી કે ગાંધીજી નહેરૂને પસંદ કરે. ગાંધીજીની આ પસંદગી કેટલી યોગ્ય હતી તે ચર્ચા યાવત્ચંદ્રદિવાકરો ચાલતી રહેશે. આજે પણ ઘણા લોકો તેમની ટીકા કરતાં કહે છે કે ગાંધીએ અઝાદી તો અપાવી તે માટે ભવિષ્યનો દરેક ભારતીય તેમનો ઋણી રહેશે પણ તે ઋણ ચુકવવાની તક દરેક ને મળે તે માટે વિધાતાએ ગાંધી પાસે આવો નિર્ણય કરાવ્યો હશે. ગાંધીએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભારતના ગામડે ગામડે જનજાગરણનું કામ હાથમાં લીધું. તેમણે અસ્પૃશ્યતા સામેની તેમની મુહિમ વધુ તેજ બનાવી, ચરખાને ઘરે ઘરે પહોંચાડ્યો અને નવી શિક્ષણનીતિનો પ્રચાર કર્યો. આ દરમ્યાન સેવાગ્રામ ગાંધીજીનું ઘર બની ગયું. thumb|ગાંધીજીનું લખાણ. બીજું વિશ્વ યુદ્ધ thumb|ભારત છોડો ચળવળનો એક વિડિયો ૧૯૩૯ માં જર્મન નાઝીઓએ પોલેન્ડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. ફાસીવાદીઓના અત્યાચારનો ભોગ બનેલા તરફ ગાંધીની પુરેપુરી સહાનુભુતિ હતી પણ કૉંગ્રેસમાં ચર્ચા કરતાં એક સુર એવો નીકળ્યો કે ઘરઆંગણે જ્યારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ ત્યારે યુદ્ધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતું. જો કે ગાંધીએ અંગ્રેજોને કહ્યું કે જો યુદ્ધ બાદ તેઓ ભારતની સ્વતંત્રતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પક્ષે યુદ્ધ લડવા તૈયાર હતા. બ્રિટીશ સરકારનો પ્રતિભાવ નકારાત્મક હતો. બ્રિટીશરોએ ધીમે ધીમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવ ઊભો થાય અને તે સતત જળવાઇ રહે તેવી નીતિ અપનાવી. જેમ જેમ યુદ્ધ આગળ વધતું ગયું તેમ તેમ મોહનદાસે વણિકબુદ્ધિ મુજબ અંગ્રેજો ઉપર સ્વતંત્રતા માટેનું દબાણ વધારવા માંડ્યું અને છેવટે નિર્ણયાત્મક (અંગ્રેજો) ભારત છોડોની ચળવળ દેશભરમાં આગની જેમ ફેલાઇ ગઇ. ગાંધી અને તેમના ટેકેદારોએ અંગ્રેજોને જણાવી દીધું કે સ્વતંત્રતા નહિ તો યુદ્ધમાં કોઇ મદદ પણ નહિ. તેમના તીખા શબ્દોને કારણે બ્રિટીશ દળોએ મુંબઇમાં ૯ ઑગસ્ટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વર્ષ સુધી જેલમાં જ રાખ્યા. ભારતના ભાગલા હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમ પર ગાંધીનો ખૂબ પ્રભાવ હતો. એમ કહેવાતું કે હિન્દુ-મુસ્લિમ દંગા ગાંધીજીની હાજરી માત્રથી બંધ થઇ જતા. ગાંધી અંગ્રેજોની ભાગલાવાદી નીતિ સમજી ગયા. તેઓ ભાગલાના વિરોધી હતા. પરંતુ ભારતની પ્રજા ભાગલાના નુકસાનને સમજી શકે તેટલી સમજદાર નહોતી. છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દેશનો સિધ્ધાંત (two nation theory) સ્વીકારવો પડ્યો. પરીણામે હિન્દુ બહુમતીવાળો બિનસાંપ્રદાયિક ભારત દેશ અને ઇસ્લામિક દેશ પાકિસ્તાન ૧૯૪૭માં અસ્તિત્વમાં આવ્યા. સત્તાના હસ્તાતરણ દરમ્યાન અન્ય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકત્તા એકાંતવાસ પસંદ કર્યો. ગાંધીજીની હત્યા ગાંધીજીનું વર્તન હિન્દુ અને મુસ્લિમ ઈર્ષા ભાવથી સળગતી બન્ને કોમને તેઓ સામેની કોમના પક્ષકાર દેખાતા. જેના પાયામાં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે તેવા ગાંધીજીએ કોમવાદી હિંસા ટાળવા પોતાનું શક્ય તેટલું યોગદાન આપ્યું. હિન્દુ મહાસભા માટે ગાંધીનો પક્ષપાત અસહ્ય બની ગયો અને ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા. આમ વરસોથી આઝાદી માટે લડતો એક મહાન યોદ્ધો સદાને માટે ચાલ્યો ગયો. == આ પણ જુઓ == ગાંધીવાદ ગાંધીવાદી અર્થશાસ્ત્ર ગાંધીવાદી સમાજવાદ સંદર્ભ બાહ્ય કડીઓ ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય શ્રેણી:૧૮૬૯માં જન્મ શ્રેણી:૧૯૪૮માં મૃત્યુ શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર શ્રેણી:સમાજ સેવક શ્રેણી:ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખો શ્રેણી:મહાત્મા ગાંધી શ્રેણી:ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખો
README.md exists but content is empty.
Downloads last month
29