thejagstudio's picture
Upload 200 files
e0dcc0a verified
<html><head><title>Swaroopyog</title><meta http-equiv="content-type" content="text/html;charset=UTF-8" />
<link href="simple.css" rel="stylesheet" type="text/css" />
<style>
</style></head><body><div class="main">
<div class="gtitlev3">
આજ સખી આનંદની હેલી
</div><div class="gpara">
પદ-1<br/>
આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી;<br/>
મહા રે મુનિના ધ્યાનમાં ના’વે, તે રે શામળિયોજી મુજને બોલાવે...<br/>
જે સુખને ભવ બ્રહ્માદિ રે ઈચ્છે, તે રે શામળિયોજી મુજને રે પ્રીચ્છે;<br/>
ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠાં મળ્યા અક્ષરવાસી...<br/>
તપ રે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડાં રે માણું;<br/>
જેરામ કહે, સ્વામી સહેજે રે મળિયા, વાતની વાતે વા’લો અઢળક ઢળિયા..<br/><br/>
પદ-2<br/>
મહેર કરી મારે મંદિરે આવ્યા, થાળ ભરીને મોતીડે વધાવ્યા;<br/>
આનંદ અંગ ન માય મારી બેની, હરિવર ભેટતાં લજ્જા રે શાની? 1<br/>
દુરિજન મન રે માને તેમ કહેજો, સ્વામીજી મારા રુદિયામાં રહેજો;<br/>
જે રે જોઈએ તે માગજો માવા, ત્રિકમ તમને હું નહિ દઉં જાવા.2<br/>
મુખથી તે ઝાઝું હું શું કહી દાખું, હરિવર મારા રુદિયામાં રાખું;<br/>
કોણ રે પુણ્યે હું હરિવર પામી, ભલે મળ્યા જેરામના સ્વામી. 3<br/> <br/>
પદ-3<br/>
પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળિયા રે ત્યારે;<br/>
નેણે મોહનવર નીરખ્યા જ્યારે, પૂરણ કામ થયાં મારાં ત્યારે. 1<br/>
પ્રેમે કરી મંદિર પધરાવ્યા, શ્યામ સુંદરવર મનડે રે ભાવ્યા;<br/>
નીરખી નારાયણ-મૂર્તિ જ્યારે, ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે. 2<br/>
કેસર ચંદન ચરચ્યું છે ભાલે, હસતાં સુંદર ખાડા પડે છે ગાલે;<br/>
કાનુમાં કુંડળ મકરાકાર શોભે, જેરામ કહે મન જોઈ જોઈ લોભે. 3<br/> <br/>
પદ-4<br/>
શિર પર કેશ શોભે અતિ સારા, મોહનવર મારી આંખોના તારા;<br/>
ભૃકુટિ કુટિલ શોભી રહી સારી, જોઈ જોઈ મોહી સર્વે વ્રજનારી. 1<br/>
હાર હૈયામાં પહેર્યા વનમાળી, ભ્રમર આવે તીયાં સુગંધ ભાળી;<br/>
બે સ્તન શ્યામ શોભે અતિ સારા, જાણે ઊગ્યા આકાશમાં તારા. 2<br/>
નાભિ નૌતમ ઊંડી છે ભારી, બ્રહ્મા બેસે ત્યાં આસન વાળી;<br/>
જાનું જુગલ શોભે અતિ સારા, જેરામ કહે દેખે દાસ તમારા. 3<br/>
<br/>
</div>
<div class="chend">
*****
</div>
<!-- -->
</div>
<!--main-->
</body></html>